Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
ધર્મવીર શ્રી બટેરાયજી મહારાજ અમરસિંહજીને હોશિયારપુર યાદ આવ્યું. ત્યાંને બદલે લેવાનું મન થયું. શ્રાવકોને ચડાવી બુટેરાયજીને થાનકમાં બોલાવ્યા અમરસિંહજીને ખાત્રી હતી કે અહીં બુટેરાયજીને વેશ જરૂર ઉતરાવીશું. જેને નહિ તે અજેનો દ્વારા પણ બુટેરાયજીનો વેશ જરૂર ઉતરાવવો. હોશિયારપુરની માફક અહીં પણ ચર્ચા ચાલી. અમરસિંહજી પાસે કાંઈ પણ જવાબ નહોતો. એટલે પાછા પડવું પડ્યું અને રાત્રે વેશ ખેંચી લેવાનું કારસ્તાન રચ્યું–તદબીર ગોઠવી. કેટલાક સત્યપ્રેમી શ્રાવકને આ ન રૂછ્યું. એટલે ખાનગીમાં જઈ બુટેરાયજીને કહ્યું: મહારાજ ! ચાર ઘડી રાત રહે તે પહેલાં અમ્બાલા છોડી ચાલ્યા જજે અને પ્રતિક્રમણ બહાર જઈને કરજે.
બુ–કેમ? શ્રાવક–સાધુઓ તમારે વેશ ખેંચી લેશે. અમરસિંહજીને તમારા ઉપર ઘણે ઠેષ છે.
બુ –ભાઈ! મેં કેઈની ચોરી ચોરી કરી નથી. રાજ અંગ્રેજનું છે. એ લોકો વેશ ખેંચવા આવે તે ખરા ? હું તો અહીં જ રહીશ. આ સમાચાર અમરસિંહજીને મળ્યા. અને વેશ ખેંચી લેવાની વાત પડતી મૂકાઈ. પછી બુટેરાયજી ત્યાંથી આગળ વધ્યા.
આ ગુરુ-શિષ્ય આખા પંજાબમાં વિચરી સત્ય ધર્મની મશાલ પ્રગટાવી. સં. ૧૯૦૮ માં વૃદ્ધિચંદ્રજીએ તેમની પાસે દીક્ષા લીધી. તેઓ મહાપ્રતાપી, પરમ ગુરુભક્ત અને બાલબ્રાચારી હતા. અઢાર વર્ષની ઉમ્મરે તેમણે દીક્ષા લીધી અને એ ત્રિપુટીએ (બુટેરાયજી મહારાજ, મૂલચંદજી મહારાજ, વૃદ્ધિચંદજી મહારાજ ) પંજાબ છોડી, મારવાડ થઈ, ગુજરાતમાં આગળ વધી, સં. ૧૯૧૧ માં સિદ્ધાચલજીની યાત્રા કરી ભાવનગર ચેમાસું કર્યું. ગાઢ અંધકાર પછી રવિ-ઉદય થાય છે તેમ આ ત્રિપુટીને સિદ્ધાચલજીની યાત્રાથી
ઘણું નવું જાણવાનું મળ્યું. તેમને બરાબર દઢ નિશ્ચય થયો કે આપણે સંવેદીક્ષા સત્ય માર્ગે આગળ વધ્યા છીએ. સં. ૧૯૧૨ માં અમદાવાદમાં મણિવિજય
દાદા પાસે સંવેગ પક્ષની દીક્ષા લીધી. બુટેરાયજી મહારાજ મણિવિજયજી દાદાના શિષ્ય થયા જ્યારે મૂલચંદજી અને વૃદ્ધિચંદજી બુટેરાયજી મહારાજના શિષ્ય થયા.
આ વખતે ગુજરાતમાં યતિઓનું પરિબળ અત્યધિક હતું. સારા ત્યાગી સાધુઓ અલ્પ સંખ્યામાં હતા. એ ત્રિપુટીના અસાધારણ ત્યાગ, તપ, ઉજજવલ ચારિત્ર અને ઉપદેશ શક્તિએ યતિઓનું જોર તોડયું. યતિઓના આચાર્યો આગળ સાધુઓને ચાલવાનું, તેમના સ્થાપનાચાર્યજીને રૂમાલ ઓઢાડવાનું, રૂપાનાણથી તેઓની પૂજાનું-એ બધું આ ત્રિપુ ટીએ જ બંધ કરાવ્યું. યતિઓની સત્તાની ધાંસરી ફેંકી દેવાનું માન આ ત્રિપુટીને જ ઘટે છે. તેમાં વ્યવસ્થાશક્તિ મૂલચંદજી મહારાજની હતી. અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ : ૭૨
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org