SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચુનીલાલ વધમાન શાહઃ ક્ષેમરાજ ૫૫ મહામંત્રી એલ્યા : “ ધાત્રીને સાથે રાખી, તેા ઘેાડા અનુચર, વાહના અને ખીજી આવશ્યક સામગ્રી પણ સાથે રાખવામાં હરકત નહેાતી.” મુનિ ખેલ્યા : “ વાનપ્રસ્થાશ્રમી થવુ' એટલે વનમાં નાની સરખી રાજ-રિયાસત સ્થાપીને સુખે રહેવુ' એવું ત્યાગીઓને માન્ય હેાતુ' નથી. સ`સારત્યાગ એટલે નગરમાંના સંસાર પુનઃ વનમાં વસાવવા એમ નહિ. રાજા પણ રાજમહેલ અને સુખસામગ્રી તજીને વનનાં જ ધાન્ય-ફળાદિથી કે મર્યાદિત સામગ્રીથી ઉદરનિર્વાહ કરે તથા જરૂરીઆતે એછી કરીને ઋષિનું નિઃસ્પૃહ જીવન જીવે. જે સમૃદ્ધિને સ્વેચ્છાથી ત્યાગ કર્યાં હેાય તે બીજે માગે ઇતર જનેા દ્વારા ગ્રહણ ન કરવી એ તે નિષ્પરિગ્રહી તપસ્વી જીવનનું હાર્દ છે. જો રાજાએ ઇન્ગ્યુ હેાત તેા તેના પુત્રે—પાતનપુરના નવા રાજવીએ—પિતાને તપાવનમાંય કોઈ વસ્તુની ઊણપ રહેવા દીધી ન હેાત. પરંતુ સંસારની ઐહિક પ્રવૃત્તિ પૂરી કર્યા પછી ત્યાગી-તપસ્વીએ . આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં રત રહેવું જોઈએ; તેટલા માટે જ તે વનિનવાસ તથા સંયત જીવનને સ્વીકારે છે, એટલે તેમાંથી તે ભ્રષ્ટ ન થાય તેની તેના સંસારી આસજના તથા ઇતરજને પણ કાળજી રાખતા હેાય છે. સાંસારીઓના રાગબંધનમાંથી અમ જેવા ત્યાગીઓને ઘણી વાર કષ્ટપૂર્વક પસાર થવુ' પડે છે. મનેય એવા કાનુભવ કેટલીક વાર થયા છે, પરતુ આત્મકલ્યાણના પરમ સાધનરૂપ સંયમના સ'રક્ષણ માટે એ કષ્ટને સહી લેવુ એ ત્યાગીના ધમ છે, એમાં મને શકા નથી.” ભીમદેવે પૂછ્યું': “ હુ'અ, પછી શુ' બન્યું ? '' “ પછી તપાવનના આશ્રમમાં ધારિણીદેવીએ પુત્રને જન્મ આપ્યા, પરંતુ થાડા દિવ સમાં રાણીનું મૃત્યુ થયું, એટલે ધાત્રીએ એને ઉછેર્યાં. એકાદ વર્ષીમાં ધાત્રીનું પણ મૃત્યુ થયું', એટલે સામચંદ્ર ઋષિએ પુત્રને ઉછેરવા માંડયો. ખાળકને કમડલમાં બેસાડી તે પેાતાની સાથે ફેરવતા અને સ્નાન, ધ્યાન, તપ આદિ આનિક કમ કરતા. એ પુત્ર મેટો થવા લાગ્યા અને ખીજા ઋષિકુમારોની સાથે અભ્યાસ કરવા લાગ્યા. ચૌદ વર્ષની વયે તે તપાવન છેાડી પેાતાના ભાઈ ને પેાતનપુરમાં જઈ મળ્યા. એ રીતે સેામચંદ્ર ઋષિએ તપેાવનમાં નિજ જીવન પૂરું' કરી આત્મકલ્યાણ સાધ્યુ', ' ભીમદેવ ખેલ્યા : “ ધન્ય એ રાજત્વને અને ધન્ય એ તાપસ જીવનને ! સેામચંદ્ર ઋષિએ તથા મૂળરાજદેવે પણ આચરણ દ્વારા ચીધેલા એ માગે મારે પણ જવું જોઈ એ, ખરુ મુનિરાજ? ” “ જેમ સુખ ઊપજે તેમ કરવું; સત્યમમાં પ્રમાદ કરવા નહિ. સામશર્માએ ટકાર કરી : “ જૈનધર્મમાં તપ-ત્યાગના મહિમા બહુ ગાયા છે, તે જ આપે અત્યારે પ્રતિપાદન કર્યો, પણ પ્રજાના સ'રક્ષણ માટે રાજાઓના ક્ષાત્રધર્મ ત્યજવા ચેાગ્ય હાતા નથી. ’ 27 મુનિએ ઉત્તર આપ્યા : “ જૈનધર્મ કહ્યું છે તે જ વેદધર્મ બ્રહ્મર્ષિ વસિષ્ઠને રાજર્ષિ વિશ્વામિત્ર કરતાં ઊ'ચુ' સ્થાન આપીને કહ્યું છે, તે ભૂલશે નહિ, પુરાહિતજી!” “ સત્ય છે! ” ભીમદેવ મેલ્યા: “ પૂર્વે મહાપુરુષા જે માગે ગયા, તે જ ખીજાઆના માર્ગ હેાવા ઘટે, ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230068
Book TitleKshemraj
Original Sutra AuthorN/A
AuthorChunilal V Shah
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Story
File Size740 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy