________________
નચિકેતા અને નવા અવતાર
[]
ભારતનું નામ ભૌતિક સાધના કે પ્રાકૃતિક વિભૂતિથી એવું જાણીતું નથી જેવું તે આધ્યાત્મિક સાધનાથી જાણીતું છે. ભારતની આગવી કહી શકાય એવી બધી કળાઓએ, બધી વિદ્યાઓએ અને બધી સાંસ્કૃતિક પરંપરાએએ આધ્યાત્મિક સંસ્કારોમાંથી જ મુખ્ય ખળ મેળવ્યું છે. આધ્યાત્મિક ભાવનાના પ્રવાહ એ હારા વર્ષના કાળપટ પર વહેતા આવેલ તેમ જ દેશ, જાતિ અને પથ આદિના સકી વર્તુળામાં નહિ ખેંધાયેલ એવા એક ચિરવી પ્રવાહ છે. તથાગત મુદ્દતી છ વર્ષની ઉત્કટ સાધના કે દીર્ધ તપસ્વી મહાવીરની બાર વર્ષની તીવ્ર સાધના જેવી જાણીતી ઐતિહાસિક સાધના તો એ પ્રવાહને એક નમૂના માત્ર પૂરી પાડે છે, પણ અતિવિપુલ એવા વૈદિક, પૌરાણિક અને તાન્ત્રિક સાહિત્યમાં એવી સાધનાની દૃઢ પ્રતીતિ કરાવ નારા સંખ્યાબંધ પ્રતી જોવા મળે છે. એટલું જ નહિ, પણ કહેવાતા આ ભૌતિક યુગમાં પણ એ સાધનાને સાચી રીતે જીવવા મથ્યા હોય અને તે પ્રમાણે જીવતા હાય એવા વિરલ સાધકા આજે પણ દુર્લભ નથી.
ઉપનિષદે એ મંત્ર-બ્રાહ્મણ યુગ તેમ જ સંત, સાધક અને તપસ્વીયુગ એ એને એકમેક સાથે સાંધતી એવી એક સુંદર કડી છે. ઉપનિષદો અનેક છે. તે બધાં કાઈ એક કાળે કે એક પ્રદેશમાં અગર એક વ્યક્તિ દ્વારા રચાયાં નથી. ઘણીવાર એક જ ઉપનિષદના જુદા જુદા ભાગેા પણ જુદા જુદા હાથની તેમ જ જુદા જુદા સમયની કૃતિ હૈવાનું જાય છે. તે બધાં જ ઉપનિષદોનુ સૂર્ય એકસરખુ ન પણ હોય, છતાં એ બધાંમાં સાધનાના સૂર તે એકસરખા જ સંભળાય છે. તેમાંથી કેટલાંક ઉપનિષદો અને ખાસ કરી કાઈ કાઈ ઉપનિષદના ખાસ ભાગે તે એવા છે કે જે ગમે તે સહૃદય જિજ્ઞાસુને વશ કરી લે. દા. ત. ઈશાવાસ્ય, યાજ્ઞવલ્ક્યસંવાદ ઇત્યાદિ.
આવાં હેયસ્પર્શી ઉપનિષદો અગર તેના ભાગોમાં કાર્ડક ઉપનિષદનુ ખાસ સ્થાન છે. એના નામ ઉપરથી જ તે કઠ શાખામાં થયેલ "કાઈ ઋષિની રચના છે એમ જણાય છે. ઋષિએની અનેક શાખાઓમાં કર્ડ શાખા બહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org