SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ યશોવિજયની કવિતા H 165 સૂરતમાં રચાયેલી આ સજઝાયમાં રૂપકગર્ભ ટૂંકાં દૃષ્ટાન્તકથાનકો ય છે. “બીજે પણ દૃષ્ટાન્ત છે રે” જેવી ગદ્યાળવી લખાવટ, કંઈક વધુ પ્રમાણમાં પથરાયેલ કથનાત્મકતા અને વ્યાખ્યા-વિવરણ અહીં ખેંચે છે. 41 કડીની “ચડ્યા-પડ્યાની સજઝાય ”માં બોધ છે–– “થો પણ જિહાં ગુણ દેખીએ, તિહાં અતિહિં ગહગહીઈ રે.” 19 કડીની નાની “અમૃતવેલી સજઝાય માં ય એ જ વાત છે– “થોડલો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણશે.” સુગુરુ સઝાય ની ચાર હાલમાં સુગુરૂનાં લક્ષણ અને “કુગુરુ સજઝાય ની છે હાલમાં એ જ રીતે કુગુરૂને વર્ણવેલ છે. “સમકત સુખલડી ની સઝાય વાનગીમાં “દુઃખ ભૂખડલી” ભાંગવાની છે. " તુંબડાની સજઝાયમાં સાધુને તુંબડું વહોરાવતાં “વિપરીત આહાર વહોરાવીઓ” ને “વધાર્યો અનંત સંસાર” એવી રજૂઆત છે. પ્રસંગાત્મક છે આ સઝાય. જ્ઞાન દ્વારા જ મુકિતપ્રાપ્તિનો સાર કવિ અંતે કથે છે. - સ્તવનો–સજઝાયો-સંવાદ-પદોના આ બહોળા પ્રવાહમાં કવિ દૃષ્ટાન્ત–ઉપમાનો–પંકિતઓ–ભાવવિચારાદિની પુનરુક્તિથી સર્વથા દૂર રહી શકયા નથી, તેમ કવચિત આજે અરુચિકર લાગે એવી દૃષ્ટાન્ત–પ્રતીકની રજૂઆત કે મધ્યકાલીન સંખ્યાતિશયનો મોહ પણ કવિ ટાળી શકતા નથી. કથનાત્મક પ્રસ્તાર કે વીગત-વિશેષણની યાદી જેવુંય ઠીક ઠીક જડે છે. પરંતુ આ વિશાળ અને વૈવિધ્યભર્યા ગુચ્છમાં કવિની દૃષ્ટિની નિજી ચમક તેમ એમની અભિવ્યકિતની કુશલ હથોટી એવી ક્ષતિઓને હિસાબે ઘણી વધારે છે. પ્રભુ પ્રત્યેના ગાઢ અનુરાગે પ્રેરાતી એમની ભાવાર્ટ તેમ જ મર્માળી ઉકિતઓ, એમાં વરતાતી ખુમારી ઉપરાંત સ્વાભાવિક નમ્રતા, આસપાસની પામરતા-ક્ષકતાની નિભક ચકલી ચિત્રણ, અને દૃષ્ટાન્તાદિમાં ઉપસી આવતી એમની સંગીન ઝ અને ગ્રાહકદૃષ્ટિ વાચક યશોવિજયજીની વિશિષ્ટ મુદ્રા દર્શાવે તેમ છે. લયમેળ પદબંધની વિવિધતા અને વાણીની ચિત્રાત્મકતા અને ભાવાર્થસૂચકતા પણ લક્ષ દોરનારી નીવડે છે. ઈસૂના સત્તરમા સૈકાની આપણી કવિતા આ ઉત્સાહભર્યા કવિની કલમે સમૃદ્ધ થઈ જરૂર કહેવાય. એનું સ્વરૂપવૈવિધ્ય, એની રમતિયાળ અને ગહનગંભીર અભિવ્યકિત, એમાંનું અનુભવ અને જ્ઞાનથી ઓપતું વસ્તુ, અને સૌથી વધુ તો એમાંની સમતોલ અને સાત્વિક દષ્ટિ એવાં છે, કે આપણી મધ્યકાલીન કવિતામાં યશોવિજયજીની ગુજરાતી કાવ્યરચનાઓ હમેશાં આદરથી સંભારી શકાય. " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230210
Book TitleYashovijayji ni Kavita
Original Sutra AuthorN/A
AuthorHasit H Buch
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size556 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy