Book Title: Hirvijaysuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૩૦૮ શાસનપ્રભાવક હુમલો કર્યો. અને એમાં તેઓ શત્રુંજ્યના ધ્યાનમાં મૃત્યુ પામ્યા. અહીંથી માણિભદ્રવીરની ઉત્પત્તિ થઈ. આ શાસનરક્ષક વીરને તેમણે સૌ પ્રથમ મગરવાડામાં સ્થાપન કર્યા અને તપગચ૭ શાસનના રક્ષક બનાવ્યા. સૂરિજીએ માળવા, મેવાડ, મરુધર, ગુર્જર, ખંભાત, સેરડ, કન્હામ, દમણ, મેદપાટ વગેરે પ્રદેશમાં વિચરી સધર્મની પ્રરૂપણ કરી તથા જેસલમેર, મંડેવર, પાટણ, રાધનપુર, અમદાવાદ, મહેસાણા, કાવી, ગંધાર, કપડવંજ, ઈડર, ખંભાત, સિરોહી, સાદડી, નડલાઈ નાગોટી વગેરે અંજનશલાકા–પ્રતિષ્ઠા સમ્પન્ન કરી. અનેક વાદિઓને હરાવ્યા. તેમ જ ૮૪ કુમતિઓને પરાજ્ય કરી ૬૪ જિનપ્રાસાદે ઉઘડાવ્યા. વિ. સં. ૧૫૮૭માં તીર્થાધિરાજ શત્રુજ્યગિરિ પર પધારતાં, તેની જીર્ણ અવસ્થા નિહાળીને તે વખતે યાત્રા કરવા આવેલા ચિતેડગઢના રહેવાસી એસવાલ કુળને બાફેણ કુટુંબના દેશી કર્માશાને ઉપદેશ આપ્યું અને તેમની પાસે છેલ્લે–સેળ ઉદ્ધાર કરાવ્યું. પૂજ્યશ્રીએ જીવનમાં અનેકવિધ તપશ્ચર્યા કરી હતી. ચૌદ વર્ષ સુધી છઠ્ઠને પારણે આયંબિલ તપની મહાન તપશ્ચર્યા કરી હતી. તેઓશ્રીની આજ્ઞા નીચે ૧૮૦૦ સાધુઓ વિચરતા હતા. તેમણે ૫૦૦ સાધુઓને દીક્ષિત કર્યા હતા. વિ. સં. ૧૫૯૬માં અમદાવાદ આવ્યા ત્યારે એમને આંતરપ્રતીતિ થઈ કે મારે અંતકાળ આવી ગયો છે, એટલે આનશન ધારણ કર્યું. નવમે ઉપવાસે ચિત્ર સુદ સાતમના સુપ્રભાતે નિઝામપુરામાં સ્વર્ગવાસી થયા. સમ્રાટ અકબર બાદશાહ પ્રતિબોધક તીર્થક્ષેત્રોમાં અસાધારણ પ્રદાન કરનાર; સમર્થ અને પ્રતાપી શાસનપ્રભાવક; પરમ પ્રભાવી જગદગુરુ આચાર્યશ્રી હીરવિજયસૂરિજી મહારાજ આચાર્ય હીરવિજયસૂરિ તેમના સમયમાં જેનશાસનના નભોમંડળમાં સૂર્ય સમાન તેજસ્વી હતા. તેઓશ્રી એક મહાન, સમર્થ, પ્રતાપી અને પરમ પ્રભાવી આચાર્યપ્રવર હતા. તેમનું જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપબળ અગાધ હતું. તેમનું પ્રદાન, પ્રભુત્વ અને પ્રાબલ્ય અત્ર-તત્ર-સર્વત્ર હતું. જેમ કલિકાલસર્વજ્ઞ થી હેમચંદ્રસૂરિનું ગુર્જરનરેશ સિદ્ધરાજ અને કુમારપાળના શાસન કાળમાં સાહિત્યક્ષેત્રે અસાધારણ પ્રદાન હતું, તેવું જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિનું સમ્રાટ અકબર બાદશાહના મુગલકાળમાં તીર્થક્ષેત્રે અસાધારણ પ્રદાન હતું. અકબર બાદશાહે શત્રુંજય, ગિરનાર, તારંગા, આબુ, સમેતશિખર અને રાજગૃહીના પાંચેય પર્વત શ્રી હીરવિજયસૂરિને (અર્થાત્ જૈન વેતાંબર સંઘને) અર્પણ કર્યા હતા. આ હકીક્ત શ્રી હીરવિજયસૂરિની વિરલ સિદ્ધિનાં દર્શન કરાવે છે. શ્રી હીરવિજયસૂરિ તપાગચ્છીય શ્રમણ પરંપરામાં, શ્રી સુધર્માસ્વામીની પાટે આવેલા પટ્ટધરમાં, ૫૮ મી પાટે થયા હતા. તેમના ગુરુ શ્રી વિજયદાનસૂરિ હતા. ગુરુદેવે તેમને પિતાની પાટે તપાગચ્છના નાયકપદે સ્થાપ્યા હતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8