________________
શ્રમણભગવતે
૧૩
થાય નહિ અને ઇશ્વરભક્તિમાં ઉત્સાહ રાખે. એ જ ક્રૂરજ જાણી એથી વિરુદ્ધની દખલ થવા દેવી નહિ. આ રીતનું ફરમાન વિ. સ. ૧૯૪૭ના કાઢવામાં આવ્યુ હતું.
(૧૧) જૈનતીર્થાં અણુ કર્યાંનું ફરમાન : શ્વેતાંબર જૈનાચાય હીરવિજયસૂરિ તથા તેમના શિષ્યા જે પવિત્ર મનવાળા સાધુપુરુષો છે તેમના દર્શનથી મને, અકબર બાદશાહને ઘણા આન ંદ થયેા છે. તેમની, શ્રી હીરવિજયસૂરિની માંગણી મુજબ અમે સિદ્ધાચલ ( શત્રુંજય ), ગિરનાર, તારંગા, કેસરયાનાથજી, આબુ, સમેતશિખરજી અને રાજગૃહીની પાંચ પહાડીએ તથા અમારી સલ્તનતમાં ગમે ત્યાં હાય એવા તેમ જ તે તેની નીચે આવેલાં દેવસ્થાને અને દનસ્થળે તેમને ( અર્થાત્ જૈન શ્વેતાંબર સંઘને આપીએ છીએ અને તે તે સ્થળેની આસપાસ કે તેમની ઉપર-નીચે કેઈ એ કઈ જાતની જીવહંસા કરવી નહિ. આ માન આજે પણ અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે મૌજૂદ છે.
(૧૨) લગભગ છ માસ અહિંસા પાળવાનું ફરમાન : અકબર બાદશાહે આ માન મુજબ શ્રાવણ વિદે ૧૦ થી ભાદરવા સુદિ ૬ના ૧૨ દિવસ, બાર સૌર મહિનાએના પહેલા ૧૨ દિવસ, સાલ ભરના ૪૮ રવિવારા, સૂર્ય ગ્રહણ અને ચંદ્રગ્રહણના દિવસે, ઇસ્લામી છમા રજબ મહિનાના દરેક ચાર સામવારે, સૌર મહિનાના સર્વ તહેવારા, ઈરાની ફ્વદીન મહિનાના સ` ૩૦ દિવસે, બાદશાહના જન્મ મહિનાના બધા દિવસે, શાઆખાન મહિનાના ૩૦ દિવસે, સોફિયાન મહિનાના ૩૦ દિવસે, મિહિર મહિનાના ૩૦ દિવસે, નવરોજના ૧ દિવસ, રાજા ઈંદ્ર કે બકરી ઈદને ૧ દિવસ – એમ વ ભરના લગભગ છ મહિના શિકાર અને માંસાહાર પર પ્રતિબંધ મૂકથો હતા. (૧૩) બાદશાહ અકબરે વિ. સ. ૧૬૪૦માં ફત્તેહપુર સીક્રીમાં બાદશાહી દરબારમાં આચાર્ય હીરવિજયસૂરિને ‘ જગદ્ગુરુ ' તરીકે ઓળખાવ્યા હતા. (૧૪) બાદશાહ અકબરે પાતાની ધર્મસભાના ૧૪૦ જ્ઞાની પુરુષાનાં નામ લખાવ્યાં હતાં, તેમાં પહેલા વમાં સેાળમાં જ્ઞાની શ્રી હીરવિજયસૂરિ લખાવ્યા હતા. આમ, ખાદશાહ અકબર ઉપર શ્રી હીરવિજયસૂરિના પ્રભાવ કેવા અપૂર્વ હતા તે ઉપરોક્ત બાબતોથી સ્પષ્ટ જાણી શકાય છે.
.
વિક્રમની પ ́દરમી અને સેાળમી સદીમાં અન્ય કામની ધર્માંધતાથી હિન્દુ અને જૈનેાનાં અનેક મદિરા તથા પ્રતિમાએ ખંડિત થયાં હતાં. આ ક્ષતિને યથાશક પહેાંચી વળવા શ્રી વિજયદાનસૂરિ અને શ્રી હીરવિજયસૂરિના ઉપદેશથી અનેક તીર્થા અને જિનાલયેાના જીર્ણોદ્ધાર થયા હતા; નવા જિનાલયેા બન્યાં હતાં; અને તેઓના હસ્તે ઘણી જિનપ્રતિમાએાની અંજનશલાકા ને પ્રતિષ્ઠા થઈ હતી. શ્રી વિજયલક્ષ્મીસૂરિના એક સ્તવનના ઉલ્લેખ મુજખ શ્રી વિજયદાનસૂરિએ અઢી લાખ જિનપ્રતિમાએની પ્રતિષ્ઠા કરી હતી. આ અને આચાર્યંની તેમ જ શ્રી હીરવિજયસૂરિની પ્રેરણાથી તથા સાંનિધ્યમાં પ્રતિષ્ઠા, યાત્રાસંધા વગેરે જે ધમ કાર્યો થયાં તે નીચેની વિગતે છે :
અમદાવાદના સુલતાનના મંત્રીગલરાજ મહેતાએ શત્રુ જય~તીના છ મહિના સુધી મુક્તાઘાટ કરાબ્યા, એટલે કે રાજ્ય તરફના લાગા, મુંડકાવે, જકાત, વેઠ વગેરે બંધ કરાવ્યાં;
. ધૃદ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org