________________
૪૮૪ ]
દર્શન અને ચિંતન
અનુભવ્યા હતા અને તેમણે પાતે જ જે સત્યાને સમકાલીન સામાજિક પરિસ્થિતિ સુધારવા અમલમાં મૂકયાં હતાં અને લેાકા એ પ્રમાણે જીવન ધડે એ હેતુથી જે સત્યાના સમથ પ્રચાર કર્યાં હતા, તે સત્ય સક્ષેપમાં ત્રણ છે :
(૧) બીજાના દુઃખને પોતાનું દુઃખ લેખી જીવનવ્યવહાર ધડવા, જેથી જીવનમાં સુખશીલતા અને વિષમતાના હિંસક તો પ્રવેશ ન પામે. ( ૨ ) પોતાની સુખસગવડને, સમાજના હિત અર્થે, પૂર્ણ ભાગ આપવા, જેથી પરિગ્રહ બંધન મટી લોકોપકારમાં પરિણમે. (૭) સતત જાગૃતિ અને જીવનનું અંતરનિરીક્ષણ કરતા રહેવું જેથી અજ્ઞાન કે નબળાઈ ને કારણે પ્રવેશ પામતા દોષાની ચોકી કરી શકાય અને આત્મપુરુષાથ માં એટ ન આવે.
આત્મવચના
ભગવાનની જીવનકથા સાંભળવી અને તેનું સ્થૂળ અને ખાર્થે અનુકરણ કરવું એ એક વાત છે; અને તેના હાર્દને સમજી યથાશક્તિ તેને પોતાના સમયની પરિસ્થિતિ સુધારવા ઉપયાગ કરવા એ જુદી વાત છે. એ ખરું છે કે નાનામેટા બધા જ ભાવુક જૈન ઓછામાં ઓછું પશુસણના દિવસોમાં તો મહાવીરને પગલે ચાલી નાનુંમોટું તપ આચરે છે અને અન્યના દુઃખને પેાતાનું લેખવાના પ્રતીકરૂપે નાનુંમોટું પગલું ભરે છે. એ પણ સાચુ' છે કે દરેક ધાર્મિક જૈન પોતાની ઉદારતાના ખીજાના હિત અર્થે કાંઈ ને કાંઈ ઉપયાગ કરે છે. તેમ જ એ પણ સત્ય છે કે વધારે નહિ તે પશુસણના દિવસેામાં નિત્ય અને તેમ નહિ તા છેવટે સંવત્સરીને દિવસે અવશ્યમેવ બધા જ નાનામોટા ગૃહસ્થ અને ત્યાગી પ્રતિક્રમણ કરી સૌની સાથે મૈત્રીભાવ દર્શાવતા કહે છે કે અમારે કાઈની સાથે વૈવિરાધ નથી. આ બધું છતાં આપણે જૈન સમાજની આંતરિક સ્થિતિને તટસ્થપણે અભ્યાસ કરીએ, રાષ્ટ્રમાં અને સમગ્ર માનવસમાજમાં તેનું શું સ્થાન છે એના વિચાર કરીએ, તે આપણને જણાયા વિના નહિ રહે કે આપણે મહાવીરના સિદ્ધાંતના બાહ્ય ખાખાના જ આચરણમાં ધર્મનું વાસ્તવિક પાલન માની આત્મવચના કરીએ છીએ, તપ, વ્રત, નિયમ, જ્ઞાન અને પ્રભાવના આદિ દ્વારા ચોથા આરેા વર્ષોંની કે તેના ઉદ્યોતની જે કુંકુમપત્રિકાએ અરસપરસ સંધાને લખવામાં આવે છે, તેનું પાકળપણું આપણે તે જ ગૃહસ્થ અને સાધુસંધાના જીવન જીવવાના માપદંડ દ્વારા સરળતાથી જાણી શકીએ છીએ.
ઉકેલ માગતી સમસ્યાએ
પશુસણ જેવું ધર્મ પવ, જે ખરી રીતે આત્મશુદ્ધિનું પર્વ છે, તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org