Page #1
--------------------------------------------------------------------------
________________
નિગોદ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તરે
[૭] ૧. પ્રશ્ન : કર્મબન્ધના હેતુ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગ છે; તેમાં પણ કષાય અને વેગનું પ્રાધાન્ય છે. કષાયની તીવ્રતા ના માનસિક વિકાસ પર અવલંબે છે; અર્થાત જે શ્રેણીના જીનું મન સંપૂર્ણ વિકસિત છે, તેઓના અધ્યવસાય જે કષાયમય થઈ જાય તે તેઓને તીવ્રતમ કષાયની સંભાવના છે. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાયના, અને ખાસ કરીને મનુષ્યના મનનો વિકાસ સંપૂર્ણ હોવાથી એકેન્દ્રિયાદિ જાની અક્ષાએ મનુષ્યમાં તીવ્રતમરૂપે કષાયને સંભવ છે. આ કારણસર એકેન્દ્રિય જીવમાં તીવ્રતમ કષાયની ઉત્પત્તિને સંભવ નથી.
ઉપર્યુક્ત વિચાર જે બરાબર હોય તે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે અવ્યવહાર–રાશિના જીવ અનાદિ કાળથી સૂક્ષ્મ નિગોદમાંથી નીકળ્યા નથી અને વ્યવહાર–રાશિમાં આવવા સમર્થ થયા નથી તેઓને, અનાદિ કાળથી મન ન હોવા છતાં પણ, એવા તીવ્ર કષાયને બન્ધ કેવી રીતે થયો કે જેથી કરીને અનાદિ કાળથી આજ સુધી પણ તેમને સૂક્ષ્મ નિગદમાં જ જન્મમરણના ચક્રમાં ભમવું પડે છે અને એ રીતે જીવશ્રેણીના હીનતમ પર્યાયમાં રોકાઈ રહેવું પડે છે ? તેઓને એ પ્રકારના તીવ્ર કપાયેની ઉત્પત્તિ અને ચીકણું બંધ કરવાનો અવસર ક્યારે પ્રાપ્ત થયો?
ઉત્તર : જીવરાશિ, પુનર્જન્મ, બન્ધ અને મેક્ષ એ તો પ્રથમ તે આગમસિદ્ધ છે અને પછી સ્વસંવેદન (સ્વાનુભવ) સિદ્ધ પણ છે. જ્યારે બન્ધ, મોક્ષ અને જીવરાશિને માન્ય કરી ત્યારે અભવ્ય અને ભવ્યની કહપના તેમ જ અવ્યવહાર અને વ્યવહાર રાશિની કલ્પના પણ ઉત્પન્ન થઈ. આ જ કલ્પના સ્પષ્ટરૂપે જૈન દર્શનમાં છે. જેનેતર દર્શનમાં પણ આ કલ્પનાનું બીજ જણાય છે; જેમ કે, અનેકાત્મવાદી સાંખ્ય, ન્યાય આદિ દર્શનેમાં.
જીવની પ્રાથમિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ અત્યંત ભિન્ન હવા છતાં પણ તે એક રૂપે સમાન છે. પ્રાથમિક સ્થિતિ અવ્યવહાર-રાશિના
Page #2
--------------------------------------------------------------------------
________________
tot ]
દન અને સિ’તન
જ્વાની અને અન્તિમ સ્થિતિ મુક્ત જીવાની. બન્ને સ્થિતિ વચ્ચે અંતર માત્ર આત્મિક શક્તિની આવૃતતા ( અપ્રકટતા )નું છે, છતાં બન્ને વચ્ચે સમાનતા પણ છે, તે સમાનતા એ છે કે મુક્ત જ્વા વિસદશ (વૈભાવિક અર્થાત્ કન્ય) પરિણામ પ્રાપ્ત કરતા નથી; તે જ પ્રકારે અવ્યવહાર–રાશિના જીવા અર્થાત્ અનાદિ અનન્ત અભવ્ય જીવો અથવા તે તેમાંથી કદી બહાર ન નીકળી શકનાર એવા જાતિભવ્ય જીવે પણ વિસદશ પરિણામ પ્રાપ્ત કરી શકતા નથી; એટલે કે જેમ મુક્ત થવા મુક્તિરૂપ સદશ ( સ્વાભાવિક ) પરિામના નિરંતર અનુભવ કરે છે તેમ અવ્યવહાર–રાશિના પેલા જીવા પણ નિગોદ-અવસ્થાયોગ્ય ગાઢ અજ્ઞાન આદિ સદશ પર્યાય - પરંપરાને જ અનુ ભવ કરે છે. મુક્ત જીવા માહપૂર્ણાંક સુખદુઃખનો અનુભવ કરતા નથી; અને અવ્યવહાર–રાશિના છવે પણ સુખદુઃખને વ્યક્ત ( પ્રકટ )પણે અનુભવી શકતા નથી. મુક્ત વાની તે અવસ્થા બદલાતી નથી, અને અવ્યવહારરાશિના કાયમી જીવાની પણ તે અવસ્થા ધ્રુવ (કાયમની) છે. આ પ્રકા બન્ને પ્રકારના વામાં સમાનતા હૈાવા છતાં કાઈ નગાધિક અવસ્થાની ઉપાસના કરતું નથી, પરન્તુ સર્વે કાઈ મુક્તિની ઉપાસના કરે છે. જગતમાં ગમે તેવી આસમાની સુલતાની થઈ જાય, પણ મુક્ત જીવાને શું? તે જ પ્રકારે નિાદના વેને પણ શું ?
મુક્ત જીવેને આત, રૌદ્ર ધ્યાનના પ્રસંગેા નથી, તેમ વૈગાદિક જ્વાને પણ નથી. તો પછી નૈગેદિક અવસ્થાની ઉપાસના કરવામાં હરકત શી છે? એકમાં જ્ઞાનપૂર્વક દુઃખના અભાવ છે તે ખીઝમાં અજ્ઞાનપૂર્વક દુઃખનો અભાવ છે, પરન્તુ દુઃખનો અભાવ તા બન્ને સ્થિતિમાં સમાન છે; છતાં પણ એક સ્થિતિ ઉપાય અને બીજી હેય છે, તેનાં કારણેા શાં? તેને વિચાર કરવા જોઈ એ. આ પ્રશ્નના ઉત્તર ગર્ભિત રીતે તો મળી જ ગયા હરો, તોપણ તેને વધારે સ્પષ્ટ કરીએ.
અવ્યવહાર–રાશિમાંથી નીકળવાની અવસ્થા અને અગિયારમા ગુણસ્થાનક સુધીની અવસ્થા વચ્ચે વિવિધ પરિવર્તન ( ઉત્પાત-નિપાત યા વિકાસ અને હ્રાસ અર્થાત્ ચઢાવ–ઉતાર ) થયા કરે છે; દુઃખ-સુખની અનેક અથડામણી તેમાં હાય છે. વિકાસ અને હાસ, જેતે જૈન પરિભાષામાં અનુક્રમે વૃદ્ધિ અને હાર્ટુને કહી છે તે, આ સ્થિતિમાં સ્પષ્ટ જણાય છે.
અવ્યવહારરાશીય વા અને મુક્ત ક્વેમાં ખાસ હાસ અને વિકાસ
Page #3
--------------------------------------------------------------------------
________________
નિગેઇ જાતના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તરા
[ ૧૦૬૭
કયા છે ? વિકાસ અને હાસ શબ્દ સાપેક્ષ છે; જેમાં હાસ હાય તેમાં વિકાસ પણ હાય છે. મુક્તિમાં હાસ નથી, તેથી તેમાં વિકાસને પણ અવસર નથી. અવ્યવહાર–રાશિમાં શું હાસ હાઈ શકે છે ના. તેથી જ તેમાં વિકાસ હાય એમ પણ કહી શકાય નહિ.
આત્માની સ્વાભાવિક શક્તિને વિકાસ (કૃષિ) તે જ વૈભાવિક શક્તિના હાસ ( હાનિ ) છે, અને વૈભાવિકતાના વિકાસ તે જ સ્વાભાવિકતાના હાસ છે. અવ્યવહાર–રાશિના વામાં સ્વાભાવિક શક્તિને વિકાસ હેત તે જરૂરી કાષાયિક ( વૈભાવિક ) સ્થિતિના હાસ હાત, પરન્તુ અવ્યવહાર–રાશિનાવામાં સ્વાભાવિક શક્તિના અશે પણ વિકાસ હાતા નથી, તેથી તેમનામાં કષાયની માત્રા (પ્રમાણ કે માપ) સન્ની પંચેન્દ્રિય જીવાની અપેક્ષાએ ન્યૂન હોવા છતાં પણ વૈભાવિક શક્તિને હાસ સમજવાનો નથી. સૂતેલા અથવા તે મૂર્છા પામેલા મનુષ્યમાં ક્રોધ, લાભ આદિ કાયિક પરિણામનો સ્પષ્ટ પ્રાદુર્ભાવ ( આવિર્ભાવ કે પ્રકટતા ) નથી, તેથી શું તે મનુષ્યને જાયત મનુષ્યની અપેક્ષાએ વધારે વિકસિત કહેવા ? અર્થાત્ જેમ ગાઢ નિદ્રામાં સૂતેલા અથવા તે સખ્ત મૂર્છાને પામેલા મનુષ્યને કાષાયિક પ્રવૃતિ ન કરી શકવા ભાત્રથી મન્દકષાયી કે વિકસિત કહી શકાય નહિ; તે જ પ્રકારે અવ્યવહાર–રાશિગત વેા સની પન્દ્રિય જીવે પ્રમાણે કાષાયિક પરિણામ ન કરી શકવા માત્રથી વિકસિત કહી શકાય નહિ. મૂળમાં તેમનામાં જે કાષાયિક પરિણતિની માત્રા ઓછી છે તેનું કારણ આત્મિક અશુદ્ધિતી ન્યૂનતા નહિ, પરન્તુ સાધનની અપૂર્ણતા અથવા તો નિમળતા માત્ર છે.
સસી પંચેન્દ્રિય જીવામાં કષાયની માત્રા વધારે છે અને અવ્યવહારરાશિનાવામાં આછી છે, કારણ કે અવ્યવહાર–રાશિના વે એક કાટા કાટી સાગરોપમની સ્થિતિ પણ બાંધી શકતા નથી અને રસઅન્ય પણ બહુ જ ધાડેા કરી શકે છે, જ્યારે સન્ની પંચેન્દ્રિય મનુષ્ય સિત્તેર કાટાકાટી સાગરોપમની સ્થિતિ અને વધારેમાં વધારે રસબન્ધ કરી શકે છે. કાયિક માત્રામાં આટલા ફરક હેવા છતાં પણ અવ્યવહાર–રાશિના જ્વા નિકૃષ્ટ જ છે. તેનુ કારણ એ છે કે તેમની આત્મિક અશુદ્ધિ અનાદિ કાળથી અત્યન્ત અધિક છે; અને સાધનના અભાવે અથવા તે રક્તિની ન્યૂનતાને કારણે અધિક માત્રામાં કષાયબન્ધ કરી શકતા નથી—સૂતેલા અને મૂતિ મનુષ્યની જેમ. પરન્તુ જો તેમને સાધનો અને શક્તિનો લાભ મળી જાય તે તે જ જીવા
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૦૧૮]
દર્શન અને ચિંતન સંસી છોના પ્રમાણે જ કષાયબબ્ધ જરૂર કરી શકે છે. આમ હોવાથી યેગ્યતાની અપેક્ષાએ અવ્યવહાર–રાશિત છ વિકસિત નહિ, પરંતુ નિકૃષ્ટ (હીનતમ અર્થાત હલકામાં હલકી શ્રેણીના) જ છે.
પરતુ આમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે, જેના પર આપણું ધ્યાન હજી ગયું નથી. તે એ કે સંસી પંચેન્દ્રિય જીવમાં જેમ કષાયની માત્રા અધિક હોય છે, તેમ જ તેની સાથે જ્ઞાન અને વીર્યના ક્ષય પશમની માત્રા પણ અધિક હોય છે. આ ક્ષાયોપથમિક માત્રા પર જ વિકાસનો આધાર છે, નેગેદિક એકેન્દ્રિય જીવમાં સ્પર્શનેન્દ્રિયાવરણના અત્યંત અલ્પ અંશને તેમ જ વિયરાયના પણ અતિ અલ્પાંશને ક્ષયોપશમ હોય છે. બાકીની સર્વ ઈન્ડિયાના આવરણને સર્વધાતી રસ ઉદયમાં હોવાથી તે એકેન્દ્રિય જીવોને બીજી ઈન્દ્રિ દ્વારા સ્વલ્પ પણ જ્ઞાન થઈ શકતું નથી, પરિણામે તે જીવનું અજ્ઞાન એટલું બધું ગાઢ હોય છે કે તેથી તે સુપ્ત કે મૂચ્છિત બરાબર છે. વીર્યન્તરાય કર્મને પણ ક્ષપશમ એટલે અલ્પ હોય છે કે તે પિતાના સુખદુઃખનો અનુભવ સ્પષ્ટપણે કરવામાં અસમર્થ છે. આ પ્રમાણે જ્ઞાન અને વીર્યની અત્યન્ત ન્યૂનતા તે જ તેઓની આત્મિક અશુદ્ધિ છે, તે જ અવિકસિતતા છે. કષાયિક માત્રાની ન્યૂનતાનું કારણ પણ તે જ તેની ન્યૂનતાએ અર્થાત્ આત્મિક અશુદ્ધિ છે, અને નહિ કે સ્વાભાવિક શક્તિઓનો વિકાસ. જેમ એક શત્રાસ્ત્રસંપન્ન પ્રજા બીજી પ્રજાને સંપૂર્ણ રીતે પિતાના તાબામાં લઈ લે છે અને તેને કોધ, માન, માયા અને લેભ આદિ વડે કચડી નાખે છે, ત્યારે તેનાથી બીજી જંગલી, બાયેલી, નામ, પશુપ્રાય નગ્ન પ્રજા આક્રમણ કરતી પ્રજા સામે ઝૂઝવાને બદલે તેને દેખી નાસી જાય અને છુપાઈ જાય છે, તો શું તેથી તે જંગલી પ્રજાને વિકસિત કહી શકીએ ? કદી નહિ, કારણ કે જોકે હમણું તેનામાં ક્રોધ, લેભ આદિ ઓછા દેખાય છે, પરંતુ તેના બદલે ભય અધિક જણાય છે; અને પરિણામે ક્રોધ, લોભ આદિ અધિક માત્રામાં દેખાવાને પૂર્ણ સંભવ છે: આ જ પ્રમાણે એકેન્દ્રિય જીના સંબંધી સમજવું જોઈએ.
અનાદિ કાળથી કપાયિક માત્રા ન્યૂન હોવા છતાં પણ જે એકેન્દ્રિય જીવ અવ્યવહાર-રાશિમાંથી બહાર નીકળી શક્યા નથી તેમ જ નીકળી શકવાના પણ નથી તેનું કારણ જ્ઞાન અને વીર્યરૂપ આત્મિક શક્તિની આત્યં. તિક ન્યૂનતા અર્થાત આત્મિક અશુદ્ધિ જ છે. એકવાર જ્ઞાન અને વીર્યની
Page #5
--------------------------------------------------------------------------
________________
નિગેટ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તર
[ ૧૦૬૯ વૃદ્ધિની સાથે કાષાયિક માત્રા વધે તો પણ તે જ જ્ઞાન અને વીર્ય દ્વારા ઉપગપૂર્વક તે જ કાષાયિક માત્રા ન્યૂન કરવાનો અને તેને અત્યંત નિર્મલ કરવાનો સંભવ સંસી માં છે અને આ પ્રકારને જે સંભવ તે જ વિકાસ છે. તેથી એકેન્દ્રિય જીવોમાં વિકાસનો પ્રશ્ન જ નથી. વિકાસનો આરંભ જ્ઞાન અને વીર્યની વૃદ્ધિની સાથે હોય છે, અને આ વૃદ્ધિ ભાવિક વિકાસની સહચારિણી હેય તો પણ તેવી અવસ્થામાં કોઈ ને કોઈ વખત પણ સ્વાભાવિક વિકાસને સંભવ છે.
૨. પ્રશ્ન: અવ્યવહાર-રાશિના નિગદ જીવોને તીવ્ર કવાયનો ઉદય અનાદિ કાળથી આજ સુધી અસંભવ હોવા છતાં તેઓએ નિગોદમાં ઈ જ્ઞાન તેમ જ વીર્યની આત્યંતિક અભાવગ્રસ્ત અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરી? જે તેને ઉત્તર એ જ હોય કે અનાદિ કાળથી તે છે એ જ સ્થિતિમાં છે તે તે મારી ક્ષક બુદ્ધિને ઠીક લાગતું નથી, કારણ કે કર્મ તો સ્વકૃત જ છે. જીવરાશિની હીનતમ અવસ્થામાં જવાને અને રહેવાને માટે જ્ઞાનાવરણીય અને વીર્યાન્તરાય કર્મને જેટલે રસ અને સ્થિતિને બંધ કરવાની જરૂર છે તેટલો બંધ કરવાનો અવસર તે જીવોને અત્યાર લગી પ્રાપ્ત થયે નથી, કેમ કે તે જે હજી સુધી વ્યવહાર–રાશિમાં આવ્યા જ નથી. જ્યારે તે જીવને અવ્યવહાર–રાશિનું નામ આપ્યું છે ત્યારે આટલું તે માની લીધેલું જ છે કે તે એ સંજ્ઞી જીવોના ભવને પ્રાપ્ત કર્યો નથી. તે પછી આવાં ચીકણાં કર્મ તે એ કયારે બાંધ્યાં ? જે એમ કહેવામાં આવ્યું હતું કે નિગોદમાં જતાં પહેલાં તે છએ અન્યા ભવમાં ઘોર ચીકણું કર્મને બંધ કરી લીધેલું, જેથી નિગોદમાં હીનતમરૂપે રહેવું પડે છે, તે તે કહેવું ઠીક ગણાત. પરંતુ જ્યારે આપણે કહીએ છીએ કે અનાદિ કાળથી તે જીવો નિગોદમાં જ છે તે પ્રશ્ન એ ઉભવે છે કે તેમણે એ ગાઢ ચીકણું કર્મને ક્યારે બંધ કર્યો? જે તેને અવ્યવહાર-રાશિની સંજ્ઞા ન હોત તે એમ પણ કહી શકાત કે તેઓએ અનાદિ કાળમાં કોઈ ને કઈ વખતે તીન કષાયના ઉદયને લઈને ચીકણાં કમેને બંધ કર્યો હશે; પરન્તા
જ્યારે તેમને અવ્યવહાર–રાશિ જ કહ્યા છે – અનાદિકાળથી વર્તમાન કાળ, સુધી તેઓ વ્યવહાર–રાશિમાં આવ્યા જ નથી ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તેઓએ એવાં કમને બંધ ક્યારે કર્યો? આટલી આત્મિક અશુદ્ધિ ક્યાંથી આવી ?
શું કઈ સૃષ્ટિકર્તાએ શેર કર્મ સહિત છને ઉત્પન્ન કરી નિગેદમાં,
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૦૭૦ 3
દર્શન અને ચિંતન ભરી દીધા? અતવાદીએ બ્રહ્મમાં માયા (કર્મ?) ની ઉત્પત્તિ અર્થાત્ માયાયુક્ત બ્રહ્મમાં સંસારની ઉત્પત્તિ માનેલી છે, તે મતની કાંઈ સમાનતા જૈન નિગોદવાદમાં છે?
બ્રહ્મ ભાયાયુક્ત થઈને અનઃ જીવરાશિમાં પરિણામ પામ્યું, અને પછી એ છવો નિગેદમાં અત્યંતિક અજ્ઞાનમાં રહી સ્વાભાવિક રૂપે માયા (કમ, અજ્ઞાનતા?)ને ક્ષીણ કરતા કરતા કાંઈક વીર્યને વિકાસ પ્રાપ્ત કરી, ક્રમશઃ આમિક શક્તિઓને વધારીને ખીલવી, મુક્તિ પ્રાપ્ત કરી બ્રહ્મમાં મળી જાય છે. એ મત નિગોદ જીવોની સંસ્થા દ્વારા શું આડકતરી રીતે પ્રતિપાદિત નથી થતો?
આપે નિગદના જીવને “જીવની પ્રાથમિક અવસ્થા માં બતાવ્યા છે. તે “પ્રાથમિક ' શબ્દ શું આડકતરી રીતે સૃષ્ટિની રચનાની આદિ તો સૂચવતા નથી ?
ઉત્તરઃ અવ્યવહાર-સશિના છે, કે જે કદી વ્યવહાર–રાશિને પામ્યા નથી, તેઓના કર્મપ્રવાહનું કારણ પ્રધાનતઃ મિથ્યાત્વ (અજ્ઞાન યા અવિદ્યા) છે; કષાય તથા વેગ અપ્રધાન (ગૌણ) કારણ છે. તેથી વ્યવહાર–રાશિમાં ન આવવા છતાં અજ્ઞાનની તીવ્રતાને લઈ તેઓના કર્મબંધપ્રવાહમાં અનપપત્તિ નથી. એ જેવાની હીનતમ અવસ્થાનું મુખ્ય કારણું અજ્ઞાનની તીવ્રતા છે.
હવે પ્રશ્ન એ રહ્યો છે તે અજ્ઞાન આવ્યું ક્યાંથી અને ક્યારે? તેને ઉતર અનાદિ કહેવા સિવાય બીજો નથી. વેદાન્તની પ્રક્રિયા માનવાથી પણ સમાધાન થઈ શકતું નથી, કેમ કે તે પ્રક્રિયામાં પણ એ જ પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે કે જે જૈન પ્રક્રિયામાં ઉભવે છે. બ્રહ્મમાં માયા ક્યાંથી આવી અને શા માટે આવી ? ઈશ્વરકૃત સૃષ્ટિ માનવાથી પણ બુદ્ધિને સંતોષ થાય તેમ નથી, કારણ કે બુદ્ધિ શબ્દચાતુર્ય માત્રથી રંજિત થતી નથી, તે તે ફરી પ્રશ્ન પૂછવા ખડી થઈ જાય છે કે ઈશ્વરે એ પ્રમાણે શા હેતુથી, ક્યારે અને ક્યાં કર્યું? ઉત્તર ન મળવાથી તે ત્યાં થાકી જાય છે, અને ત્યારે ત્યાં પણ શ્રદ્ધા જ તેની જગ્યા લે છે. ખરી રીતે તે આવા પ્રશ્નોના વિષયમાં બુદ્ધિ કાર્ય કરી શકતી નથી. તેથી ત્યાં શ્રદ્ધાથી જિજ્ઞાસાને તૃપ્ત કરવી જોઈએ; અથવા તે કાંઈ પણ છે જ નહિ એવું માની લઈ નાસ્તિક અથવા શુન્યવાદી બની જવું જોઈએ, અથવા જીવરાશિને ઉડાવી દઈ ચાવક બની જવું જોઈએ. અને આ જ કારણને લઈને બહુ મનુષ્યએ ચાર્વાકના પક્ષને
Page #7
--------------------------------------------------------------------------
________________ નિહ પતિના અવસમૂહ વિષયક પ્રશ્નોત્તરે [ 1001 ગ્રહણ કર્યો છે; બહુ શૂન્યવાદી પણું બન્યા છે; છતાં ઘણું શ્રદ્ધાળવી પણ રહ્યા, અને જેઓએ માત્ર તર્કવાદને આશ્રય લીધે છે તેઓ તે અંત સુધી અસંતુષ્ટ રહીને કાં તે પાગલ બન્યા છે અને કાં તે ભરણ પણ પામ્યા છે. હજી હું તો શ્રદ્ધાવી છું. મારી બુદ્ધિને હું ક્યાં ખડી કરું છું ત્યાં તે આગળ ને આગળ પ્રશ્ન ઉઠાવે છે અને તેને ગમે તેટલી દૂર લઈ જાઉં પણ ફરી ફરીને પ્રશ્નોની બાવૃષ્ટિ કરી હેરાન કરે છે. આથી કરીને જ કેન્ટ, સ્પેન્સર આદિ વિદ્વાનોએ ઘણું ચર્ચાઓને અય કહી છોડી દીધી છે. આખરે હું પણ અંતમાં “અય” કહીને જ તેને છેડી દઉં છું. સર્વને પૂછવામાં આવે અને તે ઉત્તર દે તો હું તેમને પણ આગળ પૂછી શકું કે “ઠીક, તેનાથી આગળ શું તે કહે.' આથી સર્વ પણ અનેક વિષયમાં “અનાદિ તેમ જ અનંત' શબ્દો જ ઉપયોગમાં લેશે. એથી બુદ્ધ તે આવા જીવનસ્પર્શ રહિત પ્રશ્નોમાં પડવાની જ સ્પષ્ટ મનાઈ કરી છે. “જગતને કઈ કહે છે કે નહિ?” “સંસાર આદિ છે કે અનાદિ?” અવિદ્યા કયારે અને ક્યાંથી આવી?' “વ નિત્ય છે કે અનિત્ય?” તે વ્યાપક છે કે અવ્યાપક?' આવા તર્ક કરવા જ નહિ જોઈએ, અથવા તે શ્રદ્ધાથી કાંઈને કાંઈ સમાધાન કરી લેવું જોઈએ. તેનાથી જીવનના વિકાસ પર કઈ સારી-નરસી અસર પડતી નથી. - વેદાન્ત સાથે કોઈક અંશમાં સમાનતા ભલે હોય, પરંતુ સર્વાશમાં તે નથી. મારો પ્રાથમિક” શબ્દ આપેક્ષિક છે, તે સાત્વિને ઘાતક નથી. જૈન સાહિત્ય સંશોધક, ખંડ 3 અંક 2.