SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ પિ [ ૪૮૩ ખિબ માત્ર છે. કાઈ પણ વ્યક્તિ રુચિપૂર્વક પોતામાં સદ્ગુણ કેળવવા અને વિકસાવવા માગે તે તે જીવનની દિશાને સમાજથી સાવ વિમુખ બનાવી કદી સદ્ગુણુ સાધી શકે જ નહિ. સદ્ગુણને અર્થ જ એ છે કે ગમે તેવી અથડામણે અને ગમે તેવા સંધર્ષ વચ્ચે પણ બીજા પ્રત્યેનું વલણ મધુર જ બનાવી રાખવું, તેમાં કડવાશ આવવા ન દેવી, માણસ સાવ એકલા હેય તે તેની વૃત્તિની મધુરતા કે કટુતાની કસોટી થઈ જ ન શકે અને તે પેતે પણ એમ નક્કી ન કરી શકે કે જેતે તે સદ્ગુણ માની રહ્યો છે તે વખત આવતાં સદ્ગુણ જ સિદ્ધ થશે. એ જ નિયમ દોષને પણ લાગુ પડે છે. કાઈ ક્તિ ક્રૂરતા, લાભ કે ભાગવૃત્તિમાં રસ ધરાવતી હોય અને તે સમાજથી સાવ છૂટી પડે તે તે કદી પોતાની નવી રસવૃત્તિને તૃપ્ત કરી શકશે નહિ. સત્ય ખેલવુ અને આચરવું એ સદ્ગુણ છે અને અસત્યાચરણમાં દોષ છે, પણ જો મનુષ્ય એકલે હાય તા તે સત્ય કે અસત્યનું આચરણ કેવી રીતે અને કેાના પ્રત્યે કરે ? તેથી એ નિઃશંકપણે ફલિત થાય છે કે ઇતર જગત સાથેના માણસના સંબંધમાં જ ગુણદોષની વૃદ્ધિ કે હાનિની શક્યાશક્યતા સમાયેલી છે. મહાન પુરુષ પૃથ્વીના પટના કોઈ પણ ભાગ ઉપર કયારેય પણ થઈ ગયેલ અને અત્યારે વર્તમાન એવા બહાન પુરુષોની જીવનકથા એટલે સંક્ષેપમાં કહીએ તે તેમને તેમની આસપાસના જગત પ્રત્યેનો દૃષ્ટિકણુ અને જીવનવ્યવહાર. જે રીતે ભગવાન મહાવીરે વારસામાં મળેલ સંસ્કારાને ઇતર જગત પ્રત્યેના પેાતાના અશ્રુત્વમય અને વિશાળ દ્રષ્ટિકાણ વડે તેમ જ કામળ અને મધુર આચરણથી ઉદ્દાત્ત બનાવ્યા અને તેના પરિણામે માનવજાતિના અભ્યુલ્ય અને નિઃશ્રેયસની દૃષ્ટિએ કાલાબાધિત મૂળભૂત સિદ્ધાંતો ઇતર યગંબરાની પેઠે પ્રરૂપ્યા, તે જ સૂચવે છે કે તેમને જીવનહંતુ વ્યક્તિ અને સમાજના સબંધને કલ્યાણમય બનાવવાના હતા. તેમણે જેમ સમાજના આશ્રયથી સ્વપુરુષાર્થ દ્વારા સદ્ગુણ વિકસાવવાની કળા સિદ્ધ કરી હતી, તેમ તેમણે પોતાના એ સદ્ગુણ-ઉપાર્જનની મૃતાતા સમાજના ક્ષેમમાં જ માની હતી. પવિત્ર અષ્ઠાહ્નિકા દીદિષ્ટ મહિષઓએ યુગ યુગના નવ સમાજને દીવાદાંડીરૂપ અને એવા ઉદ્દેશથી વર્ષાવાસનું એક અઠવાડિયું એવી રીતે યોજ્યુ છે કે તેમાં આપણે ભગવાન મહાવીરની પુણ્યકથા સાંભળવા અને તેના મમ ઉપર વિચાર કરવા પૂરો અવકાશ મેળવી શકીએ. ભગવાને પોતાની કાર સાધના દ્વારા જે સત્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249215
Book TitleShuddhi Parva
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Pious Days
File Size224 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy