Book Title: Hirvijaysuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 3
________________ ૩૧૦ શાસનપ્રભાવક ૧૬૨૨માં વૈશાખ સુદિ બારસના દિવસે પાટણ પાસેના વડલી ગામે ગુરુશ્રી વિજ્યદાનસૂરિને સ્વર્ગવાસ થતાં ગચ્છની સર્વ જવાબદારી તેમના ઉપર આવી પડી. આ સમયમાં ભારતમાં અને તેમાંયે ગુજરાતમાં અરાજકતાનું સામ્રાજ્ય વ્યાપી ગયું હતું. સૂબાઓ સ્વતંત્ર જેવા બની ગયા હતા અને એમર્યાદ વતી રહ્યા હતા. પ્રજા અને સંતસજજને પણ હેરાન-પરેશાન બન્યા હતા. તેમાં શ્રી હીરવિજયસૂરિને પણ કેટલાક કષ્ટદાયી પ્રસંગોમાંથી પસાર થવું પડ્યું હતું. એવી એવી ઘટનાઓ બની હતી કે જેમાં શ્રેષી, ઈર્ષાળુ અને સ્વાર્થી વ્યક્તિઓએ ગુજરાતના સૂબા અને હાકેમેને ભરમાવીને, તેમના દ્વારા શ્રી હીરવિજયસૂરિને પકડી લાવવા હુકમ કઢાવી, સૂરિજીને બબ્બે વખત ત્રણ ત્રણ મહિના સુધી ગુપ્તપણે રહેવા વિવશ કર્યા હતા. જ્યારે આ આપત્તિના સમયે આગ્રાના ભાનુમલ અને કલ્યાણમલે અકબર બાદશાહ પાસે બીજું ફરમાન કઢાવીને, વડાવલીના શ્રેષ્ટિ તેલા ધામીએ ગુપ્તપણે રાખીને, અમદાવાદના શ્રેષ્ટિ કુંવરજી મહેતાએ સૂબાને સમજાવીને, અમદાવાદ-ઝવેરીવાડમાં રાઘવ નામના ગંધર્વ અને શ્રેષ્ઠિ સેમે છોડાવીને તેમ જ લંકાના દેવજી વગેરે પણ સહાયભૂત થયા હતા. આ કષ્ટદાયક ઘટનાઓ બન્યા બાદ થોડા જ સમયમાં એક ઈષ્ટદાયક ઘટના બની, જે આચાર્ય હીરવિજયસૂરિ અને સમ્રાટ અકબરના મિલનની હતી. વાત એવી બની કે, અકબર બાદશાહના મહેલ પાસેથી એક વરઘેડે નીકળે. ચંપાબાઈ નામની શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ ધારણ કર્યા તે નિમિત્તને આ વરઘેડે હતે. અકબર બાદશાહને આ વાતની જાણ થતાં તેને ખૂબ આશ્ચર્ય થયું. તેના મનમાં આ વાત કેમેય ન બેસી. તેણે મંગલ ચૌધરી અને કમરૂખાનને આ અંગે તપાસ કરવા કહ્યું. બંનેએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઝીણવટપૂર્વક તપાસ કરી. બાદશાહ અકબરને આ વાત સત્ય હોવાનું જણાવી વધુમાં કહ્યું કે, “આ બધે પ્રતાપ તેમના ગુરુ હીરવિજ્યસૂરિન છે એમ ચંપા શ્રાવિકા કહે છે.” આ હકીકત જાણીને બાદશાહને શ્રી હીરવિજયસૂરિના દર્શન કરવાની ભાવના જાગી. આ ઘટનાની એક વિગત એવી પણ છે કે, અકબર બાદશાહે આ વાતની ખાતરી ચંપાબાઈને એક મહિને મહેલમાં રાખીને કરી હતી. એ પછી કેટલાક દિવસે શ્રાવિકા ચંપાબાઈને ૬ માસના ઉપવાસ પૂર્ણ થતાં, તે નિમિત્તે નીકળેલા વરઘેડાને જોઈ અકબર બાદશાહે શ્રાવિકા ચંપાબાઈને મહેલે નિમંત્રી એમના મુખે શ્રી હીરવિજયસૂરિના પ્રભાવની વાત જાણું. સૂરિજીના દર્શન કરવાની ઉત્કંઠા થવાથી બાદશાહે તુરત ભાનુમલ અને કલ્યાણમલ નામના શ્રાવકોને બેલાવીને કહ્યું કે, “તમે શ્રી હીરવિજયસૂરિને અહીં પધારવા માટે વિનંતિપત્ર લખે. હું પણ એક જુદો પત્ર લખું છું.” શ્રાવકોએ સૂરિજી પર પત્ર લખ્યો અને બાદશાહ અકબરે ગુજરાતના સૂબા સાહિબખાન ઉપર પત્ર રવાના કર્યો, અને તેમાં ભારે આગતાસ્વાગતાપૂર્વક સૂરિજીને મોકલવા ફરમાન કર્યું. બાદશાહ અકબરને આ પત્ર જેઈ સૂબો સાહિબખાન પણ સ્તબ્ધ થઈ ગયો! પૂર્વે પિતે કરેલા ઉપદ્રવ યાદ આવ્યા, ને તેને પસ્તાવો પણ થયો. પછી અમદાવાદના જાણીતા ગૃહસ્થને બોલાવીને બાદશાહ અકબરનું ફરમાન વાંચી સંભળાવ્યું. શ્રી હીરવિજ્યસૂરિ આ સમયે ગાંધાર બિરાજતા હતા. સૂબાએ શ્રાવકે દ્વારા ત્યાં આ વાત પહોંચાડી. આગ્રાના શ્રાવકેનો પણ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8