Book Title: Yashovijayji ni Kavita
Author(s): Hasit H Buch
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 5
________________ ૧૪૪ઃ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી વાચક યશોવિજયજીના “જશ-વિલાસ” પદસંગ્રહમાં “વિશિષ્ટ જિનસ્તવનો, સામાન્ય જિનસ્તવનનો', “નેમ-રાજુલનાં ગીતો', “ આધ્યાત્મિક પદો', “હરિયાલી' વગેરે સંગૃહીત થયાં છે. જાતે તા કહેવાય, પણ તરે તો માત્ર પોતે જ; કહેવાય દીનદયાળ, કિન્તુ શિવમાં ભળે એકલપંડ પોતે જ; એવો પ્રભુને ઉપાલંભ વિશિષ્ટ સ્તવનોમાં આપી કવિ પ્રમત્તતાની ઊલ, એકાગ્રતાનો ઓરસીઓ, શ્રદ્ધાનું ચંદનાદિની રૂ૫ક્યોજના પણ કરે છે. આવાં ૩૯ પદો ઉપરાંત ૮ “સામાન્ય સ્તવન માં પણ કર્મરૂપી ભુજંગથી છૂટવા વિરતિમયૂરીની પ્રાર્થના છે, દૂરના સુરતરુ કરતાં છાંય આપતો લીમડો વધુ કામનો એવી વાસ્તવિક દષ્ટિ છે, અને “જેહ માંહિ તુજ દર્શન મિ પામિણું, તે સુંદર કલિકાલ” એવી શ્રદ્ધા દુહરાવાઈ છે. પાંત્રીસ “આધ્યાત્મિક પદોમાં જ્ઞાન-વૈરાગ્ય–ભક્તિનો મર્મ કથાય છે. એમાંના પંચમહાવ્રત જહાજના પદમાં શીલ સુકાન, ક્ષમા લંગર, સંતોષને “સહડ” જેવી રૂપરચના છે. સાચો જૈન, સજજન, સાચો ધર્મ વગેરેનાં બોધક પદો ય છે. જાતે જ ભૂલ કરવી ને દેવો દોષ કર્મને! મનની સ્થિરતા ન હોય ત્યાં યોગ શેનો ? ખાલી ભસ્મ-મુંડન-જટાથી શું મળે?—આવી સ્વતંત્ર તરવદષ્ટિ પણ તેમાં છે. આ આધ્યાત્મિક પદોનું વિશિષ્ટ અંગ છે “ હરિયાલી” નામક પદરચના. આ “હરિયાલી માં આરંભથી જ ગૂઢ અવળવાણીની રંગત ઊછળે છે– “કહિ પંડિત! કોણ એ નારી? વીસ વરસની અવધ વિચારી. દોય પિતાએ એહ નિપાઈ સંઘ ચતુવિધ મનમેં આઈ. કીડીએ એક હાથી જાયો, હાથી સામો સસલો ધાયો. વિણ દીર્વે અજવાળું થાયે, કીડીના દર માંહિ કુંજર જાયે.” માત્ર અઠ્ઠાવીસ પંકિતઓની આ પદકૃતિમાં અવળવાણીમય પ્રતીકોની ઓથે સંતાયેલ અર્થબોધવિચાર, ભાવાર્થ સ્પષ્ટ પણ કરાયો છે. ચેતના સ્ત્રી, જ્ઞાનઉપયોગ અને દર્શનઉપયોગ બે પિતા. હાથી તે આત્મા, સસલો તે કર્મચેતન, મોહગ્રસ્ત ન થાય ત્યાં વિના દીવે અજવાળું, કીડી તે નિગોદ, જેવી સ્પષ્ટતા અપાઈ છે. રચનાદષ્ટિથી ય આ “હરિયાલી ” સુઘડ રૂપની છે. આવી વિશિષ્ટ તો નહિ, પણ “જસવિલાસ પદસંગ્રહની એક ઊર્મિરંગી સારી કૃતિ તે નેમિરાજુલનાં સાત ગીતોની કલગી. નેમ પ્રભુને વિવાહ માટે મનાવતી હોરી રમતી નારીઓ સમજાવે છે : પરના બિન પુરષ ઉલઠ.' રાજુલની પ્રેમપીડા તો લાગણીના ઘેરા રંગે વ્યકત કરાઈ છે : “નિરોહીત્યું નેહ જે કીધો રે, ઊંઘ વેચી ઊજાગર લીધો રે.” અથવા કોકિલ બોલઈ ટાઢું મીઠું રે, મુઝ મનિ તો તે લાગઈ અંગીઠું રે; વિરહ જગાવી વિરહિણી બાલી રે, તે પાપઈ તે થઈ છઈ કાલી રે.” કવિનાં પદીનો બીજો સમૂહ તે સજઝાયોનો, અર્થાત્ સ્વાધ્યાયોનો. એમાં આનંદઘનસ્તુતિની અષ્ટપદી કે “સાધુવંદના” સમી કૃતિ ય મુકાઈ છે. આ વિભાગમાં “પાંચ ગણધરના પાંચ ભાસ'માં “થોડું પણ ચંદન ભલું, હૂં કી જઈ બીજા કાછનો ભાર કે?” જેવું અનુભવકથન છે. જૈન દષ્ટિએ અઢાર પાપો વર્ણવતી સઝાય બોધક કૃતિ છે. ૧૯ ઢાલની “શ્રી પ્રતિક્રમણ હેતુ ગર્ભિત' સજઝાયમાં કવિ કહે છે? “વચન કાયા તે તો બાંધીએ, મન નવિ બાંધ્યો જાય, હે મિત્ત! મન બાંધ્યા વિણ પ્રભુ ના મિલે, કિરિયા નિફલ જાય, હે મિત્ત !” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6