Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રીદશવૈકાલિસૂત્રવૃત્તિ અને દિફ્નાગ
લેખક—પૂજ્ય મુનિરાજ શ્રીજ‘ભૂવિજયજી
આચાર્ય ભગવાન શ્રીમાન સિદ્ધસેન દિવાકર જેમ જૈનદર્શનમાં અત્યારે પ્રસિદ્ધ જૈન ન્યાયના પિતા અને આદ્યપુરુષ તરીકે ગણાય છે, તે જ પ્રમાણે બૌદ્ઘન્યાયના પિતા ( Father of the Buddhist logic ) તરીકે બૌદ્ધદર્શનમાં બૌદાચાર્ય દિનાગને ગણવામાં આવે છે. સામાન્ય રીતે ઐતિહાસિકેાની સંભાવના પ્રમાણે, દિનાગના સમય વિક્રમની ચોથી શતાબ્દીમાં માનવામાં આવે છે. દિનાગનુ બૌદ્ધદર્શનમાં એટલું બધું મહત્ત્વનું સ્થાન છે કે દાગ પછી થયેલા તમામ બૌદ્ધદાનિકે સાક્ષાત અથવા પરપરાએ નિ નાગને જ અનુસર્યાં છે. આખી બૌદ્ઘન્યાયની ઉભારણી દિાગે નિરૂપેલા અને નક્કી કરેલા સિદ્ધાંતાના પાયા ઉપર જ કરવામાં આવેલી છે. આથી જ દિફ્નાગ પછી થયેલા લગભગ તમામ બૌદ્વેતર દાનિકાએ પાત-પોતાના ગ્રંથામાં દિનાગની જોરદાર સમાલાચના કરી છે, અને પેાતાના મંતવ્યનું સમ་ન કરવા માટે અથવા તે નિાગનાં મંતવ્યેાનુ ખડન કરવા માટે તેમણે અનેક સ્થળેાએ નિાગના ગ્રંથામાંથી વાકયો અથવા શ્લોકા લઈ તે પેાંત–પેાતાના ગ્રંથામાં ઉષ્કૃત કર્યાં છે. આ ક્રમ લગભગ ત્રણસે વર્ષ સુધી તેા જોરદાર ચાલ્યેા. ત્યાર પછી બૌદ્ધ પરંપરામાં ધર્મી નામે મહાન વાદી ઉત્પન્ન થયા. તેણે દ્વિનાગના ગ્રંથ પ્રમાણસમુચ્ચય ઉપર પ્રમાણવાતિક નામની મેટી ટીકા રચીને દફ્નાગના સિદ્ધાંતાને ઘણા વેગ આપ્યા. ત્યાર પછીથી બૌદ્ધંતર દાનિકા પણુ ધર્મ કીતિનું ખંડન કરવા પાછળ પ્રવૃત્ત થવા લાગ્યા. તે પહેલાં બૌદ્ધન્યાય સંબધી લગભગ બધું ખંડન-મંડન દિનાગના વાકયાને લઇ તે જ કરવામાં આવતું હતું. એક સમય તા એવા હતા કે દાર્શનિક ક્ષેત્રમાં નિાગ એક બલવત્તર પ્રતિસ્પર્ધી તરીકે ગણાતા હતા. આથી જ ન્યાયક્રેઈનના વાત્સ્યાયનપ્રણીત ન્યાયભાષ્ય ઉપરની ન્યાયવાતિક નામની પ્રસિદ્ધ ટીકાના રચિયતા ઉદ્યોતકરે લગભગ તમામ શક્તિ નિાગના ખડન પાછળ લગાવી છે. એમ કહેવાય છે કે, તેણે ન્યાયાર્તિકની રચના દફ્નાગનું ખંડન કરવા માટે જ મુખ્યતયા કરી હતી. આ ન્યાયાતિ કનું ધમકીતિએ જોરદાર ખડન કર્યું હતું તેથી ધ કીર્તિ એ ઉદ્ભાવેલા ઢાષાના નિરાસ કરીને ન્યાયવાતિ કનેા ઉદ્ઘાર કરવા માટે સતન્ત્ર-સ્વતંત્ર વાચસ્પતિમિત્ર તેના ઉપર ન્યાયાતિકતાપ ટીકા નામની વૃત્તિ રચી હતી જે સુપ્રસિદ્ધ છે. જિનશાસનપ્રભાવક આચાર્ય ભગવાન શ્રીમઙ્ગાદી ક્ષમાશ્રમણે રચેલા નયચક્રના (એક ષષ્પાંશ) ? ભાગમાં પણ નિાગનું જ ખંડન ભરેલું છે. આથી દિનાગનું અને તેના ગ્રંથાનુ` બૌદ્ધદર્શીન સાહિત્યના ઇતિહાસમાં ઘણું મહત્ત્વનું સ્થાન છે.
દિનાગ પ્રસિદ્ધ બૌદ્વાયા વસુબના શિષ્ય હતા. ખરી રીતે બદનાગ તેનું નામ નથી પણ વિશેષણ છે. પરવાદીઓને પરાજય કરવામાં દિગ્ગજ જેવા સમ હોવાથી તેને ‘દિનાગ ' એવું વિશેષણ આપવામાં આવ્યું હતું અને પાછળથી તે નામથી
"
Page #2
--------------------------------------------------------------------------
________________
[ ૭૫
અંક : ૪ ]
શ્રીદશવૈકાલિક............દિનાગ જ મુખ્યતવે તેની પ્રસિદ્ધિ થઈ છે. બાકી વસ્તુતઃ તો તેનું નામ વિત્ત અથવા સૂત્ત હતું. ભૂતકાળમાં સર્વિસ (ચક્ષત્ત), મૂરિ (મૂતત્ત) વગેરે ઘણાં નામે પ્રચારમાં હતાં. તેવા પ્રકારનું આ તેનું ફિશ નામ હતું. સંસ્કૃતમાં વત્ત નામ હતું અને પ્રાકૃત ભાષામાં તેનું હિન રૂપાંતર હતું. આ હકીકત અનેક પ્રમાણેથી સિદ્ધ થાય છે. નયચકવૃત્તિ, અનેકાનજયપતાકા વગેરે અનેક જૈન ગ્રંથોમાં તેનો વિજ નામથી ઉલ્લેખ કરવામાં આવ્યું છે. આ વિજ શબ્દનું સંસ્કૃત ભાષામાં વત્ત એવું રૂપાંતર કરીને તવાર્થસૂત્રની વૃત્તિમાં આચાર્યપ્રવર ગંધહસ્તી શ્રી સિદ્ધસેનગણુએ તથા વાત્તવામિક્ષરેવ એ પ્રમાણે તેને રત્ત એવા નામથી ઉલ્લેખ કર્યો છે. આ જ હકીક્ત, એક બીજા પ્રમાણુથી પણ સિદ્ધ થાય છે. સાતમી શતાબ્દીમાં ભારતવર્ષનું પર્યટન કરનારા ચીની પ્રવાસી હ્યુનત્સાંગ તથા ઈસિંગે પિતાના પ્રવાસ વૃત્તાંતમાં દિક્નાગને જ નામથી ઉલ્લેખ કર્યો છે. તેમજ બીજા પણ અનેક ચીની ભાષાના ગ્રંથોમાં દિદ્ભાગને જ નામથી ઉલ્લેખ છે. શરૂઆતમાં ઘણું પાશ્ચાત્ય વિદ્વાને આ ચેન્ન શબ્દ મૂળ સંસ્કૃત વિન શબ્દને ચીની ભાષામાં બરાબર ઉચ્ચાર કરતાં ન આવડવાથી થયેલે અપભ્રંશ છે, એમ માનતા હતા પરંતુ હ્યુનત્સાંગના ચીની વૃત્તાંતના ઈંગ્લીશ ભાષાંતરમાં વેટર્સ (Watters) બિલકુલ સ્પષ્ટ કર્યું છે કે બિન શબ્દને અપભ્રંશ
જ નથી જ. કારણું કે ચીની ગ્રંથની અંદર જ રોજ શબ્દ ઉપર ટિપ્પણ કરતાં જણાવ્યું છે કે જે શબ્દનો અર્થ “આપેલ' (Giveneત્ત) એ થાય છે. આ બરાબર આપણા હિન અને રત્તનો અર્થ પણ “આપેલ” એવા જ થાય છે. એટલે ચીની ગ્રંથમાં આવતો ચેજ શબ્દ જૈન ગ્રંથમાં આવતા હિર અને રુત્ત શબ્દ એ બધા જ દિનાગનાં અલ નામે છે અને “દિનાગા” એ તેનું વિશેષણ છે. ઐતિહાસિક સંશોધનની દષ્ટિએ વિચાર કરીએ તે મારે એમ કહેવું જોઈએ કે દિનાગનું મૂળ તિજ નામ સાચવી રાખવાને યશ જૈનગ્રંથને જ ફાળે જાય છે. કારણ કે જેનેતર ગ્રંથમાં કોઈ પણ સ્થળે ફિશ નામ જોવામાં આવતું નથી. એટલું જ નહિ, પણ ખુદ બૌદ્ધદર્શનના ગ્રંથમાં પણ ટ્રિબ નામ જાળવી રાખવામાં આવ્યું દેખાતું નથી. એ બધા ગ્રંથમાં દિનાગ નામ જ જોવામાં આવે છે.
દિદ્ભાગે પ્રમાણપુરા (સંપન્ન વૃત્તિ સહિત), ચારણ, ચાયવેશ, ગાવનારી (પણ વૃત્તિ સહિત), ત્રિસ્ટ રક્ષા તથા “તુમ વગેરે ન્યાયગ્રંથની રચના કરી છે. તેમાં પ્રમાણસમય સૌથી મોટો અને તેને સૌથી વધારે મહત્તવને (Masterpiece) ગ્રંથ
1. Get On Yuan-Chawang's Travels in India (By WATTERS) Vol. II, p. 210
૨. આ ગ્રંથ સંસ્કૃતમાં નષ્ટ થઈ ગયો છે. તેને ટિબેટન ભાષામાં અનુવાદ મળતું નથી. પરંતુ તેને ચીની ભાષામાં અનુવાદ મળે છે. તેના ઉપરથી રેમ(ઇટાલી)ના પ્રોફેસર Giuseppe tucci એ ઈંગ્લીશ ભાષામાં અનુવાદ કરીને જર્મનીની HELDELBERTની યુનિવર્સીટીના JARBUCH des instituts flir Buddhismvs-Rande Vol. J. માં પ્રકાશિત કર્યો છે.
૩. સંસ્કૃતમાં નષ્ટ થઈ ગયેલા આ ગ્રંથને ટિબેટન તથા ચીની ભાષાંતર ઉપરથી સંસ્કૃતમાં અનુવાદ કરીને અવ્યાસ્વામી શાસ્ત્રીએ મદ્રાસની આથર લાયબ્રેરી તરફથી પ્રગટ કર્યો છે.
ઇ. સંસ્કૃતમાં નષ્ટ થઈ ગયેલા એ ગ્રથના ટિબેટન અનુવાદ ઉપરથી દુર્ગાચરણ ચટ્ટોપાધ્યાયે સંસ્કૃતમાં અનુવાદ કર્યો છે, અને તે કલકત્તાના Indian Historical Quarterly નામના વૈમાસિકમાં Vod, IX pp. 262–272 તથા 511-51માં છપાયો છે. તેનું નામ “હેતુચક્રનિર્ણય' રાખવામાં આવ્યું છે,
Page #3
--------------------------------------------------------------------------
________________
૭૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[[વર્ષ : ૧૭
ગણાય છે. પરંતુ એ જાણી લેવું જરૂરી છે કે નવા પ્રવેશ સિવાયના ઉપર જણાવેલા તમામ દિનાગના ગ્રંથ તેના મૂલ સંસ્કૃત સ્વરૂપમાં નષ્ટ થઈ ગયા છે. ચાયવેરાની રક્ષા કરવાને યશ પણ પાટણ અને જેસલમેરના જૈન ગ્રંથભંડારોને તથા અન્યદર્શનના ગ્રંથની પણ રક્ષા કરવાની જૈનાચાર્યોની ઉદાર અને ઉદાર મને વૃત્તિને જ ફાળે જાય છે. દિનાગના બાકીના ગ્રંથ તેના મૂલ સંસ્કૃત સ્વરૂપમાં નષ્ટ થઈ ગયા મનાય છે. અને મારા વિદ્વાન મિત્ર રંગાસ્વામી રામાનુજ આયંગરના જણાવવા પ્રમાણે The original itself which was in Sanskrit wholly disappeared and does not seem to have been heard of in India after the advent of Moslem rule. હિંદુસ્થાનમાં મુસ્લિમ રાજ્ય સ્થપાયા પછી એ સંસ્કૃત ગ્રંથનું નામ પણ કોઈના સાંભળવામાં આવ્યું હોય એમ લાગતું નથી. છતાં એ જાણવું રસપ્રદ થઈ થઈ પડશે કે દિનાગતા ઉપર જણાવેલા સંસ્કતગ્રંથ નષ્ટ થઈ ગયા હોવા છતાં પણ આજથી હજાર વર્ષ પૂર્વે ચીન તથા ટિબેટના લેકાએ તેના ચીની તથા ટિબેટન ભાષામાં કરેલા અનુવાદો (ભાષાંતરે ) મળી આવે છે. તેમાં પણ ટિબેટન ભાષામાં જે અનુવાદો છે તે અક્ષરશ છે અને ઘણુ સારા છે. જે આ ભાષાને અભ્યાસ કરીને આ અનુવાદેને વાંચવામાં આવે તે લગભગ મૂલગૂંથની ગરજ સારે, એમ કહી શકાય. પરંતુ બધા આ ભાષા શીખી ન શકે. આથી મહેસુરની યુનિવર્સીટિ રિસર્ચ ઈન્સ્ટીટયુટ અને ઓરિએન્ટલ લાયબ્રેરીના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીરંગાસ્વામી રામાનુજ આયંગર શાંતિનિકેતનમાં રેમના પ્રોફેસર ટુચી પાસે ટિબેટન ભાષાને અભ્યાસ કરતા હતા ત્યારે આ ટિબેટનગ્રંથ જેવામાં આવતાં તેનું ઐતિહાસિક મહત્વ ધ્યાનમાં રાખીને આ ટિબેટન અનુવાદ ઉપરથી ફરીથી સંસ્કૃતમાં અનુવાદ (Retranslation) કરીને તેને સર્વજનસુલભ બનાવવા માટે તેમણે કઠિનતર પરિશ્રમ શરૂ કર્યો. એક તે ટિબેટન ભાષા જ કઠિણ અને વિચિત્ર છે. ઉપરાંત તેને અભ્યાસ ભારતમાં બંગાળની અંદર શાંતિનિકેતન, કલકત્તા યુનિવર્સીટિ વગેરે બે-પાંચ સ્થળેએ જ કરાવવામાં આવે છે. ટિબેટન અનુવાદ લગભગ હજાર વર્ષ પૂર્વે થયા હેવાથી હજાર વર્ષ પૂર્વેની ટિબેટન ભાષામાં અને આજે ટિબેટમાં બોલાતી ભાષામાં ઘણું જ મોટું અંતર પડી ગયું છે એટલે પ્રાચીન ટિબેટન ભાષાના સંસ્કૃતાનુસારી અનુવાદો માટે પ્રાચીન ટિબેટન ભાષા શીખવી પડે છે. ભારતમાં કાશી, કલકત્તા, શાંતિનિકેતન, દાર્જીલીંગ, નાલંદા, આશ્વર (મદ્રાસ) વગેરે છ-સાત સ્થળોએ જ ટિબેટન ભાષાના ગ્રંથ છે. આમાંની ઘણીખરી સંસ્થાઓ બહાર ગ્રંથ વાંચવા માટે અપાતી નથી. એટલે ભાષા શીખ્યા પછી આ ગ્રંથ મેળવતાં ય નાકે દમ આવી જાય છે. છતાં આ બધી મુશ્કેલીઓને પાર કરીને મારા વિદ્વાન મિત્ર રંગાસ્વામી આયંગરે પ્રમાણુસમુચ્ચયના ટિબેટન અનુવાદ ઉપરથી સંસ્કૃતમાં ફરી અનુવાદ કરીને તેને પ્રથમ પરિચ્છેદ આજથી વીસ વર્ષ પૂર્વે પ્રકાશિત કર્યો છે અને તે આ વિષયમાં રસ ધરાવતા અને સંશોધન કરતા વિદ્વાનોને અત્યંત ઉપયોગી નિવડો છે. પ્રમાણસમુચ્ચયના ૧ પ્રત્યક્ષ, ૨ સ્વાર્થીનુમાન, ૩ પરાર્થનુમાન, ૪ દષ્ટાન્ત (ઉદાહરણ), ૫ અપહ, ૬ જાતિ –એમ કુલ્લે છ પરિચ્છેદ છે બધો ગ્રંથ પદ્યમાં અનુષ્ણુભ છંદમાં રચાયેલો છે. આના ઉપર દિનાગની
૧. ચાયવેર ગ્રંથ વડોદરાના ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝ તરફથી ઘણુ વખત પૂર્વે પ્રકાશિત થઈ ગયો છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
અંક: ૪ ] શ્રીદશવૈકાલિક ક્રિશ્નાગ [ ૭૭
પાવૃત્તિ ગદ્યબદ્ધ છે. ૧લે પ્રત્યક્ષ પરિચ્છેદ તે પ્રગટ થઈ ચૂકેલે છે. હવે બીજે, ત્રીજે તથા ચોથે પરિચ્છેદ પણ ઘણું અંશે તૈયાર થઈ ગયા છે, અને થોડા સમય પછી પ્રકાશિત થવાના છે. આ તૈયાર કરવામાં જૈનદર્શનના નયચક્ર વગેરે ગ્રંથોમાંથી ઘણી જ મોટી સહાય મળેલી છે.
ટિબેટન ગ્રંથો ઉપરથી સંસ્કૃતમાં અનુવાદ કરવામાં મેટી મુશ્કેલી એ છે કે સંસ્કૃતમાં કરેલ અનુવાદ મૂળ સંસ્કૃતને શબ્દશઃ બરાબર મળતો છે, એમ ખાત્રીથી કહી શકાય નહિ. મૂળ સંસ્કૃતને અર્થ અને અશય નવા સંસ્કૃત અનુવાદમાં આવી જાય ખરા, પણ શબ્દોમાં અને તેના ક્રમમાં ઘણી જ વાર ફરક પડી જાય છે. આથી એક માર્ગ એ છે કે મૂળ સંસ્કૃતગ્રંથમાંથી બીજા ગ્રંથકારોએ જે વાક્યો જે જે ગ્રંથોમાં ઉદ્ધત કર્યા હોય તે તે ગ્રંથમાંથી તે તે વાક્યોને વીણી વીણીને સંગ્રહ કરવામાં આવે છે. આમ કરવાથી તેટલાં વાક્ય મૂળ સંસ્કૃત સ્વરૂપમાં બરાબર યથાવસ્થિત મળી જાય છે, અને તેટલા ભાગને ટિબેટન અનુવાદ ઉપરથી સંસ્કૃતમાં અનુવાદ કરવાનું કષ્ટ આપોઆપ મટી જાય છે.
આવાં અનેકાનેક વાક્યો જેનદર્શનના ગ્રંથોમાં ભરેલાં છે. જેનદર્શનના ગ્રંથોનું પરિશીલન કરવામાં આવે છે તેમાંથી આવાં સેંકડે વાક્યો મળી શકે તેમ છે કે જે ટિબેટન અનુવાદો ઉપરથી સંસ્કૃતમાં ફરી અનુવાદ કરવા પ્રયત્ન કરી રહેલા દેશ-પરદેશના વિદ્વાનોને અત્યંત લાભદાયક થાય તેવાં છે. જે જૈન ગ્રંથોનું પરિશીલન કરવામાં નહિ આવે તે એ પ્રયત્નમાં જરૂર ખામી રહી જવાનો સંભવ છે. પ્રાચીન ભારતવર્ષનું ઐતિહાસિક અને સંશોધનાત્મક અધ્યયન કરવા માટે જેનદર્શનના ગ્રંથો એ મોટે મૂલ્યવાન ખજાને છે.
જ્યાં સુધી જૈનસાહિત્યને ઉપયોગ નહિ કરવામાં આવે ત્યાં સુધી એ સંશોધન અને અધ્યયન અધૂરાં જ રહેવાનાં છે, એ નિશ્ચિત છે. | હેબિટીકા ( અર્ચટકૃત) જે સંસ્કૃતમાં નષ્ટ થઈ ગયેલી જ માનવામાં આવતી હતી તે પાટણના જૈન ગ્રંથભંડારમાંથી મળી આવે છે. આ હેતુબિંદુટીકા બૌદ્ધાચાર્ય ધર્મકીતિએ રચેલા હેતુબિંદુ ઉપરનું વિવરણ છે. પાટણના જૈન ભંડારમાંથી મળી આવેલી પ્રતિમાં માત્ર ટીકા જ છે, પણ હેતુબિંદુ મૂળ નથી. હેતબિંદુ મૂળ નષ્ટ થઈ ગયું માનવામાં આવે છે, તેને ટિબેટન અનુવાદ માત્ર મળે છે. કલિકાલસર્વજ્ઞ આ. ભ. શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના ગુરુબંધુ શ્રી પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય શ્રીચંદ્રસેનાચાર્ય રચેલા “ઉત્પાદાદિસિદ્ધિ' નામના ગ્રંથમાં હેતુબિંદુ મૂળમાંથી થોકડાબંધ લાંબા લાંબા પાઠના પાઠો ઉદ્ધત કરેલા છે. નાશ પામી ગયેલા હેતુબિંદુ મૂળને ઘણો મોટો ભાગ આ અવતરણેને આધારે તૈયાર કરી શકાય તેમ છે. પં. શ્રીસુખલાલજીએ હેતુબિંદુટીકા છપાવતી વખતે સાથે સાથે હેતુબિંદુમૂળ પણ છાપવા માટે તેમણે ટિબેટન અનુવાદ ઉપરથી રાહુલ સાંકૃત્યાયન તથા પુરુષોત્તમદાસ તારકસ (આકેલાવાળા) પાસે સંસ્કૃતમાં હેતબિંદુમૂળ તૈયાર કરાવ્યું હતું. પણ ત્યાર પછી તેમણે ઉત્પાદાદિસિદ્ધિને આધારે તેમાં ઘણો મોટો ફેરફાર કરીને પછી જ છપાવ્યું હતું અને તેથી સુંદર બન્યું છે. સામાન્ય રીતે અપ્રસિદ્ધ ઉત્પાદાદિસિદ્ધિ નામના જૈન ગ્રંથમાં આ માટે અમૂલ્ય ખજાને ભર્યો હશે,
૧. આ ગ્રંથ વડેદરાની ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝ તરફથી છપાય છે,
Page #5
--------------------------------------------------------------------------
________________
૭૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૭ એવી ભાગ્યે જ કોઈ જૈનેતર પંડિતને કલ્પના પણ આવે. જો આ જૈનગ્રંથનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોત તે હેતુબિંદુમૂળમાં ઘણી જ ખામી રહી ગઈ હોત. માટે જ કહું છું કે જેન સાહિત્યને સર્વાગી અભ્યાસ જૈન તેમજ જૈનેતરને માટે અનેક દૃષ્ટિએ અત્યંત લાભદાયક છે.
શ્રીરંગાસ્વામી આયંગરે ટિબેટન અનુવાદ ઉપરથી સંસ્કૃતમાં અનુવાદ કરીને પ્રમાણસમુચ્ચયને જે પ્રથમ પરિચ્છેદે પ્રકાશિત કર્યો છે, તેમાં પણ નયચક્રવૃત્તિ, સન્મતિવૃત્તિ વગેરે ગ્રંથોની સહાય ન લેવામાં આવી હોવાથી કેટલીક ખામીઓ રહી ગઈ છે. હવે તેઓ ‘નયચક્રવૃત્તિ' વગેરેની સહાય લઈને પ્રત્યક્ષ પરિચ્છેદ ફરી છપાવવા ઈચ્છે છે, અને ત્યાર પછીને પરિચ્છેદોમાં જેનને પૂરેપૂરે ઉપયોગ કરીને વ્યવસ્થિત કર્યા પછી જ તે પરિચ્છેદોને છપાવવા ઈચ્છે છે. એવા એવા સ્થાને જૈનગ્રંથમાં અમૂલ્ય સામગ્રી પડેલી છે કે રવાભાવિક રીતે કોઈને કલ્પના પણ ન આવે. અહીં હું એવું જ એક ઉદાહરણ આપવા
, પ્રમાણસમુચ્ચયના ટિબેટન ભાષાંતરમાં ચોથા દષ્ટાન્ત પરિચ્છેદમાં નીચે પ્રમાણે બીજા નંબરની કારિકા જવામાં આવે છે
गतन-छिग्स् ब्गुब्ब्यडि जैस्-प्रोब व्स्यब्-व्य-मेद्-ल मेद्-प-द्ि
बे गङ्-ल नि बस्तन्-व्य-ब
दे छोस्-म्थन् दङ् चिग्-शोस् ञिस् આને ગુજરાતીમાં નીચે પ્રમાણે ભાવાર્થ થાય છે:
“સાધ્ય સાથે હેતુને અનુગમ તથા સાધ્યના અભાવમાં હેતુને અભાવ જે વસ્તુમાં બતાવવામાં આવે છે તેને દૃષ્ટાન્ત કહેવામાં આવે છે. અને તેના સાધમ્ય તથા વૈધર્યું એવા બે પ્રકારે છે.”
તપાસ કરતાં બરાબર આ અર્થને મળતે મૂળ સંસ્કૃતકારિકાને રૂભાગ ઉદ્યોતકારના ન્યાયવાતિકમાં નીચે મુજબ મળે છે
" साध्येनानुगमो हेतोः साध्याभावे च नास्तिता।
ख्याप्यते यत्र दृष्टान्तः" એટલે આટલે અંશ જૈનેતર ગ્રંથોમાં બરાબર મૂળ સંસ્કૃત સ્વરૂપમાં મળી આવે છે. પણ બાકી રહેલે ભાગ (ચોથું ચરણ) મૂળ સ્વરૂપમાં ક્યાંય શોધ્યો જડતો નથી, ટિબેટન ઉપરથી સંસ્કૃત તૈયાર કરવામાં આવે તો પણ મૂળમાં જેવું હતું તેવું જ તૈયાર કરવું અશક્યપ્રાય છે. સદ્દભાગ્ય મને આનું ચોથું ચરણ એવા જૈનગ્રંથમાંથી મળી આવ્યું છે કે ભાગ્યે જ જે ગ્રંથની કોઈને કલ્પના પણ આવે. આ ગ્રંથ છે દશવૈકાલિકસૂત્રની આચાર્ય શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલી “શિષ્યહિતા' નામની વૃત્તિ. આ ગ્રંથ કોઈ દાર્શનિક ગ્રંથ નથી, તેમજ તેમાં ભાગ્યે જ કોઈ દાર્શનિક પંક્તિ પણ હશે. આમાં મુખ્યત:
Page #6
--------------------------------------------------------------------------
________________ અંક: 4 ] શ્રીદશવૈકાલિક...........દિડનાગ [ 79 મુનિઓના આચારનું જ વર્ણન છે. એટલે આવા આચારપ્રધાન આગમિક ગ્રંથમાં મહત્વની દાર્શનિક માહિતી મળી આવવાની કલ્પના પણ ભાગ્યે જ કોઈને આવે, છતાં ઉપરની જે અપૂર્ણ કારિકા છે તે સંપૂર્ણ સ્વરૂપમાં “દશવૈકાલિકત્તિમાં (પૃ. 14 b) પ્રથમ અધ્યયનની ૫૩મી ગાથાની વૃત્તિમાં નીચે મુજબ મળી આવે છે? साध्येनानुगमो हेतोः साध्याभावे च नास्तिता / ख्याप्येते यत्र दृष्टान्तः स साधर्म्यतरो द्विधा / આ રીતે આખી કારિકા જૈનગ્રંથની સહાયથી તૈયાર થઈ જાય છે. જેનગ્રંથની સહાય વિના એ તૈયાર કરવાનું કાર્ય આજે તે અશક્યપ્રાય જ હતું. આપણી:દષ્ટિએ કદાચ આ વાતનું બહુ મૂલ્ય નહિ લાગતું હોય પણ સંશોધકોની દષ્ટિએ એનું ઘણું જ મોટું મૂલ્ય છે. સંશોધકે તે આવી આવી નાની લાગતી વાતને શોધી કાઢવા માટે સાહિત્યના આખા મહાસાગરનું મંથન કરી નાખતા હોય છે, તેમ જ વર્ષો સુધી ( ચિંતા કર્યા કરતા હોય છે અને પરિશ્રમ ઉઠાવતા હોય છે એટલે આવી હકીકત મળી આવતાં તેઓ આનંદમગ્ન થઈ જાય છે. પાશ્ચાત્ય વિદ્વાને ચીન, બર્મા, સિલેન વગેરે દેશોમાં પહેલવહેલાં બૌદ્ધોના પરિચયમાં આવ્યા હોવાથી તેમણે જ્યાં ત્યાં બૌદ્ધોની જ વાહ વાહ કરી છે, અને બૌદ્ધસાહિત્ય-સ્થાપત્યો વગેરેને જ ઘણું મહત્ત્વ આપ્યું છે, અને જૈનદર્શન પ્રતિ તેમને ચેડા-વત્તા અંશે ઉપેક્ષાભાવ રહ્યો છે. ભારતીય સંશોધકે મોટે ભાગ પણ પાશ્ચાત્યોને અનુસારી હોવાથી જૈનદર્શન પ્રત્યે ઉદાસીનકાય રહ્યો છે. પણ હમણાં કેટલાંક વર્ષોથી એમાં ઘણે ફેર પડવા લાગ્યો છે. જેનદર્શન પ્રતિ ઉપેક્ષાભાવ છોડીને, જેનસાહિત્યમાં સૌ કરતાં વધારે વિશ્વસનીય સામગ્રીને ખજાને રહેલે છે, એમ હવે તેઓ માનવા લાગ્યા છે. પરંતુ તેઓ તેમની ઉપેક્ષાવૃત્તિને સર્વથા ત્યજી દઈને જૈનસાહિત્યનું વાસ્તવિક મહત્વ અને મૂલ્ય સ્વતઃ આંકે અને જેનસાહિત્યને આદરપૂર્વક ઘણું મોટા પ્રમાણમાં અભ્યાસ કરવા લાગે તે માટે હજુ સમય લાગશે. પણ તે પૂર્વે આપણે જ જે આપણી પાસે રહેલા અમૂલ્ય ખજાનાની જગતને પ્રતીતિ કરાવીશું તે એ ઉપેક્ષાવૃત્તિ એકદમ તૂટશે અને જૈન સાહિત્યમાં રહેલા અમૂલ્ય ખજાનાનું વાસ્તવિક મહત્ત્વ સર્વત્ર વિદ્વાનોમાં અંકાશે. એમ થશે તે જૈનદર્શન જૈનેતર વિદ્વાનને અવશ્ય પ્રભાવિત કરશે, માટે એ રીતે સંશોધન કરીને આપણે જેનેએ જ જગત આગળ આપણું બહુમૂલ્ય સંશોધને રજુ કરવાની અત્યારે ખાસ જરૂર છે. અને આપણે જ તે માટે ભગીરથ પ્રયત્ન કરે પડશે. તેમજ જ્ઞાનપિપાસુઓને તેમના ઘેર બેઠાં જ્ઞાનરૂપી જ આપણે જ અત્યારે પૂરું પાડવું પડશે કે જે પીને જગત ચકિત થઈ જશે. सं. 2008 मार्गशीर्ष कृष्ण दशमी मु. मालेगांव (નિ-ના%િ) मुनिराजश्री भुवनविजयान्तेवासी मुनि जम्बूविजय