________________
૨૦૦
૧૭. Shastri, p. 95.
૧૮. સં. આચાર્ય જિનવિજયમુનિ, ખરતરગચ્છ-બૃહદ્ગુર્વાલિ, સિંધી જૈન ગ્રંથમાલા ગ્રંથાંક ૪૨, મુંબઈ
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
૧૯૫૬, પૃ. ૭૨.
૧૯. મુનિ જયંતવિજયજી, આબૂ ભાગ પહેલો, ઉજ્જૈન ૧૯૩૩, પૃ ૨૦૬ સામેનું ચિત્ર
૨૦. જિનવિજયજી, સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧૦, શાંતિનિકેતન ૧૯૩૪, પૃ ૧૫.
૨૧. રેખાંકન જયંતવિજયજીના ઉપરકથિત ચિત્રના આધારે શ્રી પોતુસ્વામીએ દોરી આપ્યું છે, જે માટે લેખક એમનો આભારી છે.
૨૨.જૈન દર્શનમાં આમ તો ઉગ્ર અને અધોર દેવ-દેવતાઓની ઉપાસના વર્જિત છે, પણ મધ્યયુગમાં મહિષમર્દિની કે ચંડિકા (સચ્ચિકામાતારૂપે) ઓસવાળ (પ્રા૰ ઊકેશવાલ) વણિકોની કુલદેવી હોવાને નાતે રાજસ્થાનનાં કેટલાંક જૈન મંદિરોમાં તેમ જ શત્રુંજય પર આદિનાથના મંદિર-સમૂહમાં એની પ્રતિમા મળી છે. એ જ રીતે ક્ષેત્રપાલની પણ ઉપાસના વિશેષ રાજસ્થાનમાં પ્રવેશી ગયેલી, એટલું જ નહિ, પણ મુસ્લિમ સુલતાનો સાથેની મૈત્રીને કારણે ખરતરગચ્છમાં તો પીરની પણ રક્ષકદેવ-રૂપે સ્થાપના (કે ઉપાસના) શરૂ થયેલી !
૨૩, ઉપર્યુક્ત લેખ છપાયો તે દરમિયાન પ્રા. હરિવલ્લભ ભાયાણીનો પણ ‘વાલીનાહ' ઉપરનો લેખ છપાયેલો. તેમાં તેમણે અપભ્રંશ, જૂની ગુજરાતી આદિ સાહિત્યિક કૃતિઓને આધારે આ વ્યંતરનો સંબંધ ‘ઘોડાર' સાથે જોડેલો. ઘોડાનો તબેલો તળે લંબચોરસ હોઈ જૂના કાળમાં તેના પર ‘વલભી' જાતિનું શિખર કરવામાં આવતું હશે અને તેમાં આ રાક્ષસ(કે પછી યક્ષ ?)નો વાસ હોવાનું મનાતું હશે. દુર્ભાગ્યે
ભાયાણી સાહેબનો લેખ ફરીને મેળવી ન શકતાં તેનો સંદર્ભ અહીં ટાંકી શક્યો નથી.
અનુપૂર્તિ
પ્રા૰ બંસીધર ભટ્ટે આ વિષય પર નીચે મુજબ નોંધ મોકલી છે ઃ
વાલીનાહ/વાલીનાગ :- વ્યાન આ પ્રમાણે પણ વપરાય છે, તે ઉપરથી આ નામ બંધ બેસે છે ? ગ્રાનોફે આવા પ્રબંધોની biographiesમાં જણાવ્યું છે કે મુસલમાનો તરફથી હિંદુજૈન-બૌદ્ધ મંદિરોમાં ઉપદ્રવ થયો; તેના પરિણામે પ્રબંધ સાહિત્યમાં આવી દંતકથાઓ ઘુસાડી દેવામાં આવી છે.
મુસલમાનોમાં ‘વલી’ નામ હોય છે.
‘‘રસિયો વાલમમાં ‘‘વાલમ’” શબ્દનો ‘‘પતિ/વહાલો” એમ અર્થ તો નથી ? જુઓ એક લોકગીત = ‘‘વ્હોરનારો હોંશિલો નાવલીયો નાનો વાલમીયા !'' (મને મોઢે છે; પણ source નથી). (વિસનગર પાસે એક વાલમ ગામ પણ છે !) હિંદીમાં એને ‘‘વાલમ’’ કહે જુઓ હિન્દી-filmનું ગાન :- ‘વાલમ આÇ વસો મેરે મન મેં !'' અને ‘‘સિજ વનમાં, નેટ્ટા તાજે....etc.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org