Book Title: Vyakhyan Sahitya Sangraha Part 02 Author(s): Vinayvijay Publisher: Devji Damji Sheth View full book textPage 7
________________ વા આશા ST ઉપઘાત. Bફહહહ શ્રી વ્યાખ્યાન સાહિત્યસંગ્રહનો આ દ્વિતીય વિભાગ સહદય સજીનેની સમક્ષમાં નિવેદન કરતાં અને સંતોષ થાય છે કે આ પુસ્તકના પ્રથમ વિભાગને તેઓના તરફથી જે આદર મળેલ છે તે કરતાં પણ તેઓએ આ વખતે વિશેષ આદર આપેલ છે. * ઉત્તમ કોટિના સિદ્ધાંતગ્રંથ સમજવાના અધિકારી બની શકાય તેવી યેગ્યતા મેળવવા માટે તથા અંતઃકરણને ઉચ્ચ માનવગુણેથી સુસંસ્કૃત કરી જીવિતને સફળ કરવામાટે મનુષ્ય હલકાં સાહિત્યના પાશથી દૂર રહી ઉત્તમ પ્રકારનું સાહિત્ય વાંચવાની અભિરૂચિ રાખવી જોઈએ. અન્યને ઉપદેશ આપી સન્માગે ચડાવનાર અને ચલાવનાર મનુષ્ય ચાહે તે ત્યાગી હોય કે ચાહે તે ઘરસંસારી હોય અથવા પિતાની આ જીવિકામાટે ગમે તે ધંધો કરતો હોય તે પણ તેણે શ્રેષ્ઠ સાહિત્યના સંગ્રહને સંપાદન કરવો જોઇએ. જેઓને ઉપદેશ આપવાની જરૂર હોય છે તેઓ ઉપદેશનાં ટુંકાં વાયે જે માત્ર છેવટના સિદ્ધાંતસરખાં જ હોય છે તેનાથી ઝટ લઈને સમજી જતાં નથી. તેઓને તે એ નાનાસરખા સિદ્ધાંતવાક્યની અંદરથી નિકળતા બહોળા અર્થનાં નાહાનાં નાહાનાં અંગે તથા ઉપાંગે સ્પષ્ટ રીતે સમજાવી તથા તેને અંગે લાભ-હાનિ જે કાંઈ હોય તે તેઓની દષ્ટિ. પર મૂકી જ્યારે ખૂબ વિસ્તારથી કહેવામાં આવે છે ત્યારે જ તે અસરકારક થાય છે. જનસમાજની સામે એક યંગ્ય સિદ્ધાંત, પછી તે ધર્મસંબંધી હેય, વ્યવહાર સંબંધી હોય કે દેશકાળને અનુસરતા ગમે તે વિષયસંબંધી હોય તે જાહેર કરે તે સિદ્ધાંત અમલમાં મૂકાય એવી ઈચ્છા રાખવી અને એ ઇચ્છાને સફળ કરવામાટે દાખલાદલીલથી તે બીજાઓને ગળે ઉતરાવ અથવા તેઓ કબુલ કરે–હા ભણે એવી રીતે તેને સમજાવવું એ શુંPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 646