Book Title: Vyantar Valinaha Vishe
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Catalog link: https://jainqq.org/explore/249369/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વ્યંતર વાલીનાહ વિશે તપાગચ્છીય લક્ષ્મીસાગરસૂરિ-શિષ્ય કવિ લાવણ્યસમયના જૂની ગુજરાતીમાં રચાયેલા પ્રસિદ્ધ વિમલપ્રબંધ (સં. ૧૫૬૮ } ઈસ૧૫૧૨)માં અપાયેલી દંતકથા અનુસાર અબુંદપર્વત પર દેલવાડાગ્રામમાં બ્રાહ્મણીય દેવી શ્રીમાતાના ક્ષેત્રની ભૂમિ દંડનાયક વિમલે મોંમાગ્યા મૂલે ખરીદી, એ પર મંદિર બંધાવવા પ્રારંભ કર્યો ત્યારે એ સ્થાનનો ક્ષેત્રપાલ(ખેતરપાલ) વાલીનાહ નામક વ્યંતરદેવ ઉપદ્રવ કરી રોજબરોજ થતું બાંધકામ રાત્રે તોડી નાખવા લાગ્યો. વિમલે એને પછીથી નિર્દોષ ભોગાદિ ધરાવી સંતુષ્ટ કરવાથી કામ નિર્વિને આગળ ધપ્યું. પુરાતન પ્રબંધસંગ્રહ અંતર્ગત પ્રબંધસંગ્રહ “B”(લિપિ ઈસ્વીસન્ ૧૬મી શતાબ્દી)માં પણ આ દંતકથા સંગ્રહાયેલી છે. ત્યાં અપાયેલ પ્રબંધ અનુસાર જ્યાં અત્યારે વિમલવસહી છે ત્યાં આગળ આ વ્યંતર વાલીનાહની દહેરી હતી. ઉપદ્રવકર્તા બંતરસંબદ્ધ આવી જ વાત પંડિત મેઘની ૧૫મા સૈકાના મધ્યભાગમાં રચાયેલ તીર્થમાળામાં પણ છે. ત્યાં એને “ક્ષેત્રપાલ', ખેતલવીર' અને “વાલીનાગ' કહ્યો છે. (અહીં “નાગ” નહિ પણ “નાહ’ હોવું ઘટે.) તપાગચ્છીય રત્નમંડનગણિના શિષ્ય શુભશીલગણિના પંચશતીપ્રબોધસંબંધ (સં. ૧૫૨૧ | ઈ. સ. ૧૪૬૫)માં પણ આ જ કથા થોડા વિગતફરક સાથે સંક્ષિપ્ત રૂપે નોંધાયેલી છે. ત્યાં વળી “વાલીનાહ નાગ” કહ્યું છે, જે ભૂલ જ છે. વાલીનાહ વ્યંતર ‘નાગ' નહિ, પણ ઉપર કથિત સાધનો અનુસાર ક્ષેત્રપાલ હોવાનું મનાતું. બે અન્ય તપાગચ્છીય કૃતિઓ સોમધર્મગણિની ઉપદેશ-સપ્તતિ (સં. ૧૫૦૩ | ઈ. સ. ૧૪૪૭) અને રત્નમંદિર ગણિના ભોજપ્રબંધ (સં. ૧૫૦૭ | ઈસ. ૧૪૫૧)–માં પણ થોડેવત્તે અંશે ઉપરની વિગતો નોંધાયેલી છે. આ બધું જોતાં વાલીનાહ સંબદ્ધ દંતકથા ૧૫માં શતકમાં પ્રચારમાં આવી ચૂકેલી એમ જણાય છે. વ્યંતર વાલીનાહ વિશે ખોજ કરતાં બે તથ્ય પ્રકાશમાં આવ્યાં. એક તો એ કે વાલીનાહનું મૂળ સંસ્કૃત અભિધાન “વલભીનાથ' અથવા ‘વિરૂપાનાથ છે; બીજું એ કે એની પ્રતિમા આજે પણ દેલવાડા-સ્થિત વિમલવસહીની પશ્ચિમે રહેલા શ્રીમાતાના મંદિરસમૂહમાં મોજૂદ છે. રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવક ચરિત(સં. ૧૩૩૪ ઈ. સ. ૧૨૭૮)માં ઈસ્વીસની ૧૧મી શતાબ્દીના આરંભકાળે થઈ ગયેલા, અને સોલંકીરાજ દુર્લભદેવના સમકાલીન, વીરગણિના સંદર્ભમાં સ્થિરાગ્રામ(થિરા)માં “વલભીનાથ અપનામ વિરૂપાનાથના નડેલા ઉપસર્ગન્સ લંબાણપૂર્વક દંતકથા આપી છે, જેમાં પ્રસ્તુત ક્ષેત્રપાલ દેવ Page #2 -------------------------------------------------------------------------- ________________ વ્યંતર વાલીનાહ વિશે ૧૯૭ અપભ્રંશ રૂપ “વલીનાહ” થઈ શકે, જે વિવર્તનાતરે “વાલીનાહ” બની શકે. ‘વિરૂપાનાથ” પર્યાય તેની બીભત્સ અને ભયાનક રૂપિણી સંગિની ભૈરવીના (કોઈક સ્વરૂપના) પતિત્વને અનુલક્ષીને હોય. અંગ્રેજીમાં (મૂળ જર્મન પરથી) ઉપદ્રવી પ્રેતાત્મા માટે ‘poltergeist' શબ્દ છે તે જ આ વલભીનાથ વા વલીનાહ છે. મરીને અવગતે જતા અને વાસના રહી ગઈ હોય તે સ્થાનમાં રહી ઉપદ્રવ કરતા જોરદાર અશાંત આત્માને ખેતરપાળ-રૂપે પૂજવાની મધ્યકાલ અને ઉત્તર મધ્યકાલમાં પ્રથા હતી. વાલીનાહસંબદ્ધ એક વિશેષ ઉલ્લેખ હર્ષપુરીયગચ્છના નરેંદ્રપ્રભસૂરિની “વસ્તુપાલપ્રશસ્તિ' (આ૦ ઈ. સ. ૧૦૩૨) અંતર્ગત જોવા મળ્યો જે પ્રચાના ઉલ્લેખથી જૂનો છે. પ્રસ્તુત પ્રશસ્તિમાં વસ્તુપાલનાં સુકૃતોની સમકાલીન કૃતિઓમાં મળતી સૌથી વિશેષ લાંબી સૂચિ અપાયેલી છે ને એમાં મંત્રીશ્વરે નિરીંદ્રગ્રામમાં રહેલ ‘વોડ” નામક “વાલીનાથ'ના મંદિરની પ્રજાના વિશ્નનો નાશ કરવા અર્થે ઉદ્ધાર કરાવ્યાનું કહ્યું છે : યથા: निरीन्द्रग्रामे वोडाख्यवालीनाथस्य मंदिरम् । विघ्नसंघातघाताय प्रजानामुद्धराय च ॥४६।। પ્રશસ્તિકર્તાએ પ્રાકૃત “વાલીનાહ'નું સંસ્કૃત પુનઃરૂપાંતર “વલભીનાથ' કરવાને બદલે “વાલીનાથ' કર્યું છે, જે કદાચ છંદનો મેળ સાચવવા કર્યું હશે, પણ એક વાત આ પદ્ય પરથી એ જાણવા મળે છે કે “વાલીનાથ' વ્યંતરની એક વિશિષ્ટ ઉપજાતિ છે, જેમાં તેનું વિશેષનામ વોડી દીધું છે. આ ક્ષેત્રપાળ વલભીનાથનું સ્વરૂપ ધર્મઘોષગચ્છીય (રાજગચ્છીય) રવિપ્રભસૂરિશિષ્ય વિનયચંદ્રસૂરિની કાવ્યશિક્ષાપ (આ. ઈ. સ. ૧૨૩૦-૧૨૩૫) અંતર્ગત “વલભીપતિ નામે આપેલું છે યથા : कपालपाणिवलभीपतिर्गगनगामुकः । सुरापानरतो नित्यं देवोऽयं वलभीपतिः –ાળશિક્ષા, ૪.૬ર ઉપર વર્ણવેલ સ્વરૂપ પ્રતિમવિધાનની દષ્ટિએ ક્ષેત્રપાલનું જ જણાય છે. (ક્ષેત્રપાલને ભૈરવનું પણ એક રૂપ માનવામાં આવે છે.) જૈનોમાં ક્ષેત્રપાલની ઉપાસના થતી હોવાનાં કેટલાંક પ્રમાણ છે; જેમ કે ખરતરગચ્છીય જિનકુશલસૂરિએ શ્રીપત્તન(પાટણ)માં સં. ૧૩૮૦ ઈ. સ. ૧૩૨૪માં કરેલી પ્રતિષ્ઠાઓમાં ક્ષેત્રપાલની મૂર્તિનો પણ સમાવેશ હતો એવું ખરતરગચ્છગુર્નાવલી(ઉત્તરાર્ધ : સં. ૧૩૯૩ | ઈ. સ. ૧૩૩૭)માં નોંધાયેલું છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ દેલવાડામાં જોઈએ તો શ્રીમાતાના મંદિરની સામેના મંદિરમાં રાખેલ મૂર્તિઓમાં મુખ્ય મૂર્તિ ક્ષેત્રપાલની છે, જેને આજે “રસિયો વાલમ” નામથી ઓળખવામાં આવે છે અને એની માંત્રિક યોગીરૂપે શ્રીમાતા સાથે જોડતી લોકકથા જાણીતી છે. આ દંતકથાનું જૂનું રૂપ ખરતરગચ્છીય જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપ અંતર્ગત “અબ્દાદ્રિકલ્પ'માં જોવા મળે છે. કહેવાતા રસિયા વાલમની આરસની દ્વિભુજ પ્રતિમાનું સમ્મશ્ર, કરાલ નહિ તો યે કરડું મુખ, ભીષણ ભૂકુટિ-ભંગ અને કુટિલાક્ષ, શિર પર ભૈરવ કે નિર્ઝતિને હોય તેવા બંધયુક્ત ઊર્વેકેશ, વામકરમાં સુરાપાત્ર અને દક્ષિણહસ્તમાં કોઈ વસ્તુ (ખજ્ઞની અવશિષ્ટ મૂઠ ?) ધારણ કરી છે. જમણી બાજુ અર્ધભાસ્કર્થમાં ત્રિશૂલ બતાવ્યું છે. નીચે પગ પાસે દક્ષિણ બાજુ આરાધક અને ડાબી બાજુ કૂદતું ચોપગું પ્રાણી (શ્વાન?) કંડાર્યું છે (જુઓ રેખાંકન.) શૈલીની દષ્ટિએ આ ક્ષેત્રપાલ-પ્રતિમા ૧૨મા શતકના અંતભાગની જણાય છે, એટલે વિમલમંત્રીના કાળની નથી. સંભવ છે કે આ ઉપદ્રવવાળી દંતકથા પછીથી જોડી કાઢવામાં આવી હોય. વસ્તુતયા વિમલના સમયના બનાવોની સ્મૃતિ પ્રબંધોમાં અલ્પ પ્રમાણમાં વરતાય છે !) અને કલ્પપ્રદીપમાં કે તપાગચ્છીય જિનહર્ષગણિના વસ્તુપાલચરિત્ર (સ. ૧૪૯૭ | ૧૪૪૧)માં આ વાલીનાહવાળી વાત નોંધાયેલી નથી, પણ એટલું ખરું કે ઉપરચર્ચિત જૈન કથાઓનો દેલવાડાનો ક્ષેત્રપાલ વાલીનાહ યા વલીનાહ (વલભીનાથ) તો આ “રસિયો વાલમ (ઋષિ વાલ્મીકિ) જ જણાય છે. ત્રીજા તબક્કાના (શક-કુષાણ સમયમાં) વર્તમાન રૂપ પામેલા જૈન આગમો(વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, સ્થાનાંગ, પ્રજ્ઞાપના સૂત્ર ઇત્યાદિ)માં (વાન)વ્યંતર દેવોની આઠ જાતિ બતાવી છે : પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંનર, ઝિંપુરુષ, મહોરગ, અને ગાંધર્વ. વાલીનાહનું સ્થાન એનું પ્રતિભાવિધાન લક્ષમાં રાખતાં જૈન માન્યતા અનુસાર રાક્ષસ વર્ગમાં જઈ શકે. દિક્ષાલ નિર્ઝતિ કે જે બ્રાહ્મણીય પરંપરામાં બહુ પ્રાચીન (વદ) કાળે “રાક્ષસી' અને પછી નરરૂપે રાક્ષસરાજ' ગણાય છે, તેનું પ્રતિમવિધાન ક્ષેત્રપાલ અને અહીં ચલ વ્યંતર વાલીનાહની અત્યંત નજીક છે. કેવળ નિર્ઝતિના “ખેટકને સ્થાને અહીં ભૈરવને હોય છે એમ સુરાપાત્રાવા કપાલ)ની કલ્પના છે. આથી બ્રાહ્મણીય પરંપરા, જે જૈન પરંપરાથી વિશેષ પ્રાચીન છે, તે અનુસાર પણ વ્યંતર વાલીનાથની યોનિ “રાક્ષસ' હોવાનું નિશ્ચિત બને છે. એક બીજી વાત એ છે કે સોલંકીયુગમાં આજે આપણે જાણીએ છીએ તેનાથી વિશેષ પ્રમાણમાં અને વિશાળ પ્રદેશમાં વાલીનાહ આદિ ક્ષેત્રપાલ-દેવોની પૂજા પ્રચારમાં હતી. દેલવાડા, થરા, અને આ નિરીંદ્રગ્રામ અતિરિક્ત બીજાં પણ સ્થાનોમાં વાલીનાહની ગ્રામરક્ષક દેવરૂપે પૂજા થતી હશે. આ ક્ષેત્રપાલને ‘વલભીનાથ' નામ કેમ પ્રાપ્ત થયું હશે એ વિચારણીય છે. વલભી નગરીનો નાથ (કોઈ મૈત્રક રાજા) મરીને વ્યંતર થયાની પુરાણી અનુશ્રુતિ હશે, કે હર્પ પર Page #4 -------------------------------------------------------------------------- ________________ વ્યંતર વાલીનાહ વિશે થતા વળીઓ દ્વારા સર્જાતા નૌપૃષ્ઠ ઘાટના ‘વલભી’ જાતિના શિખરના પોલાણમાં તે વાસ કરતો હોવાનું મનાતાં ને અવગતે ગયેલ ધોરકર્મી આત્મા પરથી વલભીનાથ નામ બન્યું હશે, કે કોઈ ત્રીજા જ કારણે, એ વાત તો પ્રાચીન ભાષા અને સંસ્કૃતિના ગવેષકો જ કહી શકે. ક્ષેત્રપાલને બ્રાહ્મણીય ઉપાસનામાં માંસબલ દેવાતું, જ્યારે નિગ્રંથો દ્વારા અડદના બાકળાનો ભોગ ધરાતો એવું મધ્યકાલીન પ્રબંધો પરથી અને ચંદ્ર મેઘની તીર્થમાળા પરથી જાણવા મળે છે. ટિપ્પણો : ૧. અર્બુદ પર્વત પરની આ પ્રાચીન દેવી છે. દંતકથાઓને બાજુએ રાખતાં શ્રીમાતા તે મૂળે લક્ષ્મીનું કોઈ સ્વરૂપ હશે ? એની વર્તમાન આરસી પ્રતિમા તો ૧૩મા શતકથી પુરાણી હોય એમ લાગતું નથી. ૨. અહિંસાના સિદ્ધાંતને વરેલા હોઈ તાંત્રિક પ્રકારની બ્રાહ્મણીય હિસ્ર પૂજાવિધિ જૈનો માટે શક્ય નથી. ૩. સં૰ જિનવિજય મુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા ગ્રંથાંક ૨, કલકત્તા ૧૯૩૬, ૪. એજન, પૃ. ૫૨. ૫. સં. વિજયધર્મસૂરિ, પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ, ભાગ ૧લો, ભાવનગર, સં. ૧૯૭૮ (ઈ. સ. ૧૯૨૨), પૃ. ૪૮-૫૬. ૬. એજન, પૃ. ૫૧-૫૩, ૭. સં. મુનિશ્રી મૃગેંદ્રમુનિજી, સુરત ૧૯૯૮. ૮. એજન, પૃ ૩૫૦-૩૫૧. ૯. આ બન્ને ગ્રંથ મને હાલ અહીં અનુપલબ્ધ હોઈ ચોક્કસ સંદર્ભો ટાંકી શક્યો નથી. ૧૦. સં. જિનવિજયમુનિ, સિંધી જૈન ગ્રંથમાલા, અમદાવાદ-કલકત્તા ૧૯૪૦, ૧૯૯ ૧૧. એજન, ‘‘શ્રીવીરસૂરિચરિત”, પૃ ૧૨૮-૧૩૦. ૧૨. પાછળના યુગમાં જો કે ખેતરપાળની પ્રતિમાને બદલે સૂરાપૂરાની ખાંભી પૂજવાની પ્રથા શરૂ થયેલી; જેમ કે પોરબંદરના ખેતલિયાના થાનકમાં પાળિયો છે. ખિલોસ(ધ્રોળ પાસે, સૌરાષ્ટ્ર)માં પણ ખેતલાદાદાના થાનકમાં એ જ પ્રમાણે જોવાય છે. ૧૩. સં. મુનિ પુણ્યવિજય, ‘સુતીતિનિયારિ વસ્તુપાલપ્રશસ્તિસંગ્રહ', ૧૬૬. ૧૪. એજન, પૃ. ૨૬. ૧૫. Ed. Dr. Hariprasad G. Shastri, Lalbhai Dalpatbhai Series No. 3, Ahmedabad, 1964, p. 90. ૧૬, કૃતિના સમય-નિર્ણય માટે જુઓ મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૮૩૨, પૃ. ૩૯૩-૯૪, Page #5 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ૧૭. Shastri, p. 95. ૧૮. સં. આચાર્ય જિનવિજયમુનિ, ખરતરગચ્છ-બૃહદ્ગુર્વાલિ, સિંધી જૈન ગ્રંથમાલા ગ્રંથાંક ૪૨, મુંબઈ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૧૯૫૬, પૃ. ૭૨. ૧૯. મુનિ જયંતવિજયજી, આબૂ ભાગ પહેલો, ઉજ્જૈન ૧૯૩૩, પૃ ૨૦૬ સામેનું ચિત્ર ૨૦. જિનવિજયજી, સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧૦, શાંતિનિકેતન ૧૯૩૪, પૃ ૧૫. ૨૧. રેખાંકન જયંતવિજયજીના ઉપરકથિત ચિત્રના આધારે શ્રી પોતુસ્વામીએ દોરી આપ્યું છે, જે માટે લેખક એમનો આભારી છે. ૨૨.જૈન દર્શનમાં આમ તો ઉગ્ર અને અધોર દેવ-દેવતાઓની ઉપાસના વર્જિત છે, પણ મધ્યયુગમાં મહિષમર્દિની કે ચંડિકા (સચ્ચિકામાતારૂપે) ઓસવાળ (પ્રા૰ ઊકેશવાલ) વણિકોની કુલદેવી હોવાને નાતે રાજસ્થાનનાં કેટલાંક જૈન મંદિરોમાં તેમ જ શત્રુંજય પર આદિનાથના મંદિર-સમૂહમાં એની પ્રતિમા મળી છે. એ જ રીતે ક્ષેત્રપાલની પણ ઉપાસના વિશેષ રાજસ્થાનમાં પ્રવેશી ગયેલી, એટલું જ નહિ, પણ મુસ્લિમ સુલતાનો સાથેની મૈત્રીને કારણે ખરતરગચ્છમાં તો પીરની પણ રક્ષકદેવ-રૂપે સ્થાપના (કે ઉપાસના) શરૂ થયેલી ! ૨૩, ઉપર્યુક્ત લેખ છપાયો તે દરમિયાન પ્રા. હરિવલ્લભ ભાયાણીનો પણ ‘વાલીનાહ' ઉપરનો લેખ છપાયેલો. તેમાં તેમણે અપભ્રંશ, જૂની ગુજરાતી આદિ સાહિત્યિક કૃતિઓને આધારે આ વ્યંતરનો સંબંધ ‘ઘોડાર' સાથે જોડેલો. ઘોડાનો તબેલો તળે લંબચોરસ હોઈ જૂના કાળમાં તેના પર ‘વલભી' જાતિનું શિખર કરવામાં આવતું હશે અને તેમાં આ રાક્ષસ(કે પછી યક્ષ ?)નો વાસ હોવાનું મનાતું હશે. દુર્ભાગ્યે ભાયાણી સાહેબનો લેખ ફરીને મેળવી ન શકતાં તેનો સંદર્ભ અહીં ટાંકી શક્યો નથી. અનુપૂર્તિ પ્રા૰ બંસીધર ભટ્ટે આ વિષય પર નીચે મુજબ નોંધ મોકલી છે ઃ વાલીનાહ/વાલીનાગ :- વ્યાન આ પ્રમાણે પણ વપરાય છે, તે ઉપરથી આ નામ બંધ બેસે છે ? ગ્રાનોફે આવા પ્રબંધોની biographiesમાં જણાવ્યું છે કે મુસલમાનો તરફથી હિંદુજૈન-બૌદ્ધ મંદિરોમાં ઉપદ્રવ થયો; તેના પરિણામે પ્રબંધ સાહિત્યમાં આવી દંતકથાઓ ઘુસાડી દેવામાં આવી છે. મુસલમાનોમાં ‘વલી’ નામ હોય છે. ‘‘રસિયો વાલમમાં ‘‘વાલમ’” શબ્દનો ‘‘પતિ/વહાલો” એમ અર્થ તો નથી ? જુઓ એક લોકગીત = ‘‘વ્હોરનારો હોંશિલો નાવલીયો નાનો વાલમીયા !'' (મને મોઢે છે; પણ source નથી). (વિસનગર પાસે એક વાલમ ગામ પણ છે !) હિંદીમાં એને ‘‘વાલમ’’ કહે જુઓ હિન્દી-filmનું ગાન :- ‘વાલમ આÇ વસો મેરે મન મેં !'' અને ‘‘સિજ વનમાં, નેટ્ટા તાજે....etc. Page #6 -------------------------------------------------------------------------- ________________ વ્યંતર વાલીનાહ વિશે 201 JUUFUKU IST M - - - - રેખાંકન : વ્યંતર વાલીનાહ નિ. એ. ભા. 1-26