Book Title: Hirvijaysuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249087/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શાસનપ્રભાવક હુમલો કર્યો. અને એમાં તેઓ શત્રુંજ્યના ધ્યાનમાં મૃત્યુ પામ્યા. અહીંથી માણિભદ્રવીરની ઉત્પત્તિ થઈ. આ શાસનરક્ષક વીરને તેમણે સૌ પ્રથમ મગરવાડામાં સ્થાપન કર્યા અને તપગચ૭ શાસનના રક્ષક બનાવ્યા. સૂરિજીએ માળવા, મેવાડ, મરુધર, ગુર્જર, ખંભાત, સેરડ, કન્હામ, દમણ, મેદપાટ વગેરે પ્રદેશમાં વિચરી સધર્મની પ્રરૂપણ કરી તથા જેસલમેર, મંડેવર, પાટણ, રાધનપુર, અમદાવાદ, મહેસાણા, કાવી, ગંધાર, કપડવંજ, ઈડર, ખંભાત, સિરોહી, સાદડી, નડલાઈ નાગોટી વગેરે અંજનશલાકા–પ્રતિષ્ઠા સમ્પન્ન કરી. અનેક વાદિઓને હરાવ્યા. તેમ જ ૮૪ કુમતિઓને પરાજ્ય કરી ૬૪ જિનપ્રાસાદે ઉઘડાવ્યા. વિ. સં. ૧૫૮૭માં તીર્થાધિરાજ શત્રુજ્યગિરિ પર પધારતાં, તેની જીર્ણ અવસ્થા નિહાળીને તે વખતે યાત્રા કરવા આવેલા ચિતેડગઢના રહેવાસી એસવાલ કુળને બાફેણ કુટુંબના દેશી કર્માશાને ઉપદેશ આપ્યું અને તેમની પાસે છેલ્લે–સેળ ઉદ્ધાર કરાવ્યું. પૂજ્યશ્રીએ જીવનમાં અનેકવિધ તપશ્ચર્યા કરી હતી. ચૌદ વર્ષ સુધી છઠ્ઠને પારણે આયંબિલ તપની મહાન તપશ્ચર્યા કરી હતી. તેઓશ્રીની આજ્ઞા નીચે ૧૮૦૦ સાધુઓ વિચરતા હતા. તેમણે ૫૦૦ સાધુઓને દીક્ષિત કર્યા હતા. વિ. સં. ૧૫૯૬માં અમદાવાદ આવ્યા ત્યારે એમને આંતરપ્રતીતિ થઈ કે મારે અંતકાળ આવી ગયો છે, એટલે આનશન ધારણ કર્યું. નવમે ઉપવાસે ચિત્ર સુદ સાતમના સુપ્રભાતે નિઝામપુરામાં સ્વર્ગવાસી થયા. સમ્રાટ અકબર બાદશાહ પ્રતિબોધક તીર્થક્ષેત્રોમાં અસાધારણ પ્રદાન કરનાર; સમર્થ અને પ્રતાપી શાસનપ્રભાવક; પરમ પ્રભાવી જગદગુરુ આચાર્યશ્રી હીરવિજયસૂરિજી મહારાજ આચાર્ય હીરવિજયસૂરિ તેમના સમયમાં જેનશાસનના નભોમંડળમાં સૂર્ય સમાન તેજસ્વી હતા. તેઓશ્રી એક મહાન, સમર્થ, પ્રતાપી અને પરમ પ્રભાવી આચાર્યપ્રવર હતા. તેમનું જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપબળ અગાધ હતું. તેમનું પ્રદાન, પ્રભુત્વ અને પ્રાબલ્ય અત્ર-તત્ર-સર્વત્ર હતું. જેમ કલિકાલસર્વજ્ઞ થી હેમચંદ્રસૂરિનું ગુર્જરનરેશ સિદ્ધરાજ અને કુમારપાળના શાસન કાળમાં સાહિત્યક્ષેત્રે અસાધારણ પ્રદાન હતું, તેવું જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિનું સમ્રાટ અકબર બાદશાહના મુગલકાળમાં તીર્થક્ષેત્રે અસાધારણ પ્રદાન હતું. અકબર બાદશાહે શત્રુંજય, ગિરનાર, તારંગા, આબુ, સમેતશિખર અને રાજગૃહીના પાંચેય પર્વત શ્રી હીરવિજયસૂરિને (અર્થાત્ જૈન વેતાંબર સંઘને) અર્પણ કર્યા હતા. આ હકીક્ત શ્રી હીરવિજયસૂરિની વિરલ સિદ્ધિનાં દર્શન કરાવે છે. શ્રી હીરવિજયસૂરિ તપાગચ્છીય શ્રમણ પરંપરામાં, શ્રી સુધર્માસ્વામીની પાટે આવેલા પટ્ટધરમાં, ૫૮ મી પાટે થયા હતા. તેમના ગુરુ શ્રી વિજયદાનસૂરિ હતા. ગુરુદેવે તેમને પિતાની પાટે તપાગચ્છના નાયકપદે સ્થાપ્યા હતા. 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા ૩૦૯ શ્રી હીરવિજયસૂરિના જન્મ વિ. સં. ૧૫૮૩માં માગશર સુદિ ૯ને દિવસે પ્રહૂલાદપુર ( પાલનપુર )માં, ખીમસરા ગોત્રીય એશવાલ પરિવારમાં થયા હતા. પિતાનું નામ કુરાશાહુ અને માતાનું` નામ નાથીબાઈ હતુ. તેમનુ પોતાનુ જન્મ નામ હીરજી હતું. હીરજીને સ ંઘજી, સુરજી અને શ્રીપાલ નામે ત્રણ ભાઈ તથા ભા, રાણી અને વિમલા નામે ત્રણ બહેન હતાં. હીરજી સૌથી નાને અને સૌને પ્રિય ભાઈ હતા. તેના વાન ઊજળા અને ચહેરા તેજસ્વી હતેા. તેની વાક્છટા અને ગ્રાહ્યક્તિ કઈ પણને મુગ્ધ કરાવે તેવી હતી. તેણે વ્યાવહારિક અભ્યાસ શાળામાં મેળબ્યા, જ્યારે ધાર્મિક અભ્યાસ સાધુમહારાજેના સપથી પ્રાપ્ત કર્યું. જિજ્ઞાસાવૃત્તિ અને જ્ઞાનરુચિના કારણે સાધુમહારાજોના સસ` તેના દિવસેદિવસ વધવા લાગ્યા. તે સાથે તેના આચારવિચાર–ઉચ્ચાર સ ધર્મ પરાયણુ બનવા લાગ્યા. હીરજીની ઉંમર બાર વર્ષની થઈ હશે ત્યાં થેડા થેડા અંતરે માતાપિતા સ્વર્ગવાસી થયા. ઘર માથેથી છત્ર છીનવાઈ ગયુ. અહંના બધી સાસરે હતી. હીરજી સૌથી નાના એટલે સૌને તેની ચિંતા વધુ થતી. પાટણ રહેતી એ બહેનેારાણી અને વિમલા-ભાઈ હીરજીને પેાતાની પાસે રહેવા માટે તેડી ગઇ. પાટણમાં એ સમયે ક્રિયાદ્ધારક શ્રી આનંદવિમલસૂરિના પટ્ટધર શ્રી વિજયદાનસૂરિ બિરાજતા હતા. માતાપિતાના સ્વર્ગવાસને આઘાત હીરજી માટે વિરક્તભાવમાં પરિણમ્યા હતા. ધર્માંની નજીક હાય તેને આવેલ એધ થવા સુલભ હતે. હીરજી રાજ ગુરુવંદન અને વ્યાખ્યાનશ્રવણ નિમિત્તે ઉપાશ્રયે જવા લાગ્યા. શ્રી વિજયદાનસૂરિની વૈરાગ્યરસ ઝરતી વાણી સાંભળી તેના વૈરાગ્યભાવ પ્રદ્દીપ્ત થયા અને તેણે દીક્ષા લેવાના નિર્ધાર કરી, એ નિર્ણયની જાણ મહેનેાને કી. મા વિનાના હીરજી પર બહેનોને સ્નેહરાગ પ્રબળ હતા; પણ હીરજીના દૃઢ નિશ્ચય અને સમજ આગળ એ સ્નેહરાગ છૂટી ગયા. વિ. સં. ૧૫૯૬માં કાતિČક વદિ બીજને દિવસે ૧૩ વર્ષની વયે, શ્રી વિજયદાનસૂરિના હસ્તે ડીજીએ દીક્ષા અંગીકાર કરી. શ્રી વિજયદાનસૂરિએ તેનું નામ મુનિ હીરહ રાખી પોતાના શિષ્ય ઉદ્દેષિત કર્યાં. મુનિ હીરહ જી તીવ્ર પ્રજ્ઞા અને જ્ઞાનરુચિના કારણે થાડા જ સમયમાં વ્યાકરણ, સાહિત્ય, સિદ્ધાંત વગેરેમાં પારંગત અની ગયા. પછી ગુરુએ તેને ન્યાયશાસ્ત્રના અભ્યાસ માટે નિપુણ્ એવા પતિ પાસે દેવિગિર ( દોલતાબાદ ) મેાકલ્યા. ત્યાં પણ થોડા સમયમાં જ ‘ ચિંતામણિ ’ વગેરે ન્યાયના કઠિનમાં કઠિન પ્રથાને અભ્યાસ કર્યાં અને પાછા આવ્યા. ગુરુએ તેમની શક્તિ અને ચેાગ્યતા જોઈ તેમને વિ. સં. ૧૯૦૭માં નાડલાઈ (મારવાડ )માં પંન્યાસપદ અને વિ. સ ૧૬૧૦માં. સિાહીમાં, આચાર્ય પદ આપી શ્રી હીરવિજયસૂરિ નામે જાહેર કર્યાં. આ નિમિત્ત ચાંગા મહેતાએ મહાત્સવ ઊજવી સારા એવા લ્હાવા લીધા. ત્યાર ખાદ ગુરુદેવ સાથે આચાર્ય હીરવિજયસૂરિ સિરોહીથી વિહાર કરી પાટણ પધાર્યાં. ત્યાં તેમના પાટેાત્સવ કરવામાં આવ્યેા. આ પ્રસંગે સૂબા શેરખાનના મ`ત્રી સમરથ ભણસાલીએ લક્ષ્મીને ઘણા જ સદ્વ્યય કર્યાં. ત્યાર બાદ સ. ૧૬૧૫ થી ૧૬૨૦ દરમિયાન અને આચાયૅના સાન્નિધ્યે શત્રુંજય તીર્થાદિ અનેક સ્થાનોમાં નવનિર્મિત જિનમદિર, દેરીઓમાં તેમ જ જીર્ણોદ્ધાર પામેલા જિનપ્રાસાદામાં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા તથા યાત્રાસ ઘા વગેરે કાર્યો સમ્પન્ન થયાં. વિ. સં. 2010-04 Page #3 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શાસનપ્રભાવક ૧૬૨૨માં વૈશાખ સુદિ બારસના દિવસે પાટણ પાસેના વડલી ગામે ગુરુશ્રી વિજ્યદાનસૂરિને સ્વર્ગવાસ થતાં ગચ્છની સર્વ જવાબદારી તેમના ઉપર આવી પડી. આ સમયમાં ભારતમાં અને તેમાંયે ગુજરાતમાં અરાજકતાનું સામ્રાજ્ય વ્યાપી ગયું હતું. સૂબાઓ સ્વતંત્ર જેવા બની ગયા હતા અને એમર્યાદ વતી રહ્યા હતા. પ્રજા અને સંતસજજને પણ હેરાન-પરેશાન બન્યા હતા. તેમાં શ્રી હીરવિજયસૂરિને પણ કેટલાક કષ્ટદાયી પ્રસંગોમાંથી પસાર થવું પડ્યું હતું. એવી એવી ઘટનાઓ બની હતી કે જેમાં શ્રેષી, ઈર્ષાળુ અને સ્વાર્થી વ્યક્તિઓએ ગુજરાતના સૂબા અને હાકેમેને ભરમાવીને, તેમના દ્વારા શ્રી હીરવિજયસૂરિને પકડી લાવવા હુકમ કઢાવી, સૂરિજીને બબ્બે વખત ત્રણ ત્રણ મહિના સુધી ગુપ્તપણે રહેવા વિવશ કર્યા હતા. જ્યારે આ આપત્તિના સમયે આગ્રાના ભાનુમલ અને કલ્યાણમલે અકબર બાદશાહ પાસે બીજું ફરમાન કઢાવીને, વડાવલીના શ્રેષ્ટિ તેલા ધામીએ ગુપ્તપણે રાખીને, અમદાવાદના શ્રેષ્ટિ કુંવરજી મહેતાએ સૂબાને સમજાવીને, અમદાવાદ-ઝવેરીવાડમાં રાઘવ નામના ગંધર્વ અને શ્રેષ્ઠિ સેમે છોડાવીને તેમ જ લંકાના દેવજી વગેરે પણ સહાયભૂત થયા હતા. આ કષ્ટદાયક ઘટનાઓ બન્યા બાદ થોડા જ સમયમાં એક ઈષ્ટદાયક ઘટના બની, જે આચાર્ય હીરવિજયસૂરિ અને સમ્રાટ અકબરના મિલનની હતી. વાત એવી બની કે, અકબર બાદશાહના મહેલ પાસેથી એક વરઘેડે નીકળે. ચંપાબાઈ નામની શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ ધારણ કર્યા તે નિમિત્તને આ વરઘેડે હતે. અકબર બાદશાહને આ વાતની જાણ થતાં તેને ખૂબ આશ્ચર્ય થયું. તેના મનમાં આ વાત કેમેય ન બેસી. તેણે મંગલ ચૌધરી અને કમરૂખાનને આ અંગે તપાસ કરવા કહ્યું. બંનેએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઝીણવટપૂર્વક તપાસ કરી. બાદશાહ અકબરને આ વાત સત્ય હોવાનું જણાવી વધુમાં કહ્યું કે, “આ બધે પ્રતાપ તેમના ગુરુ હીરવિજ્યસૂરિન છે એમ ચંપા શ્રાવિકા કહે છે.” આ હકીકત જાણીને બાદશાહને શ્રી હીરવિજયસૂરિના દર્શન કરવાની ભાવના જાગી. આ ઘટનાની એક વિગત એવી પણ છે કે, અકબર બાદશાહે આ વાતની ખાતરી ચંપાબાઈને એક મહિને મહેલમાં રાખીને કરી હતી. એ પછી કેટલાક દિવસે શ્રાવિકા ચંપાબાઈને ૬ માસના ઉપવાસ પૂર્ણ થતાં, તે નિમિત્તે નીકળેલા વરઘેડાને જોઈ અકબર બાદશાહે શ્રાવિકા ચંપાબાઈને મહેલે નિમંત્રી એમના મુખે શ્રી હીરવિજયસૂરિના પ્રભાવની વાત જાણું. સૂરિજીના દર્શન કરવાની ઉત્કંઠા થવાથી બાદશાહે તુરત ભાનુમલ અને કલ્યાણમલ નામના શ્રાવકોને બેલાવીને કહ્યું કે, “તમે શ્રી હીરવિજયસૂરિને અહીં પધારવા માટે વિનંતિપત્ર લખે. હું પણ એક જુદો પત્ર લખું છું.” શ્રાવકોએ સૂરિજી પર પત્ર લખ્યો અને બાદશાહ અકબરે ગુજરાતના સૂબા સાહિબખાન ઉપર પત્ર રવાના કર્યો, અને તેમાં ભારે આગતાસ્વાગતાપૂર્વક સૂરિજીને મોકલવા ફરમાન કર્યું. બાદશાહ અકબરને આ પત્ર જેઈ સૂબો સાહિબખાન પણ સ્તબ્ધ થઈ ગયો! પૂર્વે પિતે કરેલા ઉપદ્રવ યાદ આવ્યા, ને તેને પસ્તાવો પણ થયો. પછી અમદાવાદના જાણીતા ગૃહસ્થને બોલાવીને બાદશાહ અકબરનું ફરમાન વાંચી સંભળાવ્યું. શ્રી હીરવિજ્યસૂરિ આ સમયે ગાંધાર બિરાજતા હતા. સૂબાએ શ્રાવકે દ્વારા ત્યાં આ વાત પહોંચાડી. આગ્રાના શ્રાવકેનો પણ 2010_04 Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૩૧૧ પત્ર હતે. સૂરિજી ગાંધારથી વિહાર કરી અમદાવાદ પધાર્યા. નગર-પ્રવેશ ખૂબ ઠાઠથી છે. સૂબા સાહિબખાને પણ સૂરિજીને નિમંત્રી પિતાના પૂર્વકૃત કૃત્ય બદલ માફી માંગી અને મણિ, રત્ન, સુવર્ણ તેમ જ પાલખી, છડીદાર વગેરે ભેટ ધરી, તે સ્વીકારવા પ્રાર્થના કરી. સૂરિજીએ ત્યાગધર્મની સમજ આપી તેને અસ્વીકાર કરતાં સૂબા પર તેને ઊંડો પ્રભાવ પડ્યો. શ્રી હીરવિજ્યસૂરિ અમદાવાદથી પાટણ પધાર્યા. અહીંથી ઉપાધ્યાય વિમલહર્ષ આદિ પાંત્રીશ સાધુમહારાજેએ આગળ વિહાર કર્યો અને શ્રી હીરવિજયસૂરિ આદિ પછીથી નીકળ્યા. ઉપાધ્યાય આદિ પહેલાં ફતેહપુર સી કી પહોંચી ગયા અને બાદશાહ અકબરની ગુરુદેવના દર્શનની તીવ્ર ભાવના જાણી હર્ષિત બન્યા. સૂરિજી આદિ ફતેહપુર સીક્રીથી ૧૪-૧૫ માઇલ દૂર અભિરામાબાદ આવી પહોંચ્યા. ત્યાંથી ભાનુમલ અને કલ્યાણમલે બાદશાહી બંદોબસ્ત સાથે અપૂર્વ ઠાઠથી સૂરિજીને ફત્તેહપુર સકીમાં પ્રવેશ કરાવ્યું. આ સમયે શ્રી હરવિજ્યસૂરિ પિતાના ૬૭ મુનિવર સાથે અહીં પહેચ્યા. વિ. સં. ૧૯૩૯ત્ના જેઠ વદ ૧૨ના શ્રી હીરવિજયસૂરિને ફતેહપુર સીક્રમાં પ્રવેશ છે અને વદ ૧૩ના સમ્રાટ અકબર બાદશાહ સાથે રાજભવનમાં પહેલવહેલે મેળાપ થયે. આ પ્રસંગ જેનધર્મની અહિંસાની સૂકમ માન્યતાને ચરિતાર્થ કરનાર પણ બન્યો. હતો. ' સૂરિજીના આગમન સમયે અકબર બાદશાહે સન્મુખ આવી સ્વાગત કર્યું અને વિનય પૂર્વક કુશળ-મંગળના સમાચાર પૂછડ્યા. મહેલમાં આગળ ચાલતાં એક પ્રવેશદ્વાર આગળ સૂરિજી અટકી ગયા. ત્યાં આગળ ગાલીચ બીછાવેલ હતું. સૂરિજીને અટકી ગયેલા જોઈ સમ્રાટે તેનું કારણ પૂછયું, એટલે સૂરિજીએ ગાલીચા તરફ અંગુલિનિર્દેશ કરી જણાવ્યું કે, “ગાલીચા પર ચાલવાથી હિંસા થાય. અમારાથી ગાલીચા પર પગ મૂકી ન શકાય.” સમ્રાટે આશ્ચર્ય પામી કહ્યું, “ગાલીચો તદ્દન સ્વચ્છ છે અને તેના પર જીવજંતુ પણ નથી, તે આપને ગાલીચા પર ચાલવામાં શી હરક્ત છે?” સૂરિજીએ સાધુ ધર્મને આચાર જણાવતાં કહ્યું કે – “અમારે આચાર છે કે દરપૂનમ્ ચન –અર્થાત્ જ્યાં ચાલવું અગર બેસવું હોય ત્યાં દષ્ટિથી જમીન જોઈ લેવી જોઈએ.” સૂરિજીના આ કથનથી સમ્રાટને મનમાં હસવું આવ્યું અને ગાલીચામાં ક્યાંયે જીવજંતુ નથી તે વાતની પ્રતીતિ કરાવવા ગાલીચાને એક છેડે ઊંચે કરાવ્યું. તેની નીચે કીડીઓને ઢગ નક! આ જોઈ સમ્રાટ અકબર દંગ થઈ ગયે અને સૂરિજી પ્રત્યે તેને ભક્તિભાવ વધુ દઢ બન્યા. પછી ગાલીચે લેવરાવી, સમ્રાટે સૂરિજીને ગ્ય આસને બેસાડ્યા. સૂરિજીએ બાદશાહને ઉપદેશ આપી શુદ્ધ દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. ત્યાર બાદ સમ્રાટે પૂર્વે પદ્મસુંદર ગણિ નામના યતિએ આપેલાં પુસ્તક વગેરેને ભંડાર બતાવી, તે સ્વીકારવા સૂરિજીને વિનંતિ કરી. સૂરિજીએ પરિગ્રહ આદિ કારણે તે નહીં સ્વીકારતાં, સમ્રાટને સૂરિજીની નિઃસ્પૃહતા માટે ઘણું ઘણું માન ઊપજ્યું, પરંતુ સમ્રાટના અતિ આગ્રહથી છેવટે આગ્રામાં એક જ્ઞાનભંડાર બનાવી, તેમાં એ પુસ્તકે રાખવા સ્વીકાર કર્યો. આમ, શ્રી હીરવિજયસૂરિના આ પ્રથમ મેળાપમાં જ અકબર બાદશાહ ઉપર ઊંડી છાપ પડી હતી અને તે ખૂબ પ્રભાવિત થયો હતે. શ્રી હીરવિજયસૂરિ વિ. સં. ૧૬૩હ્ના જેઠ વદિ ૧૩ ના ફત્તેહપુર સીકી પધાર્યા અને આ પ્રદેશમાં લગભગ ચાર વર્ષ સુધી વિચરી બાદશાહ અકબર, તેના પરિવાર અને રાજ્યાધિકારી 2010_04 Page #5 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ગણુને ધર્મોપદેશ આપ્યા. પછી તેઓ ગુજરાત પધાર્યાં ત્યારે અહીંનાં લેકે, માદશાહ, શાહી પરિવાર, અમીરે વગેરેને ધર્મોપદેશ દેવા માટે મહે॰ શાંતિચંદ્ર ગણ, મહે॰ ભાનુચદ્ર ગણિ વગેરે વિદ્વાન મુનિવરેશને બાદશાહ પાસે રાખ્યા હતા અને ગુજરાત પહોંચ્યા બાદ પેાતાના પટ્ટધર શ્રી વિજયસેનસૂરિ તથા મા॰ સિદ્ધિચદ્ર ગણિ વગેરેને પણ બાદશાહ પાસે મેકલ્યા હતા. મહા॰ ભાનુચદ્ર ગણુ અને મહા॰ સિદ્ધિચંદ્રગણિ બાદશાહના દરબારમાં લગભગ ૨૩ વર્ષ સુધી રહ્યા હતા. બાદશાહ અકબરે શ્રી હીરવિજયસૂરિ અને તેમના શિષ્યા-પ્રશિષ્યા વગેરેના ઉપદેશથી હિંસાત્યાગના, અમારિ પ્રવર્તાવવાનાં, જૈનાની ધર્મભાવના અને તી ભક્તિને જાળવવાનાં તેમ જ લેાકહિતનાં અનેકવિધ કાર્યો કર્યાં હતાં, જેમાં કેટલાંક નીચેની વિગતે છેઃ ( ૧ ) ખાદશાહ અકબર શ્રી હીરવિજયસૂરિના ભક્ત બન્યા, જૈન ધર્મના પ્રેમી બન્ય અને હિન્દુધર્મ પ્રત્યે આકર્ષાયા. (૨) બાદશાહ અકબરે શ્રી હીરવિજયસૂરિને માટે ગ્રથભ ડાર અણુ કર્યાં. (૩) મારવા માટે બાંધી રાખેલાં પશુ-પક્ષીઓને છેડી મૂકયાં અને કેદીઓને પણ છૂટા કર્યા. ( ૪ ) ડાખર તળાવના શિકાર અંધ કરાવ્યો અને માછલાં પકડવાની જાળા બંધ કરાવી. ( ૫ ) બાદશાહ અકબર હમેશાં ૫૦૦ ચકલાંની ભેાના કલેવે કરતે હતા, તેણે તે ખાવાના ત્યાગ કર્યાં. ( ૬ ) ખાદશાહે નિવ“શિયાનું ધન લેવાનું અધ કર્યું. (૭) બાદશાહે જજિયાવેશ ( યાત્રા–કર ) માફ કર્યાં. ( ૮ ) આગ્રા, તેંહપુર સીક્રી, લાહેાર, બુરહાનપુર અને માલપુર વગેરે સ્થળામાં નવાં જિનાલય અને ઉપાશ્રયે બનાવવાની રજા આપી. (૯) અહિંસા ( અમારિ )નું ફરમાન: પર્યુષણના દિવસેામાં કોઇ પણ સ્થાને કોઈ પણ પશુપક્ષીની હિંસા કરવાની મનાઈ ફરમાવી. આ હુકમ હુંમેશને માટે છે એમ જણાવી, આ રીતનું ફરમાન કાઢી પોતાના જુદા જુદા પાંચ પ્રદેશમાં અને એક શ્રી હીરવિજયસૂરિને ફત્તેહપુર સિક્રીમાં વિ. સં. ૧૬૪ના આપ્યુ હતું.. શાસનપ્રભાવક (૧૦) જૈન ધ ગુરુએ અને ધમ સ્થાનેાની રક્ષાનું ફરમાન : યોગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ઠ હીરવિજયસૂરિ સેવડા (જૈન સાધુ ) અને તેમના ધર્મને પાળનારા, કે જેમણે અમારી હજૂરમાં હાજર થવાનુ માન મેળવ્યુ છે; અને જે અમારા દરબારના ખરા હિતેચ્છુઓ છે, તેમના યેગાભ્યાસનું ખરાપણુ, વધારે અને પરમેશ્વરની શેાધ ઉપર નજર રાખી હુકમ થયે કે તે શહેરના ( તે તરફના ) રહેવાસીએમાંથી કાઇ એ એમને હરકત ( અડચણ ) કરવા નહિ, તેમ તેમને તુચ્છકારવા પણ નહિ. વળી, જો તેમાંનું (મંદિરે કે ઉપાશ્રયાનું ) કંઇ પડી ગયું હાય કે ઉજ્જડ થઈ ગયુ હોય, અને તેને માનનારા, ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કેઈ તેને સુધારવા કે તેના પાયે નાખવા ઇચ્છે તે તેને કોઈ ઉપલક જ્ઞાનવાળા ( અજ્ઞાની )એ કે ધર્માન્ચે અટકાવ કરવા નિહ. અને જેવી રીતે ખુદાને નહે એળખનારા, વરસાદને અટકાવ અને એવાં ખીજા કાર્યો, જે ઈશ્વરના અધિકારનાં છે, તેના આરોપ, મૂર્ખાઈ અને બેવકૂફીને લીધે જાદુનાં કામ જાણી, તે બિચારા ખુદાને ઓળખનારા ઉપર મૂકે છે અને તેમને અનેક પ્રકારનાં કષ્ટ આપે છે, એવાં કામેા તમારા રક્ષણ અને બંદોબસ્તમાં છે કે જે તમે સારા નસીબવાળા અને બાહેશ છે, તેમના હાથે થવાં જોઈએ નહિ....તેમ તેઓ પોતાની ભક્તિની ક્રિયા કરવામાં ચિંતાતુર 2010_04 Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે ૧૩ થાય નહિ અને ઇશ્વરભક્તિમાં ઉત્સાહ રાખે. એ જ ક્રૂરજ જાણી એથી વિરુદ્ધની દખલ થવા દેવી નહિ. આ રીતનું ફરમાન વિ. સ. ૧૯૪૭ના કાઢવામાં આવ્યુ હતું. (૧૧) જૈનતીર્થાં અણુ કર્યાંનું ફરમાન : શ્વેતાંબર જૈનાચાય હીરવિજયસૂરિ તથા તેમના શિષ્યા જે પવિત્ર મનવાળા સાધુપુરુષો છે તેમના દર્શનથી મને, અકબર બાદશાહને ઘણા આન ંદ થયેા છે. તેમની, શ્રી હીરવિજયસૂરિની માંગણી મુજબ અમે સિદ્ધાચલ ( શત્રુંજય ), ગિરનાર, તારંગા, કેસરયાનાથજી, આબુ, સમેતશિખરજી અને રાજગૃહીની પાંચ પહાડીએ તથા અમારી સલ્તનતમાં ગમે ત્યાં હાય એવા તેમ જ તે તેની નીચે આવેલાં દેવસ્થાને અને દનસ્થળે તેમને ( અર્થાત્ જૈન શ્વેતાંબર સંઘને આપીએ છીએ અને તે તે સ્થળેની આસપાસ કે તેમની ઉપર-નીચે કેઈ એ કઈ જાતની જીવહંસા કરવી નહિ. આ માન આજે પણ અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે મૌજૂદ છે. (૧૨) લગભગ છ માસ અહિંસા પાળવાનું ફરમાન : અકબર બાદશાહે આ માન મુજબ શ્રાવણ વિદે ૧૦ થી ભાદરવા સુદિ ૬ના ૧૨ દિવસ, બાર સૌર મહિનાએના પહેલા ૧૨ દિવસ, સાલ ભરના ૪૮ રવિવારા, સૂર્ય ગ્રહણ અને ચંદ્રગ્રહણના દિવસે, ઇસ્લામી છમા રજબ મહિનાના દરેક ચાર સામવારે, સૌર મહિનાના સર્વ તહેવારા, ઈરાની ફ્વદીન મહિનાના સ` ૩૦ દિવસે, બાદશાહના જન્મ મહિનાના બધા દિવસે, શાઆખાન મહિનાના ૩૦ દિવસે, સોફિયાન મહિનાના ૩૦ દિવસે, મિહિર મહિનાના ૩૦ દિવસે, નવરોજના ૧ દિવસ, રાજા ઈંદ્ર કે બકરી ઈદને ૧ દિવસ – એમ વ ભરના લગભગ છ મહિના શિકાર અને માંસાહાર પર પ્રતિબંધ મૂકથો હતા. (૧૩) બાદશાહ અકબરે વિ. સ. ૧૬૪૦માં ફત્તેહપુર સીક્રીમાં બાદશાહી દરબારમાં આચાર્ય હીરવિજયસૂરિને ‘ જગદ્ગુરુ ' તરીકે ઓળખાવ્યા હતા. (૧૪) બાદશાહ અકબરે પાતાની ધર્મસભાના ૧૪૦ જ્ઞાની પુરુષાનાં નામ લખાવ્યાં હતાં, તેમાં પહેલા વમાં સેાળમાં જ્ઞાની શ્રી હીરવિજયસૂરિ લખાવ્યા હતા. આમ, ખાદશાહ અકબર ઉપર શ્રી હીરવિજયસૂરિના પ્રભાવ કેવા અપૂર્વ હતા તે ઉપરોક્ત બાબતોથી સ્પષ્ટ જાણી શકાય છે. . વિક્રમની પ ́દરમી અને સેાળમી સદીમાં અન્ય કામની ધર્માંધતાથી હિન્દુ અને જૈનેાનાં અનેક મદિરા તથા પ્રતિમાએ ખંડિત થયાં હતાં. આ ક્ષતિને યથાશક પહેાંચી વળવા શ્રી વિજયદાનસૂરિ અને શ્રી હીરવિજયસૂરિના ઉપદેશથી અનેક તીર્થા અને જિનાલયેાના જીર્ણોદ્ધાર થયા હતા; નવા જિનાલયેા બન્યાં હતાં; અને તેઓના હસ્તે ઘણી જિનપ્રતિમાએાની અંજનશલાકા ને પ્રતિષ્ઠા થઈ હતી. શ્રી વિજયલક્ષ્મીસૂરિના એક સ્તવનના ઉલ્લેખ મુજખ શ્રી વિજયદાનસૂરિએ અઢી લાખ જિનપ્રતિમાએની પ્રતિષ્ઠા કરી હતી. આ અને આચાર્યંની તેમ જ શ્રી હીરવિજયસૂરિની પ્રેરણાથી તથા સાંનિધ્યમાં પ્રતિષ્ઠા, યાત્રાસંધા વગેરે જે ધમ કાર્યો થયાં તે નીચેની વિગતે છે : અમદાવાદના સુલતાનના મંત્રીગલરાજ મહેતાએ શત્રુ જય~તીના છ મહિના સુધી મુક્તાઘાટ કરાબ્યા, એટલે કે રાજ્ય તરફના લાગા, મુંડકાવે, જકાત, વેઠ વગેરે બંધ કરાવ્યાં; . ધૃદ 2010_04 Page #7 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શાસનપ્રભાવ તેમ જ શત્રુજ્ય તીર્થ યાત્રા સંઘ કાવ્યો ને ત્યાં દેવકુલિકામાં પ્રભુપ્રતિષ્ઠા કરાવી. અમદાવાદના શ્રીમાલી કુંવરજી સનીએ શત્રુંજયને યાત્રા સંઘ અને મુખ્ય ટૂંકમાં જમણી બાજુએ બંધાવેલ મોટા જિનપ્રાસાદમાં અનેક જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. ગાંધારના શેઠ વર્ધમાન અને તેના પુત્ર રામજી ગંધારિયાએ પણ શત્રુંજયની યાત્રાસંઘને અને ચૌમુખ જિનાલયમાં પ્રતિષ્ઠાને તેમ જ તળાજા, ગિરનાર આદિ તીર્થોના જીર્ણોદ્ધાર આદિને સારો લાભ લીધે. અમદાવાદના શ્રીમાલી રાજપાલ અને શ્રેષ્ઠિ મૂલાશાહ તથા ગંધારના સમરિયા, જીવંત, વઈ, સીપા વગેરે રિવાલેએ કરણ, હંસરાજ, પંચાણ, તેજપાલ વગેરે દેશી પરિવારે અને પરીબ, મુથા આદિ પરિવારોએ શત્રુંજય તીર્થે જિનપ્રસાદે કે દેવકુલિકાઓ બંધાવી અને તેમાં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. વિ. સં. ૧૯૪૦માં ફતેહપુર સીકીમાં શેઠ થાનમાલના જિનમંદિરની અને આગ્રામાં શેઠ ભાનુમલ અને કલ્યાણમલને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનપ્રસાદની સૂરિજીએ પ્રતિષ્ઠા કરી. ખંભાતમાં સંઘવી ઉદયકરણે પિતે બંધાવેલા ભગવાન ચંદ્રપ્રભ જિનાલયની પ્રતિષ્ઠા, મારવાડ–મેવાડના તીર્થોના યાત્રા સંઘ અને ખંભાતના ઉક્ત જિનાલયે શ્રી હીરવિજ્યસૂરિની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરાવી. સંધવી નાનુના પુત્રે દુર્લભશલ્ય શ્રી હીરવિજયસૂરિના ઉપદેશથી કેટલાંક જિનાલયના જીર્ણોદ્ધાર, જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા તથા યાત્રા સંઘ વગેરેને સુંદર લાભ લીધો હતો. દીવ બંદરના શેઠ મેઘજી અને તેમનાં ધર્મપત્ની લાડકીબાઈ એ દીવમાં મેટે જિનપ્રાસાદ બંધાવી પ્રતિષ્ઠા કરાવી, ઉનામાં શ્રી હીરવિજયસૂરિનાં પગલાં ને સ્તૂપની તથા શત્રુંજય તીર્થમાં પણ ગુરુપગલાંની પ્રતિષ્ઠા કરાવી. શ્રી શત્રુંજય તીર્થના મુખ્ય સેળ ઉદ્ધા સિવાય નાના ઉદ્ધારે તે પાર વગરના થયા છે. છેલે સોળમો ઉદ્ધાર વિ. સં. ૧૫૮૭માં કર્મશાહે કર્યો, પરંતુ બહુ જ પ્રાચીનતાને લીધે થોડા જ સમયમાં એ મૂળ મંદિર જીર્ણપ્રાય જેવું અને જર્જરિત થઈ ગયેલું દેખાતાં ખંભાતના તેજપાલ સોનીએ મૂળ મંદિરને બરાબર જીર્ણોદ્ધાર થાય તે કેવું સારું? એમ વિચારી શ્રી હીરવિજયસૂરિના ઉપદેશથી જીર્ણોદ્ધાર કરાવી, મંદિર તદ્દન નવા જેવું તૈયાર કરાવ્યું. વિ. સં. ૧૯૫૦માં શ્રી હીરવિજ્યસૂરિ સંઘસહિત પાલીતાણે પધાર્યા. સાથે બીજા ૭૨ સંઘ હતા. પ્રતિષ્ઠાના આ પ્રસંગની ઉજવણી અભૂતપૂર્વ બની હતી. આચાર્ય હીરવિજયસૂરિના હાથે જિનાલયે અને જિનપ્રતિમાઓની જેમ શ્રમણની વૃદ્ધિ અને ઉન્નતિનું પણ નોંધપાત્ર કાર્ય થયું હતું. સૂરિજીના પટ્ટધર શ્રી વિજયસેનસૂરિ તથા મહોઇ શ્રી શાંતિચંદ્રગણિ, મહ૦ ભાનુચંદ્ર ગણિ, મહો. સિદ્ધચંદ્રગણિ આદિ શિષ્યએ પણ બાદશાહ અકબર અને જહાંગીર પાસે અમારિ અને તીર્થરક્ષણ વગેરેનાં ફરમાને મેળવી જિનશાસનની અપૂર્વ પ્રભાવના પ્રસરાવી હતી. લેકાગચ્છના શ્રી મેઘજી સ્વામી આદિ ૧૮ યતિઓએ (શ્રીપૂજેએ) શ્રી હીરવિજયસૂરિ પાસે સંવેગી દીક્ષા સ્વીકારી હતી. સૂરિજીએ સ્વહસ્તે ૧૬૦ શિષ્યને દીક્ષ આપી હતી. તેઓશ્રી લગભગ ૨૦૦૦ સાધુઓ અને ૩૦૦૦ સાધ્વીઓના નાયક હતા. વિ. સં. ૧૯૫૧માં ઉનામાં શ્રી હીરવિજયસૂરિએ ચાતુર્માસ કર્યું. અહીં' સૂરિજીનું સ્વાથ્ય નરમ પડતાં વિ. સં. ૧૬૫રનું ચાતુર્માસ પણ ઉનામાં જ , અને ત્યાં જ ભાદરવા સુદિ ૧૧ ના દિવસે સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. 2010_04 Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો 315 શ્રી હીરવિજયસૂરિના હસ્તે અપૂર્વ શાસનપ્રભાવના થઈ હતી, તેમાં કેટલીક ગ્રંથરચના પણ થઈ હતી. જેવી કે, શાંતિનાથ રાસ, દ્વાદશજિનવિચાર, મૃગાવતીચરિત્ર, જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ ટીકા, અંતરીક્ષ પાર્શ્વનાથ સ્તવ વગેરે. | વિક્રમની રળમી અને સત્તરમી સદીમાં શ્રી હીરવિજયસૂરિ થઈ ગયા, પણ તેમનાં શાસનપ્રભાવનાનાં કાર્યો એટલાં ઉન્નત અને ઉજ્વળ હતાં કે એમના પછીને યુગ “હીરયુગથી પ્રસિદ્ધિ પામ્યો છે. અકબર બાદશાહ દ્વારા “યુગપ્રધાન’ બિરુદ પ્રાપ્ત કરનારા અને જીવદયા પ્રવર્તાવનારા ચતુર્થ દાદા આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજી મહારાજ શ્રી જૈન શ્વેતામ્બર ખરતરગચ્છની શ્રમણ પરંપરામાં આચાર્ય જિનચંદ્રસૂરિ ઘણા થયા છે, તેમાં આ જિનચંદ્રસૂરિ “ચતુર્થ દાદા” તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. તેમના ગુરુ શ્રી જિનમાણિક્યસૂરિ હતા. શ્રી જિનચંદ્રસૂરિને જન્મ વિ. સં. ૧૫૫માં, ખેતસરમાં, ઓશવાલ વંશના હિડ ગોત્રમાં થયું હતું. તેમના પિતાનું નામ શ્રી બન્ત શાહ અને માતાનું નામ શિયાદેવી હતું. તેમનું પિતાનું નામ સુલતાનકુમાર હતું. બાળપણમાં જ ધર્મના ઉચ્ચ સંસ્કાર પામી, માત્ર 9 વર્ષની વયે, વિ. સં. ૧૬૦૪માં દીક્ષા ગ્રહણ કરી મુનિ સુમતિધર નામ ધારણ કર્યું હતું. ગુરુ શ્રી જિનમાણિક્યસૂરિ વિ. સં. ૧૬૧૨માં સ્વર્ગવાસ પામતાં મુનિ સુમતિધર આદિ જેસલમેર પધાર્યા હતા અને ત્યાં પૂજ્યશ્રી ગુણપ્રભસૂરિની સંમતિથી તેમને આચાર્યપદ આપી, આચાર્ય જિનચંદ્રસૂરિ નામ રાખી, ગુરુદેવની પાટે સ્થાપવામાં આવ્યા હતા. આચાર્ય જિનચંદ્રસૂરિએ તે સમયે સ્વગચ્છમાં ઘણો શિથિલાચાર જોતાં વિ. સં. ૧૬૧૪માં, બિકાનેરમાં ક્રિોદ્ધાર કર્યો હતો. શ્રી જિનચંદ્રસૂરિએ વિ. સં. ૧૯૨૮નું ચાતુર્માસ આગ્રામાં કર્યું હતું અને શેષકાળમાં કેટલોક સમયે આજુબાજુમાં વિહાર કર્યો હતો. એ દરમિયાન સારી એવી ધર્મ પ્રભાવના થતાં છેક અકબર બાદશાહ સુધી તેમના નામનો પ્રભાવ પ્રસર્યો. એક દિવસ લહેરની રાજસભામાં અકબર બાદશાહે શ્રી જિનચંદ્રસૂરિના દર્શન માટે પૃચ્છા કરતાં મંત્રી કર્મચંદે નિમંત્રણ પાઠવ્યું. વિ. સં. ૧૬૪૮માં શ્રી જિનચંદ્રસૂરિ લાહેર પધાર્યા. તેમનાં પ્રવચનાથી પ્રભાવિત થઈ બાદશાહ અકબરે તેમને યુગપ્રધાનનું બિરુદ આપ્યું, તેમ જ તીર્થરક્ષાનું અને પ્રતિવર્ષ માસી અહાઈના દિવસેમાં “અમારિ'નું ફરમાન કર્યું હતું, તથા ખંભાતના દરિયામાં માછીમારોની જાળ પર પ્રતિબંધ મૂક્યો હતે. શ્રી જિનચંદ્રસૂરિના હસ્તે ઘણી પ્રતિષ્ઠાઓ, દીક્ષાઓ અને અન્ય અનેક ધર્મકાર્યો સમ્પન્ન થયાં હતાં. વિ. સં. ૧૯૭૦માં, બિલાડા (મારવાડ) ગામે શ્રી જિનચંદ્રસૂરિ સ્વર્ગવાસ પામ્યા હતા. 2010_04