Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
પંડિત લાલચંદ્ર ગાંધી સ્તંભતીર્થ (ખંભાત) માં દફરખાન દ્વારા વાદિ ગેકુલ-પંઢ વિગેરે બિરૂદથી વિભૂષિત થયેલા અનેક ગ્રંથો તથા સ્તુતિ-સ્તોત્રો વિ. રચનાર મુનિસુંદર સૂરિ.
વિક્રમની ૧૬ મી સદીમાં લક્ષ્મીસાગરસૂરિ
જેણે બાલ્યવયમાં પણ તર્કવાદ અને કવિત્વશકિતથી જૂનાગઢમાં દુર્વાદીઓનાં માન ઉતારી મહીપાલ વિગેરે રાજાઓને રંજિત કર્યા અને જેને વિ. સં. ૧૫૦૮ માં સૂરિ–પદવી પ્રાપ્ત થઈ. જેણે રાજા ભાનુરાજના પ્રસાદથી ઈડરગઢ પર શ્રીમાને કરાવેલા ઉચ્ચ જિનપ્રાસાદમાં અજિતનાથ-બિંબની પ્રતિષ્ઠા કરી. જેણે લાખારાજના ઉત્તમ અમાત્ય સીરહી– નિવાસી સં. ઊજલ-કાજાએ કરાવેલા અનેક મહોત્સવને શોભાવ્યા તથા આબ, અચલગઢ વિગેરે અનેક સ્થાનો પર શેભતી-પૂજાતી મનહર જિન-મૂર્તિયોને પ્રતિષ્ઠિત કરી. તે લક્ષ્મીસાગરસૂરિ.૧ સેમદેવસૂરિ
મેવાડના મહારાણા કુંભકર્ણ, ચાંપાનેર (પાવાગઢ ) ના નાયક જયસિંહ અને નાગઢના રા મંડલીક વિગેરે રાજાઓને પોતાની કવિત્વશક્તિથી રંજિત કરનાર સેમદેવ ગણી (સૂરિ). જિનહંસરિ
વિ. સં. ૧૫૫૫ માં સૂરિ–પદ પર પ્રતિષ્ઠિત થયેલા જે સૂરિને કઈ દુર્જનના દર્શન ન્યથી મેવાત દેશના આકર (આગરા) પુરમાં પગમાં જંજીર સાથે કેદખાનાને વિષમ પ્રસંગે પ્રાપ્ત થયેલે, પરંતુ પાછળથી જેની તપ-ધ્યાન વિધિથી ચમત્કાર પામી સિ(શ)કંદર પાતશાહે જેમને ૫૦૦ બંદીઓ સાથે મુક્ત કરી સન્માનિત કર્યા હતા. તે વિ. સં. ૧૫૮૨ માં પાટણમાં સશત થયેલા જિનહંસસૂરિ. આનંદરાય
હમાઉએ જેને “રાય પદવી આપી હતી–તે આનંદરાય. પાર્ધચંદ્રસૂરિ
વિ. સં. ૧૫૬૫ માં આચાર્યપદ અને ૧૫૯ માં ગચ્છનાયકપદ પ્રાપ્ત કરનાર તથા પાર્ધચંદ્રસૂરિ જોધપુર ( મરુધર ) ના અધીશ રાવ ગાંગજી અને યુવરાજ માલદેવ વિ. ને પ્રતિ બેધનાર
૧ વિશેષ માટે જુઓ “ગુરુગુણ-રત્નાકર કાવ્ય ' વિ.
શતાબ્દિ ગ્રંથ ]
* ૯૫ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org