________________
શ્રમણભગવંતો
૩૧૧ પત્ર હતે. સૂરિજી ગાંધારથી વિહાર કરી અમદાવાદ પધાર્યા. નગર-પ્રવેશ ખૂબ ઠાઠથી છે. સૂબા સાહિબખાને પણ સૂરિજીને નિમંત્રી પિતાના પૂર્વકૃત કૃત્ય બદલ માફી માંગી અને મણિ, રત્ન, સુવર્ણ તેમ જ પાલખી, છડીદાર વગેરે ભેટ ધરી, તે સ્વીકારવા પ્રાર્થના કરી. સૂરિજીએ ત્યાગધર્મની સમજ આપી તેને અસ્વીકાર કરતાં સૂબા પર તેને ઊંડો પ્રભાવ પડ્યો. શ્રી હીરવિજ્યસૂરિ અમદાવાદથી પાટણ પધાર્યા. અહીંથી ઉપાધ્યાય વિમલહર્ષ આદિ પાંત્રીશ સાધુમહારાજેએ આગળ વિહાર કર્યો અને શ્રી હીરવિજયસૂરિ આદિ પછીથી નીકળ્યા. ઉપાધ્યાય આદિ પહેલાં ફતેહપુર સી કી પહોંચી ગયા અને બાદશાહ અકબરની ગુરુદેવના દર્શનની તીવ્ર ભાવના જાણી હર્ષિત બન્યા. સૂરિજી આદિ ફતેહપુર સીક્રીથી ૧૪-૧૫ માઇલ દૂર અભિરામાબાદ આવી પહોંચ્યા. ત્યાંથી ભાનુમલ અને કલ્યાણમલે બાદશાહી બંદોબસ્ત સાથે અપૂર્વ ઠાઠથી સૂરિજીને ફત્તેહપુર સકીમાં પ્રવેશ કરાવ્યું. આ સમયે શ્રી હરવિજ્યસૂરિ પિતાના ૬૭ મુનિવર સાથે અહીં પહેચ્યા.
વિ. સં. ૧૯૩૯ત્ના જેઠ વદ ૧૨ના શ્રી હીરવિજયસૂરિને ફતેહપુર સીક્રમાં પ્રવેશ છે અને વદ ૧૩ના સમ્રાટ અકબર બાદશાહ સાથે રાજભવનમાં પહેલવહેલે મેળાપ થયે. આ પ્રસંગ જેનધર્મની અહિંસાની સૂકમ માન્યતાને ચરિતાર્થ કરનાર પણ બન્યો. હતો.
' સૂરિજીના આગમન સમયે અકબર બાદશાહે સન્મુખ આવી સ્વાગત કર્યું અને વિનય પૂર્વક કુશળ-મંગળના સમાચાર પૂછડ્યા. મહેલમાં આગળ ચાલતાં એક પ્રવેશદ્વાર આગળ સૂરિજી અટકી ગયા. ત્યાં આગળ ગાલીચ બીછાવેલ હતું. સૂરિજીને અટકી ગયેલા જોઈ સમ્રાટે તેનું કારણ પૂછયું, એટલે સૂરિજીએ ગાલીચા તરફ અંગુલિનિર્દેશ કરી જણાવ્યું કે, “ગાલીચા પર ચાલવાથી હિંસા થાય. અમારાથી ગાલીચા પર પગ મૂકી ન શકાય.” સમ્રાટે આશ્ચર્ય પામી કહ્યું, “ગાલીચો તદ્દન સ્વચ્છ છે અને તેના પર જીવજંતુ પણ નથી, તે આપને ગાલીચા પર ચાલવામાં શી હરક્ત છે?” સૂરિજીએ સાધુ ધર્મને આચાર જણાવતાં કહ્યું કે – “અમારે આચાર છે કે દરપૂનમ્ ચન –અર્થાત્ જ્યાં ચાલવું અગર બેસવું હોય ત્યાં દષ્ટિથી જમીન જોઈ લેવી જોઈએ.” સૂરિજીના આ કથનથી સમ્રાટને મનમાં હસવું આવ્યું અને ગાલીચામાં ક્યાંયે જીવજંતુ નથી તે વાતની પ્રતીતિ કરાવવા ગાલીચાને એક છેડે ઊંચે કરાવ્યું. તેની નીચે કીડીઓને ઢગ નક! આ જોઈ સમ્રાટ અકબર દંગ થઈ ગયે અને સૂરિજી પ્રત્યે તેને ભક્તિભાવ વધુ દઢ બન્યા. પછી ગાલીચે લેવરાવી, સમ્રાટે સૂરિજીને ગ્ય આસને બેસાડ્યા. સૂરિજીએ બાદશાહને ઉપદેશ આપી શુદ્ધ દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. ત્યાર બાદ સમ્રાટે પૂર્વે પદ્મસુંદર ગણિ નામના યતિએ આપેલાં પુસ્તક વગેરેને ભંડાર બતાવી, તે સ્વીકારવા સૂરિજીને વિનંતિ કરી. સૂરિજીએ પરિગ્રહ આદિ કારણે તે નહીં સ્વીકારતાં, સમ્રાટને સૂરિજીની નિઃસ્પૃહતા માટે ઘણું ઘણું માન ઊપજ્યું, પરંતુ સમ્રાટના અતિ આગ્રહથી છેવટે આગ્રામાં એક જ્ઞાનભંડાર બનાવી, તેમાં એ પુસ્તકે રાખવા સ્વીકાર કર્યો. આમ, શ્રી હીરવિજયસૂરિના આ પ્રથમ મેળાપમાં જ અકબર બાદશાહ ઉપર ઊંડી છાપ પડી હતી અને તે ખૂબ પ્રભાવિત થયો હતે.
શ્રી હીરવિજયસૂરિ વિ. સં. ૧૬૩હ્ના જેઠ વદિ ૧૩ ના ફત્તેહપુર સીકી પધાર્યા અને આ પ્રદેશમાં લગભગ ચાર વર્ષ સુધી વિચરી બાદશાહ અકબર, તેના પરિવાર અને રાજ્યાધિકારી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org