Book Title: Yashovijayji ni Kavita
Author(s): Hasit H Buch
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 4
________________ ચાવિજયની કવિતા : ૧૬૩ ઉલ્લાસ, શ્રદ્ધા, લાડ, મસ્તી, ટીખળ, મર્મ, નમ્રતા, ધન્યતાદિ ભાવોની દૃષ્ટાન્તસુભગ અને સુબ્રડ કલ્પનાશીલ રજૂઆત સંભારવી ગમે એવી થઈ છે. વિવિધ દેશીઓ—દુહા—ઝૂલણામાં વહેતી આવી સ્તવનવાણી કવિએ ઊર્મિ—સંવેદના-કલ્પનાશિલ્પથી જીવતી બનાવી છે. · મુહુ ભાગ્યા પાસા ઢાલ્યા'નો હર્ષ ગાતા યશોવિજયજી . અંજલિમાં જિમ ગંગ ન માટે, મુજ મન તિમ પ્રભુહેજ” ગાઈ પ્રભુસ્નેહનું અવર્ણનીય ઋણ માથે ચડાવે છે. એનો રંગ લાગે ત્યાં ખીજું શું ગમે ?--- “માલતી ફૂલે મોહિયો, કિમ એસે હો બાવળ તરુ ભૃગ ?” ભકતની આવી દશા શીદ તાણો છો ? ’ પ્રભુને જાણતા પ્રભુ કૃપા ન કરે, એ તો કેમ ચાલે ? કવિ કહે છે : ‘ જાણો છો તો લાડથી માર્મિક યાદ પણ અપાઈ છે, કે—— “જળ દિયે ચાતક ખીજવી, તે... મેધ હુઓ તેણે શ્યામ.’ કવિ કહે છે કે, બાંય ગ્રહ્યાની લાજ તને જ છે. હળવેકથી કવિ કહી પણ દે છે, કે— ભાગ્યું દેતાં તે કિશું વિમાસો છ, મુજ મનમાં એહ તમાસો જી; સાહિબ, સાંભળો !” આવું નિર્વ્યાજ નૈકય્ય-લાડ આ સ્તવનોનું ટાળું પાસું છે. તત્ત્વવિચારની સન્માન્ય કૃતિઓની હારમાળા આપી ગયેલ આ કવિ આવા ઉદ્ગારોમાં કેવી રસિક અદા દાખવી શકયા છે? કવિની ધન્યતાની વાણી ય ભરી ભરી છે : “અમે પણ તુમ શું કામણુ કરશું.” પ્રભુને કંચનકોડી કહેતા કવિ એના સાક્ષાત્કારને જ ‘ ભણુએ જનમનો લાહો' માને છે. ‘ હિયડે જૂડી, મુખ અતિ મીઠડી ' માયાથી મુકત કરાવવા તેથી જ કવિ પ્રભુને વીનવે છે. કવિ પ્રભુમિલનના ધન્યત્વને વર્ણવતાં કહે છે : ‘ (તમે મળ્યા) તે કળિયુગ અમે ગિરૂઓ લેખવું. ’ કવિને કલિયુગ પણ ગરવો લાગે છે, કારણ પ્રભુ તેમાં મળ્યા. આવી એક કાવ્યત્વથી અંકિત ચોવીશીમાં નેમિ-રાજુલની કથની ગૂંથતાં રાજુલને મોંએ—— “ઉતારી હું ચિત્તથી રે હાં, મુગતિ ધૂતારી હેત—મેરે વાલમા, સિદ્ધ અનંતે ભોગવી રે હાં, તેહછ્યું કવણુ સંકેત—મેરે વાલમા.’ એવા માર્મિક ઉદ્ગારો પણ કઢાવે છે. આ ત્રણ ચોવીસીઓમાં જે એક ચોવીસી ચરિત્રપ્રધાન છે તેમાં કથન, વીગત, ટીપ અને અત્યુકિતની માત્રા ફ્રીક ઢીક વધુ પ્રમાણમાં છે. · વિહરમાન જિનવીશી 'નાં ૨૦ પદોમાં સ્તવન કરતાં કરતાં કદી, “ મોટા-નાહના અંતરો રે, ગિરૂમા નવિ દાખત” એવી માર્મિક ટકોર પણ જિનેશ્વર સીધરને કરે છે. વનમાં મોર હોય, પછી ભુજંગનો ભય શેનો? ’’એવું દૃષ્ટાંત કવિ, એ વિશ્વાસને દૃઢ કરવા રજૂ કરે છે કે, જ્યાં પ્રભુ છે, ત્યાં કર્મનું બળ શેનું નભે ? પોતાના ‘ સાહિબ સુજાણ ’ પ્રભુને કવિ આ વિશ્વાસે જ કહે છે, કે મુખ દેખી ટીલું કરે તે પ્રમાણ નથી, સહુનો મુજરો માને એ જ સુજાણુ સાહિબ કહેવાય. કવિની આવી હભરી ચીમકી આકર્ષક બની રહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6