________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ “બધું પૂછયું છે. તેણે અંતર ખોલીને મારા પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે, મારી શંકાઓને નિવારી મને આશ્ચર્યમાં ડુબાવ્યા છે, પણ અત્યારે મારું આશ્ચર્ય શમી જવા પામ્યું છે. હવે અન્યથા કરવું ઉચિત નથી.”
નાગરિકામાં પણ આશ્ચર્ય પ્રકટયું. તેઓ કાંઈ કાંઈ સંકલ્પ-વિકલ્પ કરવા લાગ્યા. કઈ કહેતું કે ક્ષેમરાજના અંતરમાં કાંઈ ઊંડું દુઃખ હોવું જોઈએ; કઈ માનતું કે એની પાછળ અંતઃપુરની કઈ ખટપટ કામ કરી ગઈ હેવી જોઈએ.
રાજ્યાભિષેક દિવસ નજીક ને નજીક આવવા લાગ્યો હતો. કેટલાક માંડલિક અને મંડલેશ્વરો પાટણમાં આવી ચૂક્યા હતા અને કેટલાક આવી પહોંચવાના હતા, પરંતુ તેઓય આશ્ચર્ય પામી કાંઈ કાંઈ શંકા-કુશંકા સેવવા લાગ્યા હતા. બેઉ કુમારો વચ્ચે કાંઈ વૈમનસ્ય જ જણાતું નહોતું એટલે તેઓને કશા ઉપદ્રવને ભય રહ્યો નહોતે. તેઓ નવા ગુર્જરેશ્વરને ચરણે ધરવા રત્નજડિત અલંકાર અને અભિનવ વસ્તુઓ લાવ્યા હતા, તે ભીમદેવના મોટા કુમારને કે નાના કુમારને ચરણે ધરવાં તે તેમને મન સરખું હતું,
દિવસે જતા હતા. ઉદયમતી રેજ પતિને મળતી અને ક્ષેમરાજના ચિત્તના આવા પરિવર્તનનું કારણ જાણવા મથતી. ભીમદેવે જે કાંઈ મહામંત્રીને કહ્યું હતું તે જ રાણીને પણ કહ્યું હતું, પણ એ વાત રાણીના અંતરમાં બંધબેસતી નહોતી. રાજવી થવા માટે અધીરા થયેલા અનેક રાજકુમારોની વાત તેણે સાંભળી હતી. ભૂતકાળમાં કોઈ કુમારોએ પિતાને તુરંગમાં પૂરી પતે રાજમુકુટ પહેરી રાજ્ય ચલાવ્યું હેવાનાં દષ્ટાંતે તેણે સાંભળ્યાં હતાં. રાજ્ય માટે ભાઈ-ભાઈ વચ્ચે યુદ્ધો થયાં હોવાની વાતે તેણે સાંભળી હતી, ત્યારે ભીમદેવ સોલંકીને પુત્ર આત્મકલ્યાણને માટે રાજત્વને ત્યાગ કરવા તૈયાર થાય એ તેને સંભવનીય લાગતું નહોતું. તેને લાગ્યા કરતું હતું કે તેમાં કોઈ રહસ્ય હોવું જોઈએ. એ રહસ્ય જાણવાની ઈચ્છાથી તેણે મહામંત્રીને પૂછયું હતું, મહાસામં. તને પૂછયું હતું, રાજપુરોહિતને પૂછયું હતું, પણ રાણીનું મન સ્વીકારી શકે તેવું રહસ્ય કોઈ તેને બતાવી શક્યું નહોતું.
રાજ્યાભિષેકને વિધિ થવાને એક દિવસ બાકી રહ્યો ત્યારે સાંજને સમયે ઉદયમતી પતિના શમ્યાગૃહમાં પ્રવેશી. દાસ-દાસીઓ દીપકે પ્રકટાવતાં હતાં તેઓ ઝટઝટ પિતાનું કામ પૂરું કરીને બહાર ચાલ્યાં ગયાં.
ઉદયમતી પલંગની ઈસ પર બેઠી. તેણે પતિના ચરણને સ્પર્શ કર્યો, પણ મનમાંની વાત તે ઉચ્ચારી શકી નહિ. પોતે સહજ આવી હોય એ દેખાવ કરતાં તેણે પૂછયું :
રાજ્યાભિષેકને સમારંભ પૂરો થતાં આપણે કયા તીર્થમાં જઈશું ? કાંઈ વિચાર કરી રાખે છે ?”
કઈ રને સ્થળે નથી જવું. કેઈ શાન્ત અને નિરુપદ્રવ સ્થાન નિકટમાં જ હશે ત્યાં જઈ રહીશું. સરસ્વતીને તીરે જ અનેક તીર્થસ્થાને છે અને તપોવન છે. એ બાબતની વ્યવસ્થા થતાં સુધી શેડે વખત પાટણમાં રહીશું તોય ફિકર નથી. એક વાર ભાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org