Book Title: Vyantar Valinaha Vishe Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 4
________________ વ્યંતર વાલીનાહ વિશે થતા વળીઓ દ્વારા સર્જાતા નૌપૃષ્ઠ ઘાટના ‘વલભી’ જાતિના શિખરના પોલાણમાં તે વાસ કરતો હોવાનું મનાતાં ને અવગતે ગયેલ ધોરકર્મી આત્મા પરથી વલભીનાથ નામ બન્યું હશે, કે કોઈ ત્રીજા જ કારણે, એ વાત તો પ્રાચીન ભાષા અને સંસ્કૃતિના ગવેષકો જ કહી શકે. ક્ષેત્રપાલને બ્રાહ્મણીય ઉપાસનામાં માંસબલ દેવાતું, જ્યારે નિગ્રંથો દ્વારા અડદના બાકળાનો ભોગ ધરાતો એવું મધ્યકાલીન પ્રબંધો પરથી અને ચંદ્ર મેઘની તીર્થમાળા પરથી જાણવા મળે છે. ટિપ્પણો : ૧. અર્બુદ પર્વત પરની આ પ્રાચીન દેવી છે. દંતકથાઓને બાજુએ રાખતાં શ્રીમાતા તે મૂળે લક્ષ્મીનું કોઈ સ્વરૂપ હશે ? એની વર્તમાન આરસી પ્રતિમા તો ૧૩મા શતકથી પુરાણી હોય એમ લાગતું નથી. ૨. અહિંસાના સિદ્ધાંતને વરેલા હોઈ તાંત્રિક પ્રકારની બ્રાહ્મણીય હિસ્ર પૂજાવિધિ જૈનો માટે શક્ય નથી. ૩. સં૰ જિનવિજય મુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા ગ્રંથાંક ૨, કલકત્તા ૧૯૩૬, ૪. એજન, પૃ. ૫૨. ૫. સં. વિજયધર્મસૂરિ, પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ, ભાગ ૧લો, ભાવનગર, સં. ૧૯૭૮ (ઈ. સ. ૧૯૨૨), પૃ. ૪૮-૫૬. ૬. એજન, પૃ. ૫૧-૫૩, ૭. સં. મુનિશ્રી મૃગેંદ્રમુનિજી, સુરત ૧૯૯૮. ૮. એજન, પૃ ૩૫૦-૩૫૧. ૯. આ બન્ને ગ્રંથ મને હાલ અહીં અનુપલબ્ધ હોઈ ચોક્કસ સંદર્ભો ટાંકી શક્યો નથી. ૧૦. સં. જિનવિજયમુનિ, સિંધી જૈન ગ્રંથમાલા, અમદાવાદ-કલકત્તા ૧૯૪૦, ૧૯૯ ૧૧. એજન, ‘‘શ્રીવીરસૂરિચરિત”, પૃ ૧૨૮-૧૩૦. ૧૨. પાછળના યુગમાં જો કે ખેતરપાળની પ્રતિમાને બદલે સૂરાપૂરાની ખાંભી પૂજવાની પ્રથા શરૂ થયેલી; જેમ કે પોરબંદરના ખેતલિયાના થાનકમાં પાળિયો છે. ખિલોસ(ધ્રોળ પાસે, સૌરાષ્ટ્ર)માં પણ ખેતલાદાદાના થાનકમાં એ જ પ્રમાણે જોવાય છે. ૧૩. સં. મુનિ પુણ્યવિજય, ‘સુતીતિનિયારિ વસ્તુપાલપ્રશસ્તિસંગ્રહ', ૧૬૬. ૧૪. એજન, પૃ. ૨૬. ૧૫. Ed. Dr. Hariprasad G. Shastri, Lalbhai Dalpatbhai Series No. 3, Ahmedabad, 1964, p. 90. ૧૬, કૃતિના સમય-નિર્ણય માટે જુઓ મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૮૩૨, પૃ. ૩૯૩-૯૪, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6