Page #1
--------------------------------------------------------------------------
________________
ક્ષેમરાજ
લેખક : શ્રી ચુનીલાલ વર્ધમાન શાહે
ગુર્જરેશ્ર્વર ભીમદેવ સાલકીને આજી-ચંદ્રાવતીના પરમાર રાજા સાથે અનેક વાર લડવુ પડયુ હતું અને તેણે તેમની પાસે ગુજરેશ્વરનું માંડલિક પદ કબુલાવ્યું હતુ; તેમ છતાં તેઓએ મનસ્વીપણુ' છેયુ નહતુ. આથી કટાળેલા ભીમદેવે એક વાર જ્યારે રાજા કૃષ્ણદેવ પરમારને હાર આપી, ત્યારે તે તેણે કૃષ્ણદેવને પકડીને પાટણમાં લાવી તુરંગમાં પૂર્યાં હતા. ભીમદેવની ઉત્તર વયના એ કાળ હતા.
થોડાં વર્ષ પછી નાડોલના ઢાકાર ખાલપ્રસાદે પાટણ આવી, ભીમદેવને મળી, કૃષ્ણદેવને મુક્ત કરવા તેને વિનંતિ કરી, ત્યારે કૃષ્ણદેવે ગુજરેશ્વરના માંડલિક તરીકે રહેવા મૌખિક સ્વીકાર કર્યાં, એટલા પરથી જાણે દયાથી પ્રેરાયેા હાય તેમ ભીમદેવે તેને મુક્ત કરવાની તુરંગાધ્યક્ષને આજ્ઞા કરી, (સાંવત ૧૧૧૭), તેથી ભીમદેવના બેઉ કુમારને ક્ષેમરાજ તથા કર્ણદેવને આશ્ચય થયા વિના રહ્યું નહિ.
ભીમદેવે પુત્રાને સમજાવ્યું: “ ગમે તેવા તાયે તે આપણા પડોશી રાજા છે. આજ્ઞાંકિત રહીને તે પેાતાની વસતીનુ રક્ષણ કરતા હોય તેા પાટણ પરના એટલે ભાર છે. ”
ક્ષેમરાજ કશું ન ખેલ્યા, પણ કણે તત્ક્ષણ કહ્યું : “ ભૂતકાળના અનુભવ આપ વીસર્યા તેા નહિ હૈ. આબુના પરમારો માળવાના પરમારોની સેાડમાં ભરાતાં વાર લગાડતા નથી.”
“ છતાં આપણી પ્રત્યે આજ્ઞાંકિત રહેવાના શપથ લેનાર શત્રુનેય તક આપવી જોઈ એ.” એ પ્રત્યુત્તર સાંભળી કને લાગ્યુ કે નાડોલના ઢાકાર પિતાની વીર પ્રકૃતિને ભુલાવવામાં ફાવી ગયા છે. ક્ષેમરાજને લાગ્યું કે વાકયમાં સ્વાભાવિક રીતે આવતી માનસિક દુળતા ઉદારતારૂપે પિતાજીમાં દર્શન આપવા લાગી છે,
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી ચુનીલાલ વર્ધમાન શાહુ : ક્ષેમરાજ
ભીમદેવની ઉત્તર વયને કાળે રાજ્યકાય પ્રતિ મંત્રીએ લક્ષ આપતા અને રાજકુમારે ગુજ્જરેશ્વરને સહાયક અનતા. જરૂર પડે ત્યારે ભીમદેવ પુત્રો દ્વારા મંત્રીએને પેાતાની ઈચ્છા વિદિત કરતા અને મત્રીએ તદનુસાર વતા. ભીમદેવ હવે આજ્ઞાએ આપવાનુ છેડીને મહુધા સ્વેચ્છા જ પુત્રો કે મહામંત્રી સમક્ષ વ્યક્ત કરતા.
*
માલવ પ્રદેશમાંના વિહાર પૂરા થતાં મુનિ સુરાચાય પાટણમાં આવ્યા તુરત તે ભીમદેવના કુશળવમાન જાણવા રાજમહાલયમાં જઈ પહેાંચ્યા અને રાજસેવક દ્વારા ધ લાભના સંદેશા કહાન્યા.
૫૩
સુરાચાય પ્રત્યે ભીમદેવના ભક્તિભાવ હતા. એ ભક્તિ ધર્માનુરાગ કરતાં ગુણાનુરાગને વિશેષ આભારી હતી. મુનિ સુરાચાય પરમ પંડિત હતા, દનશાસ્ત્રના જ્ઞાતા હતા, અને સાહિત્યશાસ્ત્રમાં નિપુણ હતા. તેમના ગુરુ મુનિ દ્રોણાચાર્ય. સંસારપદ્યે . ભીમદેવના મામા થતા હતા. તે વિદ્યમાન હતા ત્યારે સુરાચાય મુનિ ગુરુ સંગાથે ભીમદેવના પિરચયમાં આવ્યા હતા. ભાજરાજાના પડિતા કોઈ કોઈ વાર ગુજ્જરેશ્વરના પંડિતાની પરીક્ષા કરનારી સાહિત્યસમસ્યાએ રાજસભામાં મેાકલતા, ત્યારે એ સમસ્યાઓના ઉત્તરા કેટલીક વાર સુરાચાય મુનિએ રચેલા શ્લેાકેામાં જતા. એ મુનિએ લેાજની રાજસભામાં પણ પડિતા સાથે સાહિત્યચર્ચા કરીને પ્રશંસા પ્રાપ્ત કરી હતી.
મુનિના આગમનના સ’દેશેા મળતાં ભીમદેવ ઢોલિયામાં સૂતા હતા તે બેઠા થયા. તેની સામે બિછાવેલી ગાદી પર મહામ`ત્રી ભાલ, પુરાહિત સોમેશ્વર અને યુવરાજ ક્ષેમરાજ બેઠા હતા તેએ જરા આઘા ખસ્યા અને ભીમદેવે સેવકને કહી મુનિ માટે વચ્ચેાવચ કાષ્ઠાસન મુકાવ્યું. પછી તેણે મુનિને પધારવાના પ્રત્યુત્તર પાઠવ્યેા.
66
ધર્મ લાભ ” ઉગારતા સુરાચાય મુનિ આવ્યા એટલે ભીમદેવે ઊભા થઈ મસ્તક નમાવી વંદન કર્યું, અને બીજાઓએ પણ ઊભા થઈ તેનુ' અનુકરણ કર્યુ. મુનિ આસન પર વિરાજ્યા એટલે બધા યથાસ્થાને બેઠા.
મુનિએ ભીમદેવની કુશળતા પૂછતાં કહ્યું: “ નગરમાં આવતાં જ મેં સાંભળ્યું કે આપનું સ્વાસ્થ્ય ખરાબર રહેતું નથી, એટલે હું માત્ર આપની કુશળતા જાણવા આા છું.”
“ જરાઅવસ્થા પેાતાનુ કામ કરે છે.” ભીમદેવે સ્વસ્થતાથી ઉત્તર આપ્યા : “ કુમારો, મત્રીએ અને રાજસેવકો મને શ્રમ પડવા દેતા નથી એટલે સ્વસ્થ રહી શકાય છે.” સુનિ ખેલ્યા : “ તે સારું છે. હવે જરાઅવસ્થા આવી છે એટલું જે મનુષ્ય સમજે છે તે પુણ્યશાળી લેખાય છે.”
:
પુરાહિત વચ્ચે બેલ્યા “ વસ્તુતઃ શક્તિની ક્ષીણતા દ્વારા જરા પ્રકટ થાય છે, અને જો એ ક્ષીણતા નિવારવાના આયુર્વેદે નિરૂપેલા ઉપચારો કરવામાં આવે તેા જરાને નિવારી શકાય છે.’
મહામંત્રી એલ્યા : “ અને મુનિરાજ ! મહારાજ કાઈ ઔષધ લેવાની ના કહે છે, એટલે ક્ષીણતા વધતી જાય છે.”
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ ભીમદેવ બેઉને પ્રત્યુત્તર આપતાં બોલ્યોઃ “તમે બધા કહો છો, પણ એથી કાંઈ જરાનું સર્વદા નિવારણ થવાનું છે? વહેલું કે મેડે જરાને અંતિમ આઘાત તો થવાને જ છે ને !”
ભીમદેવના એ શબ્દો સાંભળીને સુરાચાર્ય બેલ્યાઃ “મહારાજને એગ્ય કાળે યેગ્ય સમજ પ્રકટી છે. જે જરાને પિછાણુને જાગ્રત રહે છે અને ઉત્તર વયનાં કર્તવ્યમાં ચિત્તને પરે છે તે જ પિતાના મનુષ્યત્વને સફળ કરે છે.”
ભીમદેવ બેઃ “તો ઉત્તર વયનું કર્તવ્ય શું તે હવે આપ સ્પષ્ટતાથી કહે.”
ઉત્તર વયનું કર્તવ્ય એટલે નશ્વરનો ત્યાગ અને શાશ્વતનું આરાધન. લત્વમાંથી ચિત્તને ખસેડીને સૂફમત્વમાં જોડવું તે મનુષ્યને જરાને સંદેશ છે. એ સંદેશ ભૂતકાળમાં અનેક રાજવીઓએ અને પુણ્યશાળી પુરુષોએ ઝીલ્યા છે. ભીમદેવે પ્રશ્ન કર્યો. “આપ સદ્દગત મૂલરાજદેવની વાત કહે છે?”
અનેક રાજવીઓ એ માગે ગયા છે, અને મનુષ્યત્વને સફળ કરી, ઇલેકમાં અમર થયા છે. મૂલરાજદેવ, ચામુંડદેવ અને વલ્લભરાજ જેવા રાજવીઓ તે પુરાતન કાળના વીર રાજવીઓને પગલે ચાલ્યા છે. આપે પિતનપુર નરેશ સોમચંદ્ર મહારાજના ત્યાગની કથા કંઈ વાર સાંભળી છે?” « નથી સાંભળી.”
મહારાજ સોમચંદ્રના મસ્તકના કેશ વેત થતા હોવાનું તેમને ભાન થયું કે તરત તેમણે વાનપ્રસ્થ થવાને પિતાને નિર્ણય પુત્ર પ્રસન્નચંદ્ર અને રાણું ધારિણી દેવીને જણાવી દીધું. પુત્ર તે પિતાની ઈચ્છાને માન આપવા તૈયાર થયે, પણ રાણીએ કહ્યું કે “મને પણ આપ વનનિવાસમાં સાથે રાખવાનું સ્વીકારે; હું સ્વામીથી અળગી રહીશ નહિ.” રાજાને માટે એ કાર્ય એટલા માટે મુશ્કેલ હતું કે તે વખતે રાણું ગર્ભ વતી હતી.”
ક્ષેમરાજ વચ્ચે બે : “તે રાજાએ રાણીના પ્રસૂતિકાળ તથા બાળકના સ્તનંધિયાવસ્થાના કાળ સુધી વનમાં જઈ રહેવાનું મુતવી રાખવું જોઈએ; અથવા રાણીએ વનનિવાસનો વિચાર છેડી દે જોઈએ.”
મુનિ બેલ્યા: “એ વ્યવહારુ માર્ગ છે ખરે, પરંતુ વીર પુરુષ અને સતી સ્ત્રીઓ એવા વ્યવહારને કારણે પિતાના નિશ્ચય-ધર્મમાંથી ચલિત થતાં નથી. તેવી સ્થિતિમાં રાજા સોમચંદ્ર રાણી સાથે રાજધાની છેડીને કેટલેક દૂર વેતસા નદીને તીરે આવેલા તપોવનમાં નિવાસ કરવાનું ઠરાવ્યું, ત્યાં અનેક ઋષિકુળે વસી રહેલાં હતાં. પછી તેમણે આપ્તજનોની, મિત્રોની, રાજસેવકની અને નગરજનોની ક્ષમા માંગી અને તુરંગમાં પૂરેલા કેદીઓને ક્ષમા આપી મુક્ત કર્યા.”
ભીમદેવ વચ્ચે બે : “એ એમણે યાચિત કાર્ય કર્યું.”
મુનિ આગળ બેલ્યાઃ “પછી રાજા-રાણીએ રાજધાનીમાંથી પ્રસ્થાન કર્યું. રાણીના આગંતુક પ્રસૂતિકાળને કારણે તેમને એક પાત્રોને પોતાની સાથે લેવી પડી.”
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી ચુનીલાલ વધમાન શાહઃ ક્ષેમરાજ
૫૫
મહામંત્રી એલ્યા : “ ધાત્રીને સાથે રાખી, તેા ઘેાડા અનુચર, વાહના અને ખીજી આવશ્યક સામગ્રી પણ સાથે રાખવામાં હરકત નહેાતી.”
મુનિ ખેલ્યા : “ વાનપ્રસ્થાશ્રમી થવુ' એટલે વનમાં નાની સરખી રાજ-રિયાસત સ્થાપીને સુખે રહેવુ' એવું ત્યાગીઓને માન્ય હેાતુ' નથી. સ`સારત્યાગ એટલે નગરમાંના સંસાર પુનઃ વનમાં વસાવવા એમ નહિ. રાજા પણ રાજમહેલ અને સુખસામગ્રી તજીને વનનાં જ ધાન્ય-ફળાદિથી કે મર્યાદિત સામગ્રીથી ઉદરનિર્વાહ કરે તથા જરૂરીઆતે એછી કરીને ઋષિનું નિઃસ્પૃહ જીવન જીવે. જે સમૃદ્ધિને સ્વેચ્છાથી ત્યાગ કર્યાં હેાય તે બીજે માગે ઇતર જનેા દ્વારા ગ્રહણ ન કરવી એ તે નિષ્પરિગ્રહી તપસ્વી જીવનનું હાર્દ છે. જો રાજાએ ઇન્ગ્યુ હેાત તેા તેના પુત્રે—પાતનપુરના નવા રાજવીએ—પિતાને તપાવનમાંય કોઈ વસ્તુની ઊણપ રહેવા દીધી ન હેાત. પરંતુ સંસારની ઐહિક પ્રવૃત્તિ પૂરી કર્યા પછી ત્યાગી-તપસ્વીએ . આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં રત રહેવું જોઈએ; તેટલા માટે જ તે વનિનવાસ તથા સંયત જીવનને સ્વીકારે છે, એટલે તેમાંથી તે ભ્રષ્ટ ન થાય તેની તેના સંસારી આસજના તથા ઇતરજને પણ કાળજી રાખતા હેાય છે. સાંસારીઓના રાગબંધનમાંથી અમ જેવા ત્યાગીઓને ઘણી વાર કષ્ટપૂર્વક પસાર થવુ' પડે છે. મનેય એવા કાનુભવ કેટલીક વાર થયા છે, પરતુ આત્મકલ્યાણના પરમ સાધનરૂપ સંયમના સ'રક્ષણ માટે એ કષ્ટને સહી લેવુ એ ત્યાગીના ધમ છે, એમાં મને શકા નથી.”
ભીમદેવે પૂછ્યું': “ હુ'અ, પછી શુ' બન્યું ? ''
“ પછી તપાવનના આશ્રમમાં ધારિણીદેવીએ પુત્રને જન્મ આપ્યા, પરંતુ થાડા દિવ સમાં રાણીનું મૃત્યુ થયું, એટલે ધાત્રીએ એને ઉછેર્યાં. એકાદ વર્ષીમાં ધાત્રીનું પણ મૃત્યુ થયું', એટલે સામચંદ્ર ઋષિએ પુત્રને ઉછેરવા માંડયો. ખાળકને કમડલમાં બેસાડી તે પેાતાની સાથે ફેરવતા અને સ્નાન, ધ્યાન, તપ આદિ આનિક કમ કરતા. એ પુત્ર મેટો થવા લાગ્યા અને ખીજા ઋષિકુમારોની સાથે અભ્યાસ કરવા લાગ્યા. ચૌદ વર્ષની વયે તે તપાવન છેાડી પેાતાના ભાઈ ને પેાતનપુરમાં જઈ મળ્યા. એ રીતે સેામચંદ્ર ઋષિએ તપેાવનમાં નિજ જીવન પૂરું' કરી આત્મકલ્યાણ સાધ્યુ', '
ભીમદેવ ખેલ્યા : “ ધન્ય એ રાજત્વને અને ધન્ય એ તાપસ જીવનને ! સેામચંદ્ર ઋષિએ તથા મૂળરાજદેવે પણ આચરણ દ્વારા ચીધેલા એ માગે મારે પણ જવું જોઈ એ, ખરુ મુનિરાજ? ”
“ જેમ સુખ ઊપજે તેમ કરવું; સત્યમમાં પ્રમાદ કરવા નહિ.
સામશર્માએ ટકાર કરી : “ જૈનધર્મમાં તપ-ત્યાગના મહિમા બહુ ગાયા છે, તે જ આપે અત્યારે પ્રતિપાદન કર્યો, પણ પ્રજાના સ'રક્ષણ માટે રાજાઓના ક્ષાત્રધર્મ ત્યજવા ચેાગ્ય હાતા નથી. ’
27
મુનિએ ઉત્તર આપ્યા : “ જૈનધર્મ કહ્યું છે તે જ વેદધર્મ બ્રહ્મર્ષિ વસિષ્ઠને રાજર્ષિ વિશ્વામિત્ર કરતાં ઊ'ચુ' સ્થાન આપીને કહ્યું છે, તે ભૂલશે નહિ, પુરાહિતજી!” “ સત્ય છે! ” ભીમદેવ મેલ્યા: “ પૂર્વે મહાપુરુષા જે માગે ગયા, તે જ ખીજાઆના માર્ગ હેાવા ઘટે, ”
Page #5
--------------------------------------------------------------------------
________________
પર
ભીમદેવના એ ઉદ્ગારથી મૌન અને ગાંભીય છવાઈ ગયાં.
એ ક્ષણ રહીને ભીમદેવે ફરમાવ્યું : “ ત્યારે સામશર્મા ! યુવરાજના રાજ્યાભિષેક કરવાનું મુહૂર્ત શેાધીને કાલે મને કહેજો. ”
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહેાત્સવ-ગ્રંથ
આટલી ત્વરાથી ભીમદેવ રાજ્યત્યાગના અને પુત્રના રાજ્યાભિષેકના નિણૅય કરશે એવુ' કોઈની કલ્પનામાં નહેાતુ, એટલે એ સાંભળનારા સર્વ કોઇ વિસ્મય પામ્યા. મહામંત્રીએ કહ્યું : “ આટલી બધી ઉતાવળ ન હેાય મહારાજ ! એ માટે તેા સ’પૂ મંત્રણા-વિચારણા કરવી જોઈ એ ”
66
શુભસ્ય શીઘ્રમ્ . યુવરાજ રાજ્ય સંભાળશે અને હુ તીવાસ કરીશ. ઘણાં વર્ષ રાજ્ય ચલાવ્યું, ઘણાં યુદ્ધો કર્યાં, અનેકને માર્યાં, અનેકને દંડયા ને તુરગમાં પૂર્યો, ઇત્યલમ્ ! ક્ષાત્રધર્માનું પાલન કર્યું, હવે આત્મધર્મની આરાધનામાં વિલ’બ કરવા નથી. ’
અંતઃપુરમાં, રાજગઢમાં અને નગરમાં એ વાત તુરત પ્રસરી ગઈ. રાણી ઉદયમતીએ પતિની સાથે તી વાસ કરવાના મનેાભાવ પ્રગટ કર્યાં અને ભીમદેવે તે સ્વીકાર્યાં. સેામશર્માએ રાજ્યાભિષેક માટે અક્ષયતૃતીયાનુ મુહૂત કાઢી આપ્યું.
પાટણમાં રાજ્યાભિષેકના સમારંભની તૈયારીએ થવા લાગી. માંડિલકા અને મ`ડલેશ્વરાને નિમંત્રણા પાઠવવામાં આવ્યાં. નગરમાં આગામી ઉત્સવના રંગ છવાઈ ગયા.
એક દિવસ ક્ષેમરાજે એકાંતમાં પિતા સમક્ષ જઈ ને કહ્યું : “પિતાજી, મને ક્ષમા કરજો, પણ રાજાપદ ગ્રહણ કરવાની મારી ઇચ્છા નથી; કણુ ના રાજ્યાભિષેક ભલે થાય !” ભીમદેવ એકાએક રામકી જતા ખેલ્યું : “ એ શુ કહે છે, તું બેટા ! ’’
66
સ ́પૂર્ણ વિચાર કરીને મે' એ નિશ્ચય આપને જણાવ્યા છે. રાજત્વ ભાગવવામાં મને રસ નથી; રાજ્યાભિષેક માટે મને લગારે ઉત્સાહ ક્રુરતા નથી. ”
ઃઃ
રસ નથી ! ક્ષત્રિયપુત્રને ક્ષાત્રધર્માંચિત કબ્યમાં રસ કેમ ન હોય ? ”
,,
“ એ રસ ચાખી–માણીનેય છેવટે તેના ત્યાગ કરવા એ જ ક્ષત્રિયનું` આત્મકલ્યાણ માટેનુ' ક બ્ય હાય તા ત્યાગ કરવાના સમય આવ્યા પૂર્વે કલ્યાણમાના પ્રવાસી થવું એ મને વધુ ગમે છે. એમાં મને વિશેષ ઔચિત્ય લાગે છે. ’
ભીમદેવ વિચારમાં પડી ગયા. ક્ષણભર તેને લાગ્યુ કે સુરાચાય મુનિની વાણી ક્ષેમરાજના અ'તરમાં ઊંડી ઊતરી ગઈ છે અને સેામચંદ્ર ઋષિના વાનપ્રસ્થ જીવન તરફ તેના મનનુ આકષ ણુ થયુ છે.
મીજી ક્ષણે તેને લાગ્યું કે ચાળીસ વર્ષના જુવાન અને રાજ્યકામાં પળેટાયેલા રાજકુમારનું એવું આકસ્મિક આકષ ણ સ્વાભાવિક ન હેાઈ શકે.
તેણે પુત્રને પૂછ્યું : “ રાજત્વથી તું ભયભીત તા થયા નથી ને, બેટા ?'
** ના, પિતાજી ! ભય પામવાનું કશું કારણ નથી. પહેલાં જેમાં રુચિ હતી તેમાં હવે અરુચિ થઈ આવી છે, એ ખરું છે.”
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ : ક્ષેમરાજ
“ એ અરુચિનું કારણ શું છે? તને માઠું લાગે એવું કશું અન્યું છે ? ’’ “ કશું જ બન્યું નથી. વિશેષમાં દેવપ્રસાદ અને તેની માતા મારા નિશ્ચયને અનુમેાદન આપે છે.”
૮ દેવપ્રસાદ-એ કિશાર છેક-એને પણ શુ' એમ જ લાગે છે ? સવારી માટે કચ્છી ઘેાડાની જોડી તે તેણે હમણાં જ મંગાવી છે. તારા જેવું વૈરાગ્ય શુ` એને...”
૫૭
ક્ષેમરાજ વચ્ચે ખેલી ઊચો : “ નહિ, નહિ, પિતાજી! એ વૈરાગ્ય નથી.” ક્ષેમરાજ સ્મિત કરતા આગળ ખેલ્યા : “ દેવપ્રસાદ પિતૃભક્તિથી પ્રેરાઈ મારા નિશ્ચયને વધાવી લે છે. હુંચ કાંઈ મને વૈરાગ્યવાસિત માનતા નથી. રાજ્ય અંગેનાં જે કાર્યો આપે મને સેાંપેલાં અને મેં કરેલાં તેમાંય મારા રસ નહેાતે—આપની આજ્ઞાને ધમ્ય તથા અધીન થવા યેાગ્ય માનીને હું તેને અનુસર્યો છું. આજે જ્યારે મારે પાતાને આપનું સ્થાન લેવાના સમય આવ્યા છે, ત્યારે જ હું આપને આટલું કહેવાનુ ધૈય ધારણ કરી શકયો છું.”
ર
‘તું કાંઈક અદ્ભુત લાગે તેવી વાત કરે છે....”એટલુ બેલી ભીમદેવ જરા આડા પડયો અને આંખે. મીંચી જાણે ઊંડા વિચારમાં હેાય તેમ શાન્ત પડયો રહ્યો.
અધઘડી, ઘડી, બે ઘડી ગઈ, પણ ભીમદેવે આંખા ઉઘાડી નહિ, ત્યારે પિતાને શાન્ત નિદ્રા અનુભવતા જોઈ ક્ષેમરાજ પાતાના આવાસમાં ચાલ્યા ગયા.
ક્ષેમરાજ ઉદયમતીના આવાસમાં ગયા અને જે કાંઈ તેણે પિતાને કહ્યું હતું તે તેણે ઉદ્દયમતીને પણ કહ્યું. રાણી ખૂબ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે સ્વપ્નમાં પણ ધાર્યું" નહેાતુ` કે પાતે કોઈ દિવસ રાજમાતા થવા પામશે. ક્ષેમરાજ યુવરાજ હતા, ક નાના કુમાર હતા અને પાતે એકલા કની માતા હતી. કણ ને ગુર્જરેશ્વરના રાજમુકુટ પહેરવાના અધિકાર ન હેાય તે ઉયમતીને રાજમાતા-પદ્ય વરે એ કદાપિ મનવાનું નહેાતું; છતાં જાણે ક્ષેમરાજ ચાહીને પેાતાને રાજમાતા બનાવી રહ્યો હોય એવું તંદ્રાસુખ ઉદયમતીએ ઘડીભર માણ્યું.
રાજમહાલયમાં એ વાત પ્રસરતાં વાર લાગી નહિ. રાજસેવક મહામત્રીને આવાસે પહેાંચી ગયા અને તેની પાસેથી વાત જાણી મહામત્રી પાલખીમાં એસી રાજગઢમાં દોડી આવ્યા. તેણે મત્રણાગૃહમાં ડોકિયુ કર્યું, ત્યારે પાકે કહ્યું: 66 મહારાજ કયારનાય આરામ લઈ રહ્યા છે. ”
મહામંત્રી ઉદયમતીને આવાસે ગયા તે રાણી પણ વિચારનિમગ્ન જણાઈ. તેણે આશ્ચર્ય અનુભવતાં રાણીને પૂછ્યું તે વાત સાચી માલૂમ પડી. રાણીએ ક્ષેમરાજના સ્વમુખના શબ્દો મહામંત્રીને કહી સભળાવ્યા.
ભીમદેવ સ્વસ્થ થઈને આસન પર બેઠા છે એવું સેવક પાસેથી જાણી મહામત્રી ભીમદેવની પાસે ગયા કે તુરત ભીમદેવે આજ્ઞા કરી : “ મહામંત્રી ! રાજ્યાભિષેકનુ મુહૂત જળવાય એ રીતે કહ્યું ના રાજ્યાભિષેક કરવાના છે. ક્ષેમરાજની ઇચ્છાને મારે હવે સ્વીકારવી પડે છે.”
“ મહારાજ ! રાજાપદ ગ્રહણ કરવાની યુવરાજની અનિચ્છા મને ખૂબ જ વિસ્મયકારક લાગે છે. આપે એ અનિચ્છાનાં કારણેા યુવરાજને પૂછ્યાં તે હશે જ,
',
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ “બધું પૂછયું છે. તેણે અંતર ખોલીને મારા પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે, મારી શંકાઓને નિવારી મને આશ્ચર્યમાં ડુબાવ્યા છે, પણ અત્યારે મારું આશ્ચર્ય શમી જવા પામ્યું છે. હવે અન્યથા કરવું ઉચિત નથી.”
નાગરિકામાં પણ આશ્ચર્ય પ્રકટયું. તેઓ કાંઈ કાંઈ સંકલ્પ-વિકલ્પ કરવા લાગ્યા. કઈ કહેતું કે ક્ષેમરાજના અંતરમાં કાંઈ ઊંડું દુઃખ હોવું જોઈએ; કઈ માનતું કે એની પાછળ અંતઃપુરની કઈ ખટપટ કામ કરી ગઈ હેવી જોઈએ.
રાજ્યાભિષેક દિવસ નજીક ને નજીક આવવા લાગ્યો હતો. કેટલાક માંડલિક અને મંડલેશ્વરો પાટણમાં આવી ચૂક્યા હતા અને કેટલાક આવી પહોંચવાના હતા, પરંતુ તેઓય આશ્ચર્ય પામી કાંઈ કાંઈ શંકા-કુશંકા સેવવા લાગ્યા હતા. બેઉ કુમારો વચ્ચે કાંઈ વૈમનસ્ય જ જણાતું નહોતું એટલે તેઓને કશા ઉપદ્રવને ભય રહ્યો નહોતે. તેઓ નવા ગુર્જરેશ્વરને ચરણે ધરવા રત્નજડિત અલંકાર અને અભિનવ વસ્તુઓ લાવ્યા હતા, તે ભીમદેવના મોટા કુમારને કે નાના કુમારને ચરણે ધરવાં તે તેમને મન સરખું હતું,
દિવસે જતા હતા. ઉદયમતી રેજ પતિને મળતી અને ક્ષેમરાજના ચિત્તના આવા પરિવર્તનનું કારણ જાણવા મથતી. ભીમદેવે જે કાંઈ મહામંત્રીને કહ્યું હતું તે જ રાણીને પણ કહ્યું હતું, પણ એ વાત રાણીના અંતરમાં બંધબેસતી નહોતી. રાજવી થવા માટે અધીરા થયેલા અનેક રાજકુમારોની વાત તેણે સાંભળી હતી. ભૂતકાળમાં કોઈ કુમારોએ પિતાને તુરંગમાં પૂરી પતે રાજમુકુટ પહેરી રાજ્ય ચલાવ્યું હેવાનાં દષ્ટાંતે તેણે સાંભળ્યાં હતાં. રાજ્ય માટે ભાઈ-ભાઈ વચ્ચે યુદ્ધો થયાં હોવાની વાતે તેણે સાંભળી હતી, ત્યારે ભીમદેવ સોલંકીને પુત્ર આત્મકલ્યાણને માટે રાજત્વને ત્યાગ કરવા તૈયાર થાય એ તેને સંભવનીય લાગતું નહોતું. તેને લાગ્યા કરતું હતું કે તેમાં કોઈ રહસ્ય હોવું જોઈએ. એ રહસ્ય જાણવાની ઈચ્છાથી તેણે મહામંત્રીને પૂછયું હતું, મહાસામં. તને પૂછયું હતું, રાજપુરોહિતને પૂછયું હતું, પણ રાણીનું મન સ્વીકારી શકે તેવું રહસ્ય કોઈ તેને બતાવી શક્યું નહોતું.
રાજ્યાભિષેકને વિધિ થવાને એક દિવસ બાકી રહ્યો ત્યારે સાંજને સમયે ઉદયમતી પતિના શમ્યાગૃહમાં પ્રવેશી. દાસ-દાસીઓ દીપકે પ્રકટાવતાં હતાં તેઓ ઝટઝટ પિતાનું કામ પૂરું કરીને બહાર ચાલ્યાં ગયાં.
ઉદયમતી પલંગની ઈસ પર બેઠી. તેણે પતિના ચરણને સ્પર્શ કર્યો, પણ મનમાંની વાત તે ઉચ્ચારી શકી નહિ. પોતે સહજ આવી હોય એ દેખાવ કરતાં તેણે પૂછયું :
રાજ્યાભિષેકને સમારંભ પૂરો થતાં આપણે કયા તીર્થમાં જઈશું ? કાંઈ વિચાર કરી રાખે છે ?”
કઈ રને સ્થળે નથી જવું. કેઈ શાન્ત અને નિરુપદ્રવ સ્થાન નિકટમાં જ હશે ત્યાં જઈ રહીશું. સરસ્વતીને તીરે જ અનેક તીર્થસ્થાને છે અને તપોવન છે. એ બાબતની વ્યવસ્થા થતાં સુધી શેડે વખત પાટણમાં રહીશું તોય ફિકર નથી. એક વાર ભાર
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ: ક્ષેમરાજ
ઊતર્યો અને મન હળવું થયું પછી નિવાસસ્થાનની સમતા-વિષમતાની ચિંતા રહેવા પામતી નથી, ખરું ને?”
ખરી વાત છે.” પછી વાનપ્રસ્થ જીવન સંબંધે પતિ-પત્ની વચ્ચે વિચાર-વિનિમય થવા લાગ્યા. તે દરમિયાન તક જોઈને ઉદયમતીએ કહ્યું: “કુમાર ક્ષેમરાજે જે કાંઈ કર્યું તે એટલું વિલક્ષણ છે કે મારા મનની એક ગ્રંથિ છૂટતી નથી.”
“કઈ ગ્રંથિ?”
તેના આ વર્તનમાં બધા જે વિલક્ષણતા જુએ છે તે કરતાં અધિક ગહન એવું કેઈ રહસ્ય હોવું જોઈએ એમ હું માનું છું. કેઈએ એ રહસ્ય સંશોધી મારા મનનું સમાધાન કર્યું નથી.”
ચાપાસ વિસ્તરી રહેલી પાર્થિવતાને જેનારાંઓ ક્યાંથી સંશોધન કરી શકે ? અને હું તે કરું તેય તમારું સાચું સમાધાન થાય કે નહિ તેની મને ખાતરી નથી.”
આપે કહેલી વાત પર મેં કોઈ વાર શંકા કરી નથી....”
“તે હવે તમે મારી પાસેથી એ રહસ્ય જાણવા ઈચ્છે છે? ભલે, હું કહીશ, પણ તે તમને પચશે કે નહિ તેની મને હજીય ખાતરી નથી.”
તે એટલું મારું તપ છું.”
એમ નાસીપાસ ન થશે. ક્ષેમરાજની જનની બકુલાદેવી સોમનાથના મંદિરની નર્તકી હતી તે તમે જાણો છે. વસ્તુતઃ તે શિવનિર્માલ્ય યોગિની હતી. મારી પત્ની થવા તેણે પતન સ્વીકાર્યું, પણ ભક્તિયોગમાંથી તે ભ્રષ્ટ થઈ નહતી, તેને હું સાક્ષી છું. સગર્ભાવસ્થામાં કે પ્રસૂતિકાળમાં પણ તેને એ વેગ ચલિત થયે નહિ કે આથમ્ય નહોતા. કેઈગભ્રષ્ટ થયેલા આત્માને પુત્ર રૂપે જન્મ આપીને તેણે થોડા દિવસમાં જ ઈહલોકમાંથી ચિર વિદાય લીધી હતી. હું, તમે અને બીજાઓ એ ગભ્રષ્ટ આત્માને આજે ક્ષેમરાજના સ્વરૂપમાં જોઈ રહ્યાં છીએ. પૂર્વભવની અધૂરી રહેલી તિતિક્ષાને પૂરી કરવા તે ઈચ્છતા હોવો જોઈએ. તેના વર્તનમાંથી મડું મેંડું પણ એ જ રહસ્ય મને લાધ્યું છે, રાણીજી ! ” - ઉદયમતી એ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ, પણ પતિની વાણી પરની તેની શ્રદ્ધા એકસરખી અડગ રહી. બકુલાદેવીને તેણે જોઈ હતી, છેડા દિવસ તેની નિકટમાં તે રહી હતી, તેને સંબંધમાં ચિત્ર-વિચિત્ર વાતે તેણે સાંભળી હતી, પરંતુ ત્યારે ઉદયમતીના અંતરમાં સપત્નીભાવની કાલિમા વ્યાપી હતી; પેલા યોગભ્રષ્ટ આત્મા તરફ અંગુલિનિર્દેશ કરીને અને તેની ગિની માતાના અંત સ્વરૂપની ઓળખ આપીને પતિએ જે કાંઈ કહ્યું હતું તેથી રાણીના અંતરની કાલિમા દૂર થઈ જતાં તેમાં અપૂર્વ પ્રકાશ પથરાવા પામ્ય હતો. એ પ્રકાશમાં તેણે બેઉને નીરખ્યાં, ઓળખ્યાં, અને તત્ક્ષણ પતિના ચરણ પર તેનું માથું ઢળ્યું. તેની આંખોમાં આદ્રતા પ્રકટી. તે જોઈ ભીમદેવની આંખોમાંથી કૃતશત કરવા લાગી.
Page #9
--------------------------------------------------------------------------
________________ 60 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-ગ્રંથ - નિયત દિવસે કર્ણને રાજ્યાભિષેક થયે, અને ગુજરાતભરના માંડલિક, મંડલેશ્વર તથા નાગરિકે એ તેના રાજશાસનને વધાવી લીધું. વધુ ને વધુ અશક્ત થતા જતા શરીરને કારણે તીર્થનિવાસને ભીમદેવનો મનેભાવ પાર ન પડ્યો અને થોડા દિવસમાં તેને સ્વર્ગનિવાસ થયો. કણે ગુજર્જરેશ્વરના રાજસિંહાસન પર બેસીને મોટા ભાઈને દધિસ્થળી મંડલના અધીશ્વર તરીકે સ્થાપે. સરસ્વતીને તીરે આવેલા મંડુકેશ્વર મહાદેવના મંદિરથી શેભિત તથા કીર્તિત એવા એ સ્થાનમાં સહકુટુંબ વસીને ક્ષેમરાજે પ્રભુચિંતન તથા આત્મચિંતનમાં સંસારી જીવન પૂરું કર્યું. દેવપ્રસાદ રાજસેવાને અને પિતૃસેવાને સમાન ધર્મો સમજતો તથા જીવનયાપન કરતો રહ્યો. ક્ષેમરાજના અવસાન પછી તે દધિસ્થળીને મહામંડલેશ્વર થયા. * અંજલિઃ મધુર કથા આપીને કથાકાર વિદાય થયા ! ધર્મને આદર્શ રજૂ કરતી આ સરસ, સરળ, હૃદયંગમ ઐતિહાસિક સમર્પણકથા શ્રી ચુનીભાઈએ તા. ૯-૫-૧૯૬૫ના રોજ લખી હતી. એ કથા મોકલતી વખતે શ્રી ચુનીભાઈએ મારા ઉપર નીચે મુજબ પત્ર લખ્યો હતો - ગિરધરનગર, શાહીબાગ અમદાવાદ તા. 9-5-1965 શ્રી કાંતિલાલ કેરા, શ્રી. મ. જે. વિ. ના સુવર્ણ મહોત્સવના ગ્રંથ માટે આ સાથે એક એક નવલિકા એકલી છે. પહોંચ લખશો. લિ. સેવક ચુનીલાલ વ. શાહ લખાયા પછી બે વર્ષ કરતાંય લાંબા સમયે આ મનહર સાહિત્યકૃતિ પ્રગટ થાય છે ત્યારે શ્રી ચુનીભાઈ આ ગ્રંથ જેવા માટે આપણી વચ્ચે હયાત નથી તેથી અંતર ઊંડી વેદના અનુભવે છે. તેઓ તા. ૧૨-૫-૧૬ના રોજ વિદેહ થયા, એ વાતનેય ઢેક વર્ષ થવા આવ્યું! જવાનું તે કાને નથી ? શ્રી ચુનીભાઈ જીવનભર નિષ્ઠા અને એકાગ્રતાપૂર્વક સરસ્વતી ઉપાસના કરીને એક કૃતાર્થ સારસ્વત તરીકે અમર બની ગયા. એમની પ્રશાંત વિદ્યાનિષ્ઠા અને સાદી-સ્વસ્થ જીવનરીતિને આપણે ચિરકાળ સુધી યાદ કરતાં રહીશું. છેક છેલ્લી અવસ્થામાં લખાયેલી, કદાચ અંતિમ લેખી શકાય એવા, આ કૃતિમાં પણ શ્રી ચુનીભાઈની કલમની સુગમતા, સ્વસ્થતા, મધુરતા અને ભાષા અને શૈલીની ઠાવકાઈ અને પ્રૌઢતા દેખાઈ આવ્યા વગર નથી રહેતી. શ્રી ચુનીભાઈની આ કૃતિનું અંતરથી સ્વાગત છે ! એ કૃતિને યશનામી કર્તાને આપણું અંતરના પ્રણામ હો ! કાંતિલાલ ડાહ્યાભાઈ કેરા મંત્રી, સંપાદક મંડળ