________________
નચિકેતા અને નવા અવતાર
[૧૯૩
જાણીતી અને જૂની પણ છે. કાક એ નાંચકતા આખ્યાનને લીધે જ બહુ સુવિક્તિ છે.
સાધનાકાળ દરમિયાન એક ઉત્કટ ધર્મવીર સાધકમાં લક્ષ્યસિદ્ધિ માટેની જે અદમ્ય જિજ્ઞાસા ને જે પૌષત્તિ હાય છે તેની કાવ્યમય અમર ગાથા નચિકેતા આખ્યાનમાં છે. આખ્યાન અને ઉપાખ્યાનની શૈલી અહુ પ્રાચીન છે, એ શૈલીમાં કહેવાનું બધું ટૂંકમાં પણ રોચક રીતે રજૂ થાય છે. આવાં આખ્યાને અને ઉપાખ્યાનોથી આખુ ભારતીય વાડ્મય તત છે. એવાં જ આખ્યાના અને ઉપાખ્યામાંથી મળ મેળવી કેટલીયે પ્રતિભાએ મહાન કાવ્યો સરજ્યાં છે, અને મહાભારત, રામાયણ તેમ જ ભાગવત જેવાં પુરાણાની અલૌકિક રચના પણ કરી છે. આપ્યાનની પ્રથા એટલી બધી લોકપ્રિય થઈ છે કે તેણે દરેક પ્રાન્તીય ભાષાઓમાં પણ સ્થાન મેળવ્યુ છે. ગુજરાતીમાં પ્રેમાનંદ જેવા કવિઓનાં આખ્યાના જાણીતાં છે. રાષ્ટ્રીય સ્વાતંત્ર્યના વર્તમાન ઉપાસકએ પણ આખ્યાનપ્રથાને સમયેાચિત ધાટ આપી લેકમાનસને કેળવવાનુ કામ આધ્યુ છે. વંશ પાયનની વાણી, નારાણી જેવી રચનાઓ તાત્કાલિક પ્રશ્નોને રસિક રીતે ચચતાં સમય પૂરતાં આખ્યાના જ છે. કીર્તનકારાને જાણીતા સંપ્રદાય આખ્યાનપ્રથાના સજીવ નમૂને છે. નચિકેતા એક પ્રતીક
:
રચનાર, આખ્યાન કે તેવી કૃતિ રચે છે ત્યારે તે પેાતાને સુપરિચિત એવી ભાષા, પરિભાષા તેમ જ પરંપરાગત પ્રણાલીઓ અને માન્યતાઓનાં કલેવરને પેાતાને સૂઝેલા વિચારના પ્રાણથી સજીવ અનાવે છે, ને તેને નવચેતના અપે છે. જેણે નાચિકેત ઉપાખ્યાન રહ્યું છે તે કવિ સ ંસ્કૃત ભાષાથી— ખાસ કરી બ્રાહ્મણ તેમ જ ઉપનિષદના યુગની સંસ્કૃત ભાષાથી-વિશેષે પરિચિત અે. છંદ અને શૈલી પણ તે યુગનાં છે. પરિભાષા---ખાસ કરી ધાર્મિક અને દાર્શનિક પરિભાષા-મુખ્યપણે પ્રાચીન સાંખ્યયોગ પરપરાની તેને સુપરિચિત છે.
જ્યારે યજ્ઞયાગ જેવી ક્રિયાકાંડની પ્રણાલિકાઓ અને કઠોર વ્રત, નિયમ, દેહદમન જેવાં તપા। પ્રભાવ ધરી રહ્યો હતે, તેમ જ જ્યારે ચૈતન્યતત્ત્વની મૂળગામી શોધ અને તેને વનમાં ઉતારવાના પુરુષાર્થ વધી રહ્યાં હતાં તેવે સધિકાળે થયેલ એ કાક કવિએ પોતાની હથોટીના માધ્યમ દ્વારા નચિકેતાને અહાને એક ઉત્કટ આધ્યાત્મિક જિજ્ઞાસા અને તેની સિદ્ધિનું સચોટ ચિત્ર ખેચ્યું છે અને સાથે સાથે જૂની તેમ જ પ્રાણવિહીન થતી ચાલેલી ધૂમ પ્રણાલીને હમેશ માટે જિવાડી શકે એવું આધ્યાત્મિક તેજ અપ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org