________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩
પ્રાતઃ સ્મરણીય : પૂજ્યપાદ: શ્રી ૧૦૦૮ મુલચંદજી
(મુક્તિ વિજયજીગણિ) ગુરૂભ્યો નમઃ
વિવિધ વિષય
વિશ્વાશ માળા હજી ભિાગ 3 જો જી
( એક પ્રકાર) સબુદ્ધિરૂપ આત્મા એક છે. જડતારૂપ અનાત્મા એક છે. જેનાથી કર્મ બંધન કરી શકાય છે તે દંડ એક છે. જેનાથી કર્મ બંધન થઈ શકે નહિ તે અદંડ એક છે. પડુ દ્રવ્યમય લોક એક છે. કેવળ અલોકમય આકાશ એક છે. પુણ્યના નિમિત્ત કારણભૂત સુખ એક છે. દુઃખના હેતુભૂત પાપ પણ એક છે. વસ્તુના સ્વભાવયુક્ત ધર્મ એક છે. સ્વધર્મથી ભિન્ન અધર્મ એક છે. જેનાથી કર્મ બંધન થાય છે તે આશ્રવ એક છે. જેનાથી કર્મ બંધન રોકાય તે સંવર એક છે. કર્મને ભોગવનારી વેદના એક છે. કર્મનો ક્ષય કરનારી નિર્જરા એક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org