________________
શુદ્ધિપર્વ
[ ૪૮૭ મુનિગણને યોગ્ય રસ્તે વાળે. તેથી આપણે આશા રાખીએ કે ગુરુવર્ગ વરા, અર્ચા–પ્રભાવના અને શાસ્ત્રોની પૂજા ઉપર ભાર આપે છે તે કરતાં વધારે ભાર કાળાબજારની ચોરીના મૂળગત દોષ નિવારવા તરફ આપે. આથી તેઓ એવી ચોરીને ભોગ બનતા લેકેના મૌને આશીર્વાદ પણ મેળવશે અને પિતાના અનુયાયીઓને કમાણુની હરીફાઈની અવિચારી પાપજાળમાં પડતાં અંશત: પણ બચાવી શકશે. યુદ્ધજન્ય પરિસ્થિતિને વધારેમાં વધારે લાભ લેવાની હરીફાઈના વાતાવરણમાં અર્થવૃત્તિથી ટેવાયેલો જેન વ્યાપારી કાળાબજારમાં લેભનું સંવરણ કરી ન શકે એવી દલીલ કરનારે પણ વિચારવાનું રહ્યું કે ખરે ટાંકણે જ અન્યાય લાલચેનો સામનો કરે એમાં જ ધર્મવૃત્તિ–-સતપુરુષાર્થ છે. સંતતિને અન્યાયપાર્જિત ધનને વારસે સપનાર પિતા વારસામાં માત્ર ધન જ નથી આપતું, પણ તે ધન કરતયે અતિ સૂમ એવી અન્યાયવૃત્તિ પણ વારસામાં આપે છે. ધનનો વારસે નાશ પામશે, ત્યારે પણ એ અન્યાય—દુર્બદ્ધિના સંસ્કાર પેઢીઉતાર સંતતિમાં ચાલુ રહેશે. એટલે કાળાબજાર કરનાર એકંદર કુટુંબ અને સંતતિનું તે એકાન્ત અહિત જ કરે છે. અન્યાવ્ય ધનમાં ઊછરેલી અને તાલીમ પામેલી સંતતિ કદી લાંબો વખત તેજસ્વી રહી શકે નહિ. ચેરીના ધનની ગાદી ઉપર બેસનાર કદી ધર્મારાધન કરી શકે નહિ. તેથી પસણુની આરાધના કરવા ઈચ્છનાર વ્યાપારીવર્ગે પણ કાળાબજારના કૃત્યનું પ્રતિક્રમણ પ્રથમ કરી તે પછી જ પરંપરાગત પ્રતિક્રમણની સાર્થકતા લેખવી જોઈએ.
અસ્પૃશ્યતા
અસ્પૃશ્યતાની બાબતમાં બુદ્ધ અને મહાવીરે વૈદિક પરંપરા વિરુદ્ધ ભારે સાહસપૂર્વક અંદેલન શરૂ કરેલું. એ આંદોલનનાં મૂળો એટલે સુધી ઊંડાં ગયાં કે તે બન્ને મહાત્માઓની પછી પણ એ દિશામાં અનેક સંતોએ અનેકવિધ પ્રયત્ન કર્યા. મહાવીર પછી લગભગ ૧૫૦૦ વર્ષે દક્ષિણ હિંદુસ્તાનના વૈષ્ણવ સંત આળવારોએ અસ્પૃશ્યતાનું કલંક ટાળવા પુરુષાર્થ કર્યો. ત્યારબાદ રામાનંદ, કબીર અને નાનક વગેરેએ પણ પ્રયત્ન કર્યો, પરંતુ સૌથી છેલ્લો અને સર્વદેશીય પ્રયત્ન મહાત્માજીનો અને તેને લીધે કોગ્રેસને છે. અહિંસા જૈન પરંપરાનો મુખ્ય સિદ્ધાંત છે. ગાંધીજીએ નાનામાં તમામ ક્ષેત્રોમાં અહિંસાને પ્રયોગ સૌથી પહેલાં જ શરૂ કર્યો છે. અહિંસાતત્વ માત્ર ધાર્મિક ક્ષેત્ર પૂરતું જ ન રહેતાં તે સમાજ, અર્થકારણ અને રાજકારણના પ્રદેશ સુધી વિસ્તર્યું છે. એની સમજ, વ્યાખ્યા અને પ્રયોગના પ્રકારે ભૂતકાળને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org