SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ અંક: 4 ] શ્રીદશવૈકાલિક...........દિડનાગ [ 79 મુનિઓના આચારનું જ વર્ણન છે. એટલે આવા આચારપ્રધાન આગમિક ગ્રંથમાં મહત્વની દાર્શનિક માહિતી મળી આવવાની કલ્પના પણ ભાગ્યે જ કોઈને આવે, છતાં ઉપરની જે અપૂર્ણ કારિકા છે તે સંપૂર્ણ સ્વરૂપમાં “દશવૈકાલિકત્તિમાં (પૃ. 14 b) પ્રથમ અધ્યયનની ૫૩મી ગાથાની વૃત્તિમાં નીચે મુજબ મળી આવે છે? साध्येनानुगमो हेतोः साध्याभावे च नास्तिता / ख्याप्येते यत्र दृष्टान्तः स साधर्म्यतरो द्विधा / આ રીતે આખી કારિકા જૈનગ્રંથની સહાયથી તૈયાર થઈ જાય છે. જેનગ્રંથની સહાય વિના એ તૈયાર કરવાનું કાર્ય આજે તે અશક્યપ્રાય જ હતું. આપણી:દષ્ટિએ કદાચ આ વાતનું બહુ મૂલ્ય નહિ લાગતું હોય પણ સંશોધકોની દષ્ટિએ એનું ઘણું જ મોટું મૂલ્ય છે. સંશોધકે તે આવી આવી નાની લાગતી વાતને શોધી કાઢવા માટે સાહિત્યના આખા મહાસાગરનું મંથન કરી નાખતા હોય છે, તેમ જ વર્ષો સુધી ( ચિંતા કર્યા કરતા હોય છે અને પરિશ્રમ ઉઠાવતા હોય છે એટલે આવી હકીકત મળી આવતાં તેઓ આનંદમગ્ન થઈ જાય છે. પાશ્ચાત્ય વિદ્વાને ચીન, બર્મા, સિલેન વગેરે દેશોમાં પહેલવહેલાં બૌદ્ધોના પરિચયમાં આવ્યા હોવાથી તેમણે જ્યાં ત્યાં બૌદ્ધોની જ વાહ વાહ કરી છે, અને બૌદ્ધસાહિત્ય-સ્થાપત્યો વગેરેને જ ઘણું મહત્ત્વ આપ્યું છે, અને જૈનદર્શન પ્રતિ તેમને ચેડા-વત્તા અંશે ઉપેક્ષાભાવ રહ્યો છે. ભારતીય સંશોધકે મોટે ભાગ પણ પાશ્ચાત્યોને અનુસારી હોવાથી જૈનદર્શન પ્રત્યે ઉદાસીનકાય રહ્યો છે. પણ હમણાં કેટલાંક વર્ષોથી એમાં ઘણે ફેર પડવા લાગ્યો છે. જેનદર્શન પ્રતિ ઉપેક્ષાભાવ છોડીને, જેનસાહિત્યમાં સૌ કરતાં વધારે વિશ્વસનીય સામગ્રીને ખજાને રહેલે છે, એમ હવે તેઓ માનવા લાગ્યા છે. પરંતુ તેઓ તેમની ઉપેક્ષાવૃત્તિને સર્વથા ત્યજી દઈને જૈનસાહિત્યનું વાસ્તવિક મહત્વ અને મૂલ્ય સ્વતઃ આંકે અને જેનસાહિત્યને આદરપૂર્વક ઘણું મોટા પ્રમાણમાં અભ્યાસ કરવા લાગે તે માટે હજુ સમય લાગશે. પણ તે પૂર્વે આપણે જ જે આપણી પાસે રહેલા અમૂલ્ય ખજાનાની જગતને પ્રતીતિ કરાવીશું તે એ ઉપેક્ષાવૃત્તિ એકદમ તૂટશે અને જૈન સાહિત્યમાં રહેલા અમૂલ્ય ખજાનાનું વાસ્તવિક મહત્ત્વ સર્વત્ર વિદ્વાનોમાં અંકાશે. એમ થશે તે જૈનદર્શન જૈનેતર વિદ્વાનને અવશ્ય પ્રભાવિત કરશે, માટે એ રીતે સંશોધન કરીને આપણે જેનેએ જ જગત આગળ આપણું બહુમૂલ્ય સંશોધને રજુ કરવાની અત્યારે ખાસ જરૂર છે. અને આપણે જ તે માટે ભગીરથ પ્રયત્ન કરે પડશે. તેમજ જ્ઞાનપિપાસુઓને તેમના ઘેર બેઠાં જ્ઞાનરૂપી જ આપણે જ અત્યારે પૂરું પાડવું પડશે કે જે પીને જગત ચકિત થઈ જશે. सं. 2008 मार्गशीर्ष कृष्ण दशमी मु. मालेगांव (નિ-ના%િ) मुनिराजश्री भुवनविजयान्तेवासी मुनि जम्बूविजय
SR No.249686
Book TitleDashvaikalik Sutra Vrutti Ane Dinag
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJambuvijay
Publication Year
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size550 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy