Book Title: Yashovijayji ni Kavita
Author(s): Hasit H Buch
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 3
________________ ૧૧૨ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ થW શ્રી નવખંડ નિણંદની કૃપાકરુણાથી નાવ પાછું સાજુંનરવું થઈ સાગરપેટ પર આવે છે. ત્યારે– “બેટા સોહે પાંજરી હો, ફૂઆ થંભ અગ્રભાગ, માનું કે પોપટ ખેલતા હો, અંબર તરૂઅર લાગિ. “એક વેલિ સાયર તણું હો, દૂજી જનરંગ રેલી, ત્રીજી પવનની પ્રેરણા હો, વાહણ ચલે નિજ ગેલિ.” કવિ સમુદ્રના પ્રકોપનું અને વહાણના નવા પ્રસ્થાને પ્રસન્ન-સમૃદ્ધ થતી વસતિનું ઉમળકા-ઉત્સાહથી જીવંત ચિત્રણ કરે છે; પરંતુ પ્રભુપ્રીત્યર્થ સમૃદ્ધિ-પુરુષાર્થ જ મોટાઈ પામ્યાની વાત પણ એમણે અંતે યાદ આપી છે જ. વર્ણન, વિવાદ, વાર્તાલાપ કે પ્રેરક આશયની રજૂઆતમાં સમુદ્ર-વહાણ સંવાદ” કવિએ ગુજરાતી કવિતામાં ઉમેરેલી એ કવિશિષ્ટ કૃતિ છે. કવિમાં જે તર્કશકિત અને હળવા વ્યંગની રગ છે તે અહીં સારી પ્રતિબિબિત થાય છે. પણ મુખ્ય વાત તો એ છે કે, કવિએ આમ કર્યું છે તે કવિની રીતે. મધ્યકાલીન ગુજરાતી સંવાદકાવ્યોમાં આવા કલાગુણે જ આ કૃતિ ઉચ્ચ દરજજે આવે છે. “ઘોઘા’ સાથે યાદ કરાય છે “હીરો'; પરંતુ આ કૃતિની પ્રાપ્તિથી આપણે આપણી એ ટેવ છોડીએ, તો તે કરવા જેવું ખરું. - બીજે ય કવિએ આવાં દંડ વચ્ચે વિવાદ સંઘર્ષ બતાવી સાચો રાહ દાખવ્યો છે. પણ એમાં વિચારક ઉપદેશકનું એમનું રૂપ વધુ જણાશે. ત્યાં એમની જે સમન્વયદષ્ટિ છે અને જે અર્થાન્તરન્યાસી કથનરીતિ છે તે લક્ષપાત્ર થાય છે. આ પ્રકારની કતિઓમાં, ચાર ઢાળમાં ગૂંથાયેલી “શ્રી શાન્તિ જિન સ્તવન' રચનામાં નિશ્ચય અને વ્યવહાર વચ્ચે, તો “શ્રી સીમંધર સ્વામી સ્તવનમાં ય એ જ બે વચ્ચે, અને “શ્રી સીમંધર સ્વામીની વિનતિરૂપ સ્તવન માં નય-રહસ્ય વચ્ચે, ઉપરાંત “સીમંધર જિન સ્તવન માં સિદ્ધાન્ત અને રહસ્ય વચ્ચે કવિએ વડાઈ વિવાદની યોજના કરી છે. માત્ર ભાવને જ સેવનાર ગળિયા બળદ જેવા છે, ભોજન દીઠે કંઈ ભૂખ ન ભાંગે; તેથી “જિમ જિમ ભાવ ક્રિયામાં ભલશે, સાકર જિમ પય માંહિં; તિમ તિમ સ્વાદ હોશે અધિકેરો.” જેવો બોધ ધ્યાન દોરે છે. કષ્ટ થવાથી મુનિ થવાય, તો બળદ મુનિ પદ પામે જ એવો ભંગ કરીને કવિ, એકાન્તવાસી અહિંસક બાળપવી “ન લહે મર્મ અગાધ' કહીને જ્ઞાન-તપને જીવન સાથે સંબંધ સૂચવે છે. વચ્ચે ક્યાંક આવાં મજાનાં અર્થાન્તરન્યાસી સુભાષિતો ય કવિ ટાંકી લે છે : “આંધા આગલે દર પણ દાખવો, બહિરા આગલ ગીત; મૂરખ આગલ પરમારથ કથા, ત્રિણે એક જ રીત.” “શ્રી શાંતિનાથ સ્તવન માં છે, તેમ કવિ આવાં વિરોધાભાસી વલણનો વિવેજ્યુક્ત મેળ જ ઇષ્ટ ગણે છે. એ આત્મતત્વવિચાર પર ભાર દઈને કવિએ જ્ઞાન વિનાની તો દયાને ય ખોટી કહી છે. એ મિષે કવિકલમ આવું અવલોકન પણ ટપકાવી લેવું ચૂકતી નથીઃ “વિષયરસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરુ મદપૂર રે; ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યા દૂર રે.” કવિ યશોવિજ્યજીની સ્તવન કૃતિઓમાં ચોવીસ તીર્થંકરોની સ્તુતિનાં પદો નોંધપાત્ર છે. એમાંની બે ચોવીસીમાં ઊર્મિ-ભાવની છટા અને તીવ્રતા આકર્ષક અભિવ્યકિત પામી છે. બીજી એક ચોવીસીમાં કથન અને ચરિત્રવીગત સંગ્રહ વિશેષ છે. કવિના વ્યક્તિસભર સ્તવનમાં, માત્ર મહિમાસ્કૃતિ નથી ત્યાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6