Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ પણ ઐકાન્તિકપણે નગ્ન મૂર્તિના જ સમર્થક હોઈ આખી દિગંબર પરંપરાનું માનસ પ્રથમથી અત્યાર લગી એક જ રીતે ઘડાયેલું છે કે જે મૂર્તિ નગ્ન ન હોય તે માનવી કે પૂજવી યોગ્ય નથી, જ્યારે પ્રથમથી જ વેતાંબર પરંપરાનો આ વિષેને વારસો ઉદાર રહેલો હોય એમ લાગે છે. તેથી એ જિનમૂર્તિની ઉપાસનાને અનૈકાન્તિક આગ્રહ દિગંબર પરંપરા જેટલે જ રાખવા છતાં મૂર્તિના સ્વરૂપ વિષે દિગંબર પરંપરાની પેઠે ઐકાંન્તિક બની નથી. (અલબત્ત છેલ્લી શતાબ્દિ કે શતાબ્દિમાં વેતામ્બર માનસ અને વ્યવહાર પણ પ્રત્યાઘાતી વૃત્તિ ધરાવતાં, અને છેક જ દિગબર મંતવ્ય કરતાં સામી બાજુએ જતાં અને પોતાની પૂર્વ પરંપરા ભૂલી જતાં દેખાય છે એ કબૂલ કરવું જોઈએ.) બુદ્ધિ અને તર્કથી કરતાં પણ એમ લાગે છે કે તદન નગ્ન અને નગ્નપ્રાય બન્ને પ્રકારની મૂર્તિઓ ઉપાસનાને અનુકૂળ છે, નહિ કે કઈ એક જ પ્રકારની. તેથી મૂર્તિ સ્વરૂપ વિષેની પરાપૂર્વથી ચાલી આવતી ક૯પનાને વિચાર કરતાં અને તેનો ઉપાસનાગત અનેકાન્તદષ્ટિ સાથે મેળ બેસાડતાં એમ સ્પષ્ટ લાગે છે કે એકાન્ત નગ્ન મૂર્તિનો આગ્રહ રાખવામાં વીરપરંપરાનું પ્રતિનિધિત્વ ખંડિત થઈ જાય છે, કારણ કે તે આગ્રહમાં વેતામ્બરીય કલપનાને સમુચિત પણ સમાવેશ થતો નથી, તેથી ઊલટું વેતાંબરીય નગ્ન અને નગ્નપ્રાય મૂર્તિની કલ્પનામાં દિગંબર પરંપરાની એકપક્ષીય માન્યતાને પણ રુચિ અને અધિકારભેદે પૂર્ણ સમાવેશ થઈ જાય છે.
(૩) પ્રસ્તુત પ્રશ્ન પર છેલ્લી બાબત શાસ્ત્રોની છે અને તે જ સૌથી વધારે અગત્યની છે. ત્રણે ફિરકાઓ પાસે પિતાનું શાસ્ત્ર–સાહિત્ય છે. સ્થાનકવાસી અને વેતાંબર–એ બે ફિરકાઓને કેટલુંક આગમિક સાહિત્ય તે સાધારણ છે, જ્યારે એ ઉભય ફિરકામાન્ય સાધારણ આગમિક સાહિત્યને દિગંબર ફિરકે માનતો જ નથી. તે એમ કહે છે કે અસલી આગમિક સાહિત્ય કમે ક્રમે લેપબદ્ધ થયા પહેલાં જ અનેક કારણથી નાશ પામ્યું. આમ કહી તે સ્થાનકવાસી–વેતાંબર ઉભયમાન્ય આગમિક સાહિત્યને બહિષ્કાર કરે છે અને તેના સ્થાનમાં તેની પિતાની પરંપરા પ્રમાણે ઇસ્વીસનના બીજા સિકાથી રચાયેલા મનાતા અમુક સાહિત્યને આગમિક માની તેને અવલંબે છે. અહિં પ્રશ્ન એ છે કે જે ઈસ્વીસનના પહેલા બીજાં સકાથી માંડી રચાયેલ ખાસ દિગંબર સાહિત્ય તે ફિરકાના આચાર્ય અને અનુયાયીઓએ જીવિત રાખ્યું તો તેમણે પોતે જ અસલી આગમ સાહિત્યને સાચવી કે બચાવી કેમ ન રાખ્યું ? અસલી આગમ સાહિત્યના સર્વથા વિનાશક કારણોએ તે ફિરકાના નવીન અને વિવિધ વિસ્તૃત સાહિત્યનો સર્વથા વિનાશ કેમ ન કર્યો ? એમ તે કહી જ નહિ શકાય કે દિગંબર ફિરકાએ જુદાં ખાસ રચેલ શાસ્ત્રોના સમય પહેલાં જ એ વિનાશક કારણે હતાં અને પછી એવાં ન રહ્યાં, કારણ કે એમ માનવા જતાં એવી કલ્પના કરવી પડે કે વીરપરંપરાના અસલી આગમિક સાહિત્યનો સર્વથા વિનાશ કરનારાં બળોએ સમાન ક્ષેત્ર અને સમાન કાળમાં હૈયાત બ્રાહ્મણ અને * ૧૬૪ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org