Book Title: Vivek Chudamani
Author(s): Tadrupanand Swami
Publisher: Manan Abhyas Mandal

Previous | Next

Page 5
________________ પ્રકાશકીય પ.પૂ. સ્વામી તદ્રુપાનંદજીની તેજસ્વી ધારદાર કલમનો પરિચય હવે આપને આપવાનો હોય નહીં. એકાંતે ચિંતન-મનનથી પોતાના વિચારોને પરિપક્વ બનાવતા અને ઈશ્વરદત્ત ભાષાશક્તિથી ભગવાન શંકરાચાર્યજીના “વિવેક ચૂડામણિ” જેવા ગ્રંથને, અન્ય ગ્રંથોની માફક, ગુજરાતી ભાષામાં સુલભ કરી આપનાર પ.પૂ. સ્વામીજીનો આભાર માનીએ તેટલો ઓછો છે. જ્યારે પોતાના જાહેર વ્યાખ્યાનો તેમણે બંધ કર્યા છે ત્યારે આપણે સૌ એટલું જરૂર ઇચ્છીએ કે તેઓ જીવનભર લખ્યા કરે, કલમ સાથેનો તેમનો સંબંધ અકબંધ અને અતૂટ રાખે અને એ રીતે પણ તેઓ આપણા સૌના અધ્યાત્મજીવનને સતત સીંચતા રહે, પોષતા રહે, સંવર્ધતા રહે, સંકોરતા રહે અને આપણી ભ્રમણાઓમાંથી આપણને મુક્ત કરતા રહે. અત્રે “વિવેક ચૂડામણિ' ગ્રંથના વિવેચન વિવરણમાં પ.પૂ.સ્વામીજીની નિર્ભિક સત્યનિષ્ઠાનો, પ્રાણવંત અને પ્રમાણભૂત કલમનો અને હૃદયની વાણીના ઉપાસક તરીકેનો પરિચય થાય છે. તે જે કંઈ સમજે છે તેને તર્કથી તપાસે છે, ચકાસે છે અને પછી કલમને હૃદયની અનુભૂતિના - રસમાં ઝબોળીને લખે છે. એમની ફકીરી વૃત્તિ, અલગારી મસ્તી અને વિલક્ષણ ખુમારીની ઝલક, જેમ અન્યત્ર તેમ આ ગ્રંથમાં પણ જોવા મળે છે. એમનું સમગ્ર લખાણ એ તો પોતાના શિષ્યો કે મુમુક્ષુ સાધકો સમક્ષ પોતાનું હૃદય ખોલવાની કે પોતાની અનુભૂતિઓ અને રહસ્યોનું ઉદ્દઘાટન કરવાની જ પ્રક્રિયા છે. કોઈને પણ પ્રભાવિત કરવા તે ક્યારેય લખતા નથી અને તેથી જ એમના શબ્દોની અર્થછાયાઓ અને નિરૂપણની નિરાળી છટાઓ નોંધપાત્ર છે. એમના શબ્દો એમના સ્વભાવનું પ્રતિબિંબ પાડે છે. તેની સાથે જ તે એમના બલિષ્ઠ સ્વકીય અવાજ સાંભળ્યાનો આપણને આનંદ અર્પે છે. આ પવિત્ર ગ્રંથ વાચકો અને મુમુક્ષુઓ સુધી પહોંચાડવાનો શ્રેય તથા યશ શ્રી પ્રતાપભાઈ પટેલને ફાળે જાય છે. તેઓશ્રીએ ગ્રંથ પ્રગટ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 858