Book Title: Vivek Chudamani
Author(s): Tadrupanand Swami
Publisher: Manan Abhyas Mandal

View full book text
Previous | Next

Page 7
________________ અમે અભિનંદીએ છીએ. આ સાથે મુખપૃષ્ઠનું સુંદર મુદ્રણ નિષ્કામભાવે કરી આપવા બદલ આર. બી. કાર્ડસ્ એન્ડ પોસ્ટર્સના શ્રી સુભાષ વર્માનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ખંત, ઉત્સાહ અને સદાય હસતા મુખે અમારી સાથે રહી ચોક્સાઈપૂર્વક કોમ્પ્યુટર કમ્પોઝીંગ કરી અમારા કાર્યને વેગ આપવા બદલ ડીપી કોમ્પ્યુટર્સના માનનીય પારૂલબહેન પારેખ તથા શ્રી કિશોરભાઈ માલવિયાની નિષ્ઠાપૂર્વકની સેવા અભિનંદનીય છે. આ ગ્રંથનું મુદ્રણકાર્ય ક્ષતિરહિત તથા સમયસર પાર પાડવા માટે જેમણે શ્રદ્ધાપૂર્વક તથા પવિત્ર આત્મીયભાવે સહકાર આપ્યો છે તેવા જ્ઞાનગંગા મુદ્રણાલયના શ્રી હર્ષદભાઈ મહાદેવીયાનો તથા અન્ય કર્મચારીભાઈઓનો અમે હાર્દિક આભાર પ્રગટ કરીએ છીએ. આ ગ્રંથના અભ્યાસ પછી મુમુક્ષુ વાચક આત્મા-અનાત્મા, નિત્ય-અનિત્ય, સત-અસત વગેરેનો જો વિવેક કરી જાણશે તો અમને અમારો આ સ્નેહશ્રમ સાર્થક લાગશે. મુમુક્ષુ સાધકો અમને શ્રોતાઓ અને વાચકો તરીકે મળ્યા છે, તે અમારો મોટો સંતોષ છે. પ.પૂ. સ્વામીજીને ગુરુ તરીકે જેણે સ્વીકાર્યા અને સ્થાપ્યા છે, એમને તો એમની ગુરુ તરીકેની યોગ્યતા જન્મજાત લાગ્યા વિના રહેશે નહીં. મૂળ પ્રતના (પાઠના) એકે એક શબ્દના મૂળ સુધીના મર્મને પામીને મુમુક્ષુઓની સંપ્રજ્ઞતા અને સંવિત્ને સંકોરનાર અને ઢંઢોળનાર આવા ગુરુ કેટલા? ‘અપરોક્ષાનુભૂતિ’એ એમને ગુજરાતના આધ્યાત્મિક જગતમાં સીધો પ્રવેશ કરાવ્યો અને આપ સૌ એમના પ્રતિ ‘અઢળક ઢળિયા’ હોય એ રીતે એમને આવકાર્યા, સત્કાર્યા છે અને તેઓ પણ એમની વાણી દ્વા૨ા આપણા સૌ પર અનરાધાર વ૨સ્યા છે. ગુજરાત એ માટે તેમનું સદા ઋણી રહેશે. ટ્રસ્ટીગણ મનન અભ્યાસ મંડળ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 858