Book Title: Shuddhi Parva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ શુદ્ધિપર્વ [૩૨] માત્ર મનુષ્યનો જ નહિ, પણ પશુપંખી વગેરે કોઈ પણ પ્રાણીને જીવનવ્યવહાર અને જીવનધર્મ નિહાળીએ તે વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચે શે અને કે સંબંધ છે તે ધ્યાનમાં આવ્યા વિના નહિ જ રહે. સ્થૂળ દૃષ્ટિએ જોતાં દરેક વ્યક્તિ સ્વપર્યાપ્ત કે પિતાનામાં જ પૂર્ણ ભાસે છે. ઉપર ઉપરથી જોતાં આપણને એમ લાગે છે કે દરેક પ્રાણી કે વ્યક્તિની આત્મકથા એ માત્ર તેના જ જીવનની કથા છે, કેમકે તે તેના જીવનના પ્રારંભથી શરૂ થાય છે અને તેના જીવના અંત સાથે જ તે અંત પામે છે. પરંતુ જે આપણે સૂક્ષ્મ અને તાત્ત્વિક દષ્ટિએ નિરીક્ષણ કરીએ તે આપણને તરત જ જણાશે કે કોઈપણ વ્યક્તિનો જીવનપ્રવાહ માત્ર વ્યક્તિ-મર્યાદિત છે જ નહિ. કેમકે તે તેના પૂર્વ કાલીને અને સમકાલીન સમાજનાં અનેક જીવનવહેણોથી રચાય છે અને સમૃદ્ધ થાય છે. કઈ પણ મનુષ્ય પિતાના પૂર્વકાલીન અને સમકાલીન માનવસમાજ તેમ જ ઇતર પ્રાણીજગતના સંબંધો અને તેથી ઉત્પન્ન થતા સંસ્કારેને પિતાનામાંથી બાદ કરે છે તે માત્ર શૂન્ય બની રહે અને તેનામાં કશી જ જીવનશક્તિ શેષ ન રહે. પૂર્વ કાળને પેઢીઉતાર અને સંસ્કાર-વારસો એ જ પ્રત્યેક વ્યક્તિના જીવનધારણ અને જીવનવિકાસની નક્કર ભૂમિકા છે; અને એ જ ભૂમિકા સમકાલીન સમાજ સાથેના વ્યક્તિના સારા કે નરસા સંબંધોથી વિશેષતા પામે છે અને તે ભાવિ સમાજના ઘડતરમાં સારું કે નરસે ફાળો આપવાની શક્તિ અનિવાર્યપણે કેળવે છે. આટલા ઉપરથી સ્પષ્ટ થશે કે વ્યક્તિ અને સમાજનો સંબંધ એ પુષ્પ અને તેની સુવાસને સંબંધ જેવો અવિભાજ્ય છે. ગુણદોષ વિચાર * પ્રાણીવર્ગમાં માત્ર માનવજાતિ જ એવી છે કે જે અતિ લાંબા કાળના સંસ્કારવારસાની રક્ષા કરવા ઉપરાંત તેમાં તે ધાર્યા પ્રમાણે ફેરફાર અને સુધારેવધારો કરી શકે. વળી તે ભાવિ પેઢીને આશીર્વાદ કે શાપરૂપ નીવડે એવી સામગ્રી પણ થઇ શકે. જે સદગુણો કે જે વ્યક્તિમાં દેખાય છે કે વ્યક્તિગત મનાય છે તે ખરી રીતે સમાજસાપેક્ષ હોઈ તે તે સમાજના ગુણદોષનું પ્રતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7