Book Title: Shuddhi Parva Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 5
________________ ૪૮૬ ]. દર્શન અને ચિંતન એ કથાવાચન અને ભકતનું એ કથાશ્રવણ ! આ અંતર બનતા પ્રયત્ન નિવારવું એમાં જ પજુસણ પર્વોની શુદ્ધિ છે. કાળાબજાર જૈન પરંપરામાં ધર્મપ્રાપ્તિની પ્રાથમિક શરત પ્રમાણે જે છત્રીસ ભાગનુસારી ગુણ બતાવ્યા છે તેમાં ન્યાયપૂર્વક ધનોપાર્જન કરવું એ પ્રથમ અને મુખ્ય ગુણ મનાયેલ છે. યુદ્ધ દરમ્યાન સર્વત્ર ચાલતાં કાળાબજારમાં જૈન વ્યાપારીઓને હાથ નાનોસુનો નથી. કેટલાક નિખાલસ જૈન ભાઈઓએ એ વાતને જાહેરપણે સ્વીકાર પણ કરે છે. જેલમાં પડ્યા પડ્યા પણ રાષ્ટ્રપુરુષોને કાળાબજારની જાણ થયેલી અને મુક્ત થતાં જ તેઓ બધાએ એકી અવાજે કાળાંબજારનાં કૃત્યને ધુતકાર્યું છે. તેમ છતાં અત્યાર લગીમાં કોઈ પણ ફિરકાના એક પણ જૈન ગુરુએ કાળાબજારની ચોરી વિરુદ્ધ સામાન્ય પણે પણ અવાજ ઉઠાવ્યો હોય એવું જાણવામાં આવ્યું નથી. શું એ ગુરુઓ કાળાબજારની કમાણીને અન્યાયોપાર્જિત છે એમ નથી માનતા ? અને જે. માનતા હોય તો તે વિરુદ્ધ અવાજ ઉઠાવતા કેમ કરે છે? આ પ્રશ્નનો ઉત્તર આપણને તેમની સુખસગવડની વૃત્તિ અને તે સગવડ પૂરી પાડનાર ભક્તોને રાજી રાખવાની મને વૃત્તિમાંથી મળે છે. જેની પાસેથી ન્યાય-અન્યાયના વિવેકની દોરવણીની આશા રાખી શકાય તે જ ગુરુવર્ગ જે અંતર્મુખ થઈ જીવનવિચાર ન કરે તો તેઓ ભાવ-પ્રતિક્રમણ દ્વારા શુદ્ધિપર્વને સાચી રીતે ઊજવે છે એમ કેણું કહી શકશે? આ માટેનો અહિંસક સરળ ઉપાય ભગવાન મહાવીરે પિતાના જીવનથી જ દર્શાવ્યો છે અને તે એ કે ગમે તેવી અગવડમાં જીવનને આનંદ માણે, પણ લૂંટ અને ચોરીના ધનથી મળતી કઈ પણ જાતની સગવડ લેવાને સદંતર વિચાર ત્યજવો. જે એક પણ ગુરુ આ દિશામાં ગ્ય પગલું ભરશે તે સાચે જ તે પજુસણ પર્વને અજવાળશે; એટલું જ નહિ, પણ તે જૈન સમાજના ભા અને વારસાને દિપાવશે. પિતાને મળતી દોષમૂલક સગવડ સ્વીકારવામાં અસહગ એ ગમે તેવા લેબી અને લાલચુ વ્યાપારીઓની ન્યાયવૃત્તિ જાગૃત કરવાને રામબાણ ઉપાય છે. પેઢીઓ થયાં ચેરીને ધંધો કરતી અને ચેરી તેમ જ પરાક્રમ વિનાના જીવનને નમાલું સમજતી ધારાળા જેવી મોટી કમની એ વૃત્તિમાં એકલા રવિશંકર મહારાજની તપસ્યાએ પલટે આણે તે દીર્ધતપસ્વીના વારસદારની યથાર્થ તપસ્યા કાળાબજારની વૃત્તિ પર થોડો પણ કાબૂ ન મેળવે એ કદી માની શકાય નહિ. જરૂર હોય તે તે એટલી જ છે કે કોઈ એકાદ સૂરિ આર્ય મહાગિરિનું અનુકરણ કરી આર્ય સુહસ્તિને પગલે ચાલતા આજના સુખશીલ અને રાંક મનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7