________________ શ્રમણભગવંતો 315 શ્રી હીરવિજયસૂરિના હસ્તે અપૂર્વ શાસનપ્રભાવના થઈ હતી, તેમાં કેટલીક ગ્રંથરચના પણ થઈ હતી. જેવી કે, શાંતિનાથ રાસ, દ્વાદશજિનવિચાર, મૃગાવતીચરિત્ર, જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ ટીકા, અંતરીક્ષ પાર્શ્વનાથ સ્તવ વગેરે. | વિક્રમની રળમી અને સત્તરમી સદીમાં શ્રી હીરવિજયસૂરિ થઈ ગયા, પણ તેમનાં શાસનપ્રભાવનાનાં કાર્યો એટલાં ઉન્નત અને ઉજ્વળ હતાં કે એમના પછીને યુગ “હીરયુગથી પ્રસિદ્ધિ પામ્યો છે. અકબર બાદશાહ દ્વારા “યુગપ્રધાન’ બિરુદ પ્રાપ્ત કરનારા અને જીવદયા પ્રવર્તાવનારા ચતુર્થ દાદા આચાર્યશ્રી જિનચંદ્રસૂરિજી મહારાજ શ્રી જૈન શ્વેતામ્બર ખરતરગચ્છની શ્રમણ પરંપરામાં આચાર્ય જિનચંદ્રસૂરિ ઘણા થયા છે, તેમાં આ જિનચંદ્રસૂરિ “ચતુર્થ દાદા” તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. તેમના ગુરુ શ્રી જિનમાણિક્યસૂરિ હતા. શ્રી જિનચંદ્રસૂરિને જન્મ વિ. સં. ૧૫૫માં, ખેતસરમાં, ઓશવાલ વંશના હિડ ગોત્રમાં થયું હતું. તેમના પિતાનું નામ શ્રી બન્ત શાહ અને માતાનું નામ શિયાદેવી હતું. તેમનું પિતાનું નામ સુલતાનકુમાર હતું. બાળપણમાં જ ધર્મના ઉચ્ચ સંસ્કાર પામી, માત્ર 9 વર્ષની વયે, વિ. સં. ૧૬૦૪માં દીક્ષા ગ્રહણ કરી મુનિ સુમતિધર નામ ધારણ કર્યું હતું. ગુરુ શ્રી જિનમાણિક્યસૂરિ વિ. સં. ૧૬૧૨માં સ્વર્ગવાસ પામતાં મુનિ સુમતિધર આદિ જેસલમેર પધાર્યા હતા અને ત્યાં પૂજ્યશ્રી ગુણપ્રભસૂરિની સંમતિથી તેમને આચાર્યપદ આપી, આચાર્ય જિનચંદ્રસૂરિ નામ રાખી, ગુરુદેવની પાટે સ્થાપવામાં આવ્યા હતા. આચાર્ય જિનચંદ્રસૂરિએ તે સમયે સ્વગચ્છમાં ઘણો શિથિલાચાર જોતાં વિ. સં. ૧૬૧૪માં, બિકાનેરમાં ક્રિોદ્ધાર કર્યો હતો. શ્રી જિનચંદ્રસૂરિએ વિ. સં. ૧૯૨૮નું ચાતુર્માસ આગ્રામાં કર્યું હતું અને શેષકાળમાં કેટલોક સમયે આજુબાજુમાં વિહાર કર્યો હતો. એ દરમિયાન સારી એવી ધર્મ પ્રભાવના થતાં છેક અકબર બાદશાહ સુધી તેમના નામનો પ્રભાવ પ્રસર્યો. એક દિવસ લહેરની રાજસભામાં અકબર બાદશાહે શ્રી જિનચંદ્રસૂરિના દર્શન માટે પૃચ્છા કરતાં મંત્રી કર્મચંદે નિમંત્રણ પાઠવ્યું. વિ. સં. ૧૬૪૮માં શ્રી જિનચંદ્રસૂરિ લાહેર પધાર્યા. તેમનાં પ્રવચનાથી પ્રભાવિત થઈ બાદશાહ અકબરે તેમને યુગપ્રધાનનું બિરુદ આપ્યું, તેમ જ તીર્થરક્ષાનું અને પ્રતિવર્ષ માસી અહાઈના દિવસેમાં “અમારિ'નું ફરમાન કર્યું હતું, તથા ખંભાતના દરિયામાં માછીમારોની જાળ પર પ્રતિબંધ મૂક્યો હતે. શ્રી જિનચંદ્રસૂરિના હસ્તે ઘણી પ્રતિષ્ઠાઓ, દીક્ષાઓ અને અન્ય અનેક ધર્મકાર્યો સમ્પન્ન થયાં હતાં. વિ. સં. ૧૯૭૦માં, બિલાડા (મારવાડ) ગામે શ્રી જિનચંદ્રસૂરિ સ્વર્ગવાસ પામ્યા હતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org