Book Title: Vyantar Valinaha Vishe
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 2
________________ વ્યંતર વાલીનાહ વિશે ૧૯૭ અપભ્રંશ રૂપ “વલીનાહ” થઈ શકે, જે વિવર્તનાતરે “વાલીનાહ” બની શકે. ‘વિરૂપાનાથ” પર્યાય તેની બીભત્સ અને ભયાનક રૂપિણી સંગિની ભૈરવીના (કોઈક સ્વરૂપના) પતિત્વને અનુલક્ષીને હોય. અંગ્રેજીમાં (મૂળ જર્મન પરથી) ઉપદ્રવી પ્રેતાત્મા માટે ‘poltergeist' શબ્દ છે તે જ આ વલભીનાથ વા વલીનાહ છે. મરીને અવગતે જતા અને વાસના રહી ગઈ હોય તે સ્થાનમાં રહી ઉપદ્રવ કરતા જોરદાર અશાંત આત્માને ખેતરપાળ-રૂપે પૂજવાની મધ્યકાલ અને ઉત્તર મધ્યકાલમાં પ્રથા હતી. વાલીનાહસંબદ્ધ એક વિશેષ ઉલ્લેખ હર્ષપુરીયગચ્છના નરેંદ્રપ્રભસૂરિની “વસ્તુપાલપ્રશસ્તિ' (આ૦ ઈ. સ. ૧૦૩૨) અંતર્ગત જોવા મળ્યો જે પ્રચાના ઉલ્લેખથી જૂનો છે. પ્રસ્તુત પ્રશસ્તિમાં વસ્તુપાલનાં સુકૃતોની સમકાલીન કૃતિઓમાં મળતી સૌથી વિશેષ લાંબી સૂચિ અપાયેલી છે ને એમાં મંત્રીશ્વરે નિરીંદ્રગ્રામમાં રહેલ ‘વોડ” નામક “વાલીનાથ'ના મંદિરની પ્રજાના વિશ્નનો નાશ કરવા અર્થે ઉદ્ધાર કરાવ્યાનું કહ્યું છે : યથા: निरीन्द्रग्रामे वोडाख्यवालीनाथस्य मंदिरम् । विघ्नसंघातघाताय प्रजानामुद्धराय च ॥४६।। પ્રશસ્તિકર્તાએ પ્રાકૃત “વાલીનાહ'નું સંસ્કૃત પુનઃરૂપાંતર “વલભીનાથ' કરવાને બદલે “વાલીનાથ' કર્યું છે, જે કદાચ છંદનો મેળ સાચવવા કર્યું હશે, પણ એક વાત આ પદ્ય પરથી એ જાણવા મળે છે કે “વાલીનાથ' વ્યંતરની એક વિશિષ્ટ ઉપજાતિ છે, જેમાં તેનું વિશેષનામ વોડી દીધું છે. આ ક્ષેત્રપાળ વલભીનાથનું સ્વરૂપ ધર્મઘોષગચ્છીય (રાજગચ્છીય) રવિપ્રભસૂરિશિષ્ય વિનયચંદ્રસૂરિની કાવ્યશિક્ષાપ (આ. ઈ. સ. ૧૨૩૦-૧૨૩૫) અંતર્ગત “વલભીપતિ નામે આપેલું છે યથા : कपालपाणिवलभीपतिर्गगनगामुकः । सुरापानरतो नित्यं देवोऽयं वलभीपतिः –ાળશિક્ષા, ૪.૬ર ઉપર વર્ણવેલ સ્વરૂપ પ્રતિમવિધાનની દષ્ટિએ ક્ષેત્રપાલનું જ જણાય છે. (ક્ષેત્રપાલને ભૈરવનું પણ એક રૂપ માનવામાં આવે છે.) જૈનોમાં ક્ષેત્રપાલની ઉપાસના થતી હોવાનાં કેટલાંક પ્રમાણ છે; જેમ કે ખરતરગચ્છીય જિનકુશલસૂરિએ શ્રીપત્તન(પાટણ)માં સં. ૧૩૮૦ ઈ. સ. ૧૩૨૪માં કરેલી પ્રતિષ્ઠાઓમાં ક્ષેત્રપાલની મૂર્તિનો પણ સમાવેશ હતો એવું ખરતરગચ્છગુર્નાવલી(ઉત્તરાર્ધ : સં. ૧૩૯૩ | ઈ. સ. ૧૩૩૭)માં નોંધાયેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6