Book Title: Zaverabdhi Granthtrayi Sanuwad Nirnay Prabhakar Jinmurtipradip Jinbhakti Prakash Author(s): Narendrasagarsuri Publisher: Shasankantakoddharaksuri Jain Gyanmandir View full book textPage 6
________________ - શાસનના સદ્ભાગ્યે આ ત્રણેય મુદ્રિત કૃતિઓ તો મને મળી નથી, પણ ભાવનગર આત્માનંદ જૈન સભાના હસ્તલિખિત જ્ઞાનભંડારમાં હસ્તલિખિત પ્રતો ઉપરથી તેનો વિ. સં. ૨૦૦૬-૧૧ ની સાલમાં કોપી મેં કરેલી હતી તે આજે. મુદ્રિત કરાવીને, તે પૂ.ગીતાર્થ મૂર્ધન્ય પૂ. મુનિરાજશ્રી ઝવેરસાગરજી મ. ની કૃતિઓને પુનર્જીવને આપવા ભાગ્યશાળી બન્યો છું. આ કૃતિઓના મનનપૂર્વકના વાંચનથી સુજ્ઞોને અને અજ્ઞોને પણ પ્રતીતિ થશે કે - પૂ. ગીતાર્થ મૂર્ધન્ય એવા પૂ. મુનિરાજ શ્રી ઝવેરસાગરજી મ. ની મનનપૂર્વકની વાંચનશક્તિ, શાસ્ત્રોના પૂર્વાપર સંબંધોનું સંયોગીકરણ કરવા પૂર્વક શાસ્ત્રકારોના હાર્દને તલસ્પર્શિતયા ઉકેલની શક્તિ, તે પાઠોના રહસ્યો ખુલ્લાં કરવાની તથા તે તે પાઠોને સુસંગત સ્થાને યોજવાની અજબગજબની શક્તિના દર્શન, ડગલે ને પગલે જરૂર થવા પામશે. આવા ભવ્ય જીવોપકારી સાહિત્ય પ્રકાશનમાં આર્થિક સહાયના ઉપદેશક - ૫. વિ. જિનાગમસેવી આ. શ્રી દોલતસાગરસૂરિજીના લઘુગુરુબંધુ ૫. વિ. આ. શ્રી હર્ષસાગરસૂરિજી ધન્યવાદને પાત્ર છે. લિ. આ. નરેન્દ્રસાગરસૂરિ (૨૦૬૩ મહાસુદ ૫ “વસંતપંચમી') > كنPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 112