Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી. શાંતિલાલ છગનલાલ ઉપાધ્યાય પ્રાકૃત સર્વસ્વના કર્તા માર્કડેયકવીન્દ્ર અપભ્રંશની ત્રણ જાતે નાગર, વાચડ અને ઉપનાગર એમ નોંધી છે. હાલમાં અપભ્રંશ - સાહિત્યમાં ભવિસયત્તકતા, કાવ્યત્રયી, નેમિનાથ ચરિઉ વૈરસામિચરિ. પઉમસિરિચરિત વિગેરે વિગેરે જાણીતાં છે. કારજાસીરીઝમાં બીજા તેવા ગ્રંથે છપાયા છે. મહાભારત અને મનુસ્મૃતિ આદિ ગ્રંથોમાં આભીરને ઉલ્લેખ છે. ઈતિહાસવેત્તાઓ કહે છે કે તેઓ હિંદમાં ઉત્તર તરફથી ઈ. સ. પૂર્વે ત્રીજીથી બીજી સદીમાં ઉતરી આવ્યા. પઉમરિયમાં પણ લવ અને કુશ દિગવિજય કરવા જાય છે ત્યારે આભીર જનપદેમાં સિધુને પેલે પાર તેઓ ગયા હતા. આ ઉપરથી ભરતાચાર્યના કથનને પ્રમાણ મળે છે. આ ટૂંકું વર્ણન કરવાનું કારણ એટલું જ કે પઉમરિયમાં જે અપભ્રંશના રૂપે અને દેશી શબ્દો આવે છે તે ઉપરથી પઉમરિય અર્વાચીન છે, એમ માનવા . કીથ દેરાયા છે તેમ અન્ય વાચકે દોરાય નહિ તે જ છે.
તે સમયે કદાચ અપભ્રંશ સાહિત્ય નહિ હોય પણ આ અપભ્રંશ ભાષા તે હતી જ એ બંતાવવાને આ લેખને શુભાશય છે. આ શુભાશયમાં લેખકને કેટલી સફળતા પ્રાપ્ત થઈ છે તે તો આ લેખના સાવંત વાચનથી જ જણાશે. જેનોએ–શ્વેતાંબરએ જે પ્રાચીન ચરિત્રો, કથાઓ, તેત્રો વિગેરે લખ્યાં છે તે બધાંની
ભાષાને જૈન મહારાષ્ટી એવી સંજ્ઞા અપાય છે. હાલમાં ઉપલબ્ધ એવાં જે પઉમચરિયની જૈન નાટકે છે તેમાં જે મહારાષ્ટ્ર ભાષા આવે છે તે ભાષામાં અને શ્વેતાંબરોએ મહારાષ્ટ્રભાષા વિષે ઉપયોગ કરેલી ભાષામાં જરા જરા તફાવત છે એટલે જ વિદ્વાનોએ તેને “જૈન
મહારાષ્ટ્રી” કહી છે. આ ભાષા ઉપર જેન અર્ધમાગધી ભાષાનો પણ પ્રભાવ
ઘણા જ પ્રમાણમાં પડ્યો છે. જૈન મહારાષ્ટ્રમાં લખાએલાં ઘણાં પુસ્તક મળી આવે છે અને તે બધાં પ્રાચીન છે. દા. ત. પન્ના, નિર્યુક્તિઓ, ઉપદેશમાલા વિગેરે તદપરાંત ઘણાં ભાગે, ચૂર્ણિ, સંગ્રહણીઓ વિગેરે જાણીતાં છે. પંડિત હરગોવિંદદાસે અનુમાન કર્યું છે કે જેને મહારાષ્ટ્રી ક્રમશઃ પરિવર્તન પામીને મધ્યયુગની “ વ્યંજનલોપબહુલા ” એવી મહારાષ્ટ્રમાં રૂપાન્તરિત થઈ. ( જુઓ તેમનો પ્રાકૃત શબ્દ મહાર્ણવ ભાગ. ૪, પૃ. ૩૨. ) જેને મહારાષ્ટ્ર ભાષાનાં અમુક જ લક્ષણે અહિં આપવામાં આવે છે.
ક ની જગ્યાએ “ગ” | લુપ્તવ્યંજનોની જગ્યાએ “ય” જહા અને જાવ ની સ્થાને કોઈવાર અહા અને આવ. સમાસના ઉત્તર પદની પૂર્વમાં “મ” તૃતીયા એકવચનને કેાઈવાર “સ” પ્રત્યય. સચ્ચા, કિચ્ચા વિગેરે લા પ્રત્યયનાં .
કડ, સંવુડ વિગેરે “ત” પ્રત્યયનાં રૂપે. આ ઉપરથી નાટકોની મહારાષ્ટ્રમાં અને પઉમચરિયની જૈન મહારાષ્ટ્રીમાં જરા જરા તફાવત માલુમ પડે છે. તદુપરાંત જૈન અર્ધમાગધીને પણ પ્રભાવ જૈન મહારાષ્ટ્ર ઉપર પડ્યો હતો તે પણ જણાય છે. શતાબ્દિ પ્રય] :
* ૧૧૧ *,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org