SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ ભીમદેવ બેઉને પ્રત્યુત્તર આપતાં બોલ્યોઃ “તમે બધા કહો છો, પણ એથી કાંઈ જરાનું સર્વદા નિવારણ થવાનું છે? વહેલું કે મેડે જરાને અંતિમ આઘાત તો થવાને જ છે ને !” ભીમદેવના એ શબ્દો સાંભળીને સુરાચાર્ય બેલ્યાઃ “મહારાજને એગ્ય કાળે યેગ્ય સમજ પ્રકટી છે. જે જરાને પિછાણુને જાગ્રત રહે છે અને ઉત્તર વયનાં કર્તવ્યમાં ચિત્તને પરે છે તે જ પિતાના મનુષ્યત્વને સફળ કરે છે.” ભીમદેવ બેઃ “તો ઉત્તર વયનું કર્તવ્ય શું તે હવે આપ સ્પષ્ટતાથી કહે.” ઉત્તર વયનું કર્તવ્ય એટલે નશ્વરનો ત્યાગ અને શાશ્વતનું આરાધન. લત્વમાંથી ચિત્તને ખસેડીને સૂફમત્વમાં જોડવું તે મનુષ્યને જરાને સંદેશ છે. એ સંદેશ ભૂતકાળમાં અનેક રાજવીઓએ અને પુણ્યશાળી પુરુષોએ ઝીલ્યા છે. ભીમદેવે પ્રશ્ન કર્યો. “આપ સદ્દગત મૂલરાજદેવની વાત કહે છે?” અનેક રાજવીઓ એ માગે ગયા છે, અને મનુષ્યત્વને સફળ કરી, ઇલેકમાં અમર થયા છે. મૂલરાજદેવ, ચામુંડદેવ અને વલ્લભરાજ જેવા રાજવીઓ તે પુરાતન કાળના વીર રાજવીઓને પગલે ચાલ્યા છે. આપે પિતનપુર નરેશ સોમચંદ્ર મહારાજના ત્યાગની કથા કંઈ વાર સાંભળી છે?” « નથી સાંભળી.” મહારાજ સોમચંદ્રના મસ્તકના કેશ વેત થતા હોવાનું તેમને ભાન થયું કે તરત તેમણે વાનપ્રસ્થ થવાને પિતાને નિર્ણય પુત્ર પ્રસન્નચંદ્ર અને રાણું ધારિણી દેવીને જણાવી દીધું. પુત્ર તે પિતાની ઈચ્છાને માન આપવા તૈયાર થયે, પણ રાણીએ કહ્યું કે “મને પણ આપ વનનિવાસમાં સાથે રાખવાનું સ્વીકારે; હું સ્વામીથી અળગી રહીશ નહિ.” રાજાને માટે એ કાર્ય એટલા માટે મુશ્કેલ હતું કે તે વખતે રાણું ગર્ભ વતી હતી.” ક્ષેમરાજ વચ્ચે બે : “તે રાજાએ રાણીના પ્રસૂતિકાળ તથા બાળકના સ્તનંધિયાવસ્થાના કાળ સુધી વનમાં જઈ રહેવાનું મુતવી રાખવું જોઈએ; અથવા રાણીએ વનનિવાસનો વિચાર છેડી દે જોઈએ.” મુનિ બેલ્યા: “એ વ્યવહારુ માર્ગ છે ખરે, પરંતુ વીર પુરુષ અને સતી સ્ત્રીઓ એવા વ્યવહારને કારણે પિતાના નિશ્ચય-ધર્મમાંથી ચલિત થતાં નથી. તેવી સ્થિતિમાં રાજા સોમચંદ્ર રાણી સાથે રાજધાની છેડીને કેટલેક દૂર વેતસા નદીને તીરે આવેલા તપોવનમાં નિવાસ કરવાનું ઠરાવ્યું, ત્યાં અનેક ઋષિકુળે વસી રહેલાં હતાં. પછી તેમણે આપ્તજનોની, મિત્રોની, રાજસેવકની અને નગરજનોની ક્ષમા માંગી અને તુરંગમાં પૂરેલા કેદીઓને ક્ષમા આપી મુક્ત કર્યા.” ભીમદેવ વચ્ચે બે : “એ એમણે યાચિત કાર્ય કર્યું.” મુનિ આગળ બેલ્યાઃ “પછી રાજા-રાણીએ રાજધાનીમાંથી પ્રસ્થાન કર્યું. રાણીના આગંતુક પ્રસૂતિકાળને કારણે તેમને એક પાત્રોને પોતાની સાથે લેવી પડી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230068
Book TitleKshemraj
Original Sutra AuthorN/A
AuthorChunilal V Shah
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Story
File Size740 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy