________________
શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ : ક્ષેમરાજ
“ એ અરુચિનું કારણ શું છે? તને માઠું લાગે એવું કશું અન્યું છે ? ’’ “ કશું જ બન્યું નથી. વિશેષમાં દેવપ્રસાદ અને તેની માતા મારા નિશ્ચયને અનુમેાદન આપે છે.”
૮ દેવપ્રસાદ-એ કિશાર છેક-એને પણ શુ' એમ જ લાગે છે ? સવારી માટે કચ્છી ઘેાડાની જોડી તે તેણે હમણાં જ મંગાવી છે. તારા જેવું વૈરાગ્ય શુ` એને...”
૫૭
ક્ષેમરાજ વચ્ચે ખેલી ઊચો : “ નહિ, નહિ, પિતાજી! એ વૈરાગ્ય નથી.” ક્ષેમરાજ સ્મિત કરતા આગળ ખેલ્યા : “ દેવપ્રસાદ પિતૃભક્તિથી પ્રેરાઈ મારા નિશ્ચયને વધાવી લે છે. હુંચ કાંઈ મને વૈરાગ્યવાસિત માનતા નથી. રાજ્ય અંગેનાં જે કાર્યો આપે મને સેાંપેલાં અને મેં કરેલાં તેમાંય મારા રસ નહેાતે—આપની આજ્ઞાને ધમ્ય તથા અધીન થવા યેાગ્ય માનીને હું તેને અનુસર્યો છું. આજે જ્યારે મારે પાતાને આપનું સ્થાન લેવાના સમય આવ્યા છે, ત્યારે જ હું આપને આટલું કહેવાનુ ધૈય ધારણ કરી શકયો છું.”
ર
‘તું કાંઈક અદ્ભુત લાગે તેવી વાત કરે છે....”એટલુ બેલી ભીમદેવ જરા આડા પડયો અને આંખે. મીંચી જાણે ઊંડા વિચારમાં હેાય તેમ શાન્ત પડયો રહ્યો.
અધઘડી, ઘડી, બે ઘડી ગઈ, પણ ભીમદેવે આંખા ઉઘાડી નહિ, ત્યારે પિતાને શાન્ત નિદ્રા અનુભવતા જોઈ ક્ષેમરાજ પાતાના આવાસમાં ચાલ્યા ગયા.
ક્ષેમરાજ ઉદયમતીના આવાસમાં ગયા અને જે કાંઈ તેણે પિતાને કહ્યું હતું તે તેણે ઉદ્દયમતીને પણ કહ્યું. રાણી ખૂબ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે સ્વપ્નમાં પણ ધાર્યું" નહેાતુ` કે પાતે કોઈ દિવસ રાજમાતા થવા પામશે. ક્ષેમરાજ યુવરાજ હતા, ક નાના કુમાર હતા અને પાતે એકલા કની માતા હતી. કણ ને ગુર્જરેશ્વરના રાજમુકુટ પહેરવાના અધિકાર ન હેાય તે ઉયમતીને રાજમાતા-પદ્ય વરે એ કદાપિ મનવાનું નહેાતું; છતાં જાણે ક્ષેમરાજ ચાહીને પેાતાને રાજમાતા બનાવી રહ્યો હોય એવું તંદ્રાસુખ ઉદયમતીએ ઘડીભર માણ્યું.
રાજમહાલયમાં એ વાત પ્રસરતાં વાર લાગી નહિ. રાજસેવક મહામત્રીને આવાસે પહેાંચી ગયા અને તેની પાસેથી વાત જાણી મહામત્રી પાલખીમાં એસી રાજગઢમાં દોડી આવ્યા. તેણે મત્રણાગૃહમાં ડોકિયુ કર્યું, ત્યારે પાકે કહ્યું: 66 મહારાજ કયારનાય આરામ લઈ રહ્યા છે. ”
મહામંત્રી ઉદયમતીને આવાસે ગયા તે રાણી પણ વિચારનિમગ્ન જણાઈ. તેણે આશ્ચર્ય અનુભવતાં રાણીને પૂછ્યું તે વાત સાચી માલૂમ પડી. રાણીએ ક્ષેમરાજના સ્વમુખના શબ્દો મહામંત્રીને કહી સભળાવ્યા.
ભીમદેવ સ્વસ્થ થઈને આસન પર બેઠા છે એવું સેવક પાસેથી જાણી મહામત્રી ભીમદેવની પાસે ગયા કે તુરત ભીમદેવે આજ્ઞા કરી : “ મહામંત્રી ! રાજ્યાભિષેકનુ મુહૂત જળવાય એ રીતે કહ્યું ના રાજ્યાભિષેક કરવાના છે. ક્ષેમરાજની ઇચ્છાને મારે હવે સ્વીકારવી પડે છે.”
“ મહારાજ ! રાજાપદ ગ્રહણ કરવાની યુવરાજની અનિચ્છા મને ખૂબ જ વિસ્મયકારક લાગે છે. આપે એ અનિચ્છાનાં કારણેા યુવરાજને પૂછ્યાં તે હશે જ,
',
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org