________________
૫૯૧
દર્શન અને ચિંતન
જાણવું સહેલું નથી, એ કેમ સંભવે? આ પ્રશ્નનો જવાબ આપનાર તમારા જે બીજો કોઈ હેઈજ ન શકે. અને મેં જે ત્રીજું વરદાન માગ્યું છે તેની તુલના કરે એવું બીજું કોઈ વરદાન પણ નથી. એક તે આ ત્રીજું વરદાન મેળવવું એ જ મારે અંતિમ આદર્શ અને વધારામાં એને તમારા સિવાય બીજો કોઈ સિદ્ધ પણ ન કરી શકે. તે પછી આવી અનુકૂળ તકને હું કેમ જતી કરું?”
યમ જાણે કે નચિકેતાની પૂરી કરી જ ન કરતો હોય તેમ તે નચિકેતાની જિજ્ઞાસાને બીજી દિશામાં વાળવા પ્રયત્ન કરે છે અને કહે છે કે,
હે ! નચિકેતા, તું શતાયુ પુત્રપૌત્ર, પુષ્કળ હાથીડા આદિ પશુઓ, મોટા ભવને ભાગ. એટલું જ નહિ, પણ યથેચ્છ આયુષ્ય ભાગ. તું બીજું કાંઈપણ વર માર્ગ અને આ ભૂમિ ઉપર તું સુખેથી રહે. હું તારા બધા મનોરથ પૂરીશ. જે જે ભોગે મનુષ્યલેકમાં દુર્લભ છે તેને યથેચ્છ માગી લે. જે, રથ અને વાઘો સહિત આ સુંદર રમણીઓ ! આવા ભેગે મનુષ્યોને સુલભ નથી. હું એ ભેગે પૂરા પાડીશ, અને તું એ સ્ત્રીપુત્રો વગેરેની સેવા લે. તેં જે પુનર્જન્મને લગતા પ્રશ્ન કર્યો છે તે જ કર.”
પણ નચિકેતાની જિજ્ઞાસા ને સાધના ઉપર ઉપરની ન હતી. એટલે તે મક્કમ થઈ વર આપવાના વચનથી બંધાયેલ યમને કહે છે કે, “તમે જે આપવા કહ્યું તે બધું તે આવતી કાલ સુધી જ ટકનાર છે. એટલું જ નહિ, પણ એને ઉપભોગ કરનારની ઇન્દ્રિયની શક્તિને પણ તે હણે છે, અને ગમે તેટલું આયુષ્ય ભળે તે પણ તે અનંતકાળમાં અલ્પમાત્ર છે. માટે એ બધા ભોગો તમે તમારી પાસે જ રહેવા દો. ધનથી માણસને ધરપત નથી થતી. હે મૃત્યુ! એક વાર જે અમે તમારું દર્શન પામ્યા તે પછી બધું આપોઆપ આવી મળવાનું. માટે મારે તે એ જ વર જોઈએ; અથત મરણ બાદ સ્થાયી રહેનાર કેઈ તત્વ છે કે નહિ ને હોય તે તે કેવું છે, એનું જ જ્ઞાન જોઈએ. છેવટે ઘડપણ આવે જ છે; એટલે રંગરાગના આપાત રમણીય સુખને જે ખરી રીતે સમજતે હોય તે ગમે તેટલા દીધે જીવનમાં પણ કેવી રીતે રાચે ? મેં જે પરક સંબંધી પ્રશ્ન કર્યો છે તેના સંશયમાં અનેક વિશારદો લાંબા કાળથી પડ્યા છે. તેથી જ એ પ્રશ્ન વધારે મહત્ત્વનો બને છે, અને હું તેને જ ઉકેલ તમારી પાસેથી માગું છું. મેં જે ત્રીજુ વર માગ્યું છે તે ખરેખર ગૂઢ છે. તેથી જ તે આ નચિક્તા બીજા કોઈ વરને વરતે નથી.' અહીં પ્રથમ વલ્લી પૂરી થાય છે.
નચિકેતા પિતાની છેલ્લી અને તાત્વિક માગણમાં સ્થિર છે તેમ જ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org