Book Title: Hirvijaysuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 7
________________ ૩૧૪ શાસનપ્રભાવ તેમ જ શત્રુજ્ય તીર્થ યાત્રા સંઘ કાવ્યો ને ત્યાં દેવકુલિકામાં પ્રભુપ્રતિષ્ઠા કરાવી. અમદાવાદના શ્રીમાલી કુંવરજી સનીએ શત્રુંજયને યાત્રા સંઘ અને મુખ્ય ટૂંકમાં જમણી બાજુએ બંધાવેલ મોટા જિનપ્રાસાદમાં અનેક જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. ગાંધારના શેઠ વર્ધમાન અને તેના પુત્ર રામજી ગંધારિયાએ પણ શત્રુંજયની યાત્રાસંઘને અને ચૌમુખ જિનાલયમાં પ્રતિષ્ઠાને તેમ જ તળાજા, ગિરનાર આદિ તીર્થોના જીર્ણોદ્ધાર આદિને સારો લાભ લીધે. અમદાવાદના શ્રીમાલી રાજપાલ અને શ્રેષ્ઠિ મૂલાશાહ તથા ગંધારના સમરિયા, જીવંત, વઈ, સીપા વગેરે રિવાલેએ કરણ, હંસરાજ, પંચાણ, તેજપાલ વગેરે દેશી પરિવારે અને પરીબ, મુથા આદિ પરિવારોએ શત્રુંજય તીર્થે જિનપ્રસાદે કે દેવકુલિકાઓ બંધાવી અને તેમાં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. વિ. સં. ૧૯૪૦માં ફતેહપુર સીકીમાં શેઠ થાનમાલના જિનમંદિરની અને આગ્રામાં શેઠ ભાનુમલ અને કલ્યાણમલને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનપ્રસાદની સૂરિજીએ પ્રતિષ્ઠા કરી. ખંભાતમાં સંઘવી ઉદયકરણે પિતે બંધાવેલા ભગવાન ચંદ્રપ્રભ જિનાલયની પ્રતિષ્ઠા, મારવાડ–મેવાડના તીર્થોના યાત્રા સંઘ અને ખંભાતના ઉક્ત જિનાલયે શ્રી હીરવિજ્યસૂરિની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરાવી. સંધવી નાનુના પુત્રે દુર્લભશલ્ય શ્રી હીરવિજયસૂરિના ઉપદેશથી કેટલાંક જિનાલયના જીર્ણોદ્ધાર, જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા તથા યાત્રા સંઘ વગેરેને સુંદર લાભ લીધો હતો. દીવ બંદરના શેઠ મેઘજી અને તેમનાં ધર્મપત્ની લાડકીબાઈ એ દીવમાં મેટે જિનપ્રાસાદ બંધાવી પ્રતિષ્ઠા કરાવી, ઉનામાં શ્રી હીરવિજયસૂરિનાં પગલાં ને સ્તૂપની તથા શત્રુંજય તીર્થમાં પણ ગુરુપગલાંની પ્રતિષ્ઠા કરાવી. શ્રી શત્રુંજય તીર્થના મુખ્ય સેળ ઉદ્ધા સિવાય નાના ઉદ્ધારે તે પાર વગરના થયા છે. છેલે સોળમો ઉદ્ધાર વિ. સં. ૧૫૮૭માં કર્મશાહે કર્યો, પરંતુ બહુ જ પ્રાચીનતાને લીધે થોડા જ સમયમાં એ મૂળ મંદિર જીર્ણપ્રાય જેવું અને જર્જરિત થઈ ગયેલું દેખાતાં ખંભાતના તેજપાલ સોનીએ મૂળ મંદિરને બરાબર જીર્ણોદ્ધાર થાય તે કેવું સારું? એમ વિચારી શ્રી હીરવિજયસૂરિના ઉપદેશથી જીર્ણોદ્ધાર કરાવી, મંદિર તદ્દન નવા જેવું તૈયાર કરાવ્યું. વિ. સં. ૧૯૫૦માં શ્રી હીરવિજ્યસૂરિ સંઘસહિત પાલીતાણે પધાર્યા. સાથે બીજા ૭૨ સંઘ હતા. પ્રતિષ્ઠાના આ પ્રસંગની ઉજવણી અભૂતપૂર્વ બની હતી. આચાર્ય હીરવિજયસૂરિના હાથે જિનાલયે અને જિનપ્રતિમાઓની જેમ શ્રમણની વૃદ્ધિ અને ઉન્નતિનું પણ નોંધપાત્ર કાર્ય થયું હતું. સૂરિજીના પટ્ટધર શ્રી વિજયસેનસૂરિ તથા મહોઇ શ્રી શાંતિચંદ્રગણિ, મહ૦ ભાનુચંદ્ર ગણિ, મહો. સિદ્ધચંદ્રગણિ આદિ શિષ્યએ પણ બાદશાહ અકબર અને જહાંગીર પાસે અમારિ અને તીર્થરક્ષણ વગેરેનાં ફરમાને મેળવી જિનશાસનની અપૂર્વ પ્રભાવના પ્રસરાવી હતી. લેકાગચ્છના શ્રી મેઘજી સ્વામી આદિ ૧૮ યતિઓએ (શ્રીપૂજેએ) શ્રી હીરવિજયસૂરિ પાસે સંવેગી દીક્ષા સ્વીકારી હતી. સૂરિજીએ સ્વહસ્તે ૧૬૦ શિષ્યને દીક્ષ આપી હતી. તેઓશ્રી લગભગ ૨૦૦૦ સાધુઓ અને ૩૦૦૦ સાધ્વીઓના નાયક હતા. વિ. સં. ૧૯૫૧માં ઉનામાં શ્રી હીરવિજયસૂરિએ ચાતુર્માસ કર્યું. અહીં' સૂરિજીનું સ્વાથ્ય નરમ પડતાં વિ. સં. ૧૬૫રનું ચાતુર્માસ પણ ઉનામાં જ , અને ત્યાં જ ભાદરવા સુદિ ૧૧ ના દિવસે સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8