Book Title: Agam 29 Sanstaraka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009062/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમસ સટીક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ: આગમ સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૨૮ માં છે... [ નિરયાવલિકા-પંચક - પયજ્ઞાઓ-૧૦૧ -: અનુવાદ-શ્રેણીના સર્જક : મુનિ દીપરત્નસાગર • નિરયાવલિકા ૦ ૫તંસિકા ૦ પુપિકા ૦ પુષ્પચૂલિકા ૦ વૃષ્ણિદશા આ પાંચ ઉપાંગસૂત્રો ક્રમ-૮ થી ૧૨ 0 ચતુઃ શરણ ૦ આતુર પ્રત્યાખ્યાન o મહાપ્રત્યાખ્યાન o ભક્તપરિજ્ઞા o તંદુલ વૈચારિક o સંસ્કારક o ગચ્છાચાર 0 ગણિવિધા 0 દેવેન્દ્રસ્તય ૦ વીરસ્તવ 0 ચંદ્રવેધ્યક આ દશ + એક વૈિકલ્પિક) પન્નાસૂત્રો - x – x – x - x – x – x - ૪ - તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.પ આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦ ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. & ટાઈપ સેટીંગ : મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. III ઘીકાંટા રોડ, અમદાવાદ (M) 9824419736 | ||| Tel. 079-25508631 2િ8/1] Page #3 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર આગમસૂત્ર સટીક અનુવાદ D 0 વંદના એ મહાન આત્માને છે વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના D આગમ સટીક અનુવાદના આ ભાગ [ ૨૮ ] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી આગમ સટીક અનુવાદશ્રેણિના સર્જક છેમુનિ શ્રી દીપરત્નસાગરજી મ.સા. તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર ૦ શ્રી જૈન શ્વે.પૂ. સંઘ - થાનગઢ શાહ હંજારીમલજી ભૂરમલજી – કર્નલ D D 0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. | Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. | પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો એક-૩૦૧ १- आगमसुत्ताणि-मूलं ૪૯ પ્રકાશનો € આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ ૨ ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. આગમસદ્દોમો, આપનામોસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ ૪૦ પ્રકાશનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #13 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ - અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. - સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #16 -------------------------------------------------------------------------- ________________ ગાયા ૧પ૮ સંતારકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ ૨૯ ચરતાપ્રકીર્ષક - અરાદ તાણ દસાર વિવેચન • સંtiારક પ્રકીefકની ગુણરત્નસૂરિ વિરચિત વૃત્તિની જે હજાપત અમોને મળી, તેનું સંપાદન કરેલ છે કે આ વૃત્તિ અમોને ગુટક કે અધુરી લાગેલી, છતાં જે કંઈ પ્રાપ્ત છે, તેને યત્કિંચિત સુધારીને પ્રકાશિત કરેલ, તેનો અનુવાદ અહીં રજૂ કરેલ છે. છતાં ઘણી ગાળાની કોઈ વૃત્તિ નથી અથવા ધણી મળી તેનો સ્માર્થ જ અહીં આપેલ છે. તેની આ ટીકાકુમારી વિવેયન કહેવા જતાં ખંડિત વિવેયન કહેવું યોગ્ય રહેશે.) • ગાથા-૧ - જિનેશ્વર વૃષભ વર્ધમાનને નમસ્કાર કરીને સંતારકના સવીકારથી પ્રાપ્ત થતી ગુણોની પWિાટીને હું કહીશ. • ગાથા-૨ : ખરેખર આ આરાધના, સુવિહિત પરષોના આ મનોરથો તેમની જીવનપત્તિની બધી આરાધનાઓની પતાકાના સ્વીકાર રૂપ આરાધના છે. • વિવેચન-૨ : આ સંસ્તાક આરાધના, ખરેખર ચારિત્રની આરાધના છે. આ સુવિહિતોના મનોરથ-વાંછાદિ છે. આ સુવિહિતોની પશ્ચિમાંત પતાકાહરણ છે, જેમ મલ્લોનું પતાકાહરણ થાય છે. • ગાથા-3 : દરિદ્રષો ધન-ધાન્યમાં આનંદ માને, મલયરો જય પતાકા મેળવવામાં ગૌરવ છે, તેના અભાવમાં અપમાન તથા દુર્થાન પામે છે, તેમ સુવિહિતો સંથારામાં તે બંને પામે છે. • વિવેચન-3 : જેમ ભૂતિ કે ભસ્મગ્રહણ તાપસ વિશેષને ઉપશમ કરણ થાય છે, અથવા અન્ય પુરષોને ભૂતિલાભ પ્રમોદને માટે થાય છે. જેમ વધ્યને આરોપિત અસત્ય દોષના પ્રતીતિદાનમાં મહા લાભ માટે થાય છે. જેમ મલને પતાકા હરણ ગૌરવને માટે થાય છે, તેમ સુવિહિતને શોભનાનુષ્ઠાન સંસ્કારક ગૌરવને માટે થાય છે. • ગાથા-૪ : અરિહંત ઉત્તમ પુરુષોમાં પુરુષવર પુંડરીક, પુરષોને વિશે સીંહ સમાન, ભગવંતની માતા સર્વ આીઓમાં જય પામે છે જેમ - • વિવેચન-૪ : જેમ પુરસીંહ, ચકવર્તી આદિ મધ્ય અરહંત પુરષ શ્રેષ્ઠ પુંડરીક છે. સ્ત્રીઓ મધ્યે જિતમાતા શ્રેષ્ઠ છે.] • ગાથા-૫ - મણિમાં જેમ વૈદૂર્ય સુગંધમાં જેમ ગોશીષ ચંદન, રક્તનોમાં જેમ વજ છે, તેમ સુવિહિતોને સંથારા આરાધના શ્રેષ્ઠતર છે. • ગાથા-૬ થી ૮ : વંશોમાં જેમ જિનનો વંશ, સવકુલોમાં જેમ શ્રાવકનું કુળ, ગતિમાં જેમ સિદ્ધ ગતિ, સર્વ સુખોમાં જેમ મુક્તિ સુખ છે... ધમોંમાં જેમ અહિંસા, લોકવચનમાં જેમ સાધુવચન છે, જુતિમાં જેમ જિનવચન છે, શુદ્ધિમાં જેમ સમ્યકત્વ છે... આ આરાધના કલ્યાણજ, અભ્યદય હેતુ, ત્રણ ભવનમાં દેવતાને પણ દુર્લભ છે. બગીરી દેવેન્દ્રો પણ તેનું એક મનથી ધ્યાન કરે છે. • વિવેચન-૬ થી ૮ : સર્વે સુખો મળે સિદ્ધિસુખ પ્રધાન છે... જેમ ધર્મોની મધ્યે અહિંસા છે, અજનપદ વચનોની મધ્યે સાધુ વયનો છે. શ્રયમાણવથી શાસ્ત્રોની મધ્યે જિનવચન, તેની મધ્યે સમ્યકત્વ શુદ્ધિ પ્રધાન છે, તે પ્રમાણે સંસ્મારક ઉત્તરગાથાથી પંડિત મરણ અહીં પણ સંબંધ કરાય છે. પંડિત મરણ કલ્યાણ અને અમ્યુદય છે, તેમના હેતુપણાથી દેવોને પંડિતમરણ ત્રણ ભુવનમાં દુર્લભ છે. • ગાથા-૯ : હે વિનય જિનવર કથિત પંડિરમરણને તેં મેળવ્યું. તેથી નિઃશંક કર્મમલ્લને હણી, તું સિદ્ધિરૂપ પતાઝ મેળવરી ચે. • વિવેચન-૯ :મલ્લો જંગ જીતી પતાકા પામે, તેમ કર્મજયથી સિદ્ધિ મળે. • ગાથા-૧૦ : જેમ દયાનોમાં પરમશુકલધ્યાન, જ્ઞાનોમાં જેમ કેવળજ્ઞાન, જેમ ક્રમથી પરિનિર્વાણ જિનવરોએ કહેલ છે. • વિવેચન-૧૦ : ધ્યાનોમાં પરમ પ્રકૃટ શુકલ ધ્યાન, દેવોના મરણ અને નિવણિ મધ્યપનિર્વાણમોક્ષ છે અથવા કષાયોના ઉપશમથી ચયાખ્યાત ચાસ્ત્રિ જેમ મોક્ષકારણ છે, તેમ પંડિતમરણ ક્રમથી મુક્તિનો હેતુ કહેલ છે. • ગાથા-૧૧,૧૨ - શ્રામ એ સર્વોત્તમ લાભોમાં શ્રેષ્ઠ લાભ મનાય છે. જેના યોગથી પરમ ઉત્તમ તીર્થકરવ, પગતિ, પરમસિદ્ધિ પમાય છે... વળી પરલોકરક્ત અને ક્લિષ્ટ કમીઓને તેનું મૂળ સંયમ છે, તેમ સર્વોત્તમ પ્રધાન શ્રમણય જ મનાય છે. - વિવેચન-૧૧,૧૨ - સંતાકના સર્વોત્તમ લાભોમાં ગ્રામય જ લાભ મનાય છે, જેમ-સર્વોત્તમ તીર્થકર છે, કેવા ? પરમજ્ઞાન અને પરમસિદ્ધ અથવા જે શ્રામયથી તીવ, કેવળજ્ઞાન, મુક્તિ પામે છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૧,૧૨ ૧૫૯ પરલોકના હિતમાં રત લિટ, મિથ્યાત્વાદિ કર્મોના મોક્ષ-તેનું મૂળ સમ્યકત્વ છે, સંયમ કે દેશ સંયમ શબ્દથી સમ્યક્ જ્ઞાન, જે મહાન લાભ છે, તો પણ સર્વોત્તમ લાભોમાં શ્રમણ્ય જ વિશિષ્ટ લાભ છે તેમ વિવેકી માને છે. • ગાથા-૧૩ થી ૧૫ - લેસ્યામાં શુકલા , નિયમોમાં બ્રહ્મચર્યવાસ, ગુણોમાં મુક્તિ અને સમિતિ તેમ શ્રમય સવ ગુણોમાં પ્રધાન છે... સર્વ ઉત્તમ તીથર્મોમાં તીર્થકર પ્રકાશિત તીર્થ, અભિષેકોમાં જેમ દેવોએ કરેલ અભિષેક છે, તેમ સુવિહિતોને સંથારાની આરાધના છે... શેત કમળ, પૂર્ણકળશ, સ્વસ્તિક, બંધાd, સુંદર ફૂલ માળા, એ બધાં કરતાં સંથારો અધિકતર મંગલ છે.. • વિવેચન-૧૩ થી ૧૫ : સંયમ જ, પાઠાંતરથી સંયમોપાય જ જ્ઞાનાદિ, મુક્તિ કારણો મધ્ય પ્રધાન કારણ છે. જ્ઞાન-દર્શનનો પોતાનો સદ્ભાવ જ મુક્તિ ભાવથી ત્રણ ગાયાઓ વડે શ્રામસ્યનું પ્રાધાન્ય કહ્યું. બધાં લૌકિક તીર્થો - માગધ, વરદામ, પ્રભાસાદિ અને લોકોત્તરમાં અષ્ટાપદ આદિ મધ્ય તીર્થંકર પ્રકાશિત તીર્થ પ્રવચન લક્ષણશ્રી સંઘ પ્રધાન છે. જેમ બીજા અભિષેકોમાં દેવતાકૃત જન્માભિષેક પ્રધાન છે. તેમ સુવિહિત લોકોમાં સંથારાની આરાધના પ્રધાન છે. શેત ચામર વગેરે મંગલો, માલાને માટે ગ્રથિત પુષ્પો કે પુષ્પોની માળા આદિ, તે બધામાં સંથારો અધિક મંગલ ચે. • ગાથા-૧૬,૧૭ - વપરૂપ અનિથી [કર્મકાષ્ઠ બાળા), નિયમ પાલને શુટ, સમ્યગૃજ્ઞાનથી વિશુદ્ધ પરિણતિવાળા, સંથારારૂપ હાથી ઉપર આરૂઢ થઈ સુખપૂર્વક પાર પામે છે. આ સંથારો પરમ આલંબન, ગુણોનું નિવાસ સ્થાન, કલ-આચારરૂપ છે તથા સર્વોત્તમ તીર્થકર પદ, મોક્ષગતિ, સિદ્ધ દશાનું મૂળ કારણ છે. • વિવેચન-૧૬,૧૭ - તપો અગ્નિથી આઠ કર્મ બાળવામાં, વ્રત - કર્મબંધ હેતુલાયમાં, ચાથિી શૂર, જિનવરોનું સમ્યગ્રજ્ઞાન જ વિશુદ્ધ ભવાંતરમાં જનારું હોવાથી પ્રધાન છે, માર્ગનું ભાયું છે એવા સંતારક ગજેન્દ્ર ઉપર આરૂઢ થઈ સ્વસુખથી નિર્વહન કરે છે. આરોહક પણ શૂર, બુદ્ધિનીતિજ્ઞ, અચલ થાય છે. આ સંથારો મોક્ષનો હેતુ હોવાથી પરમાર્થ છે. પરમ પ્રકૃષ્ટ અતુલ અનુષ્ઠાન છે, જ્ઞાનાદિ ગુણોનું પ્રધાન આયતન છે. સ્થવિરાદિનો પ્રધાન આચાર છે. • ગાથા-૧૮ થી ૨૦ : તમે જિનવચનરૂપ અમૃતથી વિભૂષિત શરીર પ્રાપ્ત કર્યું છે. તાસ ભવનને વિશે ઉધમરિનને આગ્રીને રહેનારી વસુધારા પડેલી છે... સંથારા આરાધનાથી તે જિનપ્રવચનમાં સારી વીરતા સખી છે, તેથી ઉત્તમપુરષોની સેવા અને પમ દિવ ૧૬૦ સંતારકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ કલ્યાણની પરંપરા પ્રાપ્ત કરી છે, જે આર્ય પુરષોએ કરેલી છે. તથા સમ્યફ જ્ઞાન-દશનરૂપ સુંદર રહેનો, જ્ઞાતિ તેજ સંયુક્ત, ચાસ્ત્રિ શુદ્ધ શીલયુક્ત ત્રણ રનની માળા તમે પામ્યા છો. • વિવેચન-૧૮ થી ૨૦ : તે કારણથી તેમાં તમારા વડે પ્રાપ્ત જિનવચનામૃત વિભૂષિત દેહ, ધર્મરત્ન નિર્મિત આ વસુધારા વૃષ્ટિ છે. ઉત્તમ-પ્રવચન કુશળ, ધીર-વૈર્ય કરીને આપે સંચારો કર્યો છે. સમતાને પામેલ તે સમાપ્ત - x • જ્ઞાન તેજ સંયુક્ત રાત્રિથી શુદ્ધ શીલ સ્વભાવ જેનો છે તે. કેમકે અતિચાર રૂપ દોષનો અભાવ છે. • ગાયા-૨૧ - સુવિહિત પરષો જેના યોગે ગુણ પરંપરા પામે છે, તે સંથારાને સત્પરષો પામે છે. તે જગમાં સારભૂત જ્ઞાન આદિ રનોથી પોતાની શોભા વધારે છે. • વિવેચન-૨૧ - સુવિહિત તે જીવ લોકમાં સારરૂપ જ્ઞાનાદિ આભારણયુક્ત પોતાના આત્માને કરે છે. • ગાથા- ૨૨ - સર્વ જીવલોકમાં પ્રવર એવા તીર્થને તમે પામેલ છો, તેમાં સ્નાન કરીને મુનિવરો અનુત્તર એવા નિવણને પામે છે. • વિવેચન-૨૨ - હવે તે ખાતાને શું કહે છે ? તે જણાવે છે – • ગાથા-૨૩ : આશ્રવ, સંવટ, નિર્જરા ત્રણે પણ અર્થો જેમાં સમાહિત છે, તે તીર્થમાં શીલ, વ્રત બદ્ધ સોપાનો છે. • વિવેચન-૨૩ : ઈન્દ્રિયોના આશ્રવોમાં સમાધાન હેતુ પ્રવૃત્તિ. અહિતોથી નિવૃત્ત સમિતિ આદિ સંવર, તે અર્થને માટે નિર્જરા અને તપ સંથારા આરાધનામાં સમાહિત છે. * * * • ગાથા-૨૪ થી ૨૬ : પરીષહની સેનાનો ભંગ કરીને, ઉત્તમ સંયમ બળથી સંયુક્ત, કર્મથી મુકત બનીને અનુત્તર નિવણ સુખ પામે... [સંથાર આરાધનાથી] ત્રણ ભુવનના સમયમાં કારણરૂપ સમાધિ સુખ મેળવેલ છે, સર્વ સિદ્ધાંતોમાં વિશાળ ફળનું કારણ એવા સંથારા રૂપ રાજ્યાભિષેકને પણ લોકમાં મેળવેલ છે. આથી મારું મન આજે વણર્ય આનંદને અનુભવે છે. કેમકે મોક્ષના સાદાનરૂપ ઉપાય અને પરમાર્થના વિસ્તારના માગરૂપ સંયરાને મેં પ્રાપ્ત કરેલ છે. • વિવેચન-૨૪ થી ૨૬ : ત્રિભુવન રાજ્ય-તીર્થકરવ, કેવળજ્ઞાન કે મુક્તિ. તેનો હેતુ જે સમાધિ, તેની સંપાતિ. સિદ્ધાંત વિચારણાથી, રાજ્યાભિષેક વિશિષ્ટ વિપુલ ફળ, આ લોકના સુખનું Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ગાથા-૨૪ થી ૨૬ ૧૬૧ ફળ પામીને લોકમાં પ્રમુદિત યિતવાળા થાય છે અથવા અતુલ રાજયાભિષેક સંસ્કારક લક્ષણ વિપુલ ફલ લોકને વિશેષથી હરે છે. મારા હૃદયને આહાદ કરે છે ઈત્યાદિ સૂત્રાર્થવતું. • ગાથા-૨૩ - દેવલોકમાં ઘણાં પ્રકારે દેવતાના સુખને ભોગવતા દેવો, સંથારાને ચિંતવતા આસન, શયન તજે છે. • વિવેચન-૨૬ : સંથારા આરાધના કરતો સાધુ પૂર્વાનુભૂત આરાધના કે સંસારના ગુણોને ચિંતવે છે ઈત્યાદિ. • ગાથા-૨૮,૨૯ : ચંદ્ર સમાન પ્રેક્ષણીય, સૂર્યવત તેજથી દીપ્ત છે, ધનવાન, ગુણવાન, મહાહિમવંતની જેમ વિખ્યાત, ગુપ્તિ-સમિતિ યુક્ત સંયમ-તપ-નિયમ-યોગમાં ઉપયોગશીલ એવો શ્રમણ દશનિ જ્ઞાનમાં અનન્ય મન, સમાધિત મનવાળો છે. • વિવેચન-૨૮,૨૯ : સંથારાની આરાધના કરતો સાધુ ચંદ્રવત્ પ્રેક્ષણીય હોય છે. સૂર્ય-ચંદ્રવતું તપના તેજથી દીતિમાનું, પુન્યરૂપી ધનવાન, હિમવંત શૈર્યવાળો છે, • x • તેને સંથારો પ્રમાણ છે. • ગાથા-3૦ : પર્વતોમાં જેમ મે, સમુદ્રમાં જેમ રવયંભૂરમણ, તારામાં જેમ ચંદ્ર છે તેમ સુવિહિતોને સંથારા આરાધના છે. • વિવેચન-૩૦ : સંથારો સ્વીકારેલ સાધુને વિશેષથી વર્ણવે છે. જેમ પર્વતો મો મેરુ૦ આદિ તેમ શોભનાનુષ્ઠાનમાં સંથારો છે. • ગાથા-૩૧ થી ૩૪ - કેવા સાધુપુરુષ માટે આ સંથારાની આરાધના કઈ રીતે વિહિત છે ? કેવા આલંબનથી આ આરાધના કરવી ? તે હવે હું જાણવાને ઈચ્છું છું... જેના યોગો સીદાતા હોય, જરા અને વિવિધ આતંકો જેને હોય, તે સંથારા આરૂઢ થાય, તેનો સંથારો સુવિશુદ્ધ છે...જે ગૌરવથી ઉન્મત્ત બની, ગુરુ પાસે આલોચના લેવા ઈચ્છતો નથી, તે સંથારા આરૂઢ થાય તો તેને સંથારો અવિશુદ્ધ છે. પણ જે પપ્રભૂત થઈ, ગુડ સમીપે આલોચના કરે છે, તે સંથાર આરૂઢ થાય તો તેનો સંથારો સુવિશુદ્ધ છે. • વિવેચન-૩૧ થી ૩૪ : સંથારાની આરાધના કેવી કહી છે? કેવા અવકાસમાં સ્થાન, કાળથી કેવી રીતે રહે અને ન રહે? વિશેષથી જીવ પર્યન્ત આરાધનામાં સ્થિર થાય, તે જાણવા ઈચ્છું છું. [28/11 સંતારકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ પગભૂત-યોગ્ય આલોચનામાં. • સૂર-૩૫ થી ૩૯ : વળી જેનું દર્શન મલિન છે, શિથિલ ચાસ્ટિાથી શામય ાલન કરે છે. તે સાધુની સંથારા આરાધના અવિશદ્ધ છે. વળી જે દશનશદ્ધ છે, નિરતિચાર ચાથિી ગ્રામeષ પાલન કરે છે... જે રાગદ્વેષ રહિત, ત્રણ ગુપ્તિ ગુપ્ત, ત્રણ શલ્ય અને મદથી રહિત છે... ત્રણ ગારવથી રહિત, ત્રણ દંડનો પ્રતિમોચક, પ્રથિત કીર્તિ છે... ચતુર્વિધ કષાયને હણનાર, ચાર વિકથાથી નિત્ય વિરહિત છે. તેની સંથારાની આરાધના વિશુદ્ધ છે. • વિવેચન-૩૬ :- બાકીનની વૃત્તિ નથી.] જે વળી આપ્ત ચાસ્ત્રિ છે અથવા જે નિરતિચારપણે ચાસ્ત્રિ જેને છે તેવો આત્મ ચરિત્ર અર્થાત્ ઢ ચાસ્ત્રિ. ગાથા-૪૦ થી ૪૩ - પાંચ મહાવત યુકત, પાંચ સમિતિમાં સારી રીતે ઉપયુક્ત... છકાય જીવહિંસાથી પ્રતિવિરત, સાત ભયસ્તાન રહિત મતિવાળો... Iઠ મદસ્થાનને તજનાર, આઠ કર્મોના ક્ષય માટે... નવ બ્રહ્મચર્ય ગુતિમાં ઉધત, દશવિધ શ્રમણધર્મ નિવહકની સંથારા આરાધના સુવિશુદ્ધ છે. • વિવેચન-૪૦ થી ૪૩ : Eય - છ કાયોથી પ્રતિવિરત. ગઢ - તજેલ, આઠ પ્રકારના કર્મક્ષયનો હેતુ. ઉત્તમાર્ચે યુક્ત • ઉધત. • ગાથા-૪૪,૪પ : ઉત્તમામાં યુકત, કષાયના લાભને મર્દિત કરનાર, વિકારથી રહિત એવા સંથારાગત શ્રમણને કેવો લાભ થાય ? તે કહો... ઉક્ત પ્રકારના ક્ષક્ષકને સંથારા અારાધનાથી કેવું સુખ થાય ? • વિવેચન-૪૪,૪૫ :મલિઅ કપાય - કષાયના લાભનું મર્દન કરવું - કર્મક્ષપણાદિ. • ગાથા-૪૬ થી ૪૮ : સંથાગત ક્ષપકને પહેલા દિવસે જે અમુલ્ય લાભ થાય, તેનું મૂલ્ય આંકવાને કોણ સમર્થ છે ?.. કેમકે તે અવસરે તે મહામુનિ સંધ્યેય ભવસ્થિતિક સર્વે કર્મોન પ્રત્યેક સમયે ખાવે છે. તેથી તે ક્ષક સાધુ વિશિષ્ટ શ્રમણગુણને પામે છે... ત્યારે વ્રણ સંથારે આરૂઢ થવા છતાં સણ-મદ-મોહથી મુક્ત હોવાથી તે મુનિવર અનુપમ મુનિ સુખને પામે છે, તે ચક્રવતીને પણ ક્યાંથી પ્રાપ્ત થાય? • વિવેચન-૪૬ થી ૪૮ : તે પહેલાં એક દિવસમાં અર્જિત લાભ સ્થાનનું મૂલ્ય કરવા કોણ સમર્થ છે ? સંખ્યાત ભવસ્થિતિ અસંખ્યાત આયુષ કહીને વિશેષથી કહે છે. તે અવસ્થામાં Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સંતારકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ ગાથા-૪૬ થી ૪૮ ૧૬૩ વિશેષથી ચાસ્ત્રિ પ્રતિપતિ ન થાય. તે સાધુ પદ સ્વીકારીને પ્રતિ સમયે કર્મ ખપાવતા અથવા પ્રતિ સમય સાધુપદને સ્વીકારીને પ્રતિસમયે કર્મ ખપાવતા અથવા પ્રતિ સમય સાધુપદને અનુરૂપ શમ ને કરતાં તે જ ભાવમાં પ્રાયઃ સર્વ કર્મ ખપાવે છે. તે સુપર્યત આરાધના સમયમાં સાધુ વિશેષથી તે અવસ્થામાં કર્મને ખપાવે છે. મુત્તા - નિર્લોભતા. • ગાથા-૪૯,૫o - વૈક્રિય લબ્ધિથી પોતાનાં પરણરૂપોને વિકઈ દેવતાઓ જે નાટકો કરે છે, તેમાં તેઓ તે આનંદ મેળવી શક નથી, જે જિન વચનમાં ન સંથારા આરૂઢ મહર્ષિ મેળવે છે... રાગ-દ્વેષમય પરિણામે કટુ જે વૈષયિક સુખોને ચક્રવર્તી અનુભવતો નથી, તેને વીતરાગ સાધુ ન અનુભવે તે આત્મરમાતા સુખ અનુભવે.]. • વિવેચન-૪૯,૫૦ : નિપુણ - પુરષ રહિત નાટકો. ક્ષત્યિવસ્થાર - સ્વહસ્ત વિસ્તારમાં, દેવો વૈક્રિયલબ્ધિમાં પોતાના હાથમાંથી પાત્રોને કાઢીને બગીશબદ્ધ નાટકો વિસ્તારે છે, તેમાં તેને તે આનંદ ન આવે, જે વિશાળ જિનવચનમાં છે. તિના હેતુ સહસવ્યાપ્ત અથવા પુરુષ હિત નાટકમાં તે તિ નથી, જે સ્વહસ્ત પ્રમાણ સંથારામાં તિ છે - જિનવયન પરિભાવતા એટલું શેષ. જે સુખ રાગદ્વેષ મતિ - જે વિષયસુખ ચકી અનુભવે છે. આ સુખ વીતરાગને ન થાય. કેમકે વિષયાદિ વિક્તવથી ઉપશમરૂપપણાથી વીતરાગને છે, તે ઘણું જ હોય છે. • ગાથા-૫૧,૫૨ + (મોક્ષ સુખ પ્રાપ્તિ માટે) વર્ષ ગણના નથી કે તેમાં વર્ષો ગણાતાં નથી. કેમકે ઘણાં ગચ્છવાસી પણ જન્મ-મરણમાં ડૂબી ગયા છે. જે આત્માઓ અંતિમકાળે સમાધિપૂર્વક સંથારામાં આરૂઢ થાય, તેઓ પાછલી અવસ્થામાં પણ સ્વ હિતને સાધી શકે છે. • વિવેચન-૫૧,૫૨ - વર્ષની ગણના નથી, થોડાં પણ કાળ વડે પ્રમાદી, સાધક થઈ જાય છે - પંડરીકાદિવ4. ઘણાં ગચ્છવાસી વિશેષથી ચિરકાળ રહેવા છતાં પણ પ્રમાદ કરી સંસારમાં જન્મ-મરણ કરે છે, તે જીવો સંસાર સાગરમાં મગ્ન બને છે... પછીથી પણ તેઓ ઉધત થાય સ્વદોષના ચિંતનથી [સ્વહિત સાધે.]. • ગાથા-પ૩ : સુકા ઘાસનો સંથારો કે પ્રાણુક ભૂમિ જ કારણ નથી. નિશે વિશુદ્ધચાસ્ત્રિમાં આત્મા જ સંથારારૂપ છે. • વિવેચન-પ૩ : સંથારાનું આલંબન કેવા પ્રકારે છે, તે પ્રશ્નનો ઉત્તર કહે છે - તૃણમય સંથારો કે પ્રાસુક ભૂમિ મરણ નથી, આદિ • ગાથા-પ૪ - નિત્ય તે ભાવોદ્યોતને જ્યાં કે જેમાં સંથારો છે, જે યથાખ્યાત હોય છે, કષાય ત્યાગથી જે રક્ષ હોય છે. • વિવેચન-૫૪ : નિત્યે પણ ભાવોધોત પ્રમાદીને જે ક્ષેત્રમાં કે જે કાળમાં જ્યાં ક્યાંય પણ સંથારા આરાધના થાય છે. જેમ જિનવચનમાં પ્રરૂપિત છે. યયોતકારી અથવા જેમ જિનપ્રવચનમાં આખ્યાત છે, તેમ પ્રરૂપક ચોક્તાવાદી વિહારોમ્યુભૂિત દ્રવ્યથી સંલેખના અને ભાવથી કષાય પરિહારથી થાય. • ગાથા-પ૫ : વષકાળમાં અનેક પ્રકારના તપો સારી રીતે કરીને, હેમંત ઋતુમાં સવતિસ્થાને વિશે સંથારામાં આરૂઢ થાય. • વિવેચન-પ૫ - સર્વ સત્વ વડે સર્વ વીર્યથી યુક્ત થઈ સંથારામાં આરોહૈ. • ગાથા-પ૬,૫૩ - પોતનપુરમાં પુષ્પચૂલા આયના ધમપંચાર્ય અર્ણિકાપુરા નામે પ્રસિદ્ધ હતા, તે ગંગા નદી ઉતરતા હતા ત્યારે લોકોએ એકદમ નાવમાંથી ઉતારી દીધા, ઉત્તમાર્થ સ્વીકારી તેણે મરણ આરાધ્યું. • વિવેચન-પ૬,૫૩ - • x • તે ગંગા વડે ઉત્તરમથુરાથી દક્ષિણ મથુરા વણિકપુત્ર ગયો. વણિકની બહેન અર્ણિકા નામે હતી, માર્ગમાં પુત્ર થયો તે પુત્ર વૃદ્ધત્વમાં પ્રવજિત થયો. પુષ ભદ્રના મતે પોતનપુર ગયો. પુપકેતુ રાજા-પુષ્પવતી રાણી હતી. જે પુષ્પમૂલ-પુષ્પચૂલા માતા વડે પ્રબોધિત દુભિક્ષમાં તેણી ભિક્ષાર્થે રોકાઈ • x • x • જ્ઞાન ઉત્પન્ન થયું, દેવે મહિમા કર્યો. ત્યાં પ્રયાગ તીર્ય થયું. • ગાથા-૫૮ થી ૬૦ : કુંભકાર નગરમાં દંડકરાજાના પાલકમંત્રીએ, કંદકકુમાર દ્વારા વાદમાં પરાજિત થવાથી, કોધવશ બની, માયાપૂર્વક-પંચ મહતતયુકત એવા કુંદકસૂરિ આદિ ૫oo નિદોષ સાધુને સંગમાં પીલી નાંખ્યા, મમતા રહિત, અહંકારથી પર, dશરીરમાં પ્રતિબદ્ધ એવા ૪૯ મહર્ષિ પુરોએ તે રીતે લાવા છતાં સંથારો સ્વીકારી આરાધક ભાવમાં રહીને મોક્ષ પામ્યા. • વિવેચન-૫૮ થી ૬૦ : • x- છત્ર વડે આચ્છાદિત શ્રાવતી નગરીમાં જિતશત્રુ રાજા અને છંદકકુમાર, પુરંદરયશા બહેન, કુંભકાર નગરમાં દંડક રાજાને પરણાવી. તેનો મંત્રી પાલક, શ્રાવસ્તીથી આવેલ કુમારે વાદમાં હરાવ્યો. તેણે સાધુને ધાણી યંત્રમાં પીલ્યા. • ગાથા-૬૧,૬૨ - દંડ નામે પ્રખ્યાત રાજર્ષિ કે જે પ્રતિમા ધાક હતા, તેઓ યમુનાનક નગરે Page #20 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૧,૬૨ ૧૬૫ પ્રતિમા ધરી રહેલા, યવન રાજાએ તેમને બાણથી વિંધ્યા, પછી જિન વાનમાં નિશ્ચિત મતીવાળા, પોતાના શરીરમાં પણ પતિબદ્ધ એવો તે યવન રાજા પણ તે રીતે જ વિંધાયો છતાં તેઓએ [સંથારો સ્વીકારી ઉત્તમાર્થને સાધ્યો. • વિવેચન-૬૧,૬૨ - સયંળીનુ - દેવો વડે સ્તુતિ કરાયેલ અથવા સર્વાંગથી વિંધાયેલ, મથુરામાં યવન રાજા, તેના વડે યમુનાવક્ર નગરના ઉધાનમાં કાયોત્સર્ગ સ્થિત દંડ નામે વિખ્યાત યશવાળાને જોયા. બાણ વડે હણાતા તે દંડ રાજા અતકૃત્ કેવલી થયા, દેવો આવ્યા. શકના વચનથી યવન રાજાએ દીક્ષા લઈ અભિગ્રહ કર્યો - જ્યાં સધી ઋષિઘાત સારણ થાય, ત્યાં સુધી ખાઈશ નહીં. સદા અમુક્ત રહ્યા. ગાથા-૬૩,૬૪ - સુકોશલ ઋષિ હતા. ચાતુર્માસના પારણાના દિવસે પર્વત ઉપરથી ઉતરતી વેળા પૂર્વ જન્મની માતા એવી વાઘણ વડે ખવાયા. છતાં ત્યારે ગાઢપણે ધીરતાપૂર્વક પોતાના પ્રત્યાખ્યાનમાં ઉપયોગવંત રહ્યા. તે પણ તે રીતે ખવાતા છતાં ઉત્તમાર્થને સ્વીકાર્યો. • વિવેચન-૬૩,૬૪ : સાકેતપુરમાં કીર્તિધર રાજા સાથે પુત્ર સુકોશલે દીક્ષા લીધી, વાઘણ વડે ખવાયા ઈત્યાદિ - X - • ગાથા-૬૫,૬૬ ઉજ્જૈની નગરીમાં અવંતી નામે વિખ્યાત હતા. શ્મશાનમાં પાદોપગમન અનશન સ્વીકારી એકલા રહ્યા. રોપાયમાન શિયાલણી વડે રાત્રિના ત્રણ પ્રહર અવાયા છતાં ઉત્તમાને સ્વીકાર્યો. • વિવેચન-૬૫,૬૬ : રાત્રિના ત્રણ પ્રહર. ઉજ્જૈનીમાં આર્ય સુહસ્તિ પાસે નલિનીગુલ્મ વિમાન વર્ણન સાંભળી સુભદ્ર શ્રેષ્ઠીપુત્ર અવંતી સુકુમાલે માતા અને ૩૨-પત્નીની અનુમતિ ન હોવા છતાં પ્રવ્રજ્યા લઈ ભક્ત પરચક્ખાણ કર્યા નીકળેલા લોહીની ગંધથી શિવા-શિયાલણી આવી. પહેલા પ્રહરે પગ, બીજા પ્રહરે ઉરુ, ત્રીજા પ્રહરે પીઠ ખાધી, કાળ પામ્યા. - x - તેના પુત્રે દેવકુલ ચાવ્યું. • ગાથા-૬૭ થી ૬૯ : જલ્લ-મલ-પંકધારી, શીલ-સંયમ ગુણના આધારરૂપ, તે ગીતાર્થનો દેહ અજીર્ણ રોગથી પીડાતો હોવા છતાં સુવરણગ્રામે હતા. તેમને રોહિતક નગરમાં પ્રમુક આહાર વેષણા કરતા કોઈ પૂર્તિરી ક્ષત્રિયે શક્તિના પ્રહારથી વિંધ્યા. એકાંત અને તાપ રહિત વિશાળ ભૂમિ ઉપર પોતાના દેહનો ત્યાગ કર્યો. દેહ ભેદાયો હોવા છતાં તેમણે પણ ઉત્તમાર્થની સાધના કરી. • વિવેચન-૬૭ થી ૬૯ - શરીરનો મળ, રસ્તાની ધૂળ, પરસેવાથી ભીના થયેલા. સંસ્તારકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ • ગાથા-૭૦ થી ૭૨ : પાટલીપુત્ર નગરમાં ચંદ્રગુપ્ત નામે રાજાનો ધર્મસિંહ નામે મિત્ર હતો. ચંદ્રગુપ્ત રાજાની લક્ષ્મી ત્યજીને દીક્ષા લીધી. જિનધર્મે સ્થિત એવા તે ફોલ્લપુર નગરે અનશન વીકાર્યું. ગૃપૃષ્ઠ પાણને શોકરહિતપણે કર્યુ. હજારો તિર્યંચો વડે શરીર ખવાયું છતાં, તેણે દેહ ત્યજીને તે ભિન્નદેહીએ ઉત્તમાર્થ સાધ્યો. • વિવેરાન-૩૦ થી ૭૨ : ૧૬૬ પાટલીપુત્ર નગરમાં ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસારના મિત્ર સુબંધુનો પુત્ર ધર્મસિંહ હતો. ચંદ્રગુપ્તે આપેલ લક્ષ્મીનો ત્યાગ કરીને ફોલ્લપુરે અનશન કર્યુ. શત્રુંજયે અનશન સ્વીકાર્યુ. • ગાથા-૭૩ થી ૭૫ : પાટલીપુત્ર નગરમાં ચાણક્ય નામે પ્રસિદ્ધ મંત્રી હતો. સર્વ પ્રકારના પાપરંભથી નિવૃત્ત થઈ ગિનીમરણને સ્વીકાર્યું. પૂર્વના વૈરી શત્રુએ અનુકૂળ પૂજાના બહાને તેના દેહને સળગાવ્યો. તે એ રીતે બળાવા છતાં ઉત્તમાર્થને સ્વીકારીને રહ્યા. તેઓ ત્યાં પોપગમન અનશન સ્વીકારીને રહેલા ત્યારે સુબંધુએ છાણા વડે સળગાવેલા હતા. એ રીતે બળતા તે ચાણક્ય મુનિએ ઉત્તમાર્થ સાધ્યો. • ગાથા-૭૬ થી ૭૮ : કાર્કદી નગરીમાં અમવૃદ્ઘોષ નામે રાજા હતો. તેણે પોતાના પુત્રને રાજ્ય સૌથી પ્રવ્રજ્યા ગ્રહણ કરી. સૂત્ર અને અર્થમાં કુશળ તથા શ્રુતના રહસ્યને પામનાર એવા તે રાજર્ષિ શોક રહિતપણે પૃથ્વી ઉપર વિચરતા કાકી નગરી પધાર્યા. ત્યાં અંડવેગ નામના વૈરીએ તેમના શરીરને શરુપહારથી છેવુ. શરીર છેદાઈ રહ્યું છે તેવા અવસરે પણ તે મહર્ષિ સમાધિભાવમાં સ્થિર રહ્યા, ઉત્તમાર્થ સાધ્યો. • વિવેચન-૭૬ થી ૭૮ : ચંદ્રવેગ, પૂર્વનો અપરાધી કોઈ મંત્રી કે બીજો હતો. • ગાથા-૩૯,૮0 : કૌશાંબી નગરીમાં લલિતઘટા બીશ પુરુષો પ્રખ્યાત હતા. શ્રુતના રહસ્યને પામીને તે ત્રીશે પાદરેપગમન અનશન સ્વીકાર્યું. અકસ્માત નદીના પૂરથી તણાતા તેઓ દ્રહ મધ્યે તણાઈ ગયા. તેઓએ શરીરમાં નિર્મમત્વી બનીને જલદ્રહની મધ્યમાં પણ ઉત્તમાર્થને સ્વીકાર્યો. • વિવેચન-૭૯,૮૦ ઃ કૌશાંબીમાં ત્રીશ લલિત ગોષ્ઠિકા પુરુષો હતા. નદીકાંઠે પૃથક્ આઠ શય્યામાં પાદપોપગમન સ્વીકાર્યુ. અકાલગત નદી પૂરમાં તણાઈને સમુદ્ર મધ્યે ખેંચાઈ ગયા. • ગાથા-૮૧ થી ૮૪ ઃ કુણાલ નગરમાં વૈશ્રમણ દાસ નામે રાજા હતો. તેને ષ્ઠિ નામે મંત્રી હતો, જે મિાદૃષ્ટિ અને દુરાગ્રહવૃત્તિવાળો હતો... તે નગરમાં મુનિવર વૃષભ, Page #21 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૧ થી ૮૪ ૧૬૭ ૧૬૮ સંતાકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ ગણિપિટકધર, સમસ્ત કૃતસાગરના પાણ, ધીર, ઋષભસેન નામે આચાર્ય પધાર્યા. તેમને સીંહસેન નામે ગણધર હતા, જે વિવિધ શાસ્ત્રાર્થ રહસ્યના જ્ઞાતા હતા, તેની સાથે રિસ્ટમમી વાદમાં પરાજિત થતાં રોષવાળો થયો. પછી તે અનકંપા વગરના એ સવિહિત અને પ્રશાંત એવા સીંહસેન મુનિને અગ્નિથી સળગાવી દીધા. તે રીતે ત્યાં બળતા હોવા છતાં તેમણે ઉત્તમાને સાધ્યો. વિવેચન-૮૧ થી ૮૪ : અરિટ નામે અમાત્ય, સીંહસેન ગણધર - ગણિપિટક ડ્રાતા, બહુશ્રુત, બહુ પરિવાર, રહસ્યજ્ઞાતા, સુવિહિતોના ઉપાશ્રયમાં અગ્નિ વડે બાળીને આવેલ. • ગાથા-૮૫ - કરદd કુમારને પણ ભલી વૃક્ષના લાકડાની જેમ નિ વડે બાળી નાંખ્યા. બળતણ એવા તેણે ઉત્તમાર્થ સાધ્યો. • વિવેચન-૮૫ - હસ્તિનાપુરે કુરદત્ત નામે શ્રેષ્ઠીપુત્ર હતો. સ્થવિરોની પાસે પ્રવજિત થઈ બહુશ્રુત થયો. ક્યારેક એકલ વિહાર પ્રતિમા અંગીકાર કરી. આ નગરની કંઈક સમીપે પાછલી પોરિસિમાં રહ્યા. ચવરથી ગાયો ચરાવી પછી ગોપાલ પાછો આવતો હતો. બે માર્ગ આવતા તેને સમ્યક રીતે ન જાણતાં, પૂછ્યું ત્યારે મુનિએ ઉત્તર ન આપ્યો. કોઈ એક માર્ગે ગોધન લઈ ગયો. મુનિએ જવાબ ન આપવાથી ક્રોધિત થઈ મસ્તકે પાળ બાંધી, ભીની માટી ભરી અંગારા માથામાં ભરી બાળી નાંખ્યા. • ગાથા-૮૬ - શિલાતિપુત્ર મુનિને કીડીઓએ શરીરને ચાલખી માફક કરી નાંખ્યું. તે રીતે ખવાતા છતાં ઉત્તમાને સાધ્યો. • ગાથા-૮૭ - ગજસુકુમાલ મુનિને હજારો ખીલાથી મઢેલ એવું લીલું ચામડું બાંધી પૃથ્વી ઉપર પછાશ છતાં મરણને સાધ્યું. • વિવેચન-૮૭ : ગજસુકુમાલ નામે શ્રેષ્ઠીપુત્ર, તે પણ કુરુદત્તવત્ * [અહીં કથામાં કંઈક મિશ્રણ થયાંનો સંભવ જણાય છે.) • ગાથા-૮૮ - કંખલી ગોશાળ વડે અરહંતના શિષ્યોને તેજોલેરાથી બાળી નાંખ્યા, તે રીતે બળવા છતાં ઉત્તમાથી સાધ્યો. • વિવેચન-૮૮ - મંખલી શબ્દથી ગોશાલકને જાણવો. ભગવંતના શિષ્યો - તે સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર હતા. તેજલેશ્યા છોડીને સમીપ આવતાં બાળી નાંખેલા. • ગાથા-૮૯,૯૦ - ત્રણ ગુતિથી ગુપ્ત, જ્ઞ પરિજ્ઞાથી જાણી, જાવજીવ માટે સર્વ આહારને સંધ સમુદાયની મદવે ગરના આદેશથી સાકાર ભાગ કરે... અથવા સમાધિના હેતુથી તે પાનક આહાર કરે. પછીથી તે મુનિ ઉચિત કાળે પાનકને પણ વોસિરાવી દે • વિવેચન-૮૯,૦ - પરિજ્ઞા વડે જાણે છે, પ્રત્યાખ્યાન પરિજ્ઞાચી ત્યાગ કરે છે. શું ? સર્વ આહાર. સાગારી અનશન કરે છે. અથવા ત્રણ પ્રકારે આહારનું પચ્ચખાણ કરે, સમાધિને માટે માત્ર એક પાનક આહાર કરે. પછી તેને - પણ છોડે. • ગાથા-૯૧,૨ - શેષ લોકોને સંવેગ થાય તે રીતે ખુમાવતા બોલે કે – પૂર્વે મન, વચન, કાયાથી મેં કરેલ, કરાવેલ કે અનુમોદેલ જે કંઈ સાપરાધ છે, તેને માટે હું સર્વ સંઘને માનું છું. શલ્ય રહિત થયેલો એવો હું આજે બul અપરાધ પદોને અમાનું છું, માતા-પિતા સમાન બધાં જીવો મને ક્ષમા કરો. • વિવેચન-૯૧,૨ : અંજલી જોડીને બોલે છે - મારા સર્વ અપરાધ માટે સર્વ સંઘ મને ક્ષમા કરો. ગુરુ ાપકને અનુશાસિત કરે છે - • ગાથા-૯૩ - - વીરપરષોએ કહેલ, સત્પરોએ આચરેલ અતિ દુર એવા સંથારાને શિલાલે આરૂઢ ધન્યાત્મા ઉત્તમ અતિ સાધે છે. • વિવેચન-૯૩ :ધીર, બીજા વડે આચરવાનું દુકર – • ગાથા-૯૪ થી ૯ - નક અને તિર ગતિમાં, મનુષ્ય કે દેવપણે વસતા જે સુખ-દુ:ખ પ્રાપ્ત થયા તેને અનન્ય મનથી ચિંતન કર... નરકને વિશે તે સાતાની બહુલતાવાળી અને ઉપમરહિત વેદનાઓ શરીર નિમિત્તે ઘણાં પ્રકારે અનંતીવાર ભોગવી. દેવપણા અને મનુષ્યપણામાં પારકાના દાસપણાંને પામીને તે દુઃખ અને પરમકવેશકારી વેદના અનંત વાર અનુભવી છે. તીચગતિમાં પાર ન પામી શકાય તેવી મહાવેદનાઓ ઘણીવાર ભોગવી છે. એ રીતે જન્મ-મરણ રૂપ રેંટમાં અનંતીવાર ભમેલ છે. તે સુનિહિત ! અતીતકાળમાં, અનંતકાળ સુધી આમતગત અનંતીવેજ અનંત જન્મ-મરણોને અનુભવ્યા છે. મરણ સમાન ભય નથી. જન્મ સમાન કોઈ દુ:ખ નથી. તેથી તું જન્મ-મરણરૂપ આતંકના હેતુ શરીરના મમત્વને છેદી નાંખ. • વિવેચન-૯૪ થી ૯ : ગાથા સ્પષ્ટ છે - x - અનંતકાય મથે આવતા-જતાં ગમનાગમન કરતાં અનંતવાર અનંત જન્મ મરણો કર્યા. જન્મ-મરણ રૂપ આતંક નથી. તેના હેતુરૂપ શરીરની મમત્વ બુદ્ધિને છેદ. Page #22 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૦ થી ૧૨ ૧૬૯ ૧૩૦ સંતારકપ્રકીર્ણકસબ-સટીક અનુવાદ • ગાથા-૧૦૦ થી ૧૦૨ - આ શરીર જીવથી અન્ય છે, જીવ શરીરથી અન્ય છે. એવી નિયમતિથી દુઃખ અને ક્લેશના મૂળ ઉત્પાદન સમાન શરીરના મમત્વને છેદી નાંખ... તેથી જે ઉત્તમ સ્થાનને ઈચ્છતો હો તો હે સુવિહિત! શરીર આદિ સંપૂર્ણ અભ્યતર અને બાહા મમત્વને છેદી નાખ... જગત આધાર રૂપ સમસ્ત સંઘ માસ સઘળાં અપરાધોને ખમો, હું પણ શુદ્ધ થઈને ગુણોના સંઘાતરૂપ સંઘને માનું છું. • વિવેચન-૧૦૦ થી ૧૦૨ : ત્રણે ગાયા સ્પષ્ટ છે. વિશેષથી ફરી ક્ષપક-શ્રમણ કહે છે - મારા બધાં પણ ઈષ્ટ-અનિષ્ટને ખમો, હું પણ ગુણસમૂહ યુક્ત સંઘને ખમાવું છું. • ગાથા-૧૦૩ થી ૧૦૪ : આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુલ અને ગણને મેં જે કોઈ કષાય કરાવેલ હોય, તેને હું વિવિધ નમાવું છું. મસ્તકે અંજલી કરીને પૂજ્ય એવા શ્રમણ સંઘને સર્વ અપરાધો માટે ખમાવીને, હું પણ બધાંને ખમું છું ભાવથી ધર્મમાં સ્થાપિત ચિત્તવાળો હું સર્વ જીવાશિને સર્વ અપરાધો માટે ખમાવીને, હું પણ બધાંને ખમું છું. • વિવેચન-૧૦૩ થી ૧૦૪ - [અહીં ૧૦૩ થી ૧૦૪ એટલા માટે લખ્યું કે અહીં ગાથા કણ છે, પણ ભુલથી ૧03નો ક્રમાંક બે વખત નોંધાયેલ છે.] ત્રણે ગાથાઓ સ્પષ્ટ છે. • ગાથા-૧૦૫,૧૦૬ - આ રીતે અતિચારોને ખમીને, અનુત્તર તપ-સમાધિએ આરૂઢ, ઘણાં પ્રકારે બાધા કરનાર કર્મોને ખપાવતો વિચરે છે... અસંખ્યય લાખ કોટિ ભવોની પરંપરા દ્વારા જે ગાઢ કર્મ બાંધેલ હોય, તે સવન સંથારે આરૂઢ થયેલો એક સમયમાં ખપાવે છે. • વિવેચન-૧૦૫,૧૦૬ - આ રીતે પૂર્વોક્ત પ્રકારે અતિયાર ખમાવ્યા. જે અશુભ કર્મ અસંખ્યય લાખ કોટિ ભવથી બાંધ્યા તે એક સમયે ખપાવે છે. • ગાથા-૧૦૩ થી ૧૦૯ : આ અવસરે સંથારા આરૂઢને કદાચ વિનકારી વેદના ઉદયમાં આવે તો તેને શમાવવા માટે નિયમિક આચાર્યમાં હિતશિક્ષા આપે છે... આત્મામાં આરાધનાનો વિસ્તાર આરોપી પર્વતના ભાગે પાદપોગમ અનશન કરે.. ધૃતિ • સંતોષ, ગુણપણે બદ્ધ કક્ષા. - ૪ - સુકોશલાદિ માફક ઉત્તમાનિ સાધે. • ગાથા-૧૧૦,૧૧૧ - વીર અને સ્વસ્થ મનોવૃત્તિવાળ અણગારે જયારે સહાય કરનારા છે, ત્યારે સમાધિ ભાવને શમીને શું આ સંથારાની આરાધનાને પાર ન પામી શકાય? કેમકે જીવ એ શરીરથી અલ્ય છે, શરીર એ જીવથી ભિન્ન છે, તેથી શરીરના મમત્વને છોડી દેનારા સુનિહિતો ધર્મના કારણે શરીરને પણ તજી દે છે. • વિવેચન-૧૧૦,૧૧૧ - વિશેષ ઉપસર્ગ રહિતપમાથી કે તેના અભાવે, સિદ્ધાંતને સાંભળીને અને આd-રૌદ્ર હિત મનવાળાનો વિસ્તાર કેમ ન થાય ? નિતાર થાય જ. ૩૨૪ - ત્યક્ત દેહ. • ગાથા-૧૧૨ થી ૧૧૪ - સંથારે આરૂઢ ક્ષપક પૂર્વકાલિન કર્મોદયથી ઉત્પન્ન વેદના સમભાવે સહીને કર્મ કલંકની વેલડીને મૂળથી હલાવી દે છે. અજ્ઞાની જે કર્મ ઘણાં કોટિ વર્ષોથી અપાવે છે, તેને જ્ઞાની, મણ રીતે ગુપ્ત, શ્વાસમમમાં ખપાવે છે... બહુ ભવોના સંચિત આઠ પ્રકારના કર્મોને તે જ્ઞાની ઉચ્છવાસમાગમાં ખપાવે છે. • વિવેચન-૧૧૨ થી ૧૧૪ - પુરાતન - રોગ, જરાદિ વેદના. પ્રત્યુતપન્ન - ભુખ, તાદિ, કર્મ જ કલંકલ - અશુભ વસ્તુ, તેની સંતતિ - તેને તોડે છે. ઉશ્વાસ મારા કાળથી” એમ જાણવું. આઠ પ્રકારના કર્મોનું મૂળ તે અર્જિત પાપ છે. • ગાથા-૧૧૫ - આ પ્રમાણેના આલંબનથી સુનિહિતો ગુરુજન વડે પરાસ્ત સંથારે ધીરતાથી આરોહી, મરીને તે જ ભવે કે ત્રણ ભવમાં કમરજને ખપાવીને અવશ્ય સિદ્ધ થાય છે. • વિવેચન-૧૧૫ - એ પ્રમાણે મરીને ધીરો, સંતાક અને ગુણથી ગરિષ્ટ તે ભવે કે બીજા ભવે કર્મયજ ક્ષીણ થતાં સિદ્ધ થાય છે. • ગાથા-૧૧૬,૧૧૩ :| ગુપ્તિ, સમિતિથી ગુણા, સંયમ-તપ-નિયમ કરણથી કરેલ મુગટ, સમ્યફ જ્ઞાન-દર્શન કરનથી મહાઈ છે. શ્રી સંઘરૂપ મુગટ દેવ-મનુષ્ય-અસુર સહિત લોકમાં દુલભતર છે, વિશુદ્ધ છે, સુવિશુદ્ધ છે. • વિવેચન-૧૧૬,૧૧૩ - સંઘ, મુગટ સમાન. કેવો ? સંયમ-તપ-નિયમયુક્ત ઈત્યાદિ - x- વૃિત્તિ ઘણી ખંડિત જણાય છે, માટે નોંધી નથી.]. • ગાથા-૧૧૮ થી ૧૨૦ :ગ્રીષ્મમાં અગ્નિથી લાલચોળ લોખંડના તાવડા જેવી કાળી શિલામાં આરૂઢ Page #23 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૧૮ થી ૧૨૦ થઈ હજારો કિરણોથી પ્રચંડ અને ઉગ્ર એવા સૂર્યના તાપથી બળવા છતાં કષાયાદિ લોકનો વિજય કરનાર, સદાકાળ ધ્યાનમાં ઉપયોગશીલ, અત્યંત સુવિશુદ્ધ જ્ઞાન-દર્શનરૂપ વિભૂતિથી યુક્ત, આરાધનામાં અર્પિત ચિત્ત, એવા સુવિહિત પુરુષે ઉત્તમ લેશ્યાના પરિણામપૂર્વક રાધાવેધ સમાન દુર્લભ, કેવલ સદેશ, સમતાભાવથી પૂર્ણ, એવા ઉત્તમાર્થને અંગીકાર કરે છે. ૭ વિવેચન-૧૧૮ થી ૧૨૦ ઃ સ્વયં સ્પષ્ટ છે. - x - સૂર્યની જેમ હજારો પ્રચંડ કિરણથી તપતા, ચંદ્રની જેમ સૌમ્યથી કષાયલોક ઉપર વિજય કરે છે. - x - ચિત્ર નામક પ્રસિદ્ધ અન્ય મહર્ષિ વડે રચિત છે. - X - ૧૭૧ ૭ ગાથા-૧૨૧ : એ પ્રમાણે અભિસ્તવેલ સંસ્તારક ગજેન્દ્ર સ્તંભારૂઢ સુશ્રમણ નરેન્દ્ર ચંદ્રને સદા સુખ પરંપરા આપો. ૭ વિવેચન-૧૨૧ : એ રીતે મેં શ્રુત સ્તવના કરી. - X - · સુખ-મુક્તિસુખ, મને સંસારથી નીકળવા રૂપ પ્રાપ્તિ આપો. સંસ્તારક-પ્રકીર્ણક સૂત્ર-૬, આગમ-૨૯નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિત અનુવાદ પૂર્ણ Page #24 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.