Page #1
--------------------------------------------------------------------------
________________
નચિકેતા અને નવા અવતાર
[]
ભારતનું નામ ભૌતિક સાધના કે પ્રાકૃતિક વિભૂતિથી એવું જાણીતું નથી જેવું તે આધ્યાત્મિક સાધનાથી જાણીતું છે. ભારતની આગવી કહી શકાય એવી બધી કળાઓએ, બધી વિદ્યાઓએ અને બધી સાંસ્કૃતિક પરંપરાએએ આધ્યાત્મિક સંસ્કારોમાંથી જ મુખ્ય ખળ મેળવ્યું છે. આધ્યાત્મિક ભાવનાના પ્રવાહ એ હારા વર્ષના કાળપટ પર વહેતા આવેલ તેમ જ દેશ, જાતિ અને પથ આદિના સકી વર્તુળામાં નહિ ખેંધાયેલ એવા એક ચિરવી પ્રવાહ છે. તથાગત મુદ્દતી છ વર્ષની ઉત્કટ સાધના કે દીર્ધ તપસ્વી મહાવીરની બાર વર્ષની તીવ્ર સાધના જેવી જાણીતી ઐતિહાસિક સાધના તો એ પ્રવાહને એક નમૂના માત્ર પૂરી પાડે છે, પણ અતિવિપુલ એવા વૈદિક, પૌરાણિક અને તાન્ત્રિક સાહિત્યમાં એવી સાધનાની દૃઢ પ્રતીતિ કરાવ નારા સંખ્યાબંધ પ્રતી જોવા મળે છે. એટલું જ નહિ, પણ કહેવાતા આ ભૌતિક યુગમાં પણ એ સાધનાને સાચી રીતે જીવવા મથ્યા હોય અને તે પ્રમાણે જીવતા હાય એવા વિરલ સાધકા આજે પણ દુર્લભ નથી.
ઉપનિષદે એ મંત્ર-બ્રાહ્મણ યુગ તેમ જ સંત, સાધક અને તપસ્વીયુગ એ એને એકમેક સાથે સાંધતી એવી એક સુંદર કડી છે. ઉપનિષદો અનેક છે. તે બધાં કાઈ એક કાળે કે એક પ્રદેશમાં અગર એક વ્યક્તિ દ્વારા રચાયાં નથી. ઘણીવાર એક જ ઉપનિષદના જુદા જુદા ભાગેા પણ જુદા જુદા હાથની તેમ જ જુદા જુદા સમયની કૃતિ હૈવાનું જાય છે. તે બધાં જ ઉપનિષદોનુ સૂર્ય એકસરખુ ન પણ હોય, છતાં એ બધાંમાં સાધનાના સૂર તે એકસરખા જ સંભળાય છે. તેમાંથી કેટલાંક ઉપનિષદો અને ખાસ કરી કાઈ કાઈ ઉપનિષદના ખાસ ભાગે તે એવા છે કે જે ગમે તે સહૃદય જિજ્ઞાસુને વશ કરી લે. દા. ત. ઈશાવાસ્ય, યાજ્ઞવલ્ક્યસંવાદ ઇત્યાદિ.
આવાં હેયસ્પર્શી ઉપનિષદો અગર તેના ભાગોમાં કાર્ડક ઉપનિષદનુ ખાસ સ્થાન છે. એના નામ ઉપરથી જ તે કઠ શાખામાં થયેલ "કાઈ ઋષિની રચના છે એમ જણાય છે. ઋષિએની અનેક શાખાઓમાં કર્ડ શાખા બહુ
Page #2
--------------------------------------------------------------------------
________________
નચિકેતા અને નવા અવતાર
[૧૯૩
જાણીતી અને જૂની પણ છે. કાક એ નાંચકતા આખ્યાનને લીધે જ બહુ સુવિક્તિ છે.
સાધનાકાળ દરમિયાન એક ઉત્કટ ધર્મવીર સાધકમાં લક્ષ્યસિદ્ધિ માટેની જે અદમ્ય જિજ્ઞાસા ને જે પૌષત્તિ હાય છે તેની કાવ્યમય અમર ગાથા નચિકેતા આખ્યાનમાં છે. આખ્યાન અને ઉપાખ્યાનની શૈલી અહુ પ્રાચીન છે, એ શૈલીમાં કહેવાનું બધું ટૂંકમાં પણ રોચક રીતે રજૂ થાય છે. આવાં આખ્યાને અને ઉપાખ્યાનોથી આખુ ભારતીય વાડ્મય તત છે. એવાં જ આખ્યાના અને ઉપાખ્યામાંથી મળ મેળવી કેટલીયે પ્રતિભાએ મહાન કાવ્યો સરજ્યાં છે, અને મહાભારત, રામાયણ તેમ જ ભાગવત જેવાં પુરાણાની અલૌકિક રચના પણ કરી છે. આપ્યાનની પ્રથા એટલી બધી લોકપ્રિય થઈ છે કે તેણે દરેક પ્રાન્તીય ભાષાઓમાં પણ સ્થાન મેળવ્યુ છે. ગુજરાતીમાં પ્રેમાનંદ જેવા કવિઓનાં આખ્યાના જાણીતાં છે. રાષ્ટ્રીય સ્વાતંત્ર્યના વર્તમાન ઉપાસકએ પણ આખ્યાનપ્રથાને સમયેાચિત ધાટ આપી લેકમાનસને કેળવવાનુ કામ આધ્યુ છે. વંશ પાયનની વાણી, નારાણી જેવી રચનાઓ તાત્કાલિક પ્રશ્નોને રસિક રીતે ચચતાં સમય પૂરતાં આખ્યાના જ છે. કીર્તનકારાને જાણીતા સંપ્રદાય આખ્યાનપ્રથાના સજીવ નમૂને છે. નચિકેતા એક પ્રતીક
:
રચનાર, આખ્યાન કે તેવી કૃતિ રચે છે ત્યારે તે પેાતાને સુપરિચિત એવી ભાષા, પરિભાષા તેમ જ પરંપરાગત પ્રણાલીઓ અને માન્યતાઓનાં કલેવરને પેાતાને સૂઝેલા વિચારના પ્રાણથી સજીવ અનાવે છે, ને તેને નવચેતના અપે છે. જેણે નાચિકેત ઉપાખ્યાન રહ્યું છે તે કવિ સ ંસ્કૃત ભાષાથી— ખાસ કરી બ્રાહ્મણ તેમ જ ઉપનિષદના યુગની સંસ્કૃત ભાષાથી-વિશેષે પરિચિત અે. છંદ અને શૈલી પણ તે યુગનાં છે. પરિભાષા---ખાસ કરી ધાર્મિક અને દાર્શનિક પરિભાષા-મુખ્યપણે પ્રાચીન સાંખ્યયોગ પરપરાની તેને સુપરિચિત છે.
જ્યારે યજ્ઞયાગ જેવી ક્રિયાકાંડની પ્રણાલિકાઓ અને કઠોર વ્રત, નિયમ, દેહદમન જેવાં તપા। પ્રભાવ ધરી રહ્યો હતે, તેમ જ જ્યારે ચૈતન્યતત્ત્વની મૂળગામી શોધ અને તેને વનમાં ઉતારવાના પુરુષાર્થ વધી રહ્યાં હતાં તેવે સધિકાળે થયેલ એ કાક કવિએ પોતાની હથોટીના માધ્યમ દ્વારા નચિકેતાને અહાને એક ઉત્કટ આધ્યાત્મિક જિજ્ઞાસા અને તેની સિદ્ધિનું સચોટ ચિત્ર ખેચ્યું છે અને સાથે સાથે જૂની તેમ જ પ્રાણવિહીન થતી ચાલેલી ધૂમ પ્રણાલીને હમેશ માટે જિવાડી શકે એવું આધ્યાત્મિક તેજ અપ્યું છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૯૪]
દર્શન અને ચિંતન આખ્યાનમાં પિતા વાજશ્રવસ્ત્ર, પુત્ર નચિકેતા અને વરદાતા યમ એ ત્રણ મુખ્ય પાત્રો છે.
ધર્મના ત્રણ બે પૈકી પ્રથમ કંધમાં યજ્ઞ, અધ્યયન અને દાનનું સ્થાન છે. તેમાંથી યજ્ઞ અને તેને અંગે અપાતા દાનની પ્રથાને આખ્યાનમાં ઉલ્લેખ છે. સૂત્રાત્મક વાક્યથી સૂચવાતી કથાને સ્થૂળ સાર એ છે કે પિતા યાને અંતે પ્રણાલિકા પ્રમાણે દાન આપે છે–પણ તે જાણે પ્રણાલિકાને સાચવવા પૂરતું જ ન આપતે હોય તેવી રીતે. તે કાળે ગદાનની પ્રથા બહુ વ્યાપક હતી અને તેનાં મૂળ ઊંડે સુધી ગયાં હતાં. પિતા પિતાની પાસેની દુધાળ, તરુણ, નવવત્સ ગાને રાખી, આજકાલની ભાષા વાપરીએ તે, પાંજરાપોળમાં મૂકવા જેવી ગાયો દાનમાં આપે છે. વાજત્રવત્ શ્રદ્ધાળુ અવશ્ય છે, પણ તે સાથે તે લેભી અને ગણતરીબાજ પણ છે. દાન આપવું તે એવી વસ્તુ કેમ ન આપવી કે જે હવે સાચવવાને બહુ અર્થ ન હોય સર્વ શ્રદ્ધા
. નચિકેતાની પ્રકૃતિ સાવ જુદી છે. તે શ્રદ્ધાળુ હોવા ઉપરાંત તદ્દન ઉદાર અને વિવેકી છે. પિતાની પ્રવૃત્તિ જોઈ પુત્રને દુઃખ થાય છે. તેને એમ થાય છે કે જે દાન કરવું તે પછી સજીવ શ્રદ્ધા સાથે પિતાની પાસે હોય તેમાંથી સારી વસ્તુ કેમ ન આપવી? તેને પિતાની સીધી ટીકા કરતાં વિવેક રેકે છે, એટલે તેણે બીજો ભાગ લીધો અને પિતાને કહ્યું કે, તમે મારું જ દાન કરી દે ને! તમે મને કોને આપશે ? તેણે તે આ માગણી સાચા દિલે કરી હતી, પણ તેની જીદ જેઈપિતાએ આવેશમાં કહી દીધું કે હું મને તારું દાન કરીશ.
આવેશમાં બોલતા તે બેલાઈ ગયું, પણ પુત્ર તે પિતાના વચનને ઝેલી સી યમને ઘરે સિધાવ્યો. યમ ઘેર ન હતું, એટલે નચિકેતા ત્રણ દિવસ તેને આંગણે ઉપવાસ સાથે રહ્યો. આંગણે આવેલ અતિથિ આમ અન્ન પાણી વિના રહે તે આતિથેયને જીવનધર્મ માનનાર માટે એક ધર્મથળ હતું. ચમે ઘેર પાછા ફરી જ્યારે એ ધર્મશાળની વાત જાણું ત્યારે તેણે પ્રાયશ્ચિત્ત કરવા અથવા તે આતિથેય ધર્મને સદી માટે દીપાવવા એ બ્રાહ્મણ અતિચિને સત્કારપૂર્વક ત્રણ લાંધણુ બદલ ત્રણ વર માગવા કહ્યું.
વિવેકી નચિકેતાએ જે વર માગ્યા તે તેની આધ્યાત્મિક સાધના અને વિવેકના સૂચક છે. એ પહેલું વર માગે છે કે એને પિતા એના પ્રત્યે રોષમુક્ત ચઈ પ્રસન્ન થાય. કુપિત પિતાને પ્રસન્ન જેવા તત્પર આ કુમારની વડીલભક્તિ
Page #4
--------------------------------------------------------------------------
________________
નચિકેતા અને ન અવતાર
[ પહે૫ તેમ જ અખંડ કૌટુમ્બિકતાની વૃત્તિ જોઈ યમ ત્રણ વર ઉપરાંત કઈક વધારે આપતાં નચિકેતાને કહે છે કે બીજા વરમાં જે તે સ્વર્ગ્યુ અગ્નિ વિશે જાણવાની માગણી કરી છે તે અગ્નિ હવે પછી તારા નામથી પ્રસિદ્ધ થશે.
બીજું વરદાન નચિકેતાએ માગ્યું તે એ છે કે છે અને કેવા પ્રકારને અગ્નિ સ્વર્ગપ્રદ બને છે તે જ્ઞાન આપે. યમ આ માગણી સહેલાઈથી સ્વીકારી નચિકેતાને એ જ્ઞાન આપે છે. તે કાળમાં યાજ્ઞિકો સ્વર્ગપ્રાપ્તિના એક સાધન લેખે અગ્નિના ચયન અને યજનને એક આવશ્યક કર્મ લેખતા. બ્રાહ્મણ માટે એવું જ્ઞાન મેળવવું તે જરૂરી પણ મનાતું. તેથી એ કુળ પરંપરાગત કર્મઠ સંસ્કારને નચિકેતાએ પિષ્યા અને બ્રાહ્મણ થઈ કુળધર્મ નથી જાણતે એવા રૂઢ આક્ષેપથી મુક્તિ મેળવી. જીવનમાં સદાસ્થાયી તત્ત્વ
આમ છતાં નચિકેતાની સૂક્ષ્મ દૃષ્ટિને સ્વર્ગને આદર્શ સારહીન અને અપૂર્ણ લાગ્યા. તેથી જ તેણે ત્રીજું વરદાન એવું લાગ્યું કે જે એની મૂળ જિજ્ઞાસાને વિષય અને સાધનાનું ધ્યેય હતું. નચિકેતા યમને કહે છે કે, જે તમે પ્રસન્ન જ છે તે મને એ જ્ઞાન આપો કે જેનાથી ભારે મૂળ સંશય ટળે. મનુષ્ય અગર પ્રાણું મૃત્યુ પામ્યા પછી નથી રહેતે એમ કેટલાક માને છે;
જ્યારે બીજા કહે છે કે તે મૃત્યુ પછી પણ રહે છે. આવા બે સાવ વિરોધી પક્ષે હવાથી લેકામાં સંશય પ્રવર્તે છે કે જીવનમાં કોઈ સદાસ્થાયી તત્વ જેવું છે કે નહિ?” - યમ નચિકેતાને એની આ માગણીથી ચલિત કરી બીજી અનેક માગણીઓ કરવા પ્રલેભન આપે છે અને એની મૂળ માગણીની દુઃસાધ્યતા પણ દર્શાવે છે. યમ કહે છે કે, “હે, નચિકેત ! તારો પ્રશ્ન એ છે કે જે બાબત દે પણ પહેલેથી સંશય કરતા આવ્યા છે, અને તારી જિજ્ઞાસાને વિષય સરળતાથી જાણી શકાય તેમ પણ નથી; તે અત્યંત સુક્ષ્મ છે. તેથી તું મને આ માગણીથી મુક્ત કર અને આગ્રહ ન ધર.'
પરંતુ નચિકેતા જેતે સાધક ન હતું. તે હસ્તગત થયેલ રત્નને જવા દે કે પ્રાપ્ત તકને વેડફે એ ઢીલપચો ન હતો. તેથી જ તેણે નમ્રપણે પણ યુક્તિક જવાબ આપે કે, “અલબત્ત, મારા પ્રશ્ન વિશે દેવોને પણ સંદેહ થયો છે. પરંતુ હે યમ ! તમે મૃત્યુ છે, એટલે તમે તે વર્તમાન જીવન અને પછીના જીવનના સાક્ષી દેવ મનાવ છો, અને છતાં કહે છે કે એ તત્વ
•
Page #5
--------------------------------------------------------------------------
________________
૫૯૧
દર્શન અને ચિંતન
જાણવું સહેલું નથી, એ કેમ સંભવે? આ પ્રશ્નનો જવાબ આપનાર તમારા જે બીજો કોઈ હેઈજ ન શકે. અને મેં જે ત્રીજું વરદાન માગ્યું છે તેની તુલના કરે એવું બીજું કોઈ વરદાન પણ નથી. એક તે આ ત્રીજું વરદાન મેળવવું એ જ મારે અંતિમ આદર્શ અને વધારામાં એને તમારા સિવાય બીજો કોઈ સિદ્ધ પણ ન કરી શકે. તે પછી આવી અનુકૂળ તકને હું કેમ જતી કરું?”
યમ જાણે કે નચિકેતાની પૂરી કરી જ ન કરતો હોય તેમ તે નચિકેતાની જિજ્ઞાસાને બીજી દિશામાં વાળવા પ્રયત્ન કરે છે અને કહે છે કે,
હે ! નચિકેતા, તું શતાયુ પુત્રપૌત્ર, પુષ્કળ હાથીડા આદિ પશુઓ, મોટા ભવને ભાગ. એટલું જ નહિ, પણ યથેચ્છ આયુષ્ય ભાગ. તું બીજું કાંઈપણ વર માર્ગ અને આ ભૂમિ ઉપર તું સુખેથી રહે. હું તારા બધા મનોરથ પૂરીશ. જે જે ભોગે મનુષ્યલેકમાં દુર્લભ છે તેને યથેચ્છ માગી લે. જે, રથ અને વાઘો સહિત આ સુંદર રમણીઓ ! આવા ભેગે મનુષ્યોને સુલભ નથી. હું એ ભેગે પૂરા પાડીશ, અને તું એ સ્ત્રીપુત્રો વગેરેની સેવા લે. તેં જે પુનર્જન્મને લગતા પ્રશ્ન કર્યો છે તે જ કર.”
પણ નચિકેતાની જિજ્ઞાસા ને સાધના ઉપર ઉપરની ન હતી. એટલે તે મક્કમ થઈ વર આપવાના વચનથી બંધાયેલ યમને કહે છે કે, “તમે જે આપવા કહ્યું તે બધું તે આવતી કાલ સુધી જ ટકનાર છે. એટલું જ નહિ, પણ એને ઉપભોગ કરનારની ઇન્દ્રિયની શક્તિને પણ તે હણે છે, અને ગમે તેટલું આયુષ્ય ભળે તે પણ તે અનંતકાળમાં અલ્પમાત્ર છે. માટે એ બધા ભોગો તમે તમારી પાસે જ રહેવા દો. ધનથી માણસને ધરપત નથી થતી. હે મૃત્યુ! એક વાર જે અમે તમારું દર્શન પામ્યા તે પછી બધું આપોઆપ આવી મળવાનું. માટે મારે તે એ જ વર જોઈએ; અથત મરણ બાદ સ્થાયી રહેનાર કેઈ તત્વ છે કે નહિ ને હોય તે તે કેવું છે, એનું જ જ્ઞાન જોઈએ. છેવટે ઘડપણ આવે જ છે; એટલે રંગરાગના આપાત રમણીય સુખને જે ખરી રીતે સમજતે હોય તે ગમે તેટલા દીધે જીવનમાં પણ કેવી રીતે રાચે ? મેં જે પરક સંબંધી પ્રશ્ન કર્યો છે તેના સંશયમાં અનેક વિશારદો લાંબા કાળથી પડ્યા છે. તેથી જ એ પ્રશ્ન વધારે મહત્ત્વનો બને છે, અને હું તેને જ ઉકેલ તમારી પાસેથી માગું છું. મેં જે ત્રીજુ વર માગ્યું છે તે ખરેખર ગૂઢ છે. તેથી જ તે આ નચિક્તા બીજા કોઈ વરને વરતે નથી.' અહીં પ્રથમ વલ્લી પૂરી થાય છે.
નચિકેતા પિતાની છેલ્લી અને તાત્વિક માગણમાં સ્થિર છે તેમ જ તે
Page #6
--------------------------------------------------------------------------
________________
'નચિકેતા અને નવે અવતાર
( ૫૯૭ ચોગ્ય પણ છે એ જાણ્યા પછી યમ તેની સમક્ષ બીજી અને ત્રીજી વલ્લીમાં સાધકે અવશ્ય જાણવા જેવા કેટલાય અગત્યના મુદ્દાઓનું બુદ્ધિગમ્ય નિરૂપણ કરે છે, જેમાં શ્રેય અને પ્રેમનું સ્વરૂપ તથા જીવાત્મા અને પરમાત્માનું સ્વરૂપ મુખ્યપણે નિરૂપાયું છે. અલબત્ત, એ આખી ચર્ચા વાચકને રસ આપે એવી છે, પણ તેને સાર અહીં આપતાં લંબાણુ થઈ જાય અને પ્રસ્તુત લેખ દ્વારા કહેવાનો આશય ગણું થઈ જાય તે દૃષ્ટિથી આગળની વલીઓને સાર અને તે ઉપર કાંઈક વિચારણા કરવાનું કામ મુલતવી રાખી પ્રસ્તુત સાર પરત્વે જે વિચારણીય પ્રશ્નો ઊભા થાય છે અને તેને જે ખુલાસે સંભવિત દેખાય છે તે જ નિરૂપી આ લેખ પૂરે કરીશું.
બાદમાં યમ-યમીનું યુગલ આવે છે. તેનો સંબંધ સૂર્ય સાથે છે. વળી યમ દક્ષિણ દિશાને એક દિપાળ પણ છે. યમ મૃત્યુ તરીકે અગર મૃત્યુદેવતા જમ તરીકે જાણીતું છે. જેમાં તે પરમાધામી તરીકે જાણીતો છે.
યમ એટલે શુરુ અથવા અન્તરાત્મા
યમ વિશેની જુદી જુદી પૌરાણિક તેમ જ ધાર્મિક કલ્પનાઓ જોતાં નચિકેતા, જે એક બ્રાહ્મણપુત્ર મનુષ્ય છે, તે તેની પાસે ગયો એમ કહેવાને કશે અર્થ નથી. એક ઈહલોકવાસી બ્રાહ્મણકુમાર લેકાંતરવાસી કાલ્પનિક દેવ પાસે જાય એ વાત બુદ્ધિગમ્ય નથી. વળી યમ બહુ તે મૃત્યુદેવતા છે, અગર કોઈ દેવવિશેષ છે. તે આધ્યાત્મિક જ્ઞાનનું અંતિમ રહસ્ય જાણે પણ ક્યાંથી? અને જાણે તે મનુષ્યને કઈ ભાષામાં કેવી રીતે સમજાવે ? વળી એવા ઈદેવને અતિથિધર્મની શી પડી છે ? જે યમ મૃત્યુદેવતા હેય તે તેના દરબારમાં જ અતિથિઓનું મંડળ આવ્યા જ કરે છે, એટલે તે અતિરિધમ બજાવે કે આગતુકના પુણ્ય પાપનું લેખું લે? આ બધું વિચારતાં કોઈ એમ નહિ કહી શકે કે અત્રે યમને અર્થ કેઈ દેવિશેષ બંધબેસે છે. ત્યારે કર્યો અર્થ બંધબેસતો છે?——એ પ્રશ્ન તો રહે જ છે. એને સરળ અને સીધે ઉત્તર એ છે કે અત્રે યમ એટલે અધ્યાત્મજ્ઞાતા સદ્ગુરુ અગર અંતરાત્મા. સાધકને સાધનાની પ્રક્રિયામાં સદ્ગુરુ જ પ્રથમ બોધદાતા અને માર્ગદર્શક બને છે. કોઈ ખાસ દાખલામાં એમ પણ અનુભવાય છે કે બહારના કોઈ
ગુરુના વેગ સિવાય પણ સાધક પૂર્વસંસ્કારવશ પોતાની ઉગ્ર તપસ્યાને બળે અંતરાત્મામાંથી આધ્યત્મિક બેધની પ્રેરણું મેળવે છે. તેથી ચમના ઉપર સૂચવેલા બંને અર્થો સાધના–માર્ગમાં બંધબેસે છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
દર્શન અને ચિંતન - આ કથનને સાર એ છે કે નચિકેતા-યમ સંવાદ એ એક પ્રતિભાશીલ કવિએ જેલ કાલ્પનિક સંવાદ છે, પણ તે ધાર્મિક તેમ જ આધ્યાત્મિક જિજ્ઞાસાના ઉત્ક્રાંતિક્રમવાળા એક પુરાણ યુગવિશેષનું દૂબ ચિત્ર રજૂ કરે છે, જે કંઈક આવું છે –
સંસ્કારના વણ થશે
વૈયક્તિક તેમ જ સામાજિક જીવનમાં સંસ્કારના ત્રણ થર છે : પહેલે થર મોટે ભાગે સર્વસાધારણ હોય છે, જેમાં પરંપરાગત રૂઢ બની ગયેલ વિવેકશન્ય ક્રિયાકાંડી પ્રણાલીઓ પ્રવર્તતી હોય છે. સામાન્ય રીતે મનુષ્ય એ જ થરમાં જન્મી તેમાં ષિાય છે ને ઊછરે છે. તેથી એ થર જીવનક્રમમાં પિતાસ્થાને છે. બીજો પર સત્ય, જિજ્ઞાસા અને વિવેકનો હોઈ પ્રથમ થરથી જુદો પડે છે, અને તે મનુષ્યને સપુસ્નાર્થ વિના જંપવા દેતા નથી. તેથી તે પિતાથી જન્મેલ, પણ તેથી જુદી દિશામાં જતા પુત્રને સ્થાને છે. ત્રીજો
સ્તર સત્પરષાથની પૂર્ણ સિદ્ધિને છે. તેથી તે સદગુસ્થાને છે અગર અંતરાત્માના પ્રાકટયને સ્થાને છે. વાજશ્રવાસ એવા પિતૃથરનાં, નચિકેતા પુત્રથરનાં અને યમ સલ્લુરુ અગર અંતરાત્માથરનાં પ્રતીકમાત્ર છે.
એ અનુભવ છે કે સામાન્ય માણસ રૂઢ અને સ્થૂળ સંસ્કારમાં જન્મી તેનાથી પિષઈને પણ ક્યારેક સત્ય જિજ્ઞાસા અને સૂક્ષ્મ વિવેકની તાલાવેલી થી પૂર્વનું સંસ્કારચક્ર ભેદી આગળ વધે છે અને છેવટે કાં તે સદ્ગુરુ પાસેથી સત્યદર્શન પામે છે અને કાં તે ઉપરનું આવરણ સરી જતાં સ્વયમેવ. અંતરાત્માની પ્રતીતિ કરે છે. સાધના અને ઉત્ક્રાંતિને આ ક્રમ દર્શાવો તે જ નચિકેતા ઉપાખ્યાનનો હેતુ છે, એમ આખ્યાનનું મનન કરનારને જણાયા સિવાય નહિ રહે.
- શિષ્ય આચાર્ય પાસે જઈ ઉપનયન સંસ્કાર લઈ વિદ્યા મેળવે અને ના જન્મ પામે અગર જિવ સાધે એ ભાવ પણ આ આખ્યાનથી સૂચવાય છે. એ ગમે તેમ ઘટાવીએ, પણ દરેક દેશ, દરેક જાતિ અને કાળમાં લાગુ પડે એ આ આખ્યાનને ભાવ તે ટૂંકમાં એ જ છે કે માણસને જન્મથી જે સંસ્કારે વારસામાં મળ્યા હોય તેમાં જ રચ્યાપચ્યા ન રહેતાં - સત્યશોધ માટે પ્રાર્પણ કરવા સુધી કમર કસવી અને તે સિદ્ધ કરીને જ જપવું.
Page #8
--------------------------------------------------------------------------
________________ નચિકેતા અને નવે અવતાર [599 નાચિકેત આખ્યાનનું આ તાત્પર્ય જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં લાગુ પાડી શકાય તેમ છે. તેથી જ એ આખ્યાન એક અમર ગાથા બની રહે છે. ઉપરનું લખાણ પૂરું કરતી વખતે પં. વિષ્ણુદેવ પાસેથી સ્વાધ્યાય મંડળ દ્વારા પ્રકાશિત કઠોપનિષદ મને અણધારી રીતે મળ્યું. તેમાં પં. શ્રીયુત સાતવળેકરજીએ નાચિકેત આખાનના વિવિધ પ્રકારે, જે સાયણુભાષ્ય, તૈત્તિરીય બ્રાહ્મણ, મહાભારત વગેરેમાંથી દર્શાવ્યા છે, તે વાંચ્યા પછી પ્રસ્તુત આખ્યાનના એતિહાસિક વિકાસક્રમની જિજ્ઞાસુઓને એ વાંચી જવાની ભલામણ કરવાનું મન થઈ જાય છે. મેં જે તાત્પર્ય ઉપર દર્શાવ્યું છે તે જ તાત્પર્ય પં. સાતવળેકરજીના પુસ્તકમાં પણ નજરે પડયું અને મને મારા કથનને સુભગ સંવાદ સાંપડ્યો. તટસ્થ વિચારક જુદે જુદે સમયે પણ કેવી રીતે સમાન વિચાર ઉપર આવે છે એનું આ એક વધારે પ્રતીતિકર ઉદાહરણ છે. નચિકેતા, મે 153.