Page #1
--------------------------------------------------------------------------
________________
યશ વિજય ની કવિતા
હસિત હ૦ બૂચ
જન્મ ઉત્તર ગુજરાતના કન્હોતુ ગામમાં (ઈ. સ. ૧૬૨૩), અને અનશન દ્વારા પ્રાણત્યાગ મધ્ય
ગુજરાતમાં ડભોઈ ગામે (ઈ. સ. ૧૬૮૭). મહોપાધ્યાય ન્યાયાચાર્ય કવિશ્રી યશોવિજયજીના એ સમય વિશે મતભેદ તો છે. ઉક્ત સમયે એમના જ સમકાલીન કાન્તિવિજયજીએ રચેલા “સુજસેવેલી રાસને આધારે સ્વીકારાય છે. પરંતુ કવિના ગુરુ શ્રી નવિજ્યજીએ આલેખેલા એક ચિત્રપટની પુપિકાના આધારે કવિસમય ઈ. સ. ૧૫૮૯થી ૧૬૮૭નો અંદાજાય છે. કવિની છેલ્લી રચના “જબૂસ્વામી રાસની પ્રત કવિતાથે જ લખેલી મળે છે. એમાં રચનાસાલ ઈ. સ. ૧૯૮૩ની અપાઈ છે. કવિએ પોતે લખેલી સ્વરચનાઓની પોથીઓ સારી સંખ્યામાં મળે છે, તેમ એમના ગુરુએ ઉતારેલી કવિની કૃતિઓની પ્રતો ય પ્રાપ્ય છે; છતાં કવિની જન્મસાલ સ્પષ્ટ થઈ ન કહેવાય. હાલ તો એ સાલ કવિચરિત્રની વિગત આપતા સુજલી રાસને આધારે સ્વીકારવી ઉચિત છે.
સંસ્કૃત, પ્રાકૃત, હિંદી, મારવાડી અને ગુજરાતીમાં “શ્રી નયવિજય વિબુધ પયસેવક' કવિ જસોવિજયની કૃતિઓ સવાસોથી ય વધુ છે. એમાં એમની વિદ્વાન, વિચારક, ધર્મજ્ઞ તથા કવિ લેખેની શક્તિ પ્રગટ થાય છે. શાસ્ત્ર અને તરસૂઝ પર યશોવિજયજીની કલમની સિદ્ધિ એવી મુગ્ધકર નીવડી છે કે એમને “બીજા હેમચંદ્ર”, “લધુ હરિભદ્ર” કે જૈન સંપ્રદાયમાં “ શંકરાચાર્ય” જેવું સ્થાન ધરાવનાર તરીકે બિરદાવાયા છે. એમની સમન્વયશકિત, જૈન-જૈનેતર મૌલિક ગ્રંથોનું એમનું દોહન, પ્રત્યેક વિષયના મૂળ લગી જઈને એ વિષે પોતાનો મત સમભાવપૂર્વક અને સ્પષ્ટ રીતે રજૂ કરવાની એમની રીત, સહુ જિજ્ઞાસુઓને પોતાના કઠિન અને સરલ વિચારો પહોંચતા કરવામાં એમની સફલતા, સંપ્રદાયના છતાં એનાં બંધનોની તમા તજી નિર્ભયપણે અભિપ્રાય આપવાની એમની શક્તિને યાદ કરી ૫૦ સુખલાલજી કહે છે કે, જૈન યા જૈનેતર સમાજમાં યશોવિજયજી જેવી વિશિષ્ટ વિદ્વાન હજી સુધી એમના ધ્યાનમાં આવેલ નથી. તેઓ એ પણ ઉમેરે છે કે આ કથનમાં કોઈ અતિશયતા નથી. “જૈન દર્શનને નવ્ય ન્યાયની રેલીમાં મૂકીને અપૂર્વ કાર્ય કરનાર યશોવિજયજીને શ્રી દલસુખભાઈ માલવણિયાએ “જૈન દર્શન વિશે અંતિમ પ્રમાણરૂપ” વર્ણાવ્યા છે. એમની ગુજરાતી ભાષામાં લબ્ધ થતી કૃતિઓ વિચારતાં
Page #2
--------------------------------------------------------------------------
________________
યશોવિજયની કવિતા : ૧૬૧ કહી શકાય કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં બોધ, કલ્પના, ભાવ અને ચિંતનથી શોભતી એમની રચનાઓ અવશ્ય આકર્ષક અને આદરપાત્ર છે. સ્તવન સઝાયનાં ટૂંકાં ગેય પદો કે સંવાદ-રાસ રૂ૫ની દીર્ઘ રચનાઓમાં આ “તાકિક શિરોમણ’–‘ન્યાયાચાર્ય ની કવિત્વશકિત સતત ઝળક્યા કરતી જણાશે. એવી કેટલીય પંક્તિઓ મળે, જેમાં જણાઈ આવે કે આ કલમ કવિની, કે પછી કહેવું જ રહે, કે આ મિજાજ જ કવિનો.
ઈ. સ. ૧૬પરમાં રચાયેલો એમનો “દ્રવ્યગુણુપર્યાય રાસ” અધ્યાત્મતત્ત્વની જેનવિચારણાને નિરૂપે છે. સંસ્કૃતમાં એનો અનુવાદ થયો છે. “જબૂસ્વામી રાસ’નું વ્યવસ્થિત સંપાદન તો પ્રારમણલાલ ચી. શાહે હવે સુપ્રાપ્ય કરી આપ્યું છે. અન્ય કવિનો “શ્રીપાલ રાસ” પણ એમણે– કવિ યશોવિજયજીએ-પૂરો રચી આપ્યો છે. “ગૂર્જર સાહિત્ય સંગ્રહ”ના બે ગ્રંથોમાં (સં. ભદ્રંકરવિજય) યશોવિજયજીનાં સ્તવનો–સઝાયો–સંવાલદિ કૃતિઓ પણ સુલભ છે. આ લેખમાં એમાંનાં સ્તવન, સજઝાયો, સંવાદની રચનાઓ વિશે વિચારણાનો આશય છે.
સમુદ્ર–વહાણ સંવાદ' આ ગુચ્છની મનોરમ અને બોધક કૃતિ છે. ઈ. સ. ૧૬૬ ૧માં ઘોઘા મુકામે રચાયેલી આ સંવાદરચનામાં “વાચક જશવિજય”ની ઉપદેશક શક્તિ કવિતાની કલા સાથે આકર્ષક મેળ રચે છે. “મત કરો કોઈ ગુમાન”ની શીખ આપવા વિષ સમુદ્ર અને એના ગર્વને ગાળતા વહાણ વચ્ચે કવિએ આકર્ષક સંવાદ રચ્યો છે. “ઉપદેશ રચ્યો ભલો’ કહીએ તેવી ચિત્રણ, એવું વિવાદચાતુર્ય, એવી અનુપ્રાસાદિની યોજના અને એવી પરોક્ષ જીવનવિચારણું યશોવિજયજી આ કૃતિમાં પ્રગટ કરે છે. ક્યાંક સુરુચિ ન જળવાય એવી વિવાદોકિત ખરી, પણ સમગ્રપણે રચના સફળ જ કહેવાય. સમુદ્રને મુખે કવિએ સ્વગૌરવની દલીલો કુશળતાથી મૂકી છે, પણ વહાણ એનો તોડ કરી સ્વત્વની પ્રતિષ્ઠા વધુ અસરકારક રીતે કરે છે. સમુદ્ર રાવણની સમૃદ્ધિ અને લક્ષ્મીનારાયણની શય્યા સાથેનો નિજનો સંબંધ દાખવી “તાહરું તે કુલ કાઇનું પણ સંભળાવે છે; પોતાની મોટાઈ વર્ણવીને પોતા પાસે રત્નો છે, ગંગાદિને કારણે પોતે “તીરથસાર છે, ઘનઘટા પોતાનું જલ લઈ વરસે છે તેથી જ સહુનું હિત છે અને વહાણનો જન્મ પણ એ કારણે જ સંભવિત થાય છે, ચન્દ્ર જેવો પોતાને પુત્ર છે, અને પોતે સંતુષ્ટ છે પરંતુ “ભમ્યા કરતું વહાણ લોભી છે” એવું કહી દે છે. સામે દરેક સમુદઉગારનો તે તે ક્ષણે જ વહાણ પણ રોકડો જવાબ આપે છે. એ કહે છે: “હલુઆ' તો ય અમે જ બહુજનને તારીએ છીએ પાર ઉતારીએ છીએ. મોટો તો ઊકરડોય છે, પણ કામનો તો નાનો તો ય હીરો જ. રત્નો તો છે પણ આપતાં
બેસે છે મુખડામાં'. વળી તૃણ ઉપર ને રત્નો હોય તળિયે એવું તો છે સમુદ્રનું અજ્ઞાન !, તરસ્યાં ય દૂર ભાગે એવું છે એનું જળ, ગંગાદિ ય એમાં મળતાં નામમાધુર્ય ખોઈ દે છે; અને કુલની વાત તો “જે નિજગુણે જગ ઉજજવલ કરિયો, તો કુલમદનું હૂં કાજ રે ?', હજાર નદીઓએ ય સમુદ્રની ભૂખ ક્યાં ભાંગી ? ચન્દ્ર પુત્ર તો યે દૂર જ રહ્યો–તે ય કુલકલંક સાથે. વહાણની આવી સ્પષ્ટ વાતોએ પછી તો –
“એહવે વયણે રે, હવે કોઈ ચડ્યો, સાયર પામ્યો રે ક્ષોભ, પવન ઝકોલે રે જલ ભર ઊછલી, લાગે અંબર મોભ. ભમરી દેતા રે પવન ફિરી ફિરી રે, વાસે અંગ તરંગ, અંબર વેદી રે ભેદી આવતા, ભાજે તે ગિરિશંગ.
“નાંગર ત્રોડી રે દૂરિ નાંખીએ, ફૂલતણા જિમ બીંટ; ગગનિ ઉલાળી રે હરિઈ પાંજરી, મોડિ મંડપ મીટિ.”
સુ૦ ગ્ર૦ ૧૧
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૧૨ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ થW શ્રી નવખંડ નિણંદની કૃપાકરુણાથી નાવ પાછું સાજુંનરવું થઈ સાગરપેટ પર આવે છે. ત્યારે–
“બેટા સોહે પાંજરી હો, ફૂઆ થંભ અગ્રભાગ, માનું કે પોપટ ખેલતા હો, અંબર તરૂઅર લાગિ.
“એક વેલિ સાયર તણું હો, દૂજી જનરંગ રેલી,
ત્રીજી પવનની પ્રેરણા હો, વાહણ ચલે નિજ ગેલિ.” કવિ સમુદ્રના પ્રકોપનું અને વહાણના નવા પ્રસ્થાને પ્રસન્ન-સમૃદ્ધ થતી વસતિનું ઉમળકા-ઉત્સાહથી જીવંત ચિત્રણ કરે છે; પરંતુ પ્રભુપ્રીત્યર્થ સમૃદ્ધિ-પુરુષાર્થ જ મોટાઈ પામ્યાની વાત પણ એમણે અંતે યાદ આપી છે જ. વર્ણન, વિવાદ, વાર્તાલાપ કે પ્રેરક આશયની રજૂઆતમાં સમુદ્ર-વહાણ સંવાદ” કવિએ ગુજરાતી કવિતામાં ઉમેરેલી એ કવિશિષ્ટ કૃતિ છે. કવિમાં જે તર્કશકિત અને હળવા વ્યંગની રગ છે તે અહીં સારી પ્રતિબિબિત થાય છે. પણ મુખ્ય વાત તો એ છે કે, કવિએ આમ કર્યું છે તે કવિની રીતે. મધ્યકાલીન ગુજરાતી સંવાદકાવ્યોમાં આવા કલાગુણે જ આ કૃતિ ઉચ્ચ દરજજે આવે છે. “ઘોઘા’ સાથે યાદ કરાય છે “હીરો'; પરંતુ આ કૃતિની પ્રાપ્તિથી આપણે આપણી એ ટેવ છોડીએ, તો તે કરવા જેવું ખરું.
- બીજે ય કવિએ આવાં દંડ વચ્ચે વિવાદ સંઘર્ષ બતાવી સાચો રાહ દાખવ્યો છે. પણ એમાં વિચારક ઉપદેશકનું એમનું રૂપ વધુ જણાશે. ત્યાં એમની જે સમન્વયદષ્ટિ છે અને જે અર્થાન્તરન્યાસી કથનરીતિ છે તે લક્ષપાત્ર થાય છે. આ પ્રકારની કતિઓમાં, ચાર ઢાળમાં ગૂંથાયેલી “શ્રી શાન્તિ જિન સ્તવન' રચનામાં નિશ્ચય અને વ્યવહાર વચ્ચે, તો “શ્રી સીમંધર સ્વામી સ્તવનમાં ય એ જ બે વચ્ચે, અને “શ્રી સીમંધર સ્વામીની વિનતિરૂપ સ્તવન માં નય-રહસ્ય વચ્ચે, ઉપરાંત “સીમંધર જિન સ્તવન માં સિદ્ધાન્ત અને રહસ્ય વચ્ચે કવિએ વડાઈ વિવાદની યોજના કરી છે. માત્ર ભાવને જ સેવનાર ગળિયા બળદ જેવા છે, ભોજન દીઠે કંઈ ભૂખ ન ભાંગે; તેથી
“જિમ જિમ ભાવ ક્રિયામાં ભલશે,
સાકર જિમ પય માંહિં;
તિમ તિમ સ્વાદ હોશે અધિકેરો.” જેવો બોધ ધ્યાન દોરે છે. કષ્ટ થવાથી મુનિ થવાય, તો બળદ મુનિ પદ પામે જ એવો ભંગ કરીને કવિ, એકાન્તવાસી અહિંસક બાળપવી “ન લહે મર્મ અગાધ' કહીને જ્ઞાન-તપને જીવન સાથે સંબંધ સૂચવે છે. વચ્ચે ક્યાંક આવાં મજાનાં અર્થાન્તરન્યાસી સુભાષિતો ય કવિ ટાંકી લે છે :
“આંધા આગલે દર પણ દાખવો, બહિરા આગલ ગીત;
મૂરખ આગલ પરમારથ કથા, ત્રિણે એક જ રીત.” “શ્રી શાંતિનાથ સ્તવન માં છે, તેમ કવિ આવાં વિરોધાભાસી વલણનો વિવેજ્યુક્ત મેળ જ ઇષ્ટ ગણે છે. એ આત્મતત્વવિચાર પર ભાર દઈને કવિએ જ્ઞાન વિનાની તો દયાને ય ખોટી કહી છે. એ મિષે કવિકલમ આવું અવલોકન પણ ટપકાવી લેવું ચૂકતી નથીઃ
“વિષયરસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરુ મદપૂર રે;
ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યા દૂર રે.” કવિ યશોવિજ્યજીની સ્તવન કૃતિઓમાં ચોવીસ તીર્થંકરોની સ્તુતિનાં પદો નોંધપાત્ર છે. એમાંની બે ચોવીસીમાં ઊર્મિ-ભાવની છટા અને તીવ્રતા આકર્ષક અભિવ્યકિત પામી છે. બીજી એક ચોવીસીમાં કથન અને ચરિત્રવીગત સંગ્રહ વિશેષ છે. કવિના વ્યક્તિસભર સ્તવનમાં, માત્ર મહિમાસ્કૃતિ નથી ત્યાં,
Page #4
--------------------------------------------------------------------------
________________
ચાવિજયની કવિતા : ૧૬૩
ઉલ્લાસ, શ્રદ્ધા, લાડ, મસ્તી, ટીખળ, મર્મ, નમ્રતા, ધન્યતાદિ ભાવોની દૃષ્ટાન્તસુભગ અને સુબ્રડ કલ્પનાશીલ રજૂઆત સંભારવી ગમે એવી થઈ છે. વિવિધ દેશીઓ—દુહા—ઝૂલણામાં વહેતી આવી સ્તવનવાણી કવિએ ઊર્મિ—સંવેદના-કલ્પનાશિલ્પથી જીવતી બનાવી છે. · મુહુ ભાગ્યા પાસા ઢાલ્યા'નો હર્ષ ગાતા યશોવિજયજી
.
અંજલિમાં જિમ ગંગ ન માટે, મુજ મન તિમ પ્રભુહેજ”
ગાઈ પ્રભુસ્નેહનું અવર્ણનીય ઋણ માથે ચડાવે છે. એનો રંગ લાગે ત્યાં ખીજું શું ગમે ?--- “માલતી ફૂલે મોહિયો,
કિમ એસે હો બાવળ તરુ ભૃગ ?”
ભકતની આવી દશા શીદ તાણો છો ? ’ પ્રભુને
જાણતા પ્રભુ કૃપા ન કરે, એ તો કેમ ચાલે ? કવિ કહે છે : ‘ જાણો છો તો લાડથી માર્મિક યાદ પણ અપાઈ છે, કે—— “જળ દિયે ચાતક ખીજવી, તે... મેધ હુઓ તેણે શ્યામ.’
કવિ કહે છે કે, બાંય ગ્રહ્યાની લાજ તને જ છે. હળવેકથી કવિ કહી પણ દે છે, કે—
ભાગ્યું દેતાં તે કિશું વિમાસો છ, મુજ મનમાં એહ તમાસો જી; સાહિબ, સાંભળો !”
આવું નિર્વ્યાજ નૈકય્ય-લાડ આ સ્તવનોનું ટાળું પાસું છે. તત્ત્વવિચારની સન્માન્ય કૃતિઓની હારમાળા આપી ગયેલ આ કવિ આવા ઉદ્ગારોમાં કેવી રસિક અદા દાખવી શકયા છે? કવિની ધન્યતાની વાણી ય ભરી ભરી છે :
“અમે પણ તુમ શું કામણુ કરશું.”
પ્રભુને કંચનકોડી કહેતા કવિ એના સાક્ષાત્કારને જ ‘ ભણુએ જનમનો લાહો' માને છે. ‘ હિયડે જૂડી, મુખ અતિ મીઠડી ' માયાથી મુકત કરાવવા તેથી જ કવિ પ્રભુને વીનવે છે. કવિ પ્રભુમિલનના ધન્યત્વને વર્ણવતાં કહે છે : ‘ (તમે મળ્યા) તે કળિયુગ અમે ગિરૂઓ લેખવું. ’ કવિને કલિયુગ પણ ગરવો લાગે છે, કારણ પ્રભુ તેમાં મળ્યા. આવી એક કાવ્યત્વથી અંકિત ચોવીશીમાં નેમિ-રાજુલની કથની ગૂંથતાં રાજુલને મોંએ——
“ઉતારી હું ચિત્તથી રે હાં, મુગતિ ધૂતારી હેત—મેરે વાલમા, સિદ્ધ અનંતે ભોગવી રે હાં, તેહછ્યું કવણુ સંકેત—મેરે વાલમા.’ એવા માર્મિક ઉદ્ગારો પણ કઢાવે છે. આ ત્રણ ચોવીસીઓમાં જે એક ચોવીસી ચરિત્રપ્રધાન છે તેમાં કથન, વીગત, ટીપ અને અત્યુકિતની માત્રા ફ્રીક ઢીક વધુ પ્રમાણમાં છે.
· વિહરમાન જિનવીશી 'નાં ૨૦ પદોમાં સ્તવન કરતાં કરતાં કદી, “ મોટા-નાહના અંતરો રે, ગિરૂમા નવિ દાખત” એવી માર્મિક ટકોર પણ જિનેશ્વર સીધરને કરે છે. વનમાં મોર હોય, પછી ભુજંગનો ભય શેનો? ’’એવું દૃષ્ટાંત કવિ, એ વિશ્વાસને દૃઢ કરવા રજૂ કરે છે કે, જ્યાં પ્રભુ છે, ત્યાં કર્મનું બળ શેનું નભે ? પોતાના ‘ સાહિબ સુજાણ ’ પ્રભુને કવિ આ વિશ્વાસે જ કહે છે, કે મુખ દેખી ટીલું કરે તે પ્રમાણ નથી, સહુનો મુજરો માને એ જ સુજાણુ સાહિબ કહેવાય. કવિની આવી હભરી ચીમકી આકર્ષક બની રહી છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૪૪ઃ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી
વાચક યશોવિજયજીના “જશ-વિલાસ” પદસંગ્રહમાં “વિશિષ્ટ જિનસ્તવનો, સામાન્ય જિનસ્તવનનો', “નેમ-રાજુલનાં ગીતો', “ આધ્યાત્મિક પદો', “હરિયાલી' વગેરે સંગૃહીત થયાં છે. જાતે તા કહેવાય, પણ તરે તો માત્ર પોતે જ; કહેવાય દીનદયાળ, કિન્તુ શિવમાં ભળે એકલપંડ પોતે જ; એવો પ્રભુને ઉપાલંભ વિશિષ્ટ સ્તવનોમાં આપી કવિ પ્રમત્તતાની ઊલ, એકાગ્રતાનો ઓરસીઓ, શ્રદ્ધાનું ચંદનાદિની રૂ૫ક્યોજના પણ કરે છે. આવાં ૩૯ પદો ઉપરાંત ૮ “સામાન્ય સ્તવન માં પણ કર્મરૂપી ભુજંગથી છૂટવા વિરતિમયૂરીની પ્રાર્થના છે, દૂરના સુરતરુ કરતાં છાંય આપતો લીમડો વધુ કામનો એવી વાસ્તવિક દષ્ટિ છે, અને “જેહ માંહિ તુજ દર્શન મિ પામિણું, તે સુંદર કલિકાલ” એવી શ્રદ્ધા દુહરાવાઈ છે. પાંત્રીસ “આધ્યાત્મિક પદોમાં જ્ઞાન-વૈરાગ્ય–ભક્તિનો મર્મ કથાય છે. એમાંના પંચમહાવ્રત જહાજના પદમાં શીલ સુકાન, ક્ષમા લંગર, સંતોષને “સહડ” જેવી રૂપરચના છે. સાચો જૈન, સજજન, સાચો ધર્મ વગેરેનાં બોધક પદો ય છે. જાતે જ ભૂલ કરવી ને દેવો દોષ કર્મને! મનની સ્થિરતા ન હોય ત્યાં યોગ શેનો ? ખાલી ભસ્મ-મુંડન-જટાથી શું મળે?—આવી સ્વતંત્ર તરવદષ્ટિ પણ તેમાં છે. આ આધ્યાત્મિક પદોનું વિશિષ્ટ અંગ છે “ હરિયાલી” નામક પદરચના. આ “હરિયાલી માં આરંભથી જ ગૂઢ અવળવાણીની રંગત ઊછળે છે–
“કહિ પંડિત! કોણ એ નારી? વીસ વરસની અવધ વિચારી. દોય પિતાએ એહ નિપાઈ સંઘ ચતુવિધ મનમેં આઈ. કીડીએ એક હાથી જાયો, હાથી સામો સસલો ધાયો.
વિણ દીર્વે અજવાળું થાયે, કીડીના દર માંહિ કુંજર જાયે.” માત્ર અઠ્ઠાવીસ પંકિતઓની આ પદકૃતિમાં અવળવાણીમય પ્રતીકોની ઓથે સંતાયેલ અર્થબોધવિચાર, ભાવાર્થ સ્પષ્ટ પણ કરાયો છે. ચેતના સ્ત્રી, જ્ઞાનઉપયોગ અને દર્શનઉપયોગ બે પિતા. હાથી તે આત્મા, સસલો તે કર્મચેતન, મોહગ્રસ્ત ન થાય ત્યાં વિના દીવે અજવાળું, કીડી તે નિગોદ, જેવી સ્પષ્ટતા અપાઈ છે. રચનાદષ્ટિથી ય આ “હરિયાલી ” સુઘડ રૂપની છે.
આવી વિશિષ્ટ તો નહિ, પણ “જસવિલાસ પદસંગ્રહની એક ઊર્મિરંગી સારી કૃતિ તે નેમિરાજુલનાં સાત ગીતોની કલગી. નેમ પ્રભુને વિવાહ માટે મનાવતી હોરી રમતી નારીઓ સમજાવે છે : પરના બિન પુરષ ઉલઠ.' રાજુલની પ્રેમપીડા તો લાગણીના ઘેરા રંગે વ્યકત કરાઈ છે :
“નિરોહીત્યું નેહ જે કીધો રે, ઊંઘ વેચી ઊજાગર લીધો રે.”
અથવા કોકિલ બોલઈ ટાઢું મીઠું રે, મુઝ મનિ તો તે લાગઈ અંગીઠું રે;
વિરહ જગાવી વિરહિણી બાલી રે, તે પાપઈ તે થઈ છઈ કાલી રે.” કવિનાં પદીનો બીજો સમૂહ તે સજઝાયોનો, અર્થાત્ સ્વાધ્યાયોનો. એમાં આનંદઘનસ્તુતિની અષ્ટપદી કે “સાધુવંદના” સમી કૃતિ ય મુકાઈ છે. આ વિભાગમાં “પાંચ ગણધરના પાંચ ભાસ'માં “થોડું પણ ચંદન ભલું, હૂં કી જઈ બીજા કાછનો ભાર કે?” જેવું અનુભવકથન છે. જૈન દષ્ટિએ અઢાર પાપો વર્ણવતી સઝાય બોધક કૃતિ છે. ૧૯ ઢાલની “શ્રી પ્રતિક્રમણ હેતુ ગર્ભિત' સજઝાયમાં કવિ કહે છે?
“વચન કાયા તે તો બાંધીએ, મન નવિ બાંધ્યો જાય, હે મિત્ત! મન બાંધ્યા વિણ પ્રભુ ના મિલે, કિરિયા નિફલ જાય, હે મિત્ત !”
Page #6
--------------------------------------------------------------------------
________________ યશોવિજયની કવિતા H 165 સૂરતમાં રચાયેલી આ સજઝાયમાં રૂપકગર્ભ ટૂંકાં દૃષ્ટાન્તકથાનકો ય છે. “બીજે પણ દૃષ્ટાન્ત છે રે” જેવી ગદ્યાળવી લખાવટ, કંઈક વધુ પ્રમાણમાં પથરાયેલ કથનાત્મકતા અને વ્યાખ્યા-વિવરણ અહીં ખેંચે છે. 41 કડીની “ચડ્યા-પડ્યાની સજઝાય ”માં બોધ છે–– “થો પણ જિહાં ગુણ દેખીએ, તિહાં અતિહિં ગહગહીઈ રે.” 19 કડીની નાની “અમૃતવેલી સજઝાય માં ય એ જ વાત છે– “થોડલો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણશે.” સુગુરુ સઝાય ની ચાર હાલમાં સુગુરૂનાં લક્ષણ અને “કુગુરુ સજઝાય ની છે હાલમાં એ જ રીતે કુગુરૂને વર્ણવેલ છે. “સમકત સુખલડી ની સઝાય વાનગીમાં “દુઃખ ભૂખડલી” ભાંગવાની છે. " તુંબડાની સજઝાયમાં સાધુને તુંબડું વહોરાવતાં “વિપરીત આહાર વહોરાવીઓ” ને “વધાર્યો અનંત સંસાર” એવી રજૂઆત છે. પ્રસંગાત્મક છે આ સઝાય. જ્ઞાન દ્વારા જ મુકિતપ્રાપ્તિનો સાર કવિ અંતે કથે છે. - સ્તવનો–સજઝાયો-સંવાદ-પદોના આ બહોળા પ્રવાહમાં કવિ દૃષ્ટાન્ત–ઉપમાનો–પંકિતઓ–ભાવવિચારાદિની પુનરુક્તિથી સર્વથા દૂર રહી શકયા નથી, તેમ કવચિત આજે અરુચિકર લાગે એવી દૃષ્ટાન્ત–પ્રતીકની રજૂઆત કે મધ્યકાલીન સંખ્યાતિશયનો મોહ પણ કવિ ટાળી શકતા નથી. કથનાત્મક પ્રસ્તાર કે વીગત-વિશેષણની યાદી જેવુંય ઠીક ઠીક જડે છે. પરંતુ આ વિશાળ અને વૈવિધ્યભર્યા ગુચ્છમાં કવિની દૃષ્ટિની નિજી ચમક તેમ એમની અભિવ્યકિતની કુશલ હથોટી એવી ક્ષતિઓને હિસાબે ઘણી વધારે છે. પ્રભુ પ્રત્યેના ગાઢ અનુરાગે પ્રેરાતી એમની ભાવાર્ટ તેમ જ મર્માળી ઉકિતઓ, એમાં વરતાતી ખુમારી ઉપરાંત સ્વાભાવિક નમ્રતા, આસપાસની પામરતા-ક્ષકતાની નિભક ચકલી ચિત્રણ, અને દૃષ્ટાન્તાદિમાં ઉપસી આવતી એમની સંગીન ઝ અને ગ્રાહકદૃષ્ટિ વાચક યશોવિજયજીની વિશિષ્ટ મુદ્રા દર્શાવે તેમ છે. લયમેળ પદબંધની વિવિધતા અને વાણીની ચિત્રાત્મકતા અને ભાવાર્થસૂચકતા પણ લક્ષ દોરનારી નીવડે છે. ઈસૂના સત્તરમા સૈકાની આપણી કવિતા આ ઉત્સાહભર્યા કવિની કલમે સમૃદ્ધ થઈ જરૂર કહેવાય. એનું સ્વરૂપવૈવિધ્ય, એની રમતિયાળ અને ગહનગંભીર અભિવ્યકિત, એમાંનું અનુભવ અને જ્ઞાનથી ઓપતું વસ્તુ, અને સૌથી વધુ તો એમાંની સમતોલ અને સાત્વિક દષ્ટિ એવાં છે, કે આપણી મધ્યકાલીન કવિતામાં યશોવિજયજીની ગુજરાતી કાવ્યરચનાઓ હમેશાં આદરથી સંભારી શકાય. "