SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ 288 ] દર્શન અને ચિંતન સંસ્કારમાંથી વિકાસ પામ્યા હોવા છતાં સાવ અપૂર્વ છે. જૈન પરંપરાને તે અનાયાસે પિતાના પ્રાણભૂત સિદ્ધાંતને વિસ્તારનાર, વિશદ કરનાર અને તેની વિશ્વભરમાં પ્રતિષ્ઠા કરનાર એવા સંત મળી આવ્યા છે, તે કાંઈ જે તે લાભ ન કહેવાય. આપણે પોતે અહિંસાને બહલાવી લોકપ્રિય કરી ન શકીએ અને કઈ બીજે જીવને જોખમે તે કામ કરે તો તેને પિતાનો કરતાં પાછા પડીએ તે તેનાથી વધારે વિનિપાત બીજે કયે હૈઈ શકે? મહાવીરે તે અહિંસાના વિચારમાંથી જ અસ્પૃશ્યતાને ધર્મપ્રદેશ પૂરત વિરોધ કરેલ. ગાંધીજીએ તે જ અહિંસાના આધારે અસ્પૃશ્યતાને સર્વ ક્ષેત્રમાં વિરોધ કર્યો છે અને તે ખૂબ સફળ પણ થઈ રહ્યો છે. સનાતન ધર્મના બહુમત અને બીજાં બળો સામે જેને અસ્પૃશ્યતાના વિરોધની બાબતમાં ટક્કર ઝીલી શક્યા ન હતા. તેમને એ સાચા સિદ્ધાંતની બાબતમાં પણ વ્યવહારદષ્ટિએ વૈદિક પરંપરા સામે હાર ખાવી પડી હતી. પરંતુ સત્ય લાબે વખત દબાવ્યું દબાતું નથી, એટલે અસ્પૃશ્યતાના પાપનિવારનું પરમ સત્ય આજે પૂરી પ્રતિષ્ઠા પામી રહ્યું છે. ગાંધીજી અને કેગ્રેિસ જ નહિ, પણ પ્રાચીન કાળના કટ્ટર વેદિકેને અનેક બ્રાહ્મણ વંશજો પણ આ સત્યની પડખે . એટલે બીજી રીતે વિચારીએ તો બુદ્ધ અને મહાવીરનાં વાવેલાં બીજ આજે ફાલ્યાંકૂલ્યાં છે. તેવી દષ્ટિ પામેલા સંખ્યાબંધ જેનો અસ્પૃશ્યતાનિવારણમાં સીધે સાથ આપી પ્રતિક્રમણને સફળ કરી રહ્યાં છે. પાછી પાની કરતા હોય તે તે માત્ર અહિંસાધ્વજધારી ગુરુઓ અને તેમને પગલે ચાલતા રૂઢિચુસ્તો. હવે તેમણે વખત ઓળખ જોઈએ. એક બાજુ તેમને ક્યારેકના પિતાના વિરોધી કટ્ટર વૈદિકનો સાથ છે અને બીજી બાજુ તેમની પોતાની નવી પેઢી તેમની પડખે છે. એટલે અત્યારે અસ્પૃશ્યતાનું કલંક ધોઈ નાખવાની જે સેનેરી તક જૈનોને સાંપડી છે તેને રૂઢ દષ્ટિવાળા નિર્ભયપણે સત્કાર નહિ કરે તે પુનઃ પુનઃ પ્રાયશ્ચિતનું સ્મરણ કરાવતાં પ્રતિક્રમણનાં બધાં સૂત્રો એ માત્ર બકરાના ગળાના આપળ જેવાં અર્થ વિનાનાં થઈ પડશે અને તેઓ યુગ તેમ જ પિતાની જ પેઢી દ્વારા ઉપહાસ પામશે. આપણે આ વર્ષના શુદ્ધિપર્વ પ્રસંગે ઉપરની સમસ્યાઓના ઉકેલ તરફ કદમ ઉઠાવીએ એટલું જ વાંછનીય છે. –પ્રબુદ્ધ જૈન, 1-9-5. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249215
Book TitleShuddhi Parva
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Pious Days
File Size224 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy