________________
'નચિકેતા અને નવે અવતાર
( ૫૯૭ ચોગ્ય પણ છે એ જાણ્યા પછી યમ તેની સમક્ષ બીજી અને ત્રીજી વલ્લીમાં સાધકે અવશ્ય જાણવા જેવા કેટલાય અગત્યના મુદ્દાઓનું બુદ્ધિગમ્ય નિરૂપણ કરે છે, જેમાં શ્રેય અને પ્રેમનું સ્વરૂપ તથા જીવાત્મા અને પરમાત્માનું સ્વરૂપ મુખ્યપણે નિરૂપાયું છે. અલબત્ત, એ આખી ચર્ચા વાચકને રસ આપે એવી છે, પણ તેને સાર અહીં આપતાં લંબાણુ થઈ જાય અને પ્રસ્તુત લેખ દ્વારા કહેવાનો આશય ગણું થઈ જાય તે દૃષ્ટિથી આગળની વલીઓને સાર અને તે ઉપર કાંઈક વિચારણા કરવાનું કામ મુલતવી રાખી પ્રસ્તુત સાર પરત્વે જે વિચારણીય પ્રશ્નો ઊભા થાય છે અને તેને જે ખુલાસે સંભવિત દેખાય છે તે જ નિરૂપી આ લેખ પૂરે કરીશું.
બાદમાં યમ-યમીનું યુગલ આવે છે. તેનો સંબંધ સૂર્ય સાથે છે. વળી યમ દક્ષિણ દિશાને એક દિપાળ પણ છે. યમ મૃત્યુ તરીકે અગર મૃત્યુદેવતા જમ તરીકે જાણીતું છે. જેમાં તે પરમાધામી તરીકે જાણીતો છે.
યમ એટલે શુરુ અથવા અન્તરાત્મા
યમ વિશેની જુદી જુદી પૌરાણિક તેમ જ ધાર્મિક કલ્પનાઓ જોતાં નચિકેતા, જે એક બ્રાહ્મણપુત્ર મનુષ્ય છે, તે તેની પાસે ગયો એમ કહેવાને કશે અર્થ નથી. એક ઈહલોકવાસી બ્રાહ્મણકુમાર લેકાંતરવાસી કાલ્પનિક દેવ પાસે જાય એ વાત બુદ્ધિગમ્ય નથી. વળી યમ બહુ તે મૃત્યુદેવતા છે, અગર કોઈ દેવવિશેષ છે. તે આધ્યાત્મિક જ્ઞાનનું અંતિમ રહસ્ય જાણે પણ ક્યાંથી? અને જાણે તે મનુષ્યને કઈ ભાષામાં કેવી રીતે સમજાવે ? વળી એવા ઈદેવને અતિથિધર્મની શી પડી છે ? જે યમ મૃત્યુદેવતા હેય તે તેના દરબારમાં જ અતિથિઓનું મંડળ આવ્યા જ કરે છે, એટલે તે અતિરિધમ બજાવે કે આગતુકના પુણ્ય પાપનું લેખું લે? આ બધું વિચારતાં કોઈ એમ નહિ કહી શકે કે અત્રે યમને અર્થ કેઈ દેવિશેષ બંધબેસે છે. ત્યારે કર્યો અર્થ બંધબેસતો છે?——એ પ્રશ્ન તો રહે જ છે. એને સરળ અને સીધે ઉત્તર એ છે કે અત્રે યમ એટલે અધ્યાત્મજ્ઞાતા સદ્ગુરુ અગર અંતરાત્મા. સાધકને સાધનાની પ્રક્રિયામાં સદ્ગુરુ જ પ્રથમ બોધદાતા અને માર્ગદર્શક બને છે. કોઈ ખાસ દાખલામાં એમ પણ અનુભવાય છે કે બહારના કોઈ
ગુરુના વેગ સિવાય પણ સાધક પૂર્વસંસ્કારવશ પોતાની ઉગ્ર તપસ્યાને બળે અંતરાત્મામાંથી આધ્યત્મિક બેધની પ્રેરણું મેળવે છે. તેથી ચમના ઉપર સૂચવેલા બંને અર્થો સાધના–માર્ગમાં બંધબેસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org