Book Title: Vyantar Valinaha Vishe
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 1
________________ વ્યંતર વાલીનાહ વિશે તપાગચ્છીય લક્ષ્મીસાગરસૂરિ-શિષ્ય કવિ લાવણ્યસમયના જૂની ગુજરાતીમાં રચાયેલા પ્રસિદ્ધ વિમલપ્રબંધ (સં. ૧૫૬૮ } ઈસ૧૫૧૨)માં અપાયેલી દંતકથા અનુસાર અબુંદપર્વત પર દેલવાડાગ્રામમાં બ્રાહ્મણીય દેવી શ્રીમાતાના ક્ષેત્રની ભૂમિ દંડનાયક વિમલે મોંમાગ્યા મૂલે ખરીદી, એ પર મંદિર બંધાવવા પ્રારંભ કર્યો ત્યારે એ સ્થાનનો ક્ષેત્રપાલ(ખેતરપાલ) વાલીનાહ નામક વ્યંતરદેવ ઉપદ્રવ કરી રોજબરોજ થતું બાંધકામ રાત્રે તોડી નાખવા લાગ્યો. વિમલે એને પછીથી નિર્દોષ ભોગાદિ ધરાવી સંતુષ્ટ કરવાથી કામ નિર્વિને આગળ ધપ્યું. પુરાતન પ્રબંધસંગ્રહ અંતર્ગત પ્રબંધસંગ્રહ “B”(લિપિ ઈસ્વીસન્ ૧૬મી શતાબ્દી)માં પણ આ દંતકથા સંગ્રહાયેલી છે. ત્યાં અપાયેલ પ્રબંધ અનુસાર જ્યાં અત્યારે વિમલવસહી છે ત્યાં આગળ આ વ્યંતર વાલીનાહની દહેરી હતી. ઉપદ્રવકર્તા બંતરસંબદ્ધ આવી જ વાત પંડિત મેઘની ૧૫મા સૈકાના મધ્યભાગમાં રચાયેલ તીર્થમાળામાં પણ છે. ત્યાં એને “ક્ષેત્રપાલ', ખેતલવીર' અને “વાલીનાગ' કહ્યો છે. (અહીં “નાગ” નહિ પણ “નાહ’ હોવું ઘટે.) તપાગચ્છીય રત્નમંડનગણિના શિષ્ય શુભશીલગણિના પંચશતીપ્રબોધસંબંધ (સં. ૧૫૨૧ | ઈ. સ. ૧૪૬૫)માં પણ આ જ કથા થોડા વિગતફરક સાથે સંક્ષિપ્ત રૂપે નોંધાયેલી છે. ત્યાં વળી “વાલીનાહ નાગ” કહ્યું છે, જે ભૂલ જ છે. વાલીનાહ વ્યંતર ‘નાગ' નહિ, પણ ઉપર કથિત સાધનો અનુસાર ક્ષેત્રપાલ હોવાનું મનાતું. બે અન્ય તપાગચ્છીય કૃતિઓ સોમધર્મગણિની ઉપદેશ-સપ્તતિ (સં. ૧૫૦૩ | ઈ. સ. ૧૪૪૭) અને રત્નમંદિર ગણિના ભોજપ્રબંધ (સં. ૧૫૦૭ | ઈસ. ૧૪૫૧)–માં પણ થોડેવત્તે અંશે ઉપરની વિગતો નોંધાયેલી છે. આ બધું જોતાં વાલીનાહ સંબદ્ધ દંતકથા ૧૫માં શતકમાં પ્રચારમાં આવી ચૂકેલી એમ જણાય છે. વ્યંતર વાલીનાહ વિશે ખોજ કરતાં બે તથ્ય પ્રકાશમાં આવ્યાં. એક તો એ કે વાલીનાહનું મૂળ સંસ્કૃત અભિધાન “વલભીનાથ' અથવા ‘વિરૂપાનાથ છે; બીજું એ કે એની પ્રતિમા આજે પણ દેલવાડા-સ્થિત વિમલવસહીની પશ્ચિમે રહેલા શ્રીમાતાના મંદિરસમૂહમાં મોજૂદ છે. રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવક ચરિત(સં. ૧૩૩૪ ઈ. સ. ૧૨૭૮)માં ઈસ્વીસની ૧૧મી શતાબ્દીના આરંભકાળે થઈ ગયેલા, અને સોલંકીરાજ દુર્લભદેવના સમકાલીન, વીરગણિના સંદર્ભમાં સ્થિરાગ્રામ(થિરા)માં “વલભીનાથ અપનામ વિરૂપાનાથના નડેલા ઉપસર્ગન્સ લંબાણપૂર્વક દંતકથા આપી છે, જેમાં પ્રસ્તુત ક્ષેત્રપાલ દેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6