________________
શ્રમણભગવ તા
૩૦૯
શ્રી હીરવિજયસૂરિના જન્મ વિ. સં. ૧૫૮૩માં માગશર સુદિ ૯ને દિવસે પ્રહૂલાદપુર ( પાલનપુર )માં, ખીમસરા ગોત્રીય એશવાલ પરિવારમાં થયા હતા. પિતાનું નામ કુરાશાહુ અને માતાનું` નામ નાથીબાઈ હતુ. તેમનુ પોતાનુ જન્મ નામ હીરજી હતું. હીરજીને સ ંઘજી, સુરજી અને શ્રીપાલ નામે ત્રણ ભાઈ તથા ભા, રાણી અને વિમલા નામે ત્રણ બહેન હતાં. હીરજી સૌથી નાને અને સૌને પ્રિય ભાઈ હતા. તેના વાન ઊજળા અને ચહેરા તેજસ્વી હતેા. તેની વાક્છટા અને ગ્રાહ્યક્તિ કઈ પણને મુગ્ધ કરાવે તેવી હતી. તેણે વ્યાવહારિક અભ્યાસ શાળામાં મેળબ્યા, જ્યારે ધાર્મિક અભ્યાસ સાધુમહારાજેના સપથી પ્રાપ્ત કર્યું. જિજ્ઞાસાવૃત્તિ અને જ્ઞાનરુચિના કારણે સાધુમહારાજોના સસ` તેના દિવસેદિવસ વધવા લાગ્યા. તે સાથે તેના આચારવિચાર–ઉચ્ચાર સ ધર્મ પરાયણુ બનવા લાગ્યા. હીરજીની ઉંમર બાર વર્ષની થઈ હશે ત્યાં થેડા થેડા અંતરે માતાપિતા સ્વર્ગવાસી થયા. ઘર માથેથી છત્ર છીનવાઈ ગયુ. અહંના બધી સાસરે હતી. હીરજી સૌથી નાના એટલે સૌને તેની ચિંતા વધુ થતી. પાટણ રહેતી એ બહેનેારાણી અને વિમલા-ભાઈ હીરજીને પેાતાની પાસે રહેવા માટે તેડી ગઇ.
પાટણમાં એ સમયે ક્રિયાદ્ધારક શ્રી આનંદવિમલસૂરિના પટ્ટધર શ્રી વિજયદાનસૂરિ બિરાજતા હતા. માતાપિતાના સ્વર્ગવાસને આઘાત હીરજી માટે વિરક્તભાવમાં પરિણમ્યા હતા. ધર્માંની નજીક હાય તેને આવેલ એધ થવા સુલભ હતે. હીરજી રાજ ગુરુવંદન અને વ્યાખ્યાનશ્રવણ નિમિત્તે ઉપાશ્રયે જવા લાગ્યા. શ્રી વિજયદાનસૂરિની વૈરાગ્યરસ ઝરતી વાણી સાંભળી તેના વૈરાગ્યભાવ પ્રદ્દીપ્ત થયા અને તેણે દીક્ષા લેવાના નિર્ધાર કરી, એ નિર્ણયની જાણ મહેનેાને કી. મા વિનાના હીરજી પર બહેનોને સ્નેહરાગ પ્રબળ હતા; પણ હીરજીના દૃઢ નિશ્ચય અને સમજ આગળ એ સ્નેહરાગ છૂટી ગયા. વિ. સં. ૧૫૯૬માં કાતિČક વદિ બીજને દિવસે ૧૩ વર્ષની વયે, શ્રી વિજયદાનસૂરિના હસ્તે ડીજીએ દીક્ષા અંગીકાર કરી. શ્રી વિજયદાનસૂરિએ તેનું નામ મુનિ હીરહ રાખી પોતાના શિષ્ય ઉદ્દેષિત કર્યાં.
મુનિ હીરહ જી તીવ્ર પ્રજ્ઞા અને જ્ઞાનરુચિના કારણે થાડા જ સમયમાં વ્યાકરણ, સાહિત્ય, સિદ્ધાંત વગેરેમાં પારંગત અની ગયા. પછી ગુરુએ તેને ન્યાયશાસ્ત્રના અભ્યાસ માટે નિપુણ્ એવા પતિ પાસે દેવિગિર ( દોલતાબાદ ) મેાકલ્યા. ત્યાં પણ થોડા સમયમાં જ ‘ ચિંતામણિ ’ વગેરે ન્યાયના કઠિનમાં કઠિન પ્રથાને અભ્યાસ કર્યાં અને પાછા આવ્યા. ગુરુએ તેમની શક્તિ અને ચેાગ્યતા જોઈ તેમને વિ. સં. ૧૯૦૭માં નાડલાઈ (મારવાડ )માં પંન્યાસપદ અને વિ. સ ૧૬૧૦માં. સિાહીમાં, આચાર્ય પદ આપી શ્રી હીરવિજયસૂરિ નામે જાહેર કર્યાં. આ નિમિત્ત ચાંગા મહેતાએ મહાત્સવ ઊજવી સારા એવા લ્હાવા લીધા.
ત્યાર ખાદ ગુરુદેવ સાથે આચાર્ય હીરવિજયસૂરિ સિરોહીથી વિહાર કરી પાટણ પધાર્યાં. ત્યાં તેમના પાટેાત્સવ કરવામાં આવ્યેા. આ પ્રસંગે સૂબા શેરખાનના મ`ત્રી સમરથ ભણસાલીએ લક્ષ્મીને ઘણા જ સદ્વ્યય કર્યાં. ત્યાર બાદ સ. ૧૬૧૫ થી ૧૬૨૦ દરમિયાન અને આચાયૅના સાન્નિધ્યે શત્રુંજય તીર્થાદિ અનેક સ્થાનોમાં નવનિર્મિત જિનમદિર, દેરીઓમાં તેમ જ જીર્ણોદ્ધાર પામેલા જિનપ્રાસાદામાં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા તથા યાત્રાસ ઘા વગેરે કાર્યો સમ્પન્ન થયાં. વિ. સં.
Jain Education International 2010-04
For Private & Personal Use Only
www.jainelibrary.org