________________
અંક: ૪ ] શ્રીદશવૈકાલિક ક્રિશ્નાગ [ ૭૭
પાવૃત્તિ ગદ્યબદ્ધ છે. ૧લે પ્રત્યક્ષ પરિચ્છેદ તે પ્રગટ થઈ ચૂકેલે છે. હવે બીજે, ત્રીજે તથા ચોથે પરિચ્છેદ પણ ઘણું અંશે તૈયાર થઈ ગયા છે, અને થોડા સમય પછી પ્રકાશિત થવાના છે. આ તૈયાર કરવામાં જૈનદર્શનના નયચક્ર વગેરે ગ્રંથોમાંથી ઘણી જ મોટી સહાય મળેલી છે.
ટિબેટન ગ્રંથો ઉપરથી સંસ્કૃતમાં અનુવાદ કરવામાં મેટી મુશ્કેલી એ છે કે સંસ્કૃતમાં કરેલ અનુવાદ મૂળ સંસ્કૃતને શબ્દશઃ બરાબર મળતો છે, એમ ખાત્રીથી કહી શકાય નહિ. મૂળ સંસ્કૃતને અર્થ અને અશય નવા સંસ્કૃત અનુવાદમાં આવી જાય ખરા, પણ શબ્દોમાં અને તેના ક્રમમાં ઘણી જ વાર ફરક પડી જાય છે. આથી એક માર્ગ એ છે કે મૂળ સંસ્કૃતગ્રંથમાંથી બીજા ગ્રંથકારોએ જે વાક્યો જે જે ગ્રંથોમાં ઉદ્ધત કર્યા હોય તે તે ગ્રંથમાંથી તે તે વાક્યોને વીણી વીણીને સંગ્રહ કરવામાં આવે છે. આમ કરવાથી તેટલાં વાક્ય મૂળ સંસ્કૃત સ્વરૂપમાં બરાબર યથાવસ્થિત મળી જાય છે, અને તેટલા ભાગને ટિબેટન અનુવાદ ઉપરથી સંસ્કૃતમાં અનુવાદ કરવાનું કષ્ટ આપોઆપ મટી જાય છે.
આવાં અનેકાનેક વાક્યો જેનદર્શનના ગ્રંથોમાં ભરેલાં છે. જેનદર્શનના ગ્રંથોનું પરિશીલન કરવામાં આવે છે તેમાંથી આવાં સેંકડે વાક્યો મળી શકે તેમ છે કે જે ટિબેટન અનુવાદો ઉપરથી સંસ્કૃતમાં ફરી અનુવાદ કરવા પ્રયત્ન કરી રહેલા દેશ-પરદેશના વિદ્વાનોને અત્યંત લાભદાયક થાય તેવાં છે. જે જૈન ગ્રંથોનું પરિશીલન કરવામાં નહિ આવે તે એ પ્રયત્નમાં જરૂર ખામી રહી જવાનો સંભવ છે. પ્રાચીન ભારતવર્ષનું ઐતિહાસિક અને સંશોધનાત્મક અધ્યયન કરવા માટે જેનદર્શનના ગ્રંથો એ મોટે મૂલ્યવાન ખજાને છે.
જ્યાં સુધી જૈનસાહિત્યને ઉપયોગ નહિ કરવામાં આવે ત્યાં સુધી એ સંશોધન અને અધ્યયન અધૂરાં જ રહેવાનાં છે, એ નિશ્ચિત છે. | હેબિટીકા ( અર્ચટકૃત) જે સંસ્કૃતમાં નષ્ટ થઈ ગયેલી જ માનવામાં આવતી હતી તે પાટણના જૈન ગ્રંથભંડારમાંથી મળી આવે છે. આ હેતુબિંદુટીકા બૌદ્ધાચાર્ય ધર્મકીતિએ રચેલા હેતુબિંદુ ઉપરનું વિવરણ છે. પાટણના જૈન ભંડારમાંથી મળી આવેલી પ્રતિમાં માત્ર ટીકા જ છે, પણ હેતુબિંદુ મૂળ નથી. હેતબિંદુ મૂળ નષ્ટ થઈ ગયું માનવામાં આવે છે, તેને ટિબેટન અનુવાદ માત્ર મળે છે. કલિકાલસર્વજ્ઞ આ. ભ. શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના ગુરુબંધુ શ્રી પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય શ્રીચંદ્રસેનાચાર્ય રચેલા “ઉત્પાદાદિસિદ્ધિ' નામના ગ્રંથમાં હેતુબિંદુ મૂળમાંથી થોકડાબંધ લાંબા લાંબા પાઠના પાઠો ઉદ્ધત કરેલા છે. નાશ પામી ગયેલા હેતુબિંદુ મૂળને ઘણો મોટો ભાગ આ અવતરણેને આધારે તૈયાર કરી શકાય તેમ છે. પં. શ્રીસુખલાલજીએ હેતુબિંદુટીકા છપાવતી વખતે સાથે સાથે હેતુબિંદુમૂળ પણ છાપવા માટે તેમણે ટિબેટન અનુવાદ ઉપરથી રાહુલ સાંકૃત્યાયન તથા પુરુષોત્તમદાસ તારકસ (આકેલાવાળા) પાસે સંસ્કૃતમાં હેતબિંદુમૂળ તૈયાર કરાવ્યું હતું. પણ ત્યાર પછી તેમણે ઉત્પાદાદિસિદ્ધિને આધારે તેમાં ઘણો મોટો ફેરફાર કરીને પછી જ છપાવ્યું હતું અને તેથી સુંદર બન્યું છે. સામાન્ય રીતે અપ્રસિદ્ધ ઉત્પાદાદિસિદ્ધિ નામના જૈન ગ્રંથમાં આ માટે અમૂલ્ય ખજાને ભર્યો હશે,
૧. આ ગ્રંથ વડેદરાની ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝ તરફથી છપાય છે,