SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭૦ 3 દર્શન અને ચિંતન ભરી દીધા? અતવાદીએ બ્રહ્મમાં માયા (કર્મ?) ની ઉત્પત્તિ અર્થાત્ માયાયુક્ત બ્રહ્મમાં સંસારની ઉત્પત્તિ માનેલી છે, તે મતની કાંઈ સમાનતા જૈન નિગોદવાદમાં છે? બ્રહ્મ ભાયાયુક્ત થઈને અનઃ જીવરાશિમાં પરિણામ પામ્યું, અને પછી એ છવો નિગેદમાં અત્યંતિક અજ્ઞાનમાં રહી સ્વાભાવિક રૂપે માયા (કમ, અજ્ઞાનતા?)ને ક્ષીણ કરતા કરતા કાંઈક વીર્યને વિકાસ પ્રાપ્ત કરી, ક્રમશઃ આમિક શક્તિઓને વધારીને ખીલવી, મુક્તિ પ્રાપ્ત કરી બ્રહ્મમાં મળી જાય છે. એ મત નિગોદ જીવોની સંસ્થા દ્વારા શું આડકતરી રીતે પ્રતિપાદિત નથી થતો? આપે નિગદના જીવને “જીવની પ્રાથમિક અવસ્થા માં બતાવ્યા છે. તે “પ્રાથમિક ' શબ્દ શું આડકતરી રીતે સૃષ્ટિની રચનાની આદિ તો સૂચવતા નથી ? ઉત્તરઃ અવ્યવહાર-સશિના છે, કે જે કદી વ્યવહાર–રાશિને પામ્યા નથી, તેઓના કર્મપ્રવાહનું કારણ પ્રધાનતઃ મિથ્યાત્વ (અજ્ઞાન યા અવિદ્યા) છે; કષાય તથા વેગ અપ્રધાન (ગૌણ) કારણ છે. તેથી વ્યવહાર–રાશિમાં ન આવવા છતાં અજ્ઞાનની તીવ્રતાને લઈ તેઓના કર્મબંધપ્રવાહમાં અનપપત્તિ નથી. એ જેવાની હીનતમ અવસ્થાનું મુખ્ય કારણું અજ્ઞાનની તીવ્રતા છે. હવે પ્રશ્ન એ રહ્યો છે તે અજ્ઞાન આવ્યું ક્યાંથી અને ક્યારે? તેને ઉતર અનાદિ કહેવા સિવાય બીજો નથી. વેદાન્તની પ્રક્રિયા માનવાથી પણ સમાધાન થઈ શકતું નથી, કેમ કે તે પ્રક્રિયામાં પણ એ જ પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે કે જે જૈન પ્રક્રિયામાં ઉભવે છે. બ્રહ્મમાં માયા ક્યાંથી આવી અને શા માટે આવી ? ઈશ્વરકૃત સૃષ્ટિ માનવાથી પણ બુદ્ધિને સંતોષ થાય તેમ નથી, કારણ કે બુદ્ધિ શબ્દચાતુર્ય માત્રથી રંજિત થતી નથી, તે તે ફરી પ્રશ્ન પૂછવા ખડી થઈ જાય છે કે ઈશ્વરે એ પ્રમાણે શા હેતુથી, ક્યારે અને ક્યાં કર્યું? ઉત્તર ન મળવાથી તે ત્યાં થાકી જાય છે, અને ત્યારે ત્યાં પણ શ્રદ્ધા જ તેની જગ્યા લે છે. ખરી રીતે તે આવા પ્રશ્નોના વિષયમાં બુદ્ધિ કાર્ય કરી શકતી નથી. તેથી ત્યાં શ્રદ્ધાથી જિજ્ઞાસાને તૃપ્ત કરવી જોઈએ; અથવા તે કાંઈ પણ છે જ નહિ એવું માની લઈ નાસ્તિક અથવા શુન્યવાદી બની જવું જોઈએ, અથવા જીવરાશિને ઉડાવી દઈ ચાવક બની જવું જોઈએ. અને આ જ કારણને લઈને બહુ મનુષ્યએ ચાર્વાકના પક્ષને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249267
Book TitleNigod Jatina Jivasumaha Vishayaka Prashnottaro
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Nine Tattvas
File Size132 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy