________________
૭૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૭ એવી ભાગ્યે જ કોઈ જૈનેતર પંડિતને કલ્પના પણ આવે. જો આ જૈનગ્રંથનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોત તે હેતુબિંદુમૂળમાં ઘણી જ ખામી રહી ગઈ હોત. માટે જ કહું છું કે જેન સાહિત્યને સર્વાગી અભ્યાસ જૈન તેમજ જૈનેતરને માટે અનેક દૃષ્ટિએ અત્યંત લાભદાયક છે.
શ્રીરંગાસ્વામી આયંગરે ટિબેટન અનુવાદ ઉપરથી સંસ્કૃતમાં અનુવાદ કરીને પ્રમાણસમુચ્ચયને જે પ્રથમ પરિચ્છેદે પ્રકાશિત કર્યો છે, તેમાં પણ નયચક્રવૃત્તિ, સન્મતિવૃત્તિ વગેરે ગ્રંથોની સહાય ન લેવામાં આવી હોવાથી કેટલીક ખામીઓ રહી ગઈ છે. હવે તેઓ ‘નયચક્રવૃત્તિ' વગેરેની સહાય લઈને પ્રત્યક્ષ પરિચ્છેદ ફરી છપાવવા ઈચ્છે છે, અને ત્યાર પછીને પરિચ્છેદોમાં જેનને પૂરેપૂરે ઉપયોગ કરીને વ્યવસ્થિત કર્યા પછી જ તે પરિચ્છેદોને છપાવવા ઈચ્છે છે. એવા એવા સ્થાને જૈનગ્રંથમાં અમૂલ્ય સામગ્રી પડેલી છે કે રવાભાવિક રીતે કોઈને કલ્પના પણ ન આવે. અહીં હું એવું જ એક ઉદાહરણ આપવા
, પ્રમાણસમુચ્ચયના ટિબેટન ભાષાંતરમાં ચોથા દષ્ટાન્ત પરિચ્છેદમાં નીચે પ્રમાણે બીજા નંબરની કારિકા જવામાં આવે છે
गतन-छिग्स् ब्गुब्ब्यडि जैस्-प्रोब व्स्यब्-व्य-मेद्-ल मेद्-प-द्ि
बे गङ्-ल नि बस्तन्-व्य-ब
दे छोस्-म्थन् दङ् चिग्-शोस् ञिस् આને ગુજરાતીમાં નીચે પ્રમાણે ભાવાર્થ થાય છે:
“સાધ્ય સાથે હેતુને અનુગમ તથા સાધ્યના અભાવમાં હેતુને અભાવ જે વસ્તુમાં બતાવવામાં આવે છે તેને દૃષ્ટાન્ત કહેવામાં આવે છે. અને તેના સાધમ્ય તથા વૈધર્યું એવા બે પ્રકારે છે.”
તપાસ કરતાં બરાબર આ અર્થને મળતે મૂળ સંસ્કૃતકારિકાને રૂભાગ ઉદ્યોતકારના ન્યાયવાતિકમાં નીચે મુજબ મળે છે
" साध्येनानुगमो हेतोः साध्याभावे च नास्तिता।
ख्याप्यते यत्र दृष्टान्तः" એટલે આટલે અંશ જૈનેતર ગ્રંથોમાં બરાબર મૂળ સંસ્કૃત સ્વરૂપમાં મળી આવે છે. પણ બાકી રહેલે ભાગ (ચોથું ચરણ) મૂળ સ્વરૂપમાં ક્યાંય શોધ્યો જડતો નથી, ટિબેટન ઉપરથી સંસ્કૃત તૈયાર કરવામાં આવે તો પણ મૂળમાં જેવું હતું તેવું જ તૈયાર કરવું અશક્યપ્રાય છે. સદ્દભાગ્ય મને આનું ચોથું ચરણ એવા જૈનગ્રંથમાંથી મળી આવ્યું છે કે ભાગ્યે જ જે ગ્રંથની કોઈને કલ્પના પણ આવે. આ ગ્રંથ છે દશવૈકાલિકસૂત્રની આચાર્ય શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલી “શિષ્યહિતા' નામની વૃત્તિ. આ ગ્રંથ કોઈ દાર્શનિક ગ્રંથ નથી, તેમજ તેમાં ભાગ્યે જ કોઈ દાર્શનિક પંક્તિ પણ હશે. આમાં મુખ્યત: